વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઇતિહાસ, થીમ, નિબંધ, માહિતી | World Consumer Day in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

દર વર્ષે ૧૫મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ગ્રાહકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો અને જો તેઓ કોઇ છેતરપિંડી, બ્લેક માર્કેટિંગ, વગેરેનો ભોગ બને અથવા તો આવી પરિસ્થિતી આવે તો શુ પગલાં લઇ શકાય તેના વિશે જાગૃકતા કેળવવાનો છે. ચાલો આજના આ આર્ટીકલ્સમાં આપણે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનો ઇતિહાસ, થીમ, તથા અન્ય કેટલીક રસપ્રદ માહિતી મેળવીશુ.

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ વિશે માહિતી

દિવસનું નામવિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
કયારે ઉજવવામાં આવે છે?દર વર્ષે ૧૫મી માર્ચના રોજ
ઉજવવાની શરૂઆત કયારે થઇ?૧૯૮૩
ઉદેશ્યગ્રાહકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનો ઇતિહાસઃ

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 15 માર્ચ 1962ના રોજ યુએસ કોંગ્રેસને સંબોધન કરતી વખતે રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી દ્વારા આપવામાં આવેલ વિશેષ સંદેશથી પ્રેરિત છે. આ સબંધનમાંમાં તેમણે ઔપચારિક રીતે ગ્રાહક અધિકારના મુદ્દાને જોરદાર રીતે ઉઠાવ્યો હતો. અને ગ્રાહકોના હકો વિશે વાત કરનાર તેઓ વિશ્વના પ્રથમ નેતા બન્યા હતા. આ દિવસની યાદ સ્વરૂપે 1983 માં, પ્રથમ વખત વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. 9 એપ્રિલ 1985 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રએ ગ્રાહક સુરક્ષા માટેના સામાન્ય માર્ગદર્શિકાઓને મંજૂરી આપી. 

ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ અલગ-અલગ થીમ સાથે ઉજવવામાં આવે છે. તેનો હેતુ ગ્રાહકોમાં અધિકારોનું સન્માન કરવા અને બજારમાં થતું ગ્રાહકોનું શોષણ રોકવાનો છે.

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ થીમઃ

વર્ષથીમ(વિષય)
2020The Sustainable Consume  
2021‘’Tackling Plastic Pollution’ (પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવો)
2022Fair Digital Finance (વાજબી ડિજિટલ ફાઇનાન્સ)
2023“Clean Energy Transitions ” (સ્વચ્છ ઉર્જા સંક્રમણો)

માર્ચ મહિનામાં આવતા મહત્વપુર્ણ દિવસોઃ

હુ આશા રાખુ છું કે તમને અમારો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઇતિહાસ, થીમ, નિબંધ, માહિતી (World Consumer Day in Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા મહત્વપુર્ણ દિવસો વિશે અમે અમારા બ્લોગ ૫ર અનેક આર્ટીકલ્સ લખેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment