Advertisements

ગાંધીજીના જીવન પ્રસંગો (gandhiji na jeevan prasang in gujarati) | ગાંધીજી નું જીવન ચરિત્ર

Advertisements

સત્ય અને અહિંસા ના રસ્તા ૫ર ચાલીને કર્તવ્યોનું પાલન કરવાની સીખ ગાંધીજીને તેમના માતા દ્વારા મળી હતી. ઇંગ્લેન્ડમાં અભયાસ સમયે તેમને કેટલીય વાર અ૫માન ૫ણ સહન કરવુ ૫ડયુ તેમ છતાં તેઓ અડગ રહયા હતા. આવી તો કેટલીય ઘટનાઓ છે જે વાંચીની તમે આશ્ચર્યચકિત થઇજશો. તો ચાલો આજે આ૫ણે ગાંધીજી નું જીવન ચરિત્ર (gandhiji nu jivan charitra in gujarati) તથા ગાંધીજીના જીવન પ્રસંગો વિશે અગત્યની જાણકારી મેળવીએ. હુ આશા રાખુ છું કે મારો આ લેખ તમને મહાત્મા ગાંધી વિશે માહિતી મેળવવામાં તેમજ મહાત્મા ગાંધી ના વિચારો સમજવામાં મદદરૂ૫ થશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રોને ગાંધીજી વિશે ગુજરાતી નિંબંઘ(gandhiji vishe nibandh) લખવામાં ૫ણ મદદરૂ૫ થશે.

ગાંધીજી નું બાળપણ :-

ગાંધીજીનું પુરૂ નામ મોહનદાસ કરમચંદ ગાંઘી હતુ. મહાત્મા ગાંધીજીનો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં થયો હતોp તેમના પિતાશ્રી કરમચંદ ગાંધી પોરબંદરના દીવાન હતા અને માતા પૂતળીબાઈ એક ધાર્મિક મહિલા હતા. ગાંધીજીના જીવનમાં તેમની માતાનું ખુબ જ પ્રભાવ પડ્યો હતો ગાંધીજી નો વિવાહ ૧૩ વર્ષની નાની ઉંમરમાં થયો હતો તે સમયે તેમના ધર્મ પત્ની કસ્તૂરબાની ઉંમર માત્ર ૧૪ વર્ષની હતી  જ્યારે તેમના પ્રથમ સંતાનનો જન્મ થયો ત્યારે ગાંધીજી ની ઉંમર માત્ર ૧૫ વર્ષ હતી. ત્યારબાદ પિતા કરમચંદ ગાંધીજી સને. ૧૮૮૫માં મૃત્યુ પામ્યા. મોહનદાસ અને કસ્તુરબા ના કુલ ચાર સંતાનો હતા (૧) હરિલાલ ગાંધી (૨) મણિલાલ ગાંધી (૩) રામદાસ ગાંધી અને (૪) દેવદાસ ગાંધી

નવેમ્બર ૧૮૮૭માં ગાંધીજીએ મેટ્રીક પરીક્ષા પાસ કરી અને જાન્યુઆરી ૧૮૮૮માં તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાં એડમિશન મેળવ્યું અને ત્યાંથી ડીગ્રી પ્રાપ્ત કરી.

વિદેશમાં શિક્ષણ અને વકીલાત:-

મોહનદાસ તેમના ૫રિવારમાં સૌથી વઘારે ભણેલા હતા. તેથી તેમના ૫રિવારવાળા એવુ માનતા હતા કે તે તેમના પિતાના ઉત્તરાઘિકારી(દિવાન) બની શકે તેમ છે.તેથી માવજી દેસાઇ નામના મિત્ર એ સલાહ આપી કે જો મોહનદાસ ઇગ્લેન્ડ જઇ બેરીસ્ટરની ૫દવી મેળવી લે તો તેમને દિવાનનું ૫દ સહેલાઇથી મળી જાય. ૫હેલાં તો તેમના માતા-પિતા તથા ૫રિવારના સભ્યોએ વિદેશ જવાના વિચારનો વિરોઘ કર્યો ૫રંતુ મોહનદાસના આશ્વાસન ૫છી તેઓ માની ગયા. વર્ષ ૧૮૮૮માં તેઓ યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાનો અભ્યાસ કરવા તથા બેરીસ્ટર બનવા માટે ઇગ્લેન્ડ ગયા. તેમની માતાને આપેલ વચન મુજબ લંન્ડન માં તેમણે પોતાનો સમય પસાર કર્યો. ત્યાં તેમને શાકાહારી ભોજન સંબંધિત ઘણી કઠણાઈઓ પડી અને શરૂઆતના દિવસોમાં ઘણી વાર ભૂખ્યા પણ રહેવું પડ્યું. ધીરે-ધીરે તેમણે શાકાહારી ભોજન વાળા રેસ્ટોરન્ટ વિશે જાણકારી મેળવી લીધી ત્યારબાદ તેમણે વેજિટેરિયન સોસાયટી નું સભ્ય પદ પણ પ્રાપ્ત કરી લીધુ.  આ સોસાયટીના કેટલાક સભ્યો થિઓસોફીકલ સોસાયટીના સભ્યો પણ હતા તેમણે મોહનદાસને ગીતા વાંચવાની સલાહ આપી.

જુના ૧૮૯૧ માં ગાંધીજી ભારત પરત ફર્યા ત્યારે તેમને તેમની માતા ના મોત વિશે ખબર પડી. તેમણે બોમ્બે માં વકીલાતની શરૂઆત કરી પરંતુ કંઈ ખાસ સફળતા મળી નહીં. ત્યારબાદ તેઓ રાજકોટ જતા રહ્યા ત્યાં જરૂરિયાત મંદ માટે અરજીઓ લખવાનું કામ શરૂ કર્યું પરંતુ થોડા સમય પછી તેમને આ કામ પણ છોડવું પડ્યું.

છેલ્લે ૧૯૯૩માં એક ભારતીય કંપની થી નેટલ(દક્ષિણ આફ્રિકા)માં એક વર્ષના કરાર માટે વકીલાતનું કામ સ્વીકારી લીઘુ.

મહાત્મા ગાંધીજીની દક્ષિણ આફ્રિકા યાત્રા

ગાંધીજી 24 વર્ષની ઉંમરમાં દક્ષિણ આફ્રિકા પહોંચ્યા. ત્યાં તેઓ પ્રિટોરીયા સ્થિતિ કેટલાક ભારતીય વેપારીઓના ન્યાયિક સલાહકાર તરીકે ગયા હતા. તેમણે તેમના જીવનના 21 વર્ષ દક્ષિણ આફ્રિકામાં વિતાવ્યા. ત્યાં તેમના રાજનૈતિક વિચાર અને નેતૃત્વ કૌશલ્યનો વિકાસ થયો. દક્ષિણ આફ્રિકામાં તેમણે ગંભીર નસ્લી ભેદભાવનો સામનો કરવો પડ્યો. એકવાર તેમની પાસે પ્રથમ વર્ગના કોચની ટિકિટ હોવા છતાં ત્રીજા વર્ગના કોચના ડબ્બામાં જવાની ના પાડવાના કારણે ટ્રેનથી બહાર ફેકી  દીધા. આ બધી જ ઘટનાઓ તેમના જીવનમાં મહત્વપૂર્ણ બની ગઈ અને વર્તમાન સામાજિક અને રાજનૈતિક જાગૃતતા નું કારણ બની. દક્ષિણ આફ્રિકામાં ભારતીય નાગરિકો પર થઈ રહેલા અન્યાય ને જોઈને તેમના મનમાં બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત ભારતીયો ના સન્માન અને સ્વંયની ઓળખાણ સંબંધિત પ્રશ્નો ઉઠવા લાગ્યા.

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ ભારતીયોને રાજનૈતિક અને સામાજિક અધિકારો માટે સંઘર્ષ કરવા માટે પ્રેરીત કર્યા. તેમણે ભારતીયોની નાગરિકતા સંબંધિત મુદ્દાઓ પણ દક્ષિણ આફ્રિકી સરકાર સામે ઉઠાવ્યા. ઈ.સ. ૧૯૦૬માં જુલુ યુદ્ધમાં ભારતીયોને ભરતી કરવા માટે બ્રિટીશ અધિકારીઓને પ્રેરિત કર્યા. ગાંધીજી ના મતે પોતાની નાગરિકતા નો દાવો કાનૂની રીતે માંગવા માટે ભારતીયોને બ્રિટીશ યુદ્ધ પ્રયાસોમાં સહયોગ દેવો જોઇએ.

આ ૫ણ વાંચો:-સ્વામી વિવેકાનંદજીનુું શિકાગો વિશ્વધર્મ પરિષદ -૧૯૯૩માં ભાષણ

મહાત્મા ગાંધીજીનું ભારત આગમન અને સ્વતંત્ર સંગ્રામમાં ભાગ

વર્ષ 1916માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા આ સમય સુધીમાં ગાંધીજી એક રાષ્ટ્રવાદી નેતા અને શાકના રૂપમાં પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હતા તેઓ ઉદારવાદી કોંગ્રેસ નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે ના કહેવાથી જ ભારત આવ્યા હતા શરૂઆતના દિવસોમાં ગાંધીજીના વિચારો ગોખલે જીના વિચારોથી પ્રભાવિત હતા ધર્મ ગોપાલ કૃષ્ણ ગોખલે ના કહેવાથી ગાંધીજીએ દેશના વિભિન્ન ભાગો નો પ્રવાસ પ્રવાસ કર્યો અને રાજનૈતિક આર્થિક અને સામાજિક મુદ્દાઓ ને સમજવાની કોશિશ કરી.

ચંપારણ અને ખેડા સત્યાગ્રહ

બિહારના ચંપારણ અને ગુજરાતના ખેડુત આંદોલનોએ ગાંધીજીને ભારતની પહેલી રાજનૈતિક સફળતા અપાવી. ચંપારણ માં બ્રિટિશ જમીનદાર ખેડૂતોને ખાદ્ય પાકોની જગ્યાએ ગળી ની ખેતી કરવા માટે દબાણ કરતા હતા અને આ ગળીનો પાક તે સસ્તા ભાવે ખરીદી લેતા હતા. જેનાથી અહીના ખેડૂતોની પરિસ્થિતિ દિન-પ્રતિદિન કંગાળ થઈ રહી હતી. ગાંઘીજીએ બ્રિટીશ જમીનદારો ના વિરોધમાં હડતાલનું નેતૃત્વ લીધું અને ગરીબ ખેડૂતોને ન્યાય અપાવ્યો.

૧૯૧૭માં ગુજરાતના ખેડા વિસ્તારમાં પુર આવવાથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. ખેડુતોએ અતિવૃષ્ટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાક નિષ્ફળ જવાના કારણે કરવેરો માફ કરવા માટેની એક અરજી પર હસ્તાક્ષર કરી કોર્ટમાં એક મુકદ્દમો દાખલ કર્યો. ૫રુંતુ મુંબઈ સરકારે આ અરજી ફગાવી દીધી. સાથે જ સરકારે ચેતવણી આપતા જણાવ્યું કે જે પણ ખેડૂતો કરવેરો નહિ ભરે તેમની જમીન તથા અન્ય સંપતિ જપ્ત કરવામાં આવશે તથા કોઇપણ રીતે પાછી આપવામાં આવશે નહિ. જોકે સરકારની આ ચેતવણી છતાં ખેડૂતો પોતાની માંગ પર અડગ રહ્યાં. આ સત્યાગ્રહમાં ગાંધીજી ના માર્ગદર્શનમાં સરદાર પટેલે અંગ્રેજો સાથે આ સમસ્યા પર વિચારવિમર્શ માટે ખેડૂતો નું નેતૃત્વ કર્યું. અંતે અંગ્રેજ સરકાર માની ગઈ અને તમામ ખેડૂતોને જેલમાંથી મુક્ત કર્યા. આમ ચંપારણ અને ખેડા સત્યાગ્રહ બાદ ગાંધીજીની ખ્યાતિ દેશભરમાં ફેલાઈ ગઈ અને સ્વાતંત્ર્ય આંદોલનના એક મહત્વપૂર્ણ નેતા બની ગયા.

 ૧૯૨૦માં કોંગ્રેસના લીડર બાળગંગાધર ટિળકના અવસાન બાદ ગાંધીજી કોંગ્રેસના માર્ગદર્શક બની ગયા. ઇ.સ. ૧૯૧૪ થી ૧૯૧૯ વચ્ચે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું તેમાં ગાંધીજીએ બ્રિટિશ સરકારને એ શરતે પૂર્ણ સહયોગ આપ્યો કે વિશ્વ યુદ્ધ પૂર્ણ થયા બાદ તેઓ ભારતને આઝાદ કરી દેશે પરંતુ જ્યારે અંગ્રેજોએ આવું ન કર્યું ત્યારે ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા માટે ઘણા બધા આંદોલનો ચલાવ્યા. આ બઘા આંદોલનોની તથા ગાંધીજીના જીવન પ્રસંગોની માહિતી જો હુ આ લેખમાં રજુ કરીશ તો લેખ ખુબ જ લાંબો થઇ જશે અને તમે કંટાળી જશો એટલે તેની વિસ્તારથી માહિતી આ૫ણે કોઇ બીજા લેખમાં મેળવીશુ.  ૫રંતુ અહી હુ તમને કેટલાક મહત્વપુર્ણ આંદોલન નું નામો નીચે આપું છું

(૧) અસહયોગ આંદોલન

(૨) સ્વરાજ અને દાંડી કુચ મીઠા સત્યાગ્રહ ૧૯૩૦

(૩) ભારત છોડો આંદોલન ૧૯૪૨

આમ ગાંધીજીના જીવન પ્રસંગો જોઈએ તો ગાંધીજી નું સંપૂર્ણ જીવન એક ”આંદોલન” રૂપે જ રહ્યું છે પરંતુ તેમના દ્વારા મુખ્ય રૂપે પાંચ આંદોલન ચલાવવામાં આવ્યા હતા જેમાં ઉ૫રના ત્રણ આંદોલનો આખા ભારતમાં ચલાવવામાં આવ્યા હતા અને તે સફળ પણ થયા એટલે જ આ૫ણા બઘાને ગાંધીજીના જીવન વિશે ઘણી જાણકારી હોય છે

મહાત્મા ગાંધીજી વિશે કેટલાક રોચક તથ્યો:-

 1. મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતા નો ખિતાબ સરકારે આપેલ નથી. પરંતુ એકવાર સુભાષચંદ્ર બોઝએ તેમને રાષ્ટ્રપિતા કહીને સંબોધિત કર્યા હતા.
 2. ગાંધીજીના મૃત્યુ પર એક અંગ્રેજ ઓફિસરે કહ્યું હતું કે ”જે ગાંધીને અમે આટલા વર્ષો સુધી કંઈ થવા ન દીધું એટલે કે ભારતમાં અમારા વિરોધમાં જે માહોલ છે તે વધારે ન બગડે એ ગાંધીને સ્વતંત્ર ભારત એક વર્ષ પણ જીવિત ન રાખી શક્યુ.” 
 3. ગાંધીજીએ સ્વદેશી આંદોલન પણ ચલાવ્યું હતું જેમાં બધા લોકો ને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓનો ઉ૫યોગ કરવાની માગ કરી હતી અને પોતે સ્વદેશી કપડાં બનાવવા માટે ચરખો(રેટીઓ) ચલાવ્યો હતો.
 4. ગાંધીજીએ દેશ-વિદેશમાં કેટલાક આશ્રમોની સ્થાપના કરી હતી જેમાં ટોલસ્ટોય આશ્રમ અને ભારતનો સાબરમતી આશ્રમ ખૂબ જ પ્રસિદ્ધ છે.
 5. ગાંધીજી આત્મિક શુદ્ધિ માટે કઠિન ઉપવાસ પણ કરતા હતા.
 6. ગાંધીજીએ તેમના જીવન પર્યત હિંદુ-મુસ્લિમ એકતા માટે પ્રયાસ કર્યો.
 7. 2જી ઓક્ટોબર ગાંધીજી ના જન્મદિવસ પર આખા ભારતમાં ગાંધી જયંતી મનાવવામાં આવે છે.
 8. ગાંધીજીના મૃત્યુ દિવસ 30 જાન્યુઆરીને સમગ્ર ભારતમાં ‘‘શહીદ દિવસ” તરીકે મનાવવામાં આવે છે.
 9. ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા અને આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્ રાજચંદ્ર હતા.
 10. આ ઉ૫રાંત ૫ણ કેટલાય એવા ગાંધીજીના જીવન પ્રસંગો છે જે પ્રેરણાદાઇ છે.

ગાંધીજીની હત્યા :- 

30 જાન્યુઆરી 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે નથુરામ ગોડસે નામના વ્યક્તિએ ત્રણ ગોળી ચલાવી તેમની હત્યા કરી દીધી. એવું માનવામાં આવે છે ગાંઘીજીના મુખમાંથી નિકળેલ અંતિમ શબ્દો ”હે રામ” હતા ત્યારબાદ નથુરામ ગોડસે પર કેસ ચલાવવામાં આવ્યો અને ૧૯૪૯માં તેને મોતની સજા કરવામાં આવી. ગાંઘીજી એવુ જીવન જીવી ગયા કે ”ગાંઘી વિચારઘારા” સદીઓ સુઘી કાયમ રહેશે. આજે ૫ણ મહાત્મા ગાંધી ના વિચારો લોકોના હદયમાં વસે છે.

શહીદ દિવસ :- 

30 જાન્યુઆરી 1948ના રોજ ગાંઘીજીની હત્યા કરવામાં આવી હતી જેથી ૩૦ જાન્યુઆરીને દર વર્ષે સમગ્ર દેશમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી અને ત્રણ સેનાના પ્રમુખ રાજઘાટ સ્થિત મહાત્મા ગાંધી ની સમાધિ પર તેમને શ્રદ્ધાંજલિ આપે છે. અને સેનાના જવાન આ સમયે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા તેમના માનમાં પોતાના હથિયાર નીચે મુકે છે. આ સમયે સમગ્ર દેશમાં મહાત્મા ગાંધી સહિત અન્ય વીર શહીદોની યાદમાં બે મિનિટનું મૌન રાખવામાં આવે છે.

30 જાન્યુઆરી ઉપરાંત પણ દેશમાં ૨૩ માર્ચ (આ દિવસે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને 1931માં ફાંસી આપવામાં આવી હતી.) તથા 17 નવેમ્બર (લાલા લાજપત રાયનું આ દિવસે 1928માં મોત થયું હતું) તારીખોએ શહીદ દિવસ મનાવાય છે. આ દિવસે પણ આપણે શહીદો અને મહાપુરુષોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવે છેેે.

આ ૫ણ વાંચો

 1. ગાંધી જયંતિ- વિશ્વ અહિસા દિવસ
 2. સ્વામી વિવેકાનંદજીનું જીવન ચરિત્ર

હુ આશા રાખુ છુ કે તમને અમારો ગાંધીજી નું જીવન ચરિત્ર (gandhiji nu jivan charitra in gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે મહાત્મા ગાંધી ના વિચારો (gandhiji na vicharo in gujarati) તથા ગાંધીજીના જીવન પ્રસંગો (gandhiji na jeevan prasang in gujarati) વિશે જાણીને તમને પ્રેરણા મળી હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

Leave a Comment

%d bloggers like this: