સૂર્ય વિશે માહિતી | સૂર્ય ગ્રહણ વિશે માહિતી

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજના લેખમાં આ૫ણે સૂર્ય વિશે માહિતી મેળવીશુ. સૂર્ય આપણા સૂર્યમંડળના મધ્યમાં આવેલો એક સ્વયં પ્રકાશિત તારો છે. તે પોતાના ૫રિવારના સભ્યોને ૫ણ પ્રકાશિત કરે છે. પૃથ્વી તથા અન્ય ગ્રહો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ આ બધા જ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે.

સૂર્ય વિશે માહિતી:-

સૂર્ય નો વ્યાસ 13 92 000 કિમી છે. તેનો વ્યાસ પૃથ્વી ના વ્યાસ કરતા 109 ઘણુ વઘુ છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે. તે એક ખુબ જ ગરમ વાયુપીંડ છે. તેની સપાટીનું તાપમાન આશરે ૬૦૦૦ સેલ્સિયસ અને તેના કેન્દ્ર નું તાપમાન આશરે ૧.૫ કરોડ ડિગ્રી સેલ્સિયસ છે.

પૃથ્વીના કેન્દ્ર ભાગમાં જે દબાણ અને ગરમી છે તેનાથી અનેક ગણું દબાણ અને ગરમી સૂર્યના કેન્દ્રમાં છે. તેથી અહીં થતી નાભિકીય પ્રક્રિયામાં સૂર્ય દ્રવ્યના હાઇડ્રોજન ૫રમાણુઓનું એકીકરણ થતાં હિલિયમમાં રૂપાંતર થાય છે. જેનાથી પ્રકાશ અને ગરમી રૂપી પ્રચંડ ઊર્જા પેદા થાય છે. ૧૨૦૦૦ અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઊર્જા પેદા થાય તેટલી ઊર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડની પેદા થાય છે. આ ઉર્જા વિકિરણ સ્વરૂપે અંતરિક્ષમાં ફેલાય છે.

સૂર્યની સપાટી (photosphere) પર દેખાતા કાળા ધબ્બા ને સૂર્યકલંકો એટલે કે sunspots કહે છે. 

સૂર્યકલંકો સૂર્ય સપાટી પર આવેલી ફાટખીણ છે. જેમાંથી સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. જ્યારે આ સૂર્યકલંકો ની સંખ્યા વધુ હોય ત્યારે વધુ ગરમીનો અનુભવ થાય છે. સૂર્યની ફરતે 400 કિમી સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફીયર  (photosphere) કહે છે. હાલમાં સૂર્ય તેની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે. એવુ અનુમાન કરવામાં આવે છે સૂર્ય બીજા ૫ અબજ વર્ષ ૫છી નષ્ટ થશે.

સૂર્ય વિશે અગત્યની માહિતી:-

  • સૂર્યનું પૃથ્વી થી અંતર ૧૪,૯૫,૯૮,૯૦૦ કિ.મી. છે.
  • સૂર્યનું પરિભ્રમણ કાળ ૨૫ કરોડ વર્ષ છે જેને બ્રહ્માંડ વર્ષ (cosmos year) કહેવાય છે.
  • સૂર્ય પોતાની ધરી પર પૂર્વ થી પશ્ચિમ બાજુ ફરે છે.
  • સૂર્ય એક ગેસ નો ગોળો છે. જેમાં ૭૧ ટકા હાઇડ્રોજન, ૨૬.૫ ટકા હિલિયમ તથા ૨ ટકા લિથિયમ કે યુરેનિયમ જેવા અન્ય ભારે તત્વો આવેલા છે.
  • સુર્ય ની ચારે બાજુ એક પાતળું વાતાવરણ હોય છે જે સૂર્ય ગ્રહણના સમયે જોવા મળે છે તેને પરી મંડળ (કોરોના) કહેવાય છે. જે ક્ષ કિરણો ઉત્પન્ન કરે છે.
  • સૂર્યની પ્રકાશમય સપાટી વચ્ચેનો ભાગ પ્રકાશ મંડળ(photosphere) કહેવાય છે.
  • પ્રકાશ મંડળની કિનારીઓ પ્રકાશમય હોતી નથી કારણ કે સૂર્ય વાયુમંડળના પ્રકાશનું શોષણ કરે છે જેને વર્ણમંડળ કહેવાય છે જે લાલ રંગનું હોય છે.
  • સૌર પવનોનું જ્યારે વાયુમંડળ સાથે ઘર્ષણ થાય છે ત્યારે પૃથ્વીના બંને ધ્રુવો પર પ્રકાશ ઝગમગ થાય છે. જેને ઉત્તર ધ્રુવ પર ઓરોરા બોરિયાલિસ તથા દક્ષિણ ધ્રુવ પર ઓરોરા ઓસ્ટ્રેલિસ તરીકે ઓળખવામાં આવે છે.
  • સૂર્યના પ્રકાશને પૃથ્વી સપાટી સુધી પહોંચવા માં ૮ મિનિટ અને ૧૬.૬ સેકન્ડનો સમય લાગે છે.
  • સૂર્ય ભૂમધ્ય રેખા પર પોતાની ધરી પર ૨૫.૩૮ દિવસે એક આંટો ફરે છે. જયારે ધ્રુવ પાસે ૩૩ દિવસમાં એક આંટો ફરે છે.
  • ખગોળશાસ્ત્રમાં સૂર્યને દર્શાવવા (☉) સંકેત વપરાય છે.
  • સૂર્યની સામે વધુ સમય જોવાથી આંખના રેટીનાને નુકશાન થાય છે તથા અંધત્વ આવવાનો ભય પણ છે. 

સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવવાથી ચંદ્રનો ૫ડછાયો ૫ૃથ્વી ઉ૫ર ૫ડે છે. આ સ્થિતિમાં આ ત્રણેય આકાશી ગોળા સરખી સપાટીએ અને એક સીધી રેખામાં હોય છે. તેને લીધે દિવસે ચંદ્ર નો પડછાયો પૃથ્વી પર જે સ્થળે પડે છે ત્યાંથી સૂર્યગ્રહણ અનુભવી શકાય છે.

આવા પડછાયા બે રીતે પડે છે. વચ્ચેના ભાગમાં તે ગાઢ હોય છે અને કીનારીના ભાગમાં તે ઓછો લાગે છે. પૃથ્વી પર જે ભાગમાં ગાઢ પડછાયો હોય છે ત્યાંથી સૂર્ય પૂર્ણ રીતે ઢંકાયેલો દેખાય છે. આ સ્થિતિને ખગ્રાસ સૂર્યગ્રહણ કહેવાય છે તે જ સમયે ઓછા પડછાયાના ભાગમાંથી સૂર્ય નો કેટલોક ભાગ દેખાય છે ત્યારે સૂર્ય અંશત: આચ્છાદિત થયેલો દેખાય છે, તે ખંડગ્રાસ સૂર્યગ્રહણ ની સ્થિતિ હોય છે. ખગ્રાસ સૂર્યગ્રહણ ખૂબ જ થોડા વિસ્તારમાં જ અનુભવાય છે.

સૂર્ય ગ્રહણ વિશે માહિતી

કેટલીક વખત ચંદ્ર પૃથ્વીથી અ૫ભૂ સ્થિતિમાં હોય છે. એટલે જ તે પૃથ્વીથી સૌથી વધારે દૂર હોય છે. આવા સમયે ચંદ્ર નો ગાઢ પડછાયો પૃથ્વી સુધી પહોંચતો નથી. તે અવકાશમાં જ સમાઈ જાય છે આવા સમયે પૃથ્વી ઉપર ખૂબ જ થોડા ભાગ માંથી સૂર્યની ફકત પ્રકાશિત કોર ફકત એકાદ વર્તુળ વલયની જેવી દેખાય છે. આને કંકણાકૃતિ સૂર્યગ્રહણ કહેવાય છે.

સૂર્ય ગ્રહણ ની વિશિષ્ટતા

  • સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે, પરંતુ દર અમાસે થતું નથી.
  • સૂર્ય ચંદ્ર અને પૃથ્વી અનુક્રમે એક સીધી રેખામાં અને એક સપાટીએ આવે તો જ સૂર્ય ગ્રહણ થાય છે.
  • ખગ્રાસ સૂર્યગ્રહણ નો સૌથી વધારે સમય ૭ મિનિટ ૨૦ સેકન્ડ એટલે કે ૪૪૦ સેકન્ડ નો હોય છે.
  • સૂર્યગ્રહણ જોતી વખતે કાળા કાચ અથવા વિશેષ પ્રકારના ગોગલ્સ પહેરવા જરૂરી છે કારણ કે સૂર્યના પ્રખર પ્રકાશને લીધે આંખોને નુકસાન થઇ શકે છે.

સૂર્ય વિશે અભ્યાસ માટેના મીશનો:-

આપણી પાસે ચંદ્ર વિશે ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે. કારણ કે ચંદ્ર સુધી માનવી પણ જઈ આવ્યો છે અને ઘણા બધા મિશનનો આપણે ચંદ્ર સુધી મોકલ્યા છે જેનાથી તેના વિશે માહિતી મળી શકી છે. પરંતુ હજુ સૂર્ય પર કોઈપણ અવકાશ યાન મોકલવામાં આવેલ ન હોવાથી સૂર્ય વિશે માહિતી  ચોક્કસ મળી શકતી નથી. પરંતુ આ વખતે ૧૨ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ નાસાના વિજ્ઞાનીઓ દ્વારા સૂર્યના અભ્યાસ માટે સૂર્યની સૌથી નજીક અવકાશ યાન મોકલવામાં આવેલ છે. જેમાં મોટરકારની સાઇઝનું એક યાન સૂર્ય તરફ મોકલવામાં આવ્યું છે. તે વાહનને ”પાર્કર સોલાર પ્રોબ” તરીકે ઓળખવામાં આવે છે.

આ મિશન વર્ષ 2016માં અંતરિક્ષમાં મોકલવાનું આયોજન હતું પરંતુ કેટલાક અવરોધો બાદ 12 ઓગસ્ટ 2018 ના રોજ તેને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું. તે સૂર્યથી લગભગ ૭૦ લાખ કિમી દૂર રહી પોતાનું કાર્ય કરશે. તેનાથી સૂર્યનો કોરોના અને સૌર્યવાયુ વિશે ઘણી બધી માહિતી મળવાની શક્યતા છે. નાસાનું આ અભિયાન એરિઝના વૈજ્ઞાનિકો દ્વારા સૂર્ય પર કરવામાં આવી રહેલા અભ્યાસમાં પણ લાભકારક સિદ્ધ થશે.

આ ૫ણ વાંચો:-

હુ આશા રાખુ છું કે તમને અમારો સૂર્ય વિશે માહિતી આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ટેકનલોજીને લગતા લેખ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment