યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ | Yudh nahi pan Buddha Nibandh in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

” યુદ્ધના પરિણામમાં વ્યક્તિ ક્યારેય જીતતો નથી,
            ફક્ત “વિનાશ” જ જીતે છે…..”

યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ (Yudh nahi pan Buddha Nibandh in Gujarati)

આજના આ સમયમાં માનવજાતે વિકાસના નામે એટલી તો આંધળી દોટ મૂકી છે, કે જે હતું, તેને પણ ખોઇ ચૂક્યો છે. આપણે સૌએ એક વાતનો વિચાર કરવા જેવો છે કે શું આપણને ઋષિ-મુનિઓએ આ સૃષ્ટિ જે પરિસ્થિતિમાં આપી હતી, આપણે તેને તે જ પરિસ્થિતિમાં રહેવા દીધી છે ? હવે તે પહેલા જેવી સુંદર, રમણીય અને લીલીછમ રહી નથી. તેમાં આપણે વિકાસના નામે છેડછાડ કરી છે. આપણે તેને દિવસેને દિવસે વિપરીત પરિસ્થિતિમાં મુકતા ગયા છીએ, ત્યારે આપણને એક સવાલ થવો જોઈએ કે આપણે આપણી આવનારી પેઢીને શું આપવા જઈ રહ્યા છીએ ?

આપણા પૂર્વજોએ આપણને જેવી પ્રાકૃતિક સંસાધનથી હરીભરી સૃષ્ટિ આપણને આપી હતી, શું તેવી જ સૃષ્ટિ આપણે આપણી આવનારી પેઢીને આપી શકીશું ? આપણે અને આપણી આવનારી આપણે અને આપણી સરકારે વિકાસના નામે પરિવર્તનના નામે પ્રાકૃતિક સંસાધનોની એટલે તો ઉઘાડી લૂંટ ચલાવે છે કે આવનારા હજાર વર્ષોમાં પણ તેની ભરપાઈ થઇ શકે તેમ નથી.

Must Read : મારા શૈશવના સંસ્મરણો નિબંધ

કુદરતે આપેલા સંસાધનોમાં છેડછાડ કરવાના કારણે સમસ્ત જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, અને તેની અસર ખાલી ભારત દેશ પર નહીં પરંતુ પૂરી દુનિયા પર દેખાઈ રહી છે. ક્યાં પ્રાણી ની અસર જણાઈ રહિ છે ત ક્યાંક પાણીની કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય છે તો કોઈ જગ્યાએ દુષ્કાળ પડે છે આવું થવા પાછળનું કારણ ગુજરાતી સંસાધનો સાથે મનુષ્ય કરેલી છેડછાડ છે વાતાવરણમાં પણ હવે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે હિમાલયમાં આવેલો બરફ પીગળવા લાગે છે એ બરફ પીગળીને એટલી ઝડપથી સમુદ્રમાં આવી રહ્યું છે કે દર વર્ષે સમુદ્રની સપાટી એક સેન્ટીમીટર ઉપર આવે છે જો સતત આવું ચાલતું રહ્યું તો એ દિવસ દૂર નથી કે દર વર્ષે સમુદ્રની આસપાસ આવેલા ગામો સમુદ્ર માં સમાતા જશે.

આપણા જ ભોગવિલાસ અને ટેકનોલોજી ના નામ ઉપર આપણે કુદરતી સંસાધનોનું પતન કરી રહ્યા છીએ, જેના કારણે એક દેશે બીજા દેશ પર નિર્ભર રહેવું પડે છે. ઘણીવાર તો કુદરતી સંસાધનોને લઈને અમુક દેશો વચ્ચે ઘર્ષણ પણ થાય છે, જે આગળ જતા યુદ્ધમાં પરિણમે છે. અને યુદ્ધ એટલે વિનાશ. યુદ્ધથી ક્યારેય કોઇ વ્યક્તિ કે રાષ્ટ્રને ફાયદો થયો નથી. યુદ્ધ કરવાવાળી વ્યક્તિ તો હારી જ જાય છે, પરંતુ યુદ્ધ જીતવાવાળી વ્યક્તિ પણ ઘણું બધું ગુમાવી બેસે છે. આજ વાત એક રાષ્ટ્રને તેમજ પૂરી દુનિયાને લાગુ પડે છે. તેથી જ કહેવાય છે કે, ” જ્યાં સુધી વાંસળીની ભાષામાં સમસ્યાનું સમાધાન થતું હોય, ત્યાં સુધી યુદ્ધના શંખ ના ફૂંકવા જોઈએ.” યુદ્ધ ના પરિણામો ખૂબ જ ભયાનક અને કાળજુ કંપાવનારા હોય છે.

કોઈ પણ રાષ્ટ્ર યુદ્ધ જીતે તો પણ બીજા રાષ્ટ્રની સરખામણીએ તે લગભગ ૭૦ થી ૧૦૦ વર્ષ પાછળ ધકેલાઈ જાય છે. તેનો આર્થિક વિકાસ રુંધાઈ જાય છે, તે દેશમાં અરાજકતા અને અંધાધુંધી ફેલાઈ જાય છે અને વર્ષોના વર્ષો સુધી યુદ્ધના પરિણામો ભોગવવા પડે છે. હિરોશિમા અને નાગાસાકી પર થયેલા અણુ બોમ્બના પરિણામ સ્વરૂપે આટલા વર્ષો પછી આજે પણ ત્યાં બાળકો વિકલાંગ જન્મે છે. શું તેમનો યુદ્ધમાં કોઈ ભાગ હતો ? તે તો યુદ્ધ સમયે જમ્યા પણ ન હતા, છતાં તેમને યુદ્ધનું પરિણામ ભોગવવું પડે છે.

Must Read : મારા સપનાનું ભારત નિબંધ

યુદ્ધનીતિમાં પણ કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી અત્યંત આવશ્યક ના હોય અથવા તો બીજો કોઈ માર્ગ નીકળી શકવાની શક્યતા ન હોય, ત્યાં સુધી યુદ્ધ ન કરવું. કારણકે યુદ્ધથી ફક્ત અને ફક્ત વિનાશ થાય છે. યુદ્ધ જીત્યા પછી પણ તે રાષ્ટ્રની એટલે ખુવારી થાય છે કે તેના પર આર્થિક સંકટ આવી જાય છે. તેમાં લૂંટફાટ, ગરીબી બેકારી તેમજ અન્ય દૂષણો ઘર કરી જાય છે, અને સમગ્ર રાષ્ટ્રમાં અશાંતિ અને અરાજકતા ફેલાઈ જાય છે. અફઘાનિસ્તાનની હાલત આપણે સૌ કોઈ જાણીએ જ છીએ.

આવા અશંતિભર્યા વાતાવરણમાંથી બહાર નીકળવા માટે આપણે શું કરી શકીએ ? શું એવો કોઈ રસ્તો છે, જેના દ્વારા યુદ્ધ વગર પણ સમસ્યાનું સમાધાન શક્ય છે. તો તેના માટે ખૂબ સરસ વાત કહેવામાં આવી છે કે,

” જો શસ્ત્રો પકડો તો યુદ્ધ,
             અને શાસ્ત્રો પકડો તો બુદ્ધ…..”

આવી કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે યુદ્ધ નહી પણ બુદ્ધ ની જરૂર છે. “બુદ્ધમ શરણમ  ગચ્છામી…”  ભગવાન બુદ્ધ ના વિચારોની આજે ખૂબ જ આવશ્યકતા છે. જો આપણા રાષ્ટ્રને યુદ્ધની અસરોથી દૂર રાખવો હશે તો. આપણે બુદ્ધના વિચારો આચરણમાં લાવવા જ પડશે. અને આપણો ભારતદેશ તો બુદ્ધનો દેશ છે. તો આપણે કેવી રીતે યુદ્ધનો વિકલ્પ પસંદ કરી શકીએ ? આ બુદ્ધની ધરતી છે, અહીંયા યુદ્ધ નહી પણ બુદ્ધ પૂજાય છે. આપણે શાંતિનાં સમર્થક છીએ, આપણે અહિંસાના સમર્થક છીએ.

ભગવાન બુદ્ધે આપણને “જીવો અને જીવવા દો” નો મહાન ઉપદેશ આપ્યો છે. આપણે આપણું પણ સન્માન કરવાનું છે, અને સાથે સાથે બીજાનું પણ. ભગવાન બુદ્ધનો હિંસા ના વિષયમાં સ્પષ્ટ મત હતો કે કોઈ હિંસા કરવાવાળો વ્યક્તિ એ સમાજની સાથે ક્યારેય ન રહી શકે. કારણકે તે વ્યક્તિ આગળ જતા તે સમાજને પણ હિંસક બનાવી શકે છે.

Must Read : માતૃભાષામાં શિક્ષણ નિબંધ

આમ જ્યારે પણ યુદ્ધ અને બુદ્ધ માંથી પસંદગી કરવાનો વારો આવે, ત્યારે રાષ્ટ્ર હિતને ધ્યાનમાં રાખીને આપણી પસંદગી બુદ્ધ જ હોવી જોઈએ. ભગવાન બુદ્ધે પોતાનું જીવન ખર્ચીને જે અમન અને શાંતિનો સંદેશો ફેલાવ્યો છે, તેની જ્વાળા હંમેશા આપણા હૃદયમાં પ્રજ્વલિત રહેવી જોઈએ. 

બુદ્ધ એ એકમાત્ર ઉપાય છે, જેના દ્વારા ભારત વિશ્વગુરુ બની શકે છે, અને વિશ્વના બીજા દેશોને માર્ગદર્શન કરી શકે છે. ઇતિહાસ તે વાતનો હંમેશા શાક્ષી રહ્યો છે કે જ્યારે જ્યારે વિશ્વ પર સંકટ આવ્યું છે, ત્યારે ત્યારે ભારતે વિશ્વનું માર્ગદર્શન કર્યું છે અને એ પણ ધૈર્ય અને શાંતિનાં માર્ગ પર ચાલીને. તો આપણે પણ આપણા વારસાને ટકાવી રાખીએ અને યુદ્ધ નહી પણ બુદ્ધના વિચારો પર ચાલીએ.

” ये बुद्ध की धरती, युद्ध न चाहे, 
                        चाहे अमन परस्ती, ये बुद्ध की धरती…..
 हिंसक नीति, युद्ध की नीति, 
                        धरो अहिंसक नीति, बुद्ध की धरती……

લેખક : “નિષ્પક્ષ”   ( પુષ્પક ગોસ્વામી ) ઈન્સ્ટાગ્રામ : nishpaksh3109

આ ૫ણ વાંચો:- 

  1. મારી શાળા નિબંધ
  2. દિવાળી વિશે નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ (Yudh nahi pan Buddha Nibandh in Gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment