અજીત ડોભાલ | Ajit Doval Biography in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Ajit Doval Biography in Gujarati:અજીત ડોભાલ એટલે એવા વ્યકિત કે જેણે મા ભોમની રક્ષા માટે આખી જીદગી ખર્ચી કાઢી છે. આ એક  વ્યકિત છે કે જેની આગળ જેમ્સ બોન્ડના કારનામા પણ ફીકા પડે છે. અજીત ડોભાલ એક એવુ નામ છે જેનું નામ સાંભળતાં જ પાકિસ્તા થર થર કાંપે છે. આ એક વ્યકિત છે કે જેઓ પાકિસ્તાનમાં ભારતીય જાસુસ તરીકે મુસલમાન બનીને ૭ વર્ષ સુધી કામ કર્યુ અને કોઇ ભનક પણ ન લાગવા દીધી. તેઓ ભારતના એકમાત્ર એવા પહેલા પોલીસ અધિકારી છે કે જેમને 1988માં દેશનો બીજો સર્વોચ્ચ શાંતિ સમયનો વીરતા પુરસ્કાર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

અજીત ડોભાલ, I.P.S. (નિવૃત્ત), ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. તેઓ 30 મે 2014થી આ પદ પર કાર્યરત છે. ડોભાલ ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. અગાઉ શિવશંકર મેનન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. ચાલો આજના આર્ટીકલ્સમાં આપણે અજીત ડોભાલના જીવનપરિચય (Ajit Doval Biography in Gujarati) વિશે માહિતી મેળવીએ.

અજીત ડોભાલ જીવનપરિચય (Ajit Doval Biography in Gujarati)

નામઃઅજીત ડોભાલ
જન્મ તારીખઃ૨૦ જાન્યુઆરી ૧૯૪૫
જન્મ સ્થળઃપૌરી, ગઢવાલ, ઉત્તરાખંડ
પિતાનું નામઃગુણનાદ ડોભાલ
માતાનું નામઃ
પત્નીનું નામઃઅનુ ડોભાલ
પુત્રનું નામઃવિવેક ડોભાલ, શોર્ય ડોભાલ
વ્યવસાયઃઆઇ.પ્પી.એસ. (સેવાનિવૃત્ત)
પ્રસિધ્ધિનું કારણભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
ધર્મઃહિન્દુ
Ajit Doval Biography in Gujarati

પ્રારંભિક જીવનઃ-

અજીત ડોભાલનો જન્મ 1945માં ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં ગઢવાલી પરિવારમાં થયો હતો. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ અજમેરની મિલિટરી સ્કૂલમાંથી પૂર્ણ કર્યું, ત્યારબાદ તેમણે આગરા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમએ કર્યું અને પોસ્ટ ગ્રેજ્યુએશન પછી તેમણે આઈપીએસની તૈયારી શરૂ કરી. સખત મહેનતના બળ પર, તેઓ કેરળ કેડરમાંથી 1968 માં IPS માટે પસંદ થયા.

સાંસારીક જીવનઃ-

અજિત ડોભાલનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં સેનાના સભ્ય ગુણનાદ ડોભાલને ત્યાં થયો હતો. તેમણે અનુ ડોભાલ સાથે લગ્ન કર્યા છે. તેમને બે પુત્રો છે, વિવેક ડોભાલ અને શૌર્ય ડોભાલ.

વિવેક ડોભાલ સિંગાપોરમાં ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ છે, શૌર્ય ડોભાલ એક ભારતીય રાજદ્વારી છે

અજીત ડોભાલની કારકિર્દી (Career and Interesting Facts) 

ડોભાલ જીની કારકિર્દી IPS અધિકારી તરીકે શરૂ થઈ હતી, અહીં તેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું, આજે તેઓ 73 વર્ષની વયે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. ચાલો તેમની શરૂઆતથી અત્યાર સુધીની કારકિર્દી વિગતો જાણીએ.

અજિત ડોભાલે 1968 માં કેરળ કેડરમાં તેમની પ્રારંભિક કમાન સંભાળી હતી. આ દરમિયાન, તેઓ પંજાબ અને મિઝોરમમાં આતંકવાદ વિરોધી ચળવળમાં સક્રિયપણે સામેલ હતા. મિઝોરમમાં તેમણે મિઝો નેશનલ ફ્રન્ટને શક્તિહીન બનાવી અને ત્યાં શાંતિની સ્થાપના કરી.

આ પછી, વર્ષ 1999 માં, કંદહારમાં IC-814 માં મુસાફરોના અપહરણના મુદ્દા પર, અજીત ડોભાલ એ ત્રણ અધિકારીઓમાંના એક હતા જેમણે મુક્તિના મુદ્દા પર દેશ વતી વાત કરી હતી. આ સિવાય અજીત ડોભાલને 1971થી 1999 સુધીના તમામ 15 હાઇજેકીંગમાં સામેલ હોવાનો અનુભવ છે.

અજીત ડોભાલે એક દાયકા કરતાં વધુ સમય સુધી IBની ઓપરેશન્સ વિંગનું નેતૃત્વ કર્યુ હતુ. આ સિવાય તેઓ મલ્ટી એજન્સી સેન્ટર (MAC) અને જોઈન્ટ ટાસ્ક ફોર્સ ઓન ઈન્ટેલિજન્સના સ્થાપક અધ્યક્ષ પણ છે. તેમણે ભારતના ત્રીજા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમકે નારાયણન પાસેથી આતંકવાદ વિરોધી કાર્યોની તાલીમ પણ લીધી છે.

પંજાબમાં રોમાનિયોના બચાવ દરમિયાન પણ અજીત ડોભાલજીની ભૂમિકા મહત્વપુર્ણ હતી, વર્ષ 1988માં ઓપરેશન બ્લેક થંડર પહેલા તેઓ સુવર્ણ મંદિરમાં પ્રવેશ્યા હતા અને મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી હતી.

અજિતજીએ બર્મા અને ચીનની સરહદની અંદર મિઝો નેશનલ આર્મી સાથે ઘણો લાંબો સમય વિતાવ્યો હતો. મિઝો નેશનલ ફ્રન્ટના બળવા દરમિયાન પણ તેમનું પ્રદર્શન યાદગાર હતું.

અજિત ડોભાલે મુસલિમ બનીને લગભગ 7 વર્ષ સુધી પાકિસ્તાનમાં ભારતીય જાસુસના રૂપમાં સેવા આપી હતી. આ દરમિયાન તેમણે ભારતીય સુરક્ષા એજન્સીને ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

વર્ષ જાન્યુઆરી 2005માં તેઓ ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર પદ પરથી નિવૃત્ત થયા હતા. આ પછી, વર્ષ 2019 માં, તેઓ વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ બન્યા હતા.

વર્ષ 2009 થી 2011 સુધી, તેમણે ” Indian Black Money Abroad in Secret Bank and Tax Haven” ” નામના અહેવાલના સંપાદનમાં ફાળો આપ્યો અને તેઓ ભાજપના આ અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ બન્યા.

વર્ષ 2014 માં, અજીત ડોભાલની કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ વળાંંક આવ્યો અને તેમને ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

વર્ષ 2014માં અજિત ડોભાલએ ઈરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સોને છોડાવવામાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવી હતી. આ માટે પોતે ઈરાક ગયા અને આ ગુપ્ત મિશન પર કામ કર ફળતાપુર્વક બધી નર્સોને છોડાવી ભારત પરત લઇ આવ્યા.

મ્યાનમારની બહાર કાર્યરત આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં સેના પ્રમુખની સાથે અજિત ડોભાલજીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, આ ઓપરેશનમાં 50 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જે એક સફળ ઓપરેશન સાબિત થયું હતું.

પાકિસ્તાનને લઈને ભારતીય સુરક્ષા નીતિઓમાં ફેરફાર કરવાનો શ્રેય પણ અજીત ડોભાલને ફાળે જાય છે. વર્ષ 2016માં સર્જિકલ સ્ટ્રાઈકમાં અજીત ડોભાલની ભૂમિકા પણ મહત્વની માનવામાં આવે છે, એવું કહેવાય છે કે તેમના આયોજનને કારણે જ ભારત પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં સફળ રહ્યું છે.

વર્ષ 2018માં તેમને સ્ટ્રેટેજિક પોલિસી ગ્રુપના ચેરમેન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય તાજેતરમાં પુલવામા આતંકી હુમલો થયો હતો, જેના જવાબમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં પણ અજીત ડોભાલજીની ભૂમિકા પણ મહત્વની હોવાનું કહેવાય છે.

અજિત ડોભાલને મળેલા પુરસ્કારો/એવોર્ડઃ

  • અજીત ડોભાલ તેમની શ્રેષ્ઠ સેવાઓ માટે પોલીસ મેડલ મેળવનાર સૌથી યુવા અધિકારી હતા. તેમની 6 વર્ષની સેવાઓ બાદ જ તેમને આ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
  • તેમને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો છે. આ મેડલ દર વર્ષે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરાયેલ અધિકારીને તેમની બહાદુરી અથવા વિશિષ્ટ સેવા માટે એનાયત કરવામાં આવે છે.
  • 1988માં દેશનો બીજો સર્વોચ્ચ શાંતિ સમયનો વીરતા પુરસ્કાર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

આજે 73 વર્ષની વયે પણ અજિતજી ડોભાલ ભારતીય સીમા સુરક્ષાની જવાબદારીમાં મહત્વની ભૂમિકા ભજવી રહયા છે. આ પદ સુધી પહોંચવા અને આ જવાબદારી નિભાવવા માટે તેમણે અનેક કસોટીઓનો સામનો કરવો પડ્યો હશે. આપણી સુરક્ષા માટે આપણા જવાનોની શહાદત અવિસ્મરણીય છે. અજીત ડોભાલજી એવા લોકોમાંથી એક છે, જેઓ સરહદ પર ન હોવા છતાં પણ આપણી સુરક્ષા માટે 27*7 કામ કરે છે. દેશના આવા મહાન સૈનિકને વારંવાર નમન કરવાનું મન થાય.

આ ૫ણ વાંચો:-

  1. સંત કબીર સાહેબનો પરિચય
  2. સંત તુકારામનું જીવનચરિત્ર
  3. નરસિંહ મહેતા વિશે માહિતી
  4. મીરાંબાઈ વિશે માહિતી
  5. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 

હુ આશા રાખુ છુ કે તમને અમારો અજીત ડોભાલ(Ajit Doval Biography in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment