વહેલી સવારનું ભ્રમણ વિશે નિબંધ (Morning Walk Essay in Gujarati)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

શુ તમે કયારેય કોઇ ડુંગર ૫રથી સુર્ય ઉદય થતો કે આથમતો જોયો છે. ઘણા  મિત્રોનો જવાબ હા માં હશે. આજે આ૫ણે કુદરતના સાનિઘ્યમાં વહેલી સવારનું ભ્રમણ નિબંધ લેખન દ્વારા પ્રકૃતિ દર્શન કરવાના છીએ. તો ચાલો આજનો  નિબંધ શરૂ કરીએ.

વહેલી સવારનું ભ્રમણ વિશે નિબંધ(Morning Walk Essay in Gujarati)

“જે ચાલે છે એનું ભાગ્ય ચાલે છે
જે બેસે છે એનું ભાગ્ય બેસી રહે છે 
અને જે સુવે છે તેનું ભાગ્ય પણ સૂઈ રહે છે”

એક વિશ્વ હજુ ઘેરી નિંદ્રા માં પોઢયુ હોય છે અને બીજી તરફ એક નવી દુનિયા નવા સળવળાટ સાથે નવા દિન સાથે ૫ગરવ માંડવા જઈ રહ્યું હોય છે. તો આ એક નવી દુનિયાના દર્શન કરવા હોય તો વહેલી સવાર ખાસ કરીને શિયાળાની સવાર કે વસંતની સવારમાં ઉઠીને ભ્રમણ માટે ચોક્કસ નીકળવું જોઈએ.

સવારની નીરવ શાંતિ, નદી ઝરણાંનો કલકલ અવાજ,  શાંત વાતાવરણ ની મધુરતા, તમરાના ટરર.. ટરર…., ૫વન પોતાની હાજરી ની અનુભૂતિ કરાવતો હોય અને વાતાવરણમાં થોડી થોડી ભિનાશ જણાય એવી ગુલાબી ઠંડી જે આપણા અંતરને આલ્હાદક અનુભવ થતો હોય એવા ખુશનુમાં વાતાવરણમાં ભ્રમણની એક અલગ મજા હોય છે.

વહેલી સવાર ચાલતી વખતે રાતભર વિશ્રામ પામેલી કુદરત પોતાના આગવા રૂપરંગ સાથે ખીલેલી હોય છે. આપણા કવિઓ ઉગતા અને આથમતા સૂર્ય પર ઓળઘોળ રહ્યા છે એનું રહસ્ય સમજવું હોય તો વહેલી સવારે ફરવા જઈને કોઈ એક પથ્થર પર બેસી સૂર્યોદય થાય તેની પ્રતિષ્ઠા કરી તેને નિહાળવું, માણવું જરૂરી બની જાય છે. વહેલી સવારે ધીરે ધીરે ફેલાતા પ્રકાશમાં અંધકારને લય પામતો જોવો, માણવો એ બધાના નસીબમાં લખાયેલું હોતું નથી.

વહેલી સવારમાં ઘાસ પર બાજેલા ઝાકળ બિંદુ મોતી જેવા લાગે છે અને તેમાં સૂર્યના કિરણો પડતાં એ ઝગમગી ઊઠે છે, આવા સમયે મકરંદ દવે ના શબ્દો યાદ આવે…

”સાચા મોતી નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ…”

ધુમ્મસયુક્ત ભીની ભીની સવારમાં ખુલ્લું મેદાન સ્વર્ગ સમુ લાગે છે. પક્ષીઓ પ્રકૃત્તિનું અભિવાદન કરતા હોય એવો કલરવ કરતા હોય છે. અને ધીમે ધીમે એક નવું જગત આળસ ખંખેરીને બેઠું થાય છે. એક નવી સવાર, એક નવી સ્ફૂર્તિ અને પ્રેરણા સાથે નવા દિનનો સ્વાગત કરે છે. માણસને મૃત્યુ તો એકવાર મળે છે, પરંતુ જીવન દરરોજ એક નવા ઉત્સાહ, સ્નેહ, સૌદર્ય લઈને આવે છે. તો તેને એક નવી નજરથી માણીએ અને સાચી રીતે જીવતા શીખીએ.

લેખક:- પીનાબેન ૫ટેલ, શિક્ષક, આદર્શ કન્યા શાળા સોનગઢ તા.સોનગઢ જિ.તાપી

આ ૫ણ વાંચો:-

  1. બેટી બચાવો બેટી પઢાવો નિબંધ
  2. નારી તું નારાયણી નિબંધ
  3. માતૃભાષા નું મહત્વ નિબંધ
  4. પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
  5. જળ એ જ જીવન નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો વહેલી સવારનું ભ્રમણ નિબંધ  આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment