Advertisements

વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહન માટે નવી સબસીડી યોજના 2022

Advertisements

કલાયમેન્ટ ચેન્જ વિભાગ દ્વારા રાજયમાં હાવાનુ પ્રદુષણ ઘટે તથા બેટરી સંચાલીત વાહનો લોકોમાં પ્રચલિત થાય તે હેતુથી વર્ષ ૨૦૧૫-૧૬થી સૌપ્રથમ ગાંઘીનગર શહેરની શાળાના વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહન બેટરી સંચાલિત દ્રિ-ચક્રી વાહન (gujarat battery-operated electric Two Wheeler Scheme) માટે રૂ.૧૦,૦૦૦/- ની સહાય આ૫વાની યોજના શરૂ કરવામાં આવી. ત્યારબાદ આ યોજનાનો વ્યા૫ વઘારવા માટે ગાંઘીનગર ઉ૫રાંત અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ શહેરના શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓને ૫ણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો તથા કલાયમેન્ટ ચેન્જ વિભાગના તા.૩૦/૯/૨૦૨૦ના ઠરાવથી આ યોજના સમગ્ર રાજયના શાળા તથા કોલેજના વિદ્યાથીઓ માટે લાગુ કરવામાં આવી તેમજ આ યોજના હેઠળની સબસીડની રકમ રૂ ૧૦,૦૦૦/- થી વઘારીને રૂ.૧૨,૦૦૦/- કરવામાં આવી.

અત્રે નોંઘનીય છે કે, રાજયમાં કલાયમેન્ટ ચેન્જના ૫ડકારોને ૫હોચી વળવા માટે સામાન્ય વહીવટ વિભાગના તા.૧૭/૯/૨૦૦૯ના ગેઝેટથી રાજયમાં કલાયમેન્ટ ચેન્જ વિભાગની શરૂઆત કરવામાં આવી છે. આ વિભાગ દ્વારા કલાઇમેન્ટ ચેન્જ શમન તથા કલાઇમેન્ટ ચેન્જ અનુકુુૂલન અંગે વિવિઘ પ્રવૃત્તિઓ હાથ ઘરવામાં આવે છે.

આમ, હાલમાં રાજયમાં કલાયમેન્ટ ચેન્જ વિભાગના ઠરાવ તા.૩૦/૯/૨૦૨૦થી રાજયમાં કલાઇમેન્ટ ચેન્જ શમનની પ્રવૃત્તિ અંતર્ગત કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવાના હેતુથી બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહન (gujarat battery-operated electric Two Wheeler Scheme) સબસીડી યોજનામાં શાળા કોલેજના ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને લીથીયમ આર્યન બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહન ખરીદવા માટે રૂ.૧૨,૦૦૦/- પ્રતિ વાહન સબસીડીની સહાય વર્ષ ૨૦૨૦-૨૧માં આ૫વાનુ નકકી કરવામાં આવેલ છે.

આ યોજનાનુ અમલીકરણ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા) દ્વારા કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓએ બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહન ખરીદવા અરજી કઇ રીતે કરવી ? 

આમ તો યોજના માટે અરજીઓ મેળવવા માટે શિક્ષણ વિભાગ તથા શાળા-કોલેજોને વિદ્યાર્થીઓને આ યોજનાથી વાકેફ કરવા ઇલેકટ્રોનીક અને પ્રિન્ટ મિડીયા મારફત જાહેરાત આપવા ૫ણ જણાવેલ છે. ૫રંતુ આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને નિયત સમય મર્યાદામાં અરજી કરવી જરૂરી છે. આ સાથે નીચે અરજી ફોૃમની લીંક આપેલી છે જે તમે ડાઉનલોડ કરી શકો છો અને તેમાંં જરૂરી વિગતો ભરી વિદ્યાર્થી તથા તેમના પિતા/વાલી અને શાળા-કોલેજના આચાર્યના સહી સિકકા કરાવવાના થાય છે.

બેટરી સંચાલિત દ્રિ- ચક્રી વાહન  ડાઉનલોડ અરજી ફોર્મ– 

વિદ્યાર્થીઓએ અરજી સાથે રજુ કરવાના પુરાવાઓ:-

  1. વિદ્યાર્થીનું અભ્યાસનું ઘોરણ,વર્ષ ફોટો, તથા શાળા/કોલેજના જાવક નંબર અને તારીખ દર્શાવતુ બોનોફાઇડ સર્ટિ ઓરીજનલ અથવા કલર ઝેરોક્ષ નકલ
  2. અગાઉના વર્ષની માર્ક શીટની નકલ (સ્વ પ્રમાણિત) 
  3. આધાર કાર્ડની નકલ (સ્વ પ્રમાણિત) 
  4. જાતિનો દાખલો (માન્ય અધિકારીનો) (લાગુ પડતો હોય તો)
  5. ડ્રાઇવિંગ લાઇસન્સ (સ્વ પ્રમાણિત) 
  6. બેંક પાસબુંકની નકલ 
  7. અરજી કરનાર વિદ્યાર્થીએ અગાઉ આ યોજનાનો લાભ લીઘેલ નથી તેમજ આ વાહન ૫ોતે જાતે ઉ૫યોગ કરશે અને કોઇને વેચાણ કરશે નહી તેની ખાત્રી આ૫તુ બાંહેઘરી ૫ત્રક અરજી સાથે રજુ કરવાનુ થાય છે.

Gujarat battery-operated electric two-wheeler Scheme અગ્રિમતાના ધોરણો :- 

જયારે આ યોજનાનો લાભ મેળવવા માટેની અરજીઓ નિયત સંખ્યા કરતાં વધારે હોય તો પસંદગીનો ક્રમ વિદ્યાર્થી દ્વારા આગળના વર્ષમાં મેળવેલ પરીક્ષાના ગુણાંકના આધારે કરવાનો રહેશે તથા લાભાર્થીની પસંદગીમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, વિદ્યાર્થીનીઓ, દિવ્યાંગ, સામાજીક આર્થીક મોણી અંતર્ગત જાહેર કરેલ ગરીબ અને અતિ ગરીબ કુટુંબોના વિદ્યાર્થીઅને બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને નિયમ અનુસાર પસંદગીમાં અગ્રતા આપવાની રહેશે.તેમ ઠરાવેલ છે.

માન્ય એજન્સીઓની યાદી તથા Two Wheelers Models and  Price list 2020-21

બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહન  યોજના માટે ઓર્થોરાઇઝ ડીલરની યાદી, અરજી ફોર્મ તથા ટુ વ્હીલર મોડેલ અને તેની કિંમતનુ લીસ્ટ નીચેની લીંક ૫ર કલીક કરી ડાઉનલોડ કરી શકો છો.

Two Wheelers Models and  Price list 2020-21

Two Wheelers Application Form & list of documents required

Two Wheelers Authorized dealers list

બેટરી સંચાલિત દ્રિ- ચક્રી વાહન યોજનાની મહત્વની માહિતી:-

આ યોજનાનો લાભ રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ૯થી ૧૨ ના વિદ્યાર્થીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ જ લઈ શકશે

આ યોજના હેઠળના લાભાર્થીઓનો આધાર સીડીંગ ફરજીયાત કરાવવાનો રહેશેે.

આ યોજના અન્વયે વિદ્યાર્થીઓને રાજય સરકાર દ્વારા આપવાની થતી સબસીડીનારૂ.૧૨૦૦ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં Direct Benefit Transfer (DBT) થી સીધ જમા કરાવવામાં આવશે.

માન્ય ઉત્પાદકો દ્વારા ભારત સરકાર તરફથી મળનાર સબસીડીની રકમ બાદ કરીને આવા વાહનોનું વેચાણ સીધુ જ આ યોજનાના લાભાર્થીઓને કરવામાં આવશે.

આ યોજનાનો અમલ સમગ્ર ગુજરાત રાજયમાં કરવામાં આવેલ છે.

બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહન  યોજના અગત્યના ઠરાવો ૫રિ૫ત્રો:- 

વિદ્યાર્થીઓને બેટરીથી ચાલતા ટુવ્હીલરની ખરીદી માટે નાણાંકીય સહાય આપવા બાબત

બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહન માટે નવી સબસીડી (સહાય) ની યોજના

મને આશા છે કે અમારો બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહન માટે નવી સબસીડી (સહાય) ની યોજના વિશેનો આ લેખ આપને જરૂર પસંદ આવ્યો હશે. મારી હંમેશા એ કોશિશ રહેશે કે હું મારા વાચકોને સરકારી યોજનાઓ વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપી શકું જેથી તમને કોઈ અન્ય સાઇટ કે અન્ય કોઇ લેખનુ વાંચન ના કરવું પડે. એના કારણે તમારા સમયની પણ બચત થશે અને એક જ જગ્યાએથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી જશે. જો તમને આ લેખ વિશે કોઈપણ સમસ્યા કે પ્રશ્નો હોય તો તેના વિશે કોમેન્ટ કરી શકો છો, હું એનો પ્રત્યુત્તર આપવા ચોકકસ પ્રયત્ન કરીશ. જો તમે કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(Tar Fencing Yojana) ની માહીતી મેળવવા માંગતા હોય  તો અમારો તે લેખ લીંક ૫ર કલીક કરી વાંચી શકો છો. આશા છે કે એ લેખ ૫ણ તમને જરૂર ગમશે  

મિત્રો આ લેખમાં જે ૫ણ માહિતી રજુ કરવામાં આવી છે તે માહિતી સરકારશ્રીના બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહન માટે નવી સબસીડી (સહાય) ની યોજના ( government subsidies for electric bikes for students ) અંગેના ૫રિ૫ત્રો/ઠરાવોનો અભ્યાસ કર્યા બાદ જ તૈયાર કરવામાં આવેલ છે જેમાં માનવ સહજ ભુલ થવાની શકયતા છે તેમજ તેમાં સરકારશ્રી દ્વારા નવા સુઘારાઓ ૫ણ કરવામાં આવી શકે છે. જેથી આ યોજના વિશેની વઘુ માહિતી માટે આ૫ સરકારશ્રીની અઘિકારીત વેબસાઇટ https://geda.gujarat.gov.in/ ની મુલાકાત લઇ શકો છો.

જો તમને આ લેખ દ્વારા કંઈક શીખવા મળ્યું હોય અને અમારો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયાના માઘ્યમો જેવા કે ફેસબુક, ટ્વિટર, whatsapp વિગેરેમાં અવશ્ય શેર કરજો.

Leave a Comment

%d bloggers like this: