સૈનિક વિશે નિબંધ | essay on soldiers in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

સૈનિક વિશે નિબંધ :- સૈૈૈૈનિક એ રાષ્ટ્રનો રક્ષક ગણાય છે. મા ભોમની રક્ષા માટે કેટલાય વીર સૈનિકોએ પોતાના બલિદાનો આપ્યા છે. આજે આ૫ણે જે સુખ, શાંતિ અને સલામતીનું જીવન જીવી રહયા છે. એનો તમામ શ્રેય રાષ્ટ્રના સેનિકોને ફાળે જાય છે. તો ચાલો આજે આ૫ણે સૈનિક વિશે નિબંધ લેખન કરીએ.

સૈનિક વિશે નિબંધ (essay on soldiers in gujarati) :-

“જય જવાન,જય કિશાન.”શાસ્ત્રીજીએ આપેલ નારો ખરેખર સત્ય છે,બોર્ડર પર ઉભો રહેલ જવાન આપણા માટે રાત દિવસ જીવ જોખમમાં મૂકી ઉભો રહે છે. અને ખેતરમાં ઉભો રહેલ કિશાન રાત દિવસ મહેનત કરી આપણા માટે અનાજ ઉત્તપન્ન કરે છે.આ બન્ને ને સો સો સલામ છે. બોર્ડર પર પોતાના જવાન છોકરાને મોકલતા વાલીઓ પણ હમેશા માટે વંદનીય છે. “सारा लहू बदन का मिटी को पिला दिया,हम पर कर्ज था वतन का हमने चुका दिया।”

15 મી ઓગષ્ટ હોય કે પછી 26 મી જાન્યુઆરી હોય,આ બે દિવસે દેશવાસીઓમાં દેશભક્તિ છલકાય છે.જોકે ચાલો એ બે દિવસ પૂરતી પણ ભક્તિ તો જોવા મળે જ છે.આનંદની વાત છે બોર્ડર જેવી પિક્ચર જોઈને ઘણાને એમ થાય કે હું પણ મોટો થઈને સૈનિક બનીશ પણ દરેકના નસીબમાં એ સુખ હોતું નથી,ખરું ને !

Must Read : ૧૫ મી ઓગષ્ટ નિબંધ

સૈનિક વિશે નિબંધ

સૈનિક જ એવો છે જે ને 80 વર્ષની ઉંમરે પણ આપણે જવાન કહીને બોલાવી શકીએ છીએ.તો શું તમારે પણ સૈનિક બનવું છે ? દેશની સેવા કરવી છે ? મને લાગે છે બધાના જવાબ “હા” જ હશે.દેશ સેવા માટે કોઈ તૈયાર ન થાય.છતા બધાને આ તક મળતી નથી.તો શું કરવું ?

શુ હું દેશની સેવા ન કરી શકુ ? શુ હું ભારત માતાનો લાલ ન બની શકું ? બની જ શકો ને..તમારી ઉંમર,તમારી જાત કે અમીરી ગરીબી ક્યારેય દેશ સેવા કરવા માટે તમને રોકતી નથી.છતાં એમ થાય ને બોર્ડર પર જાઉં ને 100 આતંકવાદીઓને ઠાર કરી નાખું.આવો જોશ છે તો એને સો સો સલામ છે પણ તમને એ તક નથી મળી છતાં દેશ સેવા કરવી જ છે.સૈનિક બનવું જ છે તો શું કરી શકીએ ?

Must Read : 26 મી જાન્યુઆરી નો નિબંધ

હું ,તમે, આપણે બધા જ ભારત ભૂમિ પર જન્મેલા સૈનિક છીએ,દેશની સેવા માટે તમારે જીવ આપવાની જરૂર નથી કેમકે જીવ આપનારા તો બોર્ડર પર કફન બાંધીને ઉભા જ છે.

ચાલો તમને પણ સૈનિક બનાવી દઉં.ભારતમાંની રક્ષા અને સેવા માટે તમારે શુ કરવું જોઈએ એ તમે નોંધી લો.

  • એક વિદ્યાર્થીકાળથી જ વ્યસનથી દૂર રહી,તંદુરસ્ત રહો,કદાચ દેશ સેવા માટે સૈનિક બનવાની તક મળશે તો એના માટે શરીર સુઘડ અને મજબૂત હોવું જરૂરી થઈ પડશે.
  • કોઈપણ રીતે જાહેર સંપતિઓને નુકશાન ન કરો કે ન કરવા દો.હમેશા પર્યાવરણ બચાવો.
  • ઘરે ચાલતા બેફામ વીજળીના ઉપકરણોને જરૂર પૂરતા વાપરી વીજળી બચાવો.તમે જો રોજના 10 યુનિટ બચાવશો તો વર્ષના 3650 યુનિટ વીજળી બચશે અને એ દેશ માટે ખૂબ કારગર છે.
  • આપના ઘરે કે આસપાસમાં ક્યાંય પણ પાણી બગડતું હોય તો એને રોકો.રોજનું તમેં 10 લીટર પાણી બગડતું બચાવશો તો વર્ષ 3650 લીટર પાણી બચશે.આ સાથે સાથે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો આગ્રહ રાખજો.

Must Read : મારા સપનાનું ભારત નિબંધ

  • કામ વગર પેટ્રોલના ધુમાડા ન કરો.પેટ્રોલ અને વાતાવરણ બન્ને બચશે.
  • વિધાર્થીઓ હમેશા જરૂરિયાત પૂરતા કાગળ વાપરો,કાગળ બચશે તો હજારો ઝાડ બચી જશે.
  • અડોશ-પડોશમાં ક્યાંક વધુ પડતી ગંદકી થતી હોય તો એને સાફ કરો અને પોતે પણ કચરો ગમે ત્યાં ન ફેકો.આનાથી રોગમુક્ત ભારત બનશે.
  • જરૂરીયાતવાળા લોકોને થાય એટલી ભણવામાં મદદ કરો.એ ઉત્તમ નાગરિક ભારતને મળશે.
  • 18 વર્ષ થઈ જાય પછી તમારો કિંમતી વોટ સમજી વિચારીને જ આપો.
  • વડીલો અને અંધ-અપગ લોકોની સેવા માટે હંમેશા તૈયાર રહો.
  • અંધશ્રદ્ધા કે ધાર્મિક ઝઘડાઓ થતાં જાતિવાદથી હમેશા દૂર રહો.
  • દર વર્ષે ચોમાસામાં ઉછેરી શકાય એટલા વૃક્ષ વાવો અને એનું જતન કરો. ( વૃક્ષો આપણા મિત્રો નિબંધ)
  • હક્કથી પહેલા આપણી ફરજો નિભાવો.
  • બેન-દીકરીઓને ખોટી રીતે હેરાન ન કરો,ઘરેલુ હિંસા પણ ટાળો.
  • ખોટા વાદ-વિવાદો અને સોશિયલ મીડિયા પર ખોટો સમય વેડફો નહિ.હમેશા કઈક નવું કરતા રહો. (વાંચો- સમયનું મહત્વ)
  • દારૂ-જુગાર,વેશ્યાવૃત્તિથી દુર રહો.
  • આપણી સેવા કરનાર સરકારી કર્મચારીઓને હમેશા સાથ સહકાર આપો.લાંચરૂશ્વત આપો નહિ અને કોઈ લે તો એની સામે શાંતિપૂર્વકનો વિરોધ કરો. (વાંચો- ભ્રષ્ટાચાર નિબંધ)
  • જો તમે કિશાન પુત્ર છો તો હંમેશા ખેતીમાં અવનવા પ્રયોગો કરી મબલક ઉપજ પેદા થાય એ રસ્તા શોધો.
  • પ્રાણીઓ-પશુઓ માટે હંમેશા દયા રાખો. (વાંચો-પશુ પ્રેમ નિબંધ)
  • માર્ગ અકસ્માતમાં ઘવાયેલ લોકો,આસપાસમાં રહેતા બીમાર લોકોને પ્રાથમિક સારવાર મળે એ પ્રયત્ન કરો.
  • નવરા બેસી ન રહો.હમેશા કઈક કામધંધો કરી મહિને ઓછામાં ઓછા 8000 રૂપિયા ઉભા કરો.
  • માં-બાપને કોઈપણ ભોગે વૃધ્ધાશ્રમ તરફ ન જવા દો.
  • અનાજનો બગાડ થતા અટકાવો,કોઈપણના ઘરે પ્રસંગ દરમિયાન પડી રહેલા અનાજને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા પ્રયત્ન કરો.
  • પરિવાર-મહોલ્લો,ગામ,શહેરને પોતાનું સમજી એના વિકાસ માટે હંમેશા તત્પર રહો.ગામનો વહીવટ કરનાર સરપંચ અને તલાટીઓના સંપર્કમાં રહો.
  • ભષ્ટાચાર વિરોધ હમેશા ઉભા રહો.હંમેશા પોતાના કાર્યને વફાદારી પૂર્વક નિભાવો.
  • ભારતીય હોવાનો હંમેશા ગર્વ રાખો.

Must Read : પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ 

આ સિવાય બીજી ઘણીબધી રીતે તમે ભારત માંની સેવા કરી સૈનિક બની શકો છો,અને આ રીતે સેવા કરવામાં જીવનું જોખમ નથી પણ હા આ સેવાથી ઘણા બધા જીવો તમે બચાવી રહ્યા છો એ હમેશા યાદ રાખો. દેશ બહારના શત્રુઓ માટે તો વીર સપૂતો ઉભા જ છે પણ આ દેશની અંદર રહેલ શત્રુઓ માટે આપણે હંમેશા ઉભા રહીશું તો એક સૈનિક કરતા તમારું કામ ઓછું નહિ રહે. સૈનિક પોતાની શિષ્ટચારથી જ બોર્ડર પર ઉભો છે,તમને અને મને કદાચ આ તક મળી નથી તો શું થયુ આપણે દેશ માટે કશું નહીં કરવાનું ? આપણી કોઈ ફરજ છે કે નહીં ભારત માતા માટે ? ભારત જ એવો દેશ છે જેમાં યુવાધન સૌથી વધુ છે.જો યુવાનો બધા જ સૈનિક બની બેસી જાય તો સમજો કે આપણા દેશ સામે કોઈની તાકાત નથી કે આંગણી કરી શકે.

સૈનિક વિશે નિબંધ

“ક્યારેય એવું ન વિચારો કે ભારત દેશે આપણા માટે શું કર્યું ? એજ વિચારો કે હું દેશ માટે શું કરી શકું ?”

બોલો મેં કહી એ બધી બાબતો આપણાથી થાય એમ છે કે નહીં ? આમાં તમને કોઈ બાબત અઘરી પડે એવું હોય તો એ છોડીને અન્ય બાબતો તો તમે અપનાવી શકો અને બીજાને પણ કહી જ શકો ને ? કેમકે આપણે પણ ભારત માંના સૈનિક છીએ અને એની રક્ષા અને વિકાસ માટે આપણો પણ ફાળો હોવો જ જોઈએ. શુ કહેવું છે તમારું વિદ્યાર્થી મિત્રો ?…બની જશો ને સૈનિક…….?

વંદે માતરમ…ભારત માતા કી જય…ફરી મળીશું..નવા વિષય સાથે ત્યાં સુધી સૌને મહાદેવ મહાદેવ.

લેખક:- ✒️Veer Raval “લંકેશ.” એક શિક્ષક

Must Read :

હું આશા રાખું છું કે તમને અમારો સૈનિક વિશે નિબંધ (essay on soldiers in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment