સમયનું મહત્વ નિબંધ | samay nu mahatva essay in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

સમય શબ્દ સંસ્કૃત ભાષાના મૂળ ‘સમ’ શબ્દ પરથી ઉતરી આવેલો છે. સમ એટલે એકધારું, સમાન, નિત્ય. સમય અને જીવન બંને અમૂલ્ય છે. સમયપાલન એ સમયનો સદુપયોગ છે. સમયની મૂડી દરેક પાસે સરખી જ હોય છે પણ જે તેનો વિવેકપૂર્વક ઉ૫યોગ કરે છે તેને જ સફળતા મળે છે.

સમયનું મહત્વ નિબંધ (samay nu mahatva essay in gujarati)

સમય શ્રેષ્ઠ ધન છે. અંગ્રેજીમાં પણ કહેવામાં આવ્યું છે કે,  time is money. સમયના સદ્ઉપયોગ થી જ માનવીનું ભાવિ ઉજ્જવળ બની શકે છે. સમયનો ઉચિત ઉપયોગ કરવાથી જ મનુષ્ય પોતાના જીવનમાં ઇચ્છીત ઘ્યેય સિદ્ધ કરી શકે છે. માનવ સંસ્કૃતિનો સર્વાંગી વિકાસ એ સમયના શ્રેષ્ઠ ઉપયોગનું જ પરિણામ છે.

આજકાલ સૌના મોઢે આપણે એક જ ફરિયાદ સાંભળીએ છીએ કે, સમય નથી. નોકરી-ધંધા વાળા કે ખેતી કરતા કે ઉદ્યોગ ઘંઘા વાળા સૌને આજે સમયની સતત ખેંચ વર્તાતી હોય છે. એક તરફ સમયની આટલી બધી ખેંચ છે તો બીજી તરફ આપણે મોજશોખ માટે કીંમતી સમય વેડફી નાખીએ છીએ.

સમયનો આવો દુરઉ૫યોગ થતો જોતા એવુ લાગે છે કે, આપણે હજુ સમયની કિંમતની પૂરી સમજણ મેળવી નથી. સમય અમૂલ્ય છે એમ સૌ કોઇ કહે છે ખરા. આ પોપટ વાક્ય વર્ષોથી ગોખાઈ ગયું છે. આ૫ણે ૫ણ કયારેક સમયનું મહત્વ સમજાવતાં નીચેની પંક્તિઓ ટાંકી લઈએ છીએ.

સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે વહાણ
ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ

અર્થાત ગુમાવેલી સંપત્તિ કે લક્ષ્મી પ્રયત્ન કરી પાછી વાળી શકાય છે ૫રંતુ ગુમાવેલો સમય અને શરીરમાંથી નીકળી ગયેલો પ્રાણ(આત્મા) ક્યારેય પાછો આવતો નથી. આ બઘુ જાણતા હોવા છતાં આ૫ણે ઉઘાડી આંખે કલાકોના કલાકો વાતો ના તડકા માં૫ ગીત સંગીત કે ફિલ્મના મનોરંજન માટે ટીવી કે રમતગમત પાછળ ખર્ચી નાખીએ છીએ.

Must Read : પ્રવાસનું મહત્વ નિબંધ

સમયનું મહત્વ નિબંધ (samay nu mahatva essay in gujarati)

સમયનું મૂલ્ય સમજ્યા વિના કે સમયનો સદુપયોગ કર્યા વિના સમયની મહત્તા ગાયા કરવી નિરર્થક છે. જેમ બોલેલા શબ્દો કે છોડેલું બાણ ક્યારેય પાછા આવતા નથી તેમ વીતી ગયેલો સમય ૫ણ પાછો આવતો નથી.

વિદ્યાર્થીઓ માટે સમય નો સદુપયોગ તે સૌથી મોટી મૂડી છે. સમય કાચું સોનું છે. તેનો સંગ્રહ શક્ય નથી. ગમે તે વ્યવસાય હોય કે નોકરી જે સમય પાલન કરે છે તે હંમેશા તેના ક્ષેત્રમાં ઉતરોતર પ્રગતિ કરે છે. વિદ્યાર્થી સમયનું મૂલ્ય સમજી નિયમિત પરીક્ષાની તૈયારી કરતો હોય તો ૫રીક્ષા નજીકના દિવસોમાં તેને કઠોર પરિશ્રમ કરવો પડતો નથી.

સમયનું મહત્વ સમજાવતાં સંસ્કૃત સુભાષિતમાં એક મહાનુભાવે ખુબ સરસ કહ્યું છે કે,

પ્રથમ નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિત ઘનમ
તૃતીય નાર્જિતા તપ: ચતુર્થ કી કરિષ્યતિ

અર્થાત જે માણસે બાળ અવસ્થામાં વિદ્યા મેળવી નહીં, યુવાન અવસ્થામાં ધન કમાય નહીં અને પ્રૌઢ અવસ્થામાં તપ કર્યું નહીં તે વૃદ્ધાવસ્થામાં શું કરી શકવાનો ?  કોઇ ૫ણ કામ યોગ્ય સમય પર જો ન કરવામાં આવે તો તેનો અર્થ સરતો નથી.

Must Read : દિવાળી વિશે નિબંધ

Time and tide wait for none.  સમય અને ભરતી કોઈની રાહ જોતી નથી એ કહેવતની યથાર્થતા પારખીને આપણે જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવો જોઈએ. એક ચિંતકે સમય વિશે ટકોર કરતાં હળવી પળોમાં સાચું જ કહ્યું છે કે સમયના માથે આગળના ભાગમાં વાળ છે, પાછળ ટાલ છે.  પાછળ ટાલ હોવાથી સમય સરકી જાય છે માણસના ૫કડયામાં આવતો નથી. તેથી જ સમયની કિંમત સમજતા માણસે દરેક ક્ષણ અને આવનાર તક માટે અત્યંત જાગૃત રહેવું જોઈએ.

માનવજીવન ક્ષણભંગુર છે. પોતાના ટૂંકા આયુષ્ય દરમિયાન માનવીએ અનેક મહત્વના કાર્યો કરવાના હોય છે. અનેક મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાની હોય છે. આથી તેને સમય વ્યર્થ ગુમાવવો પાલવે તેમ નથી. કોઈ સારું કામ કરવાનો વિચાર આવે કે સત્કર્મ કરવાનું સૂઝે તો તેનો તાત્કાલિક અમલ કરવો જોઈએ. સંત કબીર એટલે જ કહે છે કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. સંસ્કૃતમાં ૫ણ કહ્યું છે ‘શુભસ્ય શીઘ્રમ’ એટલે કે ધર્મના કામમાં ઢીલ શી ? કોઈ કામ લંબાવતા એમાં અનેક અંતરાયો આવી જાય છે.

”આજ ઉઠશું, કાલ ઉઠશું, લંબાવો નહીં દહાડા
વિચાર કરતા વિઘ્નો મોટા, આવે વચમાં આડા”

અંગ્રેજીમાં પણ કહેવાયું છે કે, ‘Delay is dangerous’ સમય એક એવું અદશ્ય પરિણામ છે. જે દેખી શકાતું નથી. ઓળખી શકાતું નથી. સમયનું મહત્વ અને તેની કિંમત હંમેશા પાછળથી જ સમજાય છે.

સમયનો વિવેકપૂર્ણ ઉપયોગ જ માનવીને સમૃદ્ધ અને મહાન બનાવે છે. સમજદાર માનવીએ પણ સમયનો બગાડ તો ન કરવો જોઈએ. જગતના બધા જ મહાપુરુષોનું જીવન અથાગ પરિશ્રમ અને સમયના સદઉ૫યોગની  ગાથાઓ ગાય છે. 

આપણા મહાપુરુષોએ સમયની કિંમત સમજી હતી અને તેથી જ તેઓ પોતાના કાર્યમાં સફળતા મેળવી છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે કાલનું કામ આજે કરો અને આજનું કામ અત્યારે જ કરો. 

”કાવ્ય શાસ્ત્ર વિનોદેન, કાળો ગચ્છતિ ઘીમતામ
વ્યસેન ય  મુર્ખાણા, નિદયા કલહેન વા”

અર્થાત જગતમાં બુદ્ધિશાળી માણસોનો સમય કાવ્યશાસ્ત્ર, કળા અને વિજ્ઞાનના અભ્યાસમાં જતો રહે છે. જ્યારે મૂર્ખ માણસ નો સમય ઊંઘમાં અને કલેશ કંકાસ જતો રહે છે. 

Must Read : આત્મનિર્ભર ભારત નિબંધ 

સમયનું મહત્વ નિબંધ (samay nu mahatva essay in gujarati)

અમૃતા પ્રીતમે  સમયનું મહત્વ સમજાવતાં લખ્યું છે કે ”સમય પર તેજ સવારી કરી શકે છે જે સમયની લગામ પકડી રાખે છે”.  સતત નવી ક્ષણો દરેકના જીવનમાં આવે છે પણ ખુબ જ ઓછા માણસો જ  તેનો ફાયદો ઉઠાવી શકે છે. શેક્સપિયરે સાચું જ કહ્યું છે કે ”મેં સમય બરબાદ કર્યો, હવે સમય મને બરબાદ કરી રહ્યો છે”.  ભગવાન મહાવીરે ૫ણ તેમના ઉપદેશમાં કહયુ છે કે, ”હે માનવ, એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં, પ્રત્યેક ક્ષણ તું જાગૃત રહેતો જા, કારણ કે આવી ક્ષણો ફરી પાછી હાથ લાગવાની નથી”. 

જે સમયને કરકસરથી યોજનાપૂર્વક ખર્ચે છે. તે જીવનમાં સંતોષ અને સફળતા મેળવી શકે છે. સમય નિષ્ઠા એ આત્મવિશ્વાસની જનની છે. સમય પોતે તટસ્થ છે. તે શત્રુ કે મિત્ર નથી. પસાર થતી દરેક ક્ષણ અમૂલ્ય છે. આ ક્ષણને ઉપયોગી બનાવી ઉપયોગ કરવો જોઈએ એ જ જીવન છે. 

માનવી આજ સુધીમાં વિજ્ઞાન કલા અને અન્ય ક્ષેત્રોમાં જે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે સમયના ઉત્તમ ઉપયોગ ના પુરાવા રૂપ છે. જે મનુષ્ય નિષ્ક્રિય બનીને બેસી રહે છે તેને વિકાસની તકો હાથતાળી દઈ ચાલી જાય છે. અનેક આપત્તિઓ વેઠવી પડે છે. હાથમાંથી સરી ગયેલા સમયને માટે કવિ પ્રિયકાન્ત મણિયારે યોગ્ય  લખ્યું છે કે,

હવે આ હાથ રહેના હેમ
મળ્યું સમયનું સોનું, પ્રથમ વાવ્યું ફાવે તેમ
હવે આ હાથ રહેના હેમ
ભર બપોરે ભોજન ઘેને નિતની એ રાતોમાં
ઘણું ખરું એ એમ ગયું ને કશું કૈંક વાતોમાં 
પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યો નહીં વહેમ 
હવે આ હાથ રહે ના હેમ

કવિની આ અર્થસભર પંક્તિઓના મર્મને સમજીશું તો આપણને સૌને સમયનું મૂલ્ય અવશ્ય સમજાશે.

Q-1.વિશ્વમાં સૌથી મૂલ્યવાન વસ્તુ શું છે?

સમય

Q-2. સમય જ જીવન છે. શા માટે ?

સમય આ દુનિયાની અન્ય તમામ વસ્તુઓ, પૈસા પણ કરતાં વધુ શક્તિશાળી અને અમૂલ્ય વસ્તુ છે. જો એકવાર કિંમતી સમય ચાલ્યો ગયો, તો એ ક્યારેય પાછો આવતો નથી; કારણ કે સમયની ઘડીયાળમાં રિવિસ ગીયર નથી. તે હંમેશા આગળ વધે છે પાછળ નહીં. માટે સમય જ જીવન છે.

Q-3.વિદ્યાર્થી જીવનમાં સમયનું શું મહત્વ છે?

વિદ્યાર્થીઓએ તેમના તમામ કાર્ય નિર્ધારિત સમય પર અથવા તે પહેલા પૂર્ણ કરવા જોઈએ, જેથી તેઓ બાકીના સમયમાં અન્ય રચનાત્મક કાર્યો કરી શકે. સમય ખૂબ જ મૂલ્યવાન છે, તેથી ખાલી સમય ૫ણ વેડફવો ન જોઇએ, તેનો ઉપયોગ પણ એવી રીતે કરવો જોઈએ કે તે જીવન માટે ઉપયોગી સાબિત થાય.

આ ૫ણ વાંચો:-

  1. વસંતઋતુ વિશે નિબંધ
  2. માતૃભાષા નું મહત્વ નિબંધ
  3. પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
  4. જળ એ જ જીવન નિબંધ
  5. જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો સમયનું મહત્વ નિબંધ (samay nu mahatva essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આ લેખ ખાસ કરીને વિઘાર્થીમિત્રોને સમયનું મૂલ્ય નિબંધ, સમયનો સદુપયોગ નિબંધ અને સમય મહત્વ વિશે ગુજરાતી નિબંધ લેખન માટે ખુબ જ ઉ૫યોગી નિવડશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “સમયનું મહત્વ નિબંધ | samay nu mahatva essay in gujarati”

  1. ખુબ જ સરસ, જે સમયને વેડફે છે સમય એને વેડફે છે સતત સમયનો મહિમા ગાવો જોઈએ દરેક કાર્ય કરવામાં રચનાત્મકતા શોધવી જોઈએ જેથી એ કાર્ય રસીલું અને એનું મહત્વ વધારે વધી જાય. સમય સાથે તાલ મિલાવી ચાલવું જોઈએ એ માટે મન જાગૃત રહેવું જોઈએ પોતાને શું કરવું છે એ જો ખબર પડી જાય તો સમય ક્ષણ વાર પણ વેડફાઈ નહી માટે જીવનમાં એક સારો એવો ધ્યેય બનાવો અને સમય બચાવો

Leave a Comment