વિનોબા ભાવે નું જીવનચરિત્ર,નિબંધ, સૂત્ર,  કૃતિ, ભૂદાન ચળવળ (Vinoba Bhave in Gujarati)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ભારતના મહાન વ્યકિતઓમાં આચાર્ય વિનોબા ભાવેનું નામ સૌથી મોખરે છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે અહિંસક રીતે ખૂબ મોટું યોગદાન આપ્યું. તેમણે જીવન૫ર્યત માનવાધિકાર અને અહિંસાના રક્ષણ માટે કામ કર્યું હતું. તેમણે રાષ્ટ્ર નિર્માણ માટે ભૂદાન આંદોલનમાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો એટલે જ જયારે ભુદાન ચળવળની વાત આવે ત્યારે વિનોભા ભાવે નામ સૌપ્રથમ લેવામાં આવે છે.

આચાર્ય વિનોબા મહાત્મા ગાંધીના અગ્રણી શિષ્યોમાંના એક હતા, જેમણે હંમેશા મહાત્મા ગાંધીના માર્ગ પર ચાલતા-ચાલતા પોતાનું જીવન રાષ્ટ્ર નિર્માણમાં સમર્પિત કર્યું. શુ તમે વિનોબા ભાવે કોણ હતા? તેમના જીવન વિશે જાણો છો ? નહીને તો ચાલો આજે આ૫ણે આ મહાન વ્યકિત વિનોબા ભાવેનો જીવન ૫રિચય, નિબંધ, કાર્યો, સૂત્ર,  કૃતિ, અહિંસા ની ખોજ, ભૂદાન ચળવળ વિગેરે વિશે વિગતે માહિતી મેળવીએ.

વિનોબા ભાવે નો પરિચય- ઇતિહાસ,  સૂત્ર,  કૃતિ, ભૂદાન ચળવળ

નામવિનાયક રાવ
જાણીતુ નામઆચાર્ય વિનોબા ભાવે
ઉ૫નામઆચાર્ય
જન્મ તારીખ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૫
જન્મ સ્થળગાગોડે, કોલાબા જિલ્લો મહારાષ્ટ્ર
વ્યવસાય (કાર્ય)સમાજ સુઘારક, લેખક, ચિંતક, સ્વાતંત્ર્ય સેનાની
આંદોલનભુદાન ચળવળ, અસહયોગ આંદોલન
ઘર્મહિન્દુ
જાતિબ્રાહ્મણ
પિતાનું નામનરહરી શંભુરાવ
માતા નું નામરુકમણી દેવી
ભાઇઓના નામબાલ કૃષ્ણ, શિવાજી, દતાત્રેય
૫ત્નીનું નામઅવિવાહિત
રાજનિતિક વિચારઘારગાંઘી વાદી, દક્ષિણપંથી
મૃત્યુ તારીખ૧૫ નવેમ્બર ૧૯૮૨
મૃત્યુનું સ્થળમહારાષ્ટ્ર ના પૌનાર માં બ્રહ્મા વિદ્યા મંદિર
મૃત્યુનું કારણસંથારા (જૈન ઘર્મની માન્યતા મુજબ ખોરાક-દવા વિગેરે ત્યજીને)

વિનોબા ભાવેનું પ્રારંભિક જીવન (Early Life of Vinoba Bhave in Gujarrati)

વિનોબા ભાવે તેમના માતા-પિતાનું સૌથી મોટું સંતાન હતા. તેઓ કુલ-૪ ભાઇ-બહેન હતા. જેમાં ત્રણ ભાઇઓ તથા એક બહેન નો સમાવેશ થાય છે. 

તેમના માતા રુકમણી દેવી ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા તેમણે વિનોબા ભાવેને આધ્યાત્મિકતાની ખૂબ જ ઊંડી સમજ આપી હતી. એક વિદ્યાર્થીના રૂપમાં વિનોબા ભાવેને ગણિત ખૂબ પ્રિય વિષય હતો. નાન૫ણમાં જ તેમના દાદા દ્વારા તેમને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું ખૂબ જ સારું જ્ઞાન મળ્યું હતુ.

જોકે ભણવામાં રુચિ હોવા છતાં વિનોબાજી પ્રારંભિક શિક્ષણ પદ્ધતિ થી ક્યારે આકર્ષિત ન થયા અને તેમણે સામાજિક જીવન છોડીને હિમાલયની યાત્રા કરી અને સમગ્ર દેશનું ભ્રમણ કર્યું. દેશના વિવિધ સ્થળોએ ફરીને તેમણે વિવિધ ભાષાઓ શીખી લીધી. તેમને સંસ્કૃત વિષયનું પણ ખૂબ જ સારું જ્ઞાન હતું.

જ્યારે તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારોહમાં મહાત્મા ગાંધીજી નું ભાષણ સાંભળ્યું ત્યારે તેમનું જીવન બદલાઈ ગયું. તે ગાંધીજીના અનુયાયી બની ગયા. ત્યારબાદ તેમણે ગાંધીજી સાથે અનેક વખત પત્રવ્યવહાર કર્યો.

૧૯૧૬માં જ્યારે તેઓ ઇન્ટર મીડિયાની પરીક્ષા આપવા માટે મુંબઈ ગયા ત્યારે તેમણે સ્કૂલ અને કોલેજના બધા જ સર્ટીફીકેટ બાળી નાખ્યા હતા. વિનોબાજીના પત્રોથી ગાંધીજી પણ ખૂબ જ પ્રભાવિત થયા ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષ હતી. તેમને અમદાવાદના કોચરબ આશ્રમમાં બોલાવવામાં આવ્યા.

Must Read : સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 

આ રીતે વિનોબાજી ૭ જૂન ૧૯૧૬ના રોજ ગાંધીજીને પ્રથમ વાર મળ્યા. ત્યારબાદ મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં તેમને વિવિધ કામો જેવા કે રસોઈ, બગીચાની રખવાળી વગેરે કામ સોંપ્યા તેમણે ગાંધીજી દ્વારા ચલાવવામાં આવતા ખાદી આંદોલન અને  શિક્ષણમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું આજ સમયે તેમને આશ્રમના જ એક સદસ્ય મામા ફડકે દ્વારા ”વિનોબા” નામ આ૫વામાં આવ્યુ હતું. (આ એક મરાઠી મહાકાવ્ય છે જે ખૂબ જ સન્માનનું પ્રતિક ગણાય છે.)

આચાર્ય વિનોબા ભાવે બાળ અવસ્થામાં જ બ્રહ્મચર્યનું સત્ય સમજી ગયા હતા એટલે જ તેમણે અવિવાહિત જીવન પસાર કર્યું અને આજીવન બ્રહ્મચારી રહ્યા.

વિનોબા ભાવેનું રાજનૈતિક જીવન (Political Life of Vinoba Bhave in Gujarati)

વિનોબા ભાવે ગાંધીજીને તેમના ગુરુ બનાવી લીધા હતા કારણ કે તે ગાંધીજીના રાજ નૈતિક અને આધ્યાત્મિક વિચારો થી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સમય સાથે વિનોબાજી અને ગાંધીજી નો સંબંધ ખૂબ જ મજબૂત બની ગયો બંને એકસાથે શૌચાલય પણ સાફ કરતા અને ગીતા અને ઉપનિષદનું અધ્યયન પણ સાથે જ કરતા.

૧૯૨૦માં જ્યારે જમનાલાલ બજાજ ગાંધીજીના સંપર્કમાં આવ્યા તો તેમણે વર્ધામાં પણ એક આશ્રમ સ્થાપવાની ઈચ્છા દર્શાવી અને 8 એપ્રિલ ૧૯૨૧ ના રોજ વિનોબા ગાંધીજીના નિર્દેશો અનુસાર ગાંધી આશ્રમ નો પ્રારંભ કરવા માટે વર્ધા જતા રહ્યા. વર્ધામાં પ્રવાસ દરમિયાન વિનોબા ભાવેએ મહારાષ્ટ્રમાં માસિક પત્રિકા શરૂ કરી જેનું નામ મહારાષ્ટ્ર ધર્મ રાખ્યું. આ માસિક પત્રિકા માં ઉપનિષદો પર તેમના નિબંધ સામેલ હતા.

તેમના રાજનીતિક કાર્યોમાં મુખ્ય રૂપે અસહયોગ આંદોલન અને દેશને સ્વતંત્રતા આપવાનું લક્ષ્ય સામે હતું. ગાંધીજીના દરેકે દરેક અભિયાનમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા ભલે તે રાજનૈતિક હોય કે ગેરરાજનૈતિક. આ ઉપરાંત ગાંધીજીના સામાજિક ન્યાય ૫ર તેમને સંપૂર્ણ ભરોસો હતો તેઓ બધા ભારતીયોને સમાનતા અને બધા ધર્મોને માનતા હતા.

૧૯૭૧ના યુઘ્ઘમાં ૫ાકિસ્તાનની ઉંંઘ હરામ કરી નાખનાર રબારી – રણછોડ ૫ગીનું જીવનચરિત્ર

તેમણે અસહયોગ આંદોલન દરમિયાન સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કર્યો. તેમણે માત્ર ખાદી બનાવવા માટે ચરખો ચલાવવાનું જ કામ નહોતુ કર્યુ. પરંતુ બીજા લોકોને પણ આ કાર્ય કરવા પ્રેરિત કર્યા હતા. 1932માં બ્રિટિશ સરકારે વિનોબા ભાવેને છ મહિના માટે ધુલિયા મહારાષ્ટ્ર ની જેલ માં નાખી દીધા ત્યાં તેમણે સાથી કેદીઓને મરાઠીમાં ભગવત ગીતા સમજાવી આ દરમિયાન આપવામાં આવેલા બધા લેખક એક પુસ્તકના રૂપમાં પ્રકાશિત કરવામાં આવ્યા.

1940 પહેલા ગાંધીજી સાથે વિવિધ અભિયાનો માં સક્રિય યોગદાન આપવા છતાં વિનોબા ભાવેને ખૂબ ઓછા લોકો જાણતા હતા પાંચ ઓક્ટોબર 1940 ના રોજ ગાંધીજીએ તેમણે પહેલા સત્યાગ્રહી તરીકે નિયુક્ત કર્યા અને સમગ્ર ભારતને વિનોબા ભાવે નો પરિચય કરાવ્યો. ૧૯૪૦થી ૧૯૪૫ મધ્ય ના સમયગાળામાં વિનોબા ભાવે નાગપુર જેલમાં ત્રણ વખત ગયા. 1942માં ભારત છોડો આંદોલનમાં પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી જે માટે તેમણે ત્રણ વર્ષ માટે વેલ્લોર અને શિવની જેલમાં સજા કાપવી ૫ડી. તેમણે દક્ષિણ ભારતની ભાષાઓ પણ શીખી લીધી અને લોક નગરી નામના પુસ્તકની રચના કરી

વિનોબા ભાવે ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલતા હતા તેમણે ભારતીય સમાજમાં વ્યાપેલી અસમાનતા વિરુદ્ધ સંઘર્ષ કર્યો અને હરીજન વર્ગને સ્નેહ અને સન્માન આપવા માટે અથાક પ્રયત્નો કર્યા. ગાંધીજીની જેમ તેઓ પણ તેઓ ઈચ્છતા હતા કે ભારતમાં તમામ વર્ગોને સમાન સ્વતંત્રતા મળે તેમણે ગાંધીજીના સર્વોદય શબ્દને આધાર બનાવ્યુ જેનો અર્થ થાય છે બધાનું ઉત્થાન. ૧૯૫૦માં સર્વોદર અભિયાન અંતર્ગત ઘણા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા જેમાં મુખ્ય હતુ ભુદાન ચળવળ.

આચાર્ય વિનોબા ભાવે અને ગાંધીજીના સબંધો (Relations between Acharya Vinoba Bhave and Gandhiji):-

વિનોબા મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અને વિચારધારા તરફ ખુબ જ આકર્ષાયા હતા અને ગાંધીજીને રાજકીય અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી તેમના માર્ગદર્શક અને ગૂરુ માનતા હતા. તેમણે કોઇ ૫ણ પ્રશ્નાર્થ વિના ગાંધીજીના નેતૃત્વનુ અનુસરણ કર્યુ. સમય વિતતાં વિનોબા અને ગાંધીજી વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા અને સમાજ માટેના રચનાત્મક કાર્યક્રમોમાં તેમની ભાગીદારી વધતી રહી.

આચાર્ય વિનોબાજીને લખેલા એક પત્રમાં ગાંધીજીએ લખ્યું છે કે, ”હું નથી જાણતો કે મારે ક્યા શબ્દોમાં તમારા વખાણ કરવા જોઈએ. તમારો પ્રેમ અને તમારું પાત્ર મને આકર્ષિત કરે છે અને આ જ રીતે તમારું આત્મનિરીક્ષણ થાય છે. હું તમારી કિંમત માપવા માટે લાયક નથી. હું તમારા પોતાના અનુમાનને સ્વીકારું છું અને તમારા માટે એક પિતાનું સ્થાન ગ્રહણ કરુ છું.” વિનોબાએ તેમના જીવનનો મોટા ભાગનો સમય ગાંધીજી દ્વારા નિર્માણ કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમો પુર્ણ કરવા માટે વિતાવ્યો. 

ભૂદાન ચળવળ અથવા ભૂદાન આંદોલન:-

1951 માં, વિનોબા ભાવેએ તેલંગાણાના હિંસાગ્રસ્ત ક્ષેત્રમાંથી શાંતિ અભિયાન શરૂ કર્યું. 18 એપ્રિલ, 1951 ના રોજ પોચામ્પલ્લી ગામના હરિજનોએ તેમને જીવન નિર્વાહ માટે લગભગ 80 એકર જમીન પૂરી પાડવાની વિનંતી કરી. વિનોબાએ ગામના જમીદારોને આગળ આવવા અને હરિજનોને બચાવવા કહ્યું.

દરેકના આશ્ચર્યની વાત એ છે કે એક જમીંદાર ઉભો થયો અને પોતાની જમીનમાંથી જરૂરી જમીન દાનમાં આપી દીઘી. આ ઘટનાએ બલિદાન અને અહિંસાના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો. આ ભૂદાન (જમીનની ભેટ) ચળવળની શરૂઆત હતી. આ આંદોલન તેર વર્ષ સુધી ચાલુ રહ્યું અને વિનોબાએ દેશની લંબાઈ અને પહોળાઈમાં કુલ 58741 કિમીનું અંતર કાપ્યું. તેમણે લગભગ 4.4 મિલિયન એકર જમીન એકત્રીત કરી, જેમાંથી આશરે ૧.3 મિલિયન ગરીબ ભૂમિહીન ખેડૂતોમાં વહેંચવામાં આવી.

વિનોબા ભાવે નું સૂત્ર અને કથનો (Vinoba Bhave’s Sutra):-

  • સત્યને કોઈ પુરાવાની જરૂર નથી.
  • જો મર્યાદા ન હોય તો સ્વતંત્રતાનું કોઈ મૂલ્ય નથી.
  • ફક્ત જીવનની ગતિને અંકુશિત મર્યાદામાં રાખીને જીવવાથી, મનુષ્યનું મન મુક્ત રહી શકે છે.
  • એક દેશ તેની અસ્મિતાને તેની પાસે રહેલા શસ્ત્રોથી નહીં પરંતુ તેની નૈતિકતા દ્વારા બચાવી શકે છે.
  • જો કોઈ માણસે તેના શરીર પર વિજય મેળવ્યો હોય, તો પછી આખા વિશ્વમાં એવું કોઈ બચ્યું નથી કે જે તેના પર પોતાનો બળનો પ્રયોગ કરી શકે.
  • જો આપણે દરરોજ એક જ રસ્તે આગળ વધીએ છીએ, તો આપણે તેની આદત પડી જાય છે, અને આપણે આપણા પગલાંને ધ્યાનમાં લીધા વિના અને અન્ય તથ્યો વિશે વિચારતા વીચારતા ૫ણ ચાલી શકીએ છીએ.

વિનોભા ભાવે વિશે કેટલીક રોચક જાણકારી (Some interesting facts about Vinobha Bhave in Gujarati):-

વિનોબાજી ગાંધીજીથી પ્રભાવિત હતા, પરંતુ ગાંધીજી પણ તેમથી એટલી હદે પ્રભાવિત થયા હતા કે તેઓએ સી.જી. એન્ડ્ર્યુને તેમના વિશે જણાવતી વખતે લખ્યું હતું કે, “આ વ્યક્તિ આશ્રમના પસંદ કરેલા હીરાઓમાંનો એક છે, તે અહીં આશીર્વાદ લેવા આવ્યો નથી, પરંતુ પોતે ખુબ આશીર્વાદ બનીને આવ્યો છે.”

વિનોબાજીએ કહ્યું હતું કે – આશ્રમમાં આવીને મેં જે મેળવ્યું છે તે જ હું સમજી શકું છું, શરૂઆતમાં હું મારી જાતને કેટલીક હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ કરીને દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માંગતો હતો, પરંતુ બાપુએ મારી મહત્વાકાંક્ષા, ગુસ્સો અને જુસ્સાને યોગ્ય દિશા આપી, મેં આશ્રમમાં પ્રત્યેક દિવસ પ્રગતિ કરી છે. તેમણે ગાંધીજી સાથેની પહેલી મુલાકાત વિશે કહ્યું હતું કે જ્યારે હું કાશીમાં હતો ત્યારે હું હિમાલય જવાની ઇચ્છા કરતો હતો, અને મારો અંતકરણ પણ બંગાળ જવાની ઇચ્છા ધરાવતુ હતુ. પરંતુ મારું નસીબ મને ગાંધીજી પાસે લઈ આવ્યુ અને અહીં મને હિમાલયની શાંતિ જ નહીં બંગાળનો ક્રાંતિકારી ઉત્સાહ પણ મળ્યો અને મારી બંને ઇચ્છાઓ પૂરી થઈ ગઇ.

એકવાર સાબરમતીમાં સ્નાન કરતી વખતે વિનોબા પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને પાણીમાં ડૂબવા લાગ્યા, પણ તે સમયે તેમણે ભયભીત થઇને બુમાબુમ કરી નહીં, પરંતુ આવાજ આપ્યો અને કહયુ, “બાપુને મારા નમસ્કાર મોકલજો અને તેમને કહેજો કે વિનોબાનું શરીર સમાપ્ત થઈ ગયું છે, પણ તેનો આત્મા અમર છે.” જોકે સદનસીબે વિનોબા કિનારે પહોંચી ગયા જેથી બચી ગયા.

વિનોબાજી ના પુસ્તકો (Vinoba Bhave’s books)

  1. ગીતા પ્રવચન (Talks on the Gita)
  2. ભગવદ ગીતાનો સાર (The Essence of the Bhagavad Gita)
  3. અહિંસાની શક્તિ (The Power of Nonviolence)
  4. સર્વોદય (Sarvodaya)
  5. શિક્ષણ વિશે વિનોબા ભાવે (Vinoba Bhave on Education)
  6. સ્વરાજ્ય શાસ્ત્ર (Swarajya Sastra)
  7. ગ્રામગીતા (Gramgeeta)
  8. ગાંધીવાદી સિદ્ધાંતોનું પુનઃસ્થાપન (A Restatement of Gandhian Principles)
  9. મારા સપનાનું ભારત (India of My Dreams)
  10. સ્વતંત્રતાનો માર્ગ (The Road to Freedom)

આ ૫ણ વાંચો:-

  1. ગાંધીજીના જીવન પ્રસંગો
  2. લાલા લાજપતરાય નું જીવનચરિત્ર  
  3. ભગતસિંહ નું જીવન ચરિત્ર
  4. સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર
  5. રણછોડ ૫ગીનું જીવનચરિત્ર

‘ભૂદાન’ ચળવળના પ્રણેતા કોણ હતા?

‘ભૂદાન’ ચળવળના પ્રણેતા આચાર્ય વિનોબા ભાવે હતા.

ભૂદાન ચળવળનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો?

ભૂદાન ચળવળનો પ્રારંભ 18 એપ્રિલ, 1951 ના રોજ થયો હતો.

ભૂદાન ચળવળ ક્યાંથી શરૂ થઈ?

1951 માં, વિનોબા ભાવેએ તેલંગાણાના હિંસાગ્રસ્ત ક્ષેત્રમાંથી શાંતિ અભિયાન શરૂ કર્યું. 18 એપ્રિલ, 1951 ના રોજ પોચામ્પલ્લી ગામના હરિજનોએ તેમને જીવન નિર્વાહ માટે લગભગ 80 એકર જમીન પૂરી પાડવાની વિનંતી કરી

હુ આશા રાખુ છુ કે તમને અમારો વિનોબા ભાવે નું જીવનચરિત્ર ઇતિહાસ,  સૂત્ર,  કૃતિ, ભૂદાન ચળવળ (Vinoba Bhave Gujarati) વિશેનો આ લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “વિનોબા ભાવે નું જીવનચરિત્ર,નિબંધ, સૂત્ર,  કૃતિ, ભૂદાન ચળવળ (Vinoba Bhave in Gujarati)”

Leave a Comment