રઘુવીર ચૌધરીનો જીવનપરિચય, નિબંધ, કૃતિઓ, નવલકથા, કવિતા, એકાંકી તથા અન્ય

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, અને વિવેચક એવા લોકપ્રિય લેખક શ્રી રઘુવીર ચૌધરીનો જન્મ 5 ફેબ્રુઆરી 1938નાં રોજ મહેસાણાના બાપુપુરામાં થયો હતો. તેમના પિતાનું નામ દલસિંહ હતુ. તથા માતાનું નામ જીવીબેન હતુ. રઘુવીર ચૌધરીની કુશળતા નવલકથા લખવામાં વિશેષ હતી. તેઓ નવલકથા લખવામાં એટલા કુશળ હતા કે એમણે ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ વિષયો પર એમની કૃતિઓ રચી છે. ચાલો આજે આપણે રઘુવરી ચૌધરીના જીવનપરિચય વિશે માહિતી મેળવીએ.

રઘુવીર ચૌધરીનો જીવનપરિચય (Raghuvir Chaudhari Essay in Gujarati)

નામરઘુવીર ચૌધરી
ઉપનામ (Nick Name)લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન
જન્મ તારીખ (Date of Birth)5 ડિસેમ્બર, 1938
જન્મ તારીખ (Birth Place)બાપુપુરા, મહેસાણા, ગુજરાત, ભારત
ઉંમર (2023 મુજબ) 85 વર્ષ
જાતિપુરૂષ
રાશિચક્ર (Zodiac sign)ધનુરાશિ
વ્યવસાયનવલકથાકાર, કવિ, વિવેચક, કટારલેખક, શિક્ષક
રાષ્ટ્રીયતાભારતીય
ધર્મઆંજણા ચૌધરી
હોમ ટાઉન/રાજ્યબાપુપુરા, મહેસાણા, ગુજરાત
શાળા
કોલેજગુજરાત યુનિવર્સિટી
શૈક્ષણિક લાયકાતM.A અને Ph.D. હિન્દી ભાષા અને સાહિત્યમાં
શોખખેતી, સામાજિક કાર્ય, વાંચન, લેખન
વૈવાહિક સ્થિતિવિવાહિત
નેટ વર્થમાહિતી ઉપલબ્ધ નથી.

અભ્યાસ:-

તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામા થયું હતું. ઈ. સ. 1960માં હિંદી વિષય સાથે બી.એ. માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા હતા. ત્યારબાદ તેમણે શિક્ષક તરીકેની નોકરી શરુ કરી હતી. નોકરીની સાથે સાથે તેમનો અભ્યાસ ચાલુ જ હતો. ઈ. સ. 1962માં એમણે એમ. એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ ઈ. સ. 1979માં હિંદી – ગુજરાતી ધાતુકોષ વિષય પર પીએચ.ડી. કર્યું. ત્યારબાદ તેઓ વિવિધ કૉલેજોમાં અધ્યાપક તરીકે જોડાયા. આ કૉલેજોમાં બી.ડી. આર્ટ્સ કૉલેજ, ગુજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદનો સમાવેશ થાય છે. અહીં તેમણે લાંબો સમય અધ્યાપન કાર્યની સેવા આપી. ઈ. સ. 1977થી તેમણે ગુજરાત યુનિવર્સીટીનાં ભાષા સાહિત્ય ભવનમાં હિંદીનાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું.

કૌટુંબિક વિગતો:

પિતાનું નામદલસિંહ ચૌધરી
માતાનું નામજીવીબેન ચૌધરી
ભાઈ(ઓ)
બહેન(ઓ)
પત્નીનું નામમાહિતી ઉપલબ્ધ નથી.
બાળકોસંજય ચૌધરી, દ્રષ્ટિ પટેલ, કીર્તિ ચૌધરી, સૂરતા મહેતા

રઘુવીર ચૌધરી ની નવલકથા:-

  • ઈ. સ. 1964માં ‘પૂર્વરાગ’, જેમાં વાસરીનો આધાર લેતી પ્રથમ પુરુષ પ્રયોગરીતિ યોજાઈ હતી. આમાં પાત્રોની સંવેદના ખૂબ જ સુંદર રીતે આલેખાઈ છે. આ એમની પહેલી નવલકથા હતી.
  • ઈ. સ. 1969માં ‘પરસ્પર’. 
  • ઈ. સ. 1965માં ‘અમૃતા’, જેમાં વ્યક્તિનાં મૂલ્યોને અસ્તિત્વવાદી ભારતીય પ્રકાશનું અસ્તિત્વ દર્શન થાય છે. આમાં આંતરચેતનાપ્રવાહ, સ્વપ્ન, વ્યાખ્યાન-એમ એકાધિક કથનરીતિઓનો અને સમય કે પાત્રોની વિભિન્ન સ્થિતિઓનો પ્રયોગ થયેલો છે. 
  • ઈ. સ. 1966માં ‘આવરણ’માં સ્થળકાળનો વિશિષ્ટ વિનિયોગ રજૂ કરાયો છે.
  • ઈ. સ. 1967માં રજૂ થયેલી નવલકથા ‘એકલવ્ય’ શિક્ષણક્ષેત્રની વરવી બાજુઓ ઉજાગર કરે છે.
  • ઈ. સ. 1968માં ‘તેડાગર’માં વસ્તુના સ્વતંત્ર ઘટકોનું આયોજન કરેલ છે. આ એક લઘુનવલ છે.
  • ઈ. સ. 1972માં રજૂ થયેલી ‘વેણુવત્સલા’ મનોવૈજ્ઞાનિક નવલકથા છે, જેમાં વિચાર અને સંવેદન વચ્ચે અસ્તિત્વના પ્રશ્નનો ઉલ્લેખ છે.
  • ઈ. સ. 1975માં ‘ઉપરવાસ’ ‘સહવાસ’ અને ‘અંતરવાસ’ નવલકથામાં સ્વાતંત્ર્ય પછીનાં પચ્ચીસ વર્ષમાં સામાજિક, આર્થિક, રાજ્કીય પરિવેશ સાથે ગ્રામસમાજમાં થયેલા-થતા પરિવર્તનનું પાત્રોનાં સંવેદનોના સંદર્ભમાં આલેખન થયેલું છે.
  • ઈ. સ. 1976માં ‘લાગણી’ નવલકથા રજૂ થઈ હતી.
  • ઈ. સ. 1977માં ‘શ્રાવણ રાતે’ નવલકથા રજૂ કરી.
  • ઈ. સ. 1978માં ‘રુદ્ર-મહાલય’ નવલકથા રજૂ થઈ જેમાં કલાકારોના મનોજગતનું વર્ણન કરવામાં આવ્યું છે.
  • ઈ. સ. 1980માં રજૂ થયેલી નવલકથા ‘કંડકટર’ એ વિશિષ્ટ સામાજિક નવલકથા છે.
  • ઈ. સ. 1981માં આવેલી ‘પંચપુરાણ’માં ગ્રામસમાજનાં પ્રપંચોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
  • ઈ. સ. 1982માં ‘બાકી જીંદગી’ નવલકથામાં પત્રોની સ્મૃતિમાં કેન્દ્રસ્થ ચરિત્ર રજૂ કર્યું છે.
  • ઈ. સ. 1982માં જ ‘પ્રેમઅંશ’ પણ રજૂ થઈ હતી.
  • ઈ. સ. 1983માં આવેલી ‘વચલું ફળિયું’ પણ ગ્રામસમાજની નવલકથા છે.
  • ઈ. સ. 1986માં ‘ગોકુળ’, ‘મથુરા’, ‘દ્વારકા’  રજૂ કરી.
  • ઈ. સ. 1987માં ‘ઈચ્છાવર’ રજૂ થઈ.
  • ઈ. સ. 1988માં ‘અંતર’ નવલકથા આવી.
  • ઈ. સ. 1989માં ‘લાવણ્ય’ નવલકથા રજૂ થઈ.
  • શ્રી રઘુવીર ચૌધરીએ લખેલ વાર્તાસંગ્રહો:-
  • ઈ. સ. 1966માં ‘આકસ્મિક સ્પર્શ’
  • ઈ. સ. 1968માં ‘ગેરસમજ’
  • ઈ. સ. 1972માં ‘બહાર કોઈ છે’
  • ઈ. સ. 1977માં ‘નંદીઘર’
  • ઈ. સ. 1988માં ‘અતિથિગૃહ’
  • ‘પૂર્ણ સત્ય’, ‘ચિતા’, ‘તમ્મર’, ‘પક્ષ-ઘાત’, ‘એક સુખી કુટુંબની વાત’, ‘સાંકળ’, ‘પોટકું’, ‘નષ્ટજાતક’ વગેરે એમની યાદગાર વાર્તાઓ છે.
  • ‘રાજકુમારી’ અને ‘નષ્ટજાતક’ એમની લઘુકથા છે. 
  • શ્રી રઘુવીર ચૌધરીનાં કાવ્યસંગ્રહો:-
  • ઈ. સ. 1967, 1972 ‘તમસા’ 
  • ઈ. સ. 1984 ‘વહેતાં વૃક્ષ પવનમાં’ 
  • આ બંને કાવ્યસંગ્રહો ગીતગઝલ સ્વરૂપની રચનાઓ છે.
  • વચિત્ બોલચાલની. ‘મને કેમ ના વાર્યો ?’, ‘ઇતિહાસ’, ‘ચીલો’, ‘રાજસ્થાન’, ‘આ એક નદી’, ‘જુગ જુગના જીવણ’, ‘મીના’ વગેરેમાં સુરેખ કવિ પરિચય મળે છે.
  • ઈ. સ. 1970માં ‘અશોકવન’ અને ‘ઝૂલતા મિનારા’
  • ઈ. સ. 1979માં ‘સિકંદરસાની’  
  • આ બે એમનાં દ્વારા રચિત નાટકો છે. ‘
  • ઈ. સ. 1973માં ડિમલાઈટ’ અને ઈ. સ. 1982માં ‘ત્રીજો પુરુષ’ એ એમનાં એકાંકી સંગ્રહો છે. 
  • ઈ. સ. 1980માં રજૂ થયેલ ‘સહરાની ભવ્યતા’માં એમણે આલેખેલાં સારસ્વતોનાં લાક્ષણિક રેખાચિત્રોનો સંચય છે.
  • એમના ‘અદ્યતન કવિતા’, ‘વાર્તાવિશેષ’ (1976), ‘ગુજરાતી નવલકથા’ (રાધેશ્યામ શર્મા સાથે, 1972, 1977) જેવા ગ્રંથો સાહિત્યના સ્વરૂપવિશેષો અને કૃતિઓ પરનું વિવેચન આપે છે. 
  • ‘દર્શકના દેશમાં’ (1980) અને ‘જયંતિ દલાલ’ (1981) એમનું જે તે સર્જક પરનું વિવેચન છે. 
  • એમણે ‘તુલસીદાસ’ નામની પરિચયપુસ્તિકા પણ લખી છે.
  • ઈ. સ. 1980માં રજૂ થયેલી ‘મુક્તાનંદની અક્ષર આરાધના’ એ સંતકવિ મુક્તાનંદની કવિતાનું રસદર્શન છે.
  • ઈ. સ. 1981માં રજુ થયેલ ‘સ્વામીનારાયણ સંત સાહિત્ય’ તે સંપ્રદાયના સાહિત્ય-વિવેચનનું સંપાદન છે.
  • ઈ. સ. 1981માં પ્રકાશિત ‘રંગભર સુંદર શ્યામ રમે’ એ હિંદી કવિતાનો સંચય છે. 
  • ઈ. સ. 1983માં ‘નરસિંહ મહેતા-આસ્વાદ અને સ્વાધ્યાય’, ઈ. સ. 1971માં ‘જયંતિ દલાલનાં પ્રતિનિધિ એકાંકી’ (બકુલ ત્રિપાઠી, વિનોદ અધ્વર્યુ સાથે), ઈ. સ. 1972માં ‘મેઘાણીની નવલિકાઓ’ (યશવંત શુક્લ, મહેન્દ્ર મેઘાણી સાથે) શ્રી રઘુવીર ચૌધરીના નોંધપાત્ર સંપાદનો છે. વિશ્વનાથ ભટ્ટરચિત ‘પારિભાષિક કોશ’ (સંવ.આ.1986)નાં સંપાદનમાં પણ તેમનું યોગદાન રહેલું છે.
  • આ હતી શ્રી રઘુવીર ચૌધરીની અતિ પ્રચલિત રચનાઓની સંક્ષિપ્ત માહિતિ. હવે એમની રચનાઓની યાદી એકવાર જોઈ લઈએ. 

રઘુવીર ચૌધરી કવિતા (કાવ્યસંગ્રહ) :

  • 1. તમસા (1967, 1972, 1997)
  • 2. વહેતાં વૃક્ષ પવનમાં (1985)
  • 3. ફૂટપાથ અને શેઢો (1997)
  • 4. બચાવનામું (2012)
  • 5. ધરાધામ (2014)
  • 6. પાદરના પંખી (2007)
  • 7. ઉપરવાસયત્રી
  • જીવનચરિત્ર / રેખાચિત્ર :- 
  • 1. સહરાની ભવ્યતા (1980, 2014)
  • 2. તિલક કરે રઘુવીર ભાગ 1 અને 2 (1998)
  • 3. અમૃતાથી ધરાધામ ભાગ 1 અને 2 (2014) (સમગ્ર)

નવલકથા :

  • 1. પૂર્વરાગ (1964)
  • 2. અમૃતા (1965)
  • 3. આવરણ (1966, 2015)
  • 4. વેણુવત્સલા (1967, 1990, 2008)
  • 5. તેડાગર (1968, 1999)
  • 6. પરસ્પર (1969)
  • 7. ઉપરવાસ કથાયત્રી (1975)
  • 8. લાગણી (1976, 2009)
  • 9. રુદ્રમહાલયની કર્પૂરમંજરી (1978, 2003)
  • 10. પ્રેમઅંશ (1982)
  • 11. વચલું ફળિયું (1983, 2013)
  • 12. ઈચ્છાવર (1987, 2013)
  • 13. અંતર (1988, 2013)
  • 14. બે કાંઠા વચ્ચે (1990, 2008)
  • 15. સુખે સુવે સંસારમાં (1990, 2004)
  • 16. સાથીસંગાથી (1990, 2008)
  • 17. કલ્પલતા (1992, 2008)
  • 18. સોમતીર્થ (1996, 2011)
  • 19. પંચપુરાણ (1997)
  • 20. એક સાચું આંસુ (2000)
  • 21. સમજ્યા વિના છુટ્ટા પડવાનું (2003)
  • 22. મુદ્દલ વિનાનું વ્યાજ (2003)
  • 23. ક્યાં છે અર્જુન ? (2004)
  • 24. શ્યામ સુહાગી (2008)
  • 25. એક ડગ આગળ બે ડગ પાછળ (2009)
  • 26. અંતર (2013)
  • 27. લોકલીલા (2016)
  • 28. વિજયબાહુબલી (2016)
  • 29. શાણાં સંતાનો
  • 30. ઘરમાં ગામ
  • 31. મનોરથ

રઘુવીર ચૌધરીના નાટકસંગ્રહ :-

  • 1. અશોકવન (1970)
  • 2. ઝુલતા મિનારા (1970)
  • 3. ડિમલાઇટ (1973)
  • 4. સિકંદરસાની (1979)
  • 5. ત્રીજો પુરુષ (1982)
  • 6. નજીક

રઘુવીર ચૌધરીના નિબંધસંગ્રહ :-

  • 1. ભૃગુલાંછન (1998)
  • 2. પુનર્વિચાર (1999, 2008)
  • 3. મુદ્દાની વાત (2000)
  • 4. વાડમાં વસંત (2005)
  • 5. પ્રેમ અને કામ (2007)

પ્રકીર્ણ :-

  • 1. વચનામૃત અને કથામૃત (આધ્યાત્મિક)
  • 2. ગોકુળ મથુરા દ્વારકા (2002, 2016)

પ્રવાસ લેખન સંગ્રહ :-

  • 1. બારીમાંથી બ્રિટન
  • 2. તીર્થભૂમિ ગુજરાત (1998, 2011)
  • 3. અમેરિકા વિશે (2005)
  • 4. ચીન ભણી (2003)

વાર્તાસંગ્રહ :-

  • 1. આકસ્મિક સ્પર્શ (1966)
  • 2. ગેરસમજ (1968)
  • 3. બહાર કોઈ છે (1972)
  • 4. નંદીઘર (1977)
  • 5. રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ (1986, 2013)
  • 6. અતિથિગૃહ (1988)
  • 7. વિરહિણી ગણિકા અને અન્ય કથાઓ (2000)
  • 8. મંદિરની પછીતે (2001)
  • 9. પ્રાણપ્રતિષ્ઠા (2005)
  • 10. જિંદગી જુગાર છે ? (2005)
  • 11. દૂરની સાથે (2011)

વિવેચન :-

  • 1. દર્શકના દેશમાં (1980, 1999)
  • 2. જયંતિ દલાલ (2014)
  • 3. ભારતીય સંસ્કૃતિ આજના સંદર્ભમાં (2014)
  • 4. અદ્યતન કવિતા
  • 5. વાર્તાવિશેષ
  • 6. મુક્તાનંદની અક્ષર આરાધના

સંપાદન :-

  • 1. સ્વામિનારાયણ સંતસાહિત્ય
  • 2. નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય
  • 3. શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાડમય
  • 4. શિવકુમાર જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ
  • 5. પ્રશિષ્ટ નવલિકાઓ

હાસ્ય-વ્યંગ સંગ્રહો :-

એક માત્ર ‘ઊંઘ અને ઉપવાસ’ (1999)

સન્માન :-

  • 1. કુમાર સુવર્ણ ચંદ્રક (1965)
  • 2. ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક (1974, 1975)
  • 3. રણજિતરામ સુવર્ણચંદ્રક (1975)
  • 4. સાહિત્ય અકાદમી દિલ્હી નો પુરસ્કાર (1977)
  • 5. સૌહાર્દ સન્માન (1990) ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન દ્વારા
  • 6. મુનશી એવોર્ડ (1997)
  • 7. સાહિત્ય ગૌરવ પુરસ્કાર (2001)
  • 8. નર્મદ સુવર્ણચંદ્રક (2010)
  • 9. જ્ઞાનપીઠ પુરસ્કાર (2015)

આવા એક મહાન લેખકના ચરણોમાં વંદન સહ વિરમું છું.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.

આ પણ વાંચો:-

  1. રવિશંકર મહારાજનો જીવનપરિચય
  2. સંત કબીર સાહેબનો પરિચય
  3. સંત તુકારામનું જીવનચરિત્ર
  4. નરસિંહ મહેતા વિશે માહિતી
  5. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 

આશા રાખુ છું કે આપને રઘુવીર ચૌધરીનું જીવન કવન, નિબંધ (Raghuvir Chaudhari Essay in Gujarati) વિશેનો લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment