ભ્રષ્ટાચાર નિબંધ | Bhrashtachar Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

કોઇ પણ સત્તાધીશ વ્યકિત દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે.

ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી એમ  માનવામાં આવે છે. કહેવાય છે કે અંગ્રજોની કલકત્તાની કોઠીમાં તેના મૂળ નંખાયા. ભ્રષ્ટાચારનાં અનેક કારણો છે તે પૈકીનું સૌથી મોટુ કારણ છે, શિક્ષણનો અને માહીતીનો અભાવ. શિક્ષણના અભાવને કારણે અજ્ઞાની પ્રજા પોતાના હક્ક પ્રત્યે માહિતગાર હોતી નથી ૫રીણામે સત્તાઘીશો તેને ભ્રષ્ટાચારની જાળમાં ફસાવી નાખે છે. તા ચાલો આજે આ૫ણે ભ્રષ્ટાચાર નિબંધ લેખન સ્વરૂપે જાણીએ.

ભ્રષ્ટાચાર નિબંધ (Bhrashtachar Essay in Gujarati)

ભ્રષ્ટાચાર એ અત્યારે વિશ્વ વ્યાપી કેન્સર છે. સંગ્રહખોરી, નશીલી  દવાઓનું વેચાણ, ગેરકાયદેસર થતાં કામો પૈકી આ ભ્રષ્ટાચાર પણ અસામાજિક પ્રવૃત્તિ છે. આજ ના સમયમાં નાનામાં  નાની જગ્યાથી લઇને મોટી મોટી ઓફિસો, નાના ઉધોગોથી લઇને મોટાં ઉદ્યોગો દરેક જગ્યા પર ભ્રષ્ટાચારનું અસ્તિત્વ જોવા મળે છે.

દુનિયાનો દરેક વ્યક્તિ લગભગ ભ્રષ્ટાચારથી સંકળાયેલો હશે! કોઈક ભ્રષ્ટાચારનો ભોગ બન્યું હશે તો કોઈક પોતે ભ્રષ્ટાચારનો ભાગ હશે! આજનાં ટેકનોલોજીના સમયમાં વ્યક્તિને સમયની સાથે ચાલવું પડે છે. પણ વ્યક્તિ જો સમય સાથે ચાલવામાં મોડું કરે તો તે અચૂક પણે હારી જાય છે. આ હારથી બચવા માટે ઘણી વાર લોકો ભ્રષ્ટાચાર નો ભાગ બનતા હોય છે.  

Must Read : આત્મનિર્ભર ભારત નિબંધ

ભ્રષ્ટાચારના લીધે દેશની પ્રગતિ પર પણ અસર થાય છે. જે વ્યક્તિઓ ખરેખર સફળતાને લાયક હોય છે એ વ્યક્તિ હારી જાય છે અને જે વ્યક્તિ સફળતાને લાયક નથી તે પૈસા આપીને ભ્રષ્ટાચારની મદદથી સફળતા મેળવી લે છે. એટલે જ કદાચ કહેવાયું છે કે ‘ ફૂલ ડૂબી જાય છે અને પથ્થર તરી જાય છે.’ ખરેખર જે વસ્તુને મેળવવા લાયક જે વ્યક્તિ છે એ જો પૈસાથી પાછળ હોય તો આ ભ્રષ્ટાચાર જીતી જાય છે.

ભ્રષ્ટાચાર એ લોકોની બેઈમાની અને ગેરકાયદેસર વ્યવહારનું પરિણામ છે. ભ્રષ્ટાચાર દેશ માટે કેન્સરનો રોગ બની ગયો છે જે રાષ્ટ્રને ધીમે ધીમે બરબાદીના માર્ગ તરફ લઈ જઈ રહ્યો છે. દેશના વિકાસનો દર ઘટવા પાછળ ભ્રષ્ટાચાર પણ જવાબદાર છે.

ભ્રષ્ટાચાર નિબંધ

આપણાં દેશમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ મોટા અંશ પર જોવા મળે છે. ભ્રષ્ટાચારને ખતમ કર્યા વગર એક પણ વિકાસ યોજનાને પાર પાડી શકાય નહિ. એટલે જો દેશનો યોગ્ય વિકાસ કરવો હોય તો ભ્રષ્ટાચારને જડમૂળ થી નાબૂદ કરવો જરૂરી છે જે ખુબ જ અઘરું કામ છે કારણ કે એક પણ સ્થાન એવું રહ્યું નથી જ્યાં ભ્રષ્ટાચારનું પ્રમાણ જોવા મળ્યું ન હોય! ક્યાંક ઓછા પ્રમાણમાં તો ક્યાંક વધુ પ્રમાણમાં  ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. ભારત કે અન્ય રાષ્ટ્રને જો વિકસિત રાષ્ટ્રની હારમાં આવવું હોય તો તેને રાષ્ટ્ર માંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવો જ પડશે! 

Must Read : જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ પર નિબંધ

ભારતમાં આ ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસે પોતાનો પગ પેસારો ખૂબ ઊંડે ઊંડે સુધી કર્યો છે. એટલે આ ભ્રષ્ટાચારના કારણે આઝાદી મળ્યા પછી ના ૭૪ વર્ષ બાદ પણ આપણે યોગ્ય વિકાસ કરી શકયા નથી. આજે લગભગ દરેક ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે. ભલે તે ક્ષેત્ર કોઈ પણ હોય!  રમતગમતનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, નોકરી ધંધા દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે. 

આરોગ્ય ક્ષેત્રે પણ ભ્રષ્ટાચાર જોવા મળે છે.  આરોગ્ય ક્ષેત્રે સરકારી દવાખાનાઓમાં પણ ભ્રષ્ટાચાર થતો જોવા મળે છે. દવાઓનું ગેરકાયદેસર વેચાણ થતું જોવા મળે છે. દવાખાનાની ચીજ વસ્તુઓ, સાધનસામગ્રી વગેરેનું કોઈ પણ પ્રકારના આયોજન વગર ઉપયોગ કરવામાં આવે છે અથવા તો જે વ્યક્તિને ખરેખર જરૂર હોય તેના સુધી પહોંચતું નથી.

ભ્રષ્ટાચાર નિબંધ

ભ્રષ્ટાચાર નિબંધ

શિક્ષણના ક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળે છે. આજકાલ વિદ્યાર્થીઓનું પરિણામ પત્ર જ  વિદ્યાર્થીની ક્ષમતા માની લેવામાં આવે છે. આજે એવા કેટલાય વિદ્યાર્થીઓ જોવા મળે છે જે એડમિશન મેળવવા માટે પૈસા આપી ન શક્યા હોય તે લોકો મહેનત કરીને પણ આગળ વધી શકતા નથી. 

Must Read : પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ

શૈક્ષણિક સંસ્થાઓમાં અધિકારીઓ દ્વારા લાંચ રૂશ્વત લઇને અમીર વિદ્યાર્થીઓના એડમિશન કરાવી આપવામાં આવે છે જેના લીધે ખરેખર જે બાળકોમાં આવડત હોય તે આગળ વધી શકતા નથી. ભ્રષ્ટાચારના લીધે પૈસા આપીને પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોના વિદ્યાર્થીઓને આપી દેવામાં આવે છે. પૈસા આપનાર વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર અગાઉં મળી જાય છે. એટલે વિદ્યાર્થીઓ ઈમાનદારીથી પરીક્ષાઓ આપતા  નથી. અને કદાચ કોઈક બાળક પોતાની આવડત અને ક્ષમતાથી આગળ વધી જાય તો પણ ભ્રષ્ટાચાર એ બાળકનો વિકાસ રૂંધે છે. 

પરિણામ તૈયાર કરનારા અધિકારીઓને પૈસા ખવડાવીને પરિણામ ખોટાં તૈયાર કરાવવામાં આવે છે. એટલે કોઈ જગ્યા પર ઓછા પ્રમાણમાં તો ક્યાંક વધુ પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે. અને દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર રૂપી દાનવ નો શિકાર બને છે. 

 ભ્રષ્ટાચાર હવે દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ બની ગયો છે. ભ્રષ્ટાચારનું પ્રમાણ એ રીતે ફેલાયેલું છે કે ન્યાય પણ સત્યની જગ્યાએ પૈસાથી તોળાઈ રહ્યો છે! આપણી ન્યાય આપવાની રીત આ પૈસાથી તોળાઈ રહી છે એટલે ગુનેગારો ગુનો કરતાં જરા પણ અચકાતા નથી. જ્યારે કોઈ માણસ ગુનો આચરે છે ત્યારે એ ગુનાનો ભોગ બનેલ વ્યક્તિ જ્યારે ન્યાય માંગવા  જાય છે ત્યારે પૈસા આપીને કાં તો કેસ બંધ કરાવી દેવામાં આવે છે અને જો એમ શક્ય ન હોય તો ગુનાનો ભોગ બનનાર વ્યક્તિને મોટી રકમમાં પૈસા આપીને તેનો અવાજ દબાવી દેવામાં આવે છે.

ભ્રષ્ટાચાર નિબંધ (bhrashtachar essay in gujarati)

Must Read : મને શું થવું ગમે નિબંધ

આજે દેશમાં એટલી હદે ભ્રષ્ટાચાર ફેલાયેલો છે કે એક પણ વ્યક્તિ એનાથી મુક્ત રહી શક્યો નથી. અને જો આ ભ્રષ્ટાચારને ઉખાડીને ફેંકી દેવો હોય તો પ્રત્યેક વ્યક્તિને તેના વિરોધમાં અવાજ ઉઠાવવો પડશે.

“વિખેરી છે દેશની અસ્મિતાને ,
 પહોંચાડી છે ઠેસ દેશની પ્રતિષ્ઠાને “

ઉપરની લાઈન મુજબ આ ભ્રષ્ટાચાર ના લીધે દેશની અસ્મિતાને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. રાજકારણ ક્ષેત્ર અને સરકારી ઉચ્ચ હોદ્દા પર કામ કરનારા લોકો પોતાની સત્તા અને પૈસાનો ઉપયોગ કરીને પોતાના દીકરા, સગાવહાલા વગેરેને સારી સરકારી નોકરીઓ અપાવે છે જેના લીધે ખરેખર જે વ્યક્તિ એ નોકરી મેળવવા માટે મહેનત કરતા હોય કે જે વ્યક્તિ એ હોદ્દા ને લાયક હોય તેમને આ ભ્રષ્ટાચારના લીધે નિષ્ફળતા નો સામનો કરવો પડે છે.  આ ભ્રષ્ટાચારના લીધે જ દેશનો યોગ્ય વિકાસ થઇ શકતો નથી. 

અલગ અલગ વિકાસ કાર્યક્રમોની યોજના અંતર્ગત જે બજેટ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે તે શું ખરેખર વિકાસ અંતર્ગત જ વાપરવામાં આવે છે? જે સરકાર દ્વારા દેશ માટે ખર્ચાયેલા પૈસાનો આંકડો આપવામાં આવે છે તે સાચો હોય છે? એનો જવાબ દરેક વ્યક્તિ જાણે જ છે. કેમ કે દેશનો વિકાસ દર ખૂબ ઓછો જોવા મળે છે. આ ભ્રષ્ટાચાર હોવાનું કારણ પણ આપણે પોતે જ છીએ અને તેને નાબૂદ કરવાનું કારણ પણ આપણે બની શકીએ તો આપને ઇચ્છીએ તો આ શક્ય બનશે!

Must Read :મિત્રતાની મીઠાશ નિબંધ

ટ્રાન્સપરન્સી અંગેના વર્ષ ૨૦૧૭ના સર્વેક્ષણ મુજબ સરકારી પારદર્શિકતાની બાબતમાં વિશ્વમાં  ભારતનો ક્રમાંક ૮૧મો છે. આ રેકિંગ મુજબ વૈશ્વિમાં સૌથી વઘુ ભ્રષ્ટાચાર પીડીત દેશ સોમાલિયા છે જે ૧૮૦માં ક્રમ પર છે. તો આ સર્વેક્ષણ ભારતના પડોશી દેશોમાં ભૂતાન સૌથી પ્રમાણિક દેશ છે, તે ૬૮ મૂલ્યાંકન સાથે ૨૫માં ક્રમ પર છે.

ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અત્યારે સૌથી વધારે સોશીયલ મિડીયા નો ઉપયોગ કરી શકાય છે. આપણી આજુબાજુ ચાલતા દરેક ભ્રષ્ટાચારને આપણે આ સોશિયલ મીડિયાની મદદથી દેશની સામે લાવી શકીએ છીએ નહિ કે તેનો ભોગ બનીને ! ભ્રષ્ટાચાર નાબૂદ કરવો હોય તો પહેલા પોતાની જાતને ભ્રષ્ટાચાર થી અલગ કરવી પડશે અને તો જ આગળ વધીને દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી શકાશે.

ભ્રષ્ટાચાર હટાવો દેશ બચાવો નિબંધ 100 શબ્દોમાં (Bhrashtachar Nibandh in Gujarati)

કોઇ પણ દેશનો વિકાસ તે દેશના લોકોની પ્રમાણિકતા પર નિર્ભર છે. છેલ્લા કેટલાક વર્ષોના ટ્રાન્સપરન્સી સર્વેક્ષણ રીપોર્ટ મુજબ મોટાભાગના દેશો ભષ્ટ્રાચાર સામે લડવામાં નિષ્ફળ નિવડયા છે. આપણે જો આપણા દેશને વિશ્વ સત્તા બનાવવો હોય તો એના માટે સૌપ્રથમ આપણે પોતે પ્રમાણિક બનવુ પડશે.

આજે ભ્રષ્ટાચાર માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. એ એક પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ છે જે એક વ્યક્તિ અથવા જૂથ દ્વારા કરવામાં આવે છે. આજે લગભગ દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે, પરંતુ મોટાભાગની શક્યતાઓ સત્તા કે સિસ્ટમની અંદર કામ કરતા ભ્રષ્ટ લોકોના કારણે છે.

ભ્રષ્ટાચારથી દેશ અને સમાજને ઘણું નુકસાન થાય છે. ભ્રષ્ટાચાર કરનારા લોકો ખૂબ જ સ્વાર્થી અને લોભી સ્વભાવના હોય છે. આવા લોકો માટે સરકારે કડક કાયદો બનાવવો જોઈએ. આ ઉપરાંત સામાન્ય જનતાએ પણ જાગૃત થઈને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો જોઈએ તો જ આપણે ભષ્ટ્રાચારની આ ઝાળમાંથી દેશને બચાવી શકીશુ.

આ ૫ણ વાંચો:-

  1. ગુજરાતના કોરોના વોરિયર્સ નિબંધ
  2. ધરતીકંપ એક કુદરતી આફત 
  3. માતૃભાષા નું મહત્વ નિબંધ
  4. ઉનાળાની બપોર નિબંધ
  5. માતૃપ્રેમ નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો ભ્રષ્ટાચાર નિબંધ (bhrashtachar essay in gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ તમને શિક્ષણમાં ભ્રષ્ટાચાર નિબંધ, ભ્રષ્ટાચાર સમાજનું કલંક નિબંધ, ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેન્સર નિબંધ ગુજરાતી તથા ભ્રષ્ટાચાર નાશ વિશે ગુજરાતી નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “ભ્રષ્ટાચાર નિબંધ | Bhrashtachar Essay in Gujarati”

Leave a Comment