હાલમાં ‘સસુરાલ સિમર કા’ અભિનેત્રી દીપિકા કક્કડ તેના એક નિવેદનના કારણે ભારે ચર્ચામાં છે જેમાં તેણીએ મા બનવાના કારણે એકટીંગ છોડવાની વાત કરી છે. દીપિકાએ કહ્યું-”अब मैं एक्टिंग नहीं करना चाहती. હું આગળની ઝિંદગી એક માં અને એક હાઉસ વાઇફ તરીકે જીવવા માગુ છુ.
દીપિકા કક્કડના આ નિવેદનને કારણે બોલીવુડ જગતના સમાચારોમા તે ટ્રેન્ડ કરી રહી છે. પરંતુ આ અંગે બાદમાં તેણીએ કેટલીક સ્પષ્ટતાઓ પણ કરી છે જેના વિશે અમે સંપુર્ણ વિગતો જણાવીશુ.
દીપિકા કક્કર ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. જુલાઈ સુધીમાં તેમના ઘર-આંગણામાં નાનુ બાળક આવશે. આ દરમિયાન તેના સંબંધિત એક સમાચાર મીડિયામાં આવ્યા કે તે એક્ટિંગ છોડવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સમાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ હતી જોકે એક્ટ્રેસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પ્રેગ્નન્સીના આ તબક્કાને એન્જોય કરી રહી છે. એટલા માટે તેણે શોએબને કહ્યું છે કે તે કામ કરવા માંગતી નથી. હું અભિનય છોડવા માંગુ છું. હવે તે પોતાનું જીવન ગૃહિણી અને માતા તરીકે વિતાવશે. હવે જ્યારે અભિનેત્રીએ આ વાતો સાંભળી તો તેણે પ્રતિક્રિયા આપી. તેણીએ કહ્યું કે અભિનય છોડવાની તેની કોઈ યોજના નથી. તે હાલમાં બ્રેક પર છે અને આ ફેઝ એન્જોય કરી રહી છે.
એક મીડીયા ચેનલ સાથેની ખાસ વાતચીતમાં દીપિકાએ કહ્યું, ‘મેં હમણાં જ મારા વિશે એવા સમાચાર સાંભળ્યા કે હું એક્ટિંગ કરિયર છોડવા માંગુ છું. લોકોએ મારી વાત ખોટી રીતે લીધી છે. તો તમને જણાવી દઈએ કે એવું નથી. હું હંમેશા ગૃહિણી બનવા માંગતી હતી. શોએબ ઓફિસ જાય છે અને હું તેના માટે નાસ્તો બનાવું છું અને ઘર સંભાળું છું. પરંતુ તેનો અર્થ એ નથી કે હું ફરીથી કામ કરવા માંગતી નથી. શક્ય છે કે હું આગામી 4-5 વર્ષ સુધી કામ કરી શકીશ નહીં અથવા આ દરમિયાન મને કોઈ સારી ઓફર મળશે તો હું તેનો સ્વીકાર કરીશ. એવું પણ બની શકે છે કે હું મારા તે 4-5 વર્ષ મારા બાળકને આપવા માંગુ છું.
દીપિકા કક્કડ બાળક સાથે સમય વિતાવશે
દીપિકા કક્કર છેલ્લે ‘સસુરાલ સિમર કા 2’માં જોવા મળી હતી. તેમાં તેનો બહુ નાનો રોલ હતો. હવે તે માતૃત્વનો તબક્કો માણી રહી છે. તે બાળકને તેની હાજરીમાં મોટો થતો જોવા માંગે છે કારણ કે તે માને છે કે જ્યારે બાળક મોટો થાય છે ત્યારે તેને તેની માતાની સૌથી વધુ જરૂર હોય છે. તે તેના બાળકને મોટો થતો જોવા માંગે છે. શરૂઆતના વર્ષોમાં માતાનો ટેકો જરૂરી છે. જ્યારે અમે ભણતા ત્યારે મારી માતા વહેલા ઉઠતી અને અમારી સાથે બેસતી. તેથી હું પણ આ બધી ક્ષણો મારા બાળક સાથે જીવવા માંગુ છું.
દીપિકા કક્કરનું કેરીયરઃ
દીપિકા કક્કરે ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 12’ જીત્યો હતો અને તે સ્ટાર પ્લસ ‘કહાં હમ કહાં તુમ’માં કરણ ગ્રોવર સાથે જોવા મળી હતી. આ સિવાય તેણે પતિ શોએબ ઈબ્રાહિમ સાથે ‘ઝલક દિખલા જા 8’ અને ‘નચ બલિયે 8’માં પણ ભાગ લીધો છે. દીપિકાએ 2010માં ‘નીર ભરે તેરે નૈના દેવી’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. શોએબ સાથે લગ્ન કરતા પહેલા તેના લગ્ન રૌનક સેમસન સાથે થયા હતા પરંતુ બાદમાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
Must Read: કોણ છે રૂપાલી બરુઆ?
હું આશા રાખું છું કે તમને અમારો અભિનેત્રી દીપિકા કક્કડના જીવન વિશેનો આ લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે વિવિઘ વિષયો ૫ર અમારા બ્લોગ પર મહત્વપુર્ણ પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.