Fruit Name in Gujarati-ફળોના નામ શબ્દ સાંભળતા જ તમારા મોઢામાં પાણી આવી ગયુ હશે સાચુને?. સમગ્ર વિશ્વમાં જાત જાતના કેટલાય ફળો થાય છે. એમાંથી કેટલાક ફળો તમે ખાધા હશે તો કેટલાક ચાખ્યા પણ નહી હોય, અરે કેટલાકના તો તમે નામ પણ નહી સાંભળ્યા હોય ખરૂને, આજના લેખમાં આપણે Fruit Name in Gujarati (ફળો ના નામ ગુજરાતી), હિન્દી તથા અંગ્રેજીમાં ભાષામાં જાણીશુ. તદઉપરાંત ફળો વિશેની અન્ય કેટલીક રસપ્રદ માહિતી પણ મેળવીશુ.
અમારો આ બ્લોગ વિધાર્થીઓને આવી અનેક પ્રકારની શેક્ષણિક માહિતી પુરી પાડે છે. જો તમને આ માહિતી ગમે છે. તો તમારા મિત્રો સાથે શેયર અવશ્ય કરશો. ચાલો હવે Fruit Name in Gujarati – ફળો ના નામ તથા તેમના વિશે માહિતી મેળવીએ.
Fruit Name in Gujarati (ફળો ના નામ)
ફળોના નામ ગુજરાતીમાં (Fruit Name in Gujarati) | ફળોના નામ અંગ્રેજીમાં (Fruit Name in English ) | ફળોના નામ હિન્દીમાં (Fruit Name in Hindi ) |
---|---|---|
કેરી | Mango | आम |
કેળુ | Banana | केला |
સફરજન | Apple | सेब |
નારંગી | Orange | संतरा |
દાડમ | Pomegranate | अनार |
જાંબુ | Blackberry | जामुन |
કટહલ | Jackfruit | कटहल |
દ્રાક્ષ | Grapes | अंगूर |
કાળી દ્રાક્ષ | Black Currant | |
આમળા | Goseberry | आंवला |
અનાનસ | Pineapple | अनानास |
લિચી | Lychee | लीची |
બ્લુબેરી | Blueberry | नीलबदरी |
નાળિયેર | Coconut | नारियल |
નાશપતી | Pear | नाशपाती |
તરબૂચ | Watermelon | तरबूज |
અખરોટ | Walnut | अखरोट |
શીંગોડું | Water Chestnut | सिंघाड़ा |
ખજુર | Date | खजूर |
શકરટેટી | Muskmelon | खरबूजा |
લીંબુ | Lemon | नींबू |
મહુડો | Mahua | महुआ |
મોસાંબી | Sweet Lime | मौसमी |
જામફળ | Guava | अमरूद |
સીતાફળ | Custard Apple | शरीफा |
આમલી | Tamarind | इमली |
ચીકુ | Sapota | चीकू |
કીવી | Kiwi | कीवी |
શક્કરિયા | Sweet Potato | शकरकंद |
બકુલ, બોરસલ્લી | Mimusops | खिरनी / बकुला |
શેરડી | Sugarcane | गन्ना |
કમરખ | Star Fruit | कमरख |
ગુલર | Cluster Fig | गूलर |
શેતૂર | Mulberry | शहतूत |
પપૈયુ | Papaya | पपीता |
સ્ટ્રોબેરી | Strawberry | स्ट्रॉबेरी |
જરદાળુ | Apricot | खुबानी |
ડ્રેગન ફળ (કમલમ) | Dragon Fruit | ड्रैगन फल |
ચેરી | Cherry | चेरी |
મોંક ફ્રૂટ | Monk Fruit | साधू फल |
એવોકાડો | Avocado | मक्खन फल |
લક્ષ્મણ ફળ | Soursop | लक्ष्मण फल |
- સફરજન(Apple)-
સફરજન એ લીલા કે લાલ રંગનું ફળ છે.આ ફળ મુખ્યત્વે મધ્ય એશિયા અને યુરોપમાં જોવા મળે છે. આ ફળમાં ઘણા બધા વિટામિન જોવા મળે છે, જેના કારણે આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળને મેલુસ ડોમેસ્ટીક કહેવામાં આવે છે. સફરજન એક એવું ફળ છે જેમાં એવા તત્વો પણ જોવા મળે છે જે આપણા શરીરની અંદર નવા કોષોના ઉત્સર્જનને પ્રોત્સાહન આપે છે. સફરજન ફાઈબરથી ભરપૂર ફળ છે.

- કેળુ(Banana)–
કેળુ એક સ્વાદિષ્ટ ફળ છે. કેળાના ઝાડને મુસાની પ્રજાતિનો છોડ કહેવામાં આવે છે. કેળુ ભારત ઉપરાંત વિદેશમાં પણ જોવા મળે છે. કેળાના છોડના ઈતિહાસની તરફ નજર કરીએ તો કેળાનો સૌથી જુનો પુરાવો મલેશિયામાં જોવા મળ્યો હતો. ભારતમાં કેળાની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે, કેળાની અનેક જાતો ભારતમાં જોવા મળે છે.
ઉત્પાદનની દૃષ્ટિએ ભારતમાં કેરી પછી સૌથી વધુ ઉત્પાદિત ફળ કેળા છે, આ ફળ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારક છે. જો કોઈ પણ વ્યક્તિ રોજ એક કેળું ખાય છે તો તે તેના શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કેળામાં ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામીન સી યોગ્ય માત્રામાં હોય છે.જે શરીરને અનેક રીતે ફાયદો કરે છે, કેળાનું સેવન કરવાથી શરીરમાં નબળાઈ નહીં આવે, કેળામાં યોગ્ય માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે અને તેને ખાવાથી પેટ પણ ઝડપથી ભરાય છે.
- કેરી(Mango)-
કેરી એ ખૂબ સ્વાદિષ્ટ અને રસદાર ફળ છે, કેરી સ્વાદિષ્ટતા અને લોકપ્રિયતાના કારણે ભારતમાં કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીનું ફળ જેના બેસે છે તે ઝાડને આંબો કહેવાય છે. કેરીનું વૈજ્ઞાનિક અથવા વનસ્પતિશાસ્ત્રીય નામ ‘મેન્ગીફેરા ઇન્ડિકા’ છે.
ભારતીય કેરી એ કેરીની મૂળ પ્રજાતિ ગણાય છે, કારણકે આ ફળ પહેલા માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું હતું, પરંતુ ધીમે ધીમે તે અન્ય દેશોમાં પણ ફેલાવા લાગ્યું અને હાલમાં વિશ્વના ઘણા દેશોમાં કેર(આંબા)નું ફળનું ઉત્પાદન થાય છે.આખી દુનિયામાં કેરીની ઘણી જાતો જોવા મળે છે, પરંતુ આનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં જ થાય છે, તેથી તે ભારતનું રાષ્ટ્રીય ફળ છે, ભારત સિવાય, કેરી પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું પણ રાષ્ટ્રીય ફળ છે.(વાંંચો- કેરીના ફાયદા તથા નુકસાન)

- દ્રાક્ષ(grapes)–
દ્રાક્ષ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે. જે વેલોમાં ઉગે છે. દ્રાક્ષ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ફળ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે કારણ કે તેમાં સોડિયમ,પોટેશિયમ,સાઇટ્રિક એસિડ, મેગ્નેશિયમ, સલ્ફેટ અને આયર્ન તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
દ્રાક્ષના ફળમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેના ઉપયોગથી ત્વચાની સમસ્યાઓ દૂર કરી શકાય છે. આ ફળ પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત ગણાય છે. તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. દ્રાક્ષનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે અને ઘૂંટણના દુખાવામાં પણ ફાયદો થાય છે.
- પપૈયુ(Papaya)–
પપૈયું એક પ્રકારનું ફળ છે, આ ફળ કાચુ હોય ત્યારે તેનો રંગ લીલો હોય છે પરંતુ જ્યારે તે પાકે છે ત્યારે તે પીળું થઈ જાય છે. કાચા પપૈયાનો ઉપયોગ શાક કે ચટણી તરીકે થાય છે, પરંતુ જ્યારે તે પાકે છે ત્યારે તેની ઉપરની છાલ કાઢી નાંખીને ખાવામાં આવે છે.
પાકેલા પપૈયાનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠો હોય છે, તેની સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. કહેવાય છે કે એક પાકેલા પપૈયામાં તમામ પ્રકારના વિટામિન મળી આવે છે, આ ફળ આપણી ભૂખ અને શક્તિ વધારે છે તેમજ ઘણી બીમારીઓથી બચાવે છે. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પપૈયું વજન ઘટાડવામાં પણ ફાયદાકારક હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. શરીરની અંદર પાણીની માત્રાને સંતુલિત કરે છે.

- જાંબુ(Blackberry-
જામુન એ તેના નામ પ્રમાણે જાંબલી રંગનું ફળ છે.જાંબુનું વૃક્ષ મુખ્યત્વે દક્ષિણ એશિયામાં જોવા મળે છે.જાંબુ ફળની ઘણી જાતો છે. તે એક સ્વાદિષ્ટ ફળ છે જે સ્વાદમા સહેજ ખટાસ પડતુ મીઠુ હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે આ ફળમાં વિટામિન બી, કેરોટીન, ફાઈબર અને મેગ્નેશિયમ ભરપુર માત્રામાં હોય છે, જેના કારણે જાંબુનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં પણ થાય છે.
ખાસ વાંચો વાંચોઃ-
હું આશા રાખું છું કે તમને Fruit Name in Gujarati (ફળો ના નામ) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભુલશો નહી.