IBPS RRB Clerk PO Notification 2023: બેંક ક્લાર્ક અને POની 8000 થી વધુ જગ્યાઓ માટે ભરતી, આજે જ અરજી કરો

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

BPS RRB દ્વારા 8612 ખાલી જગ્યાઓ માટે તા.01 જૂન 2023 ના રોજ Notification બહાર પાડી ભરતી બહાર પાડવામાં આવી છે. જે IBPS ની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે પણ બેંકીંગ સેકટરમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છો છો તો આ સમાચાર તમારા માટે આનંદાયક હોઇ શકે છે.અહીં, ઉમેદવારો IBPS RRB જાહેરાત 2023 થી સંબંધિત સંપૂર્ણ વિગતો પુરી પાડી છે.

IBPS RRB Clerk PO Notification 2023

The Institute of Banking Personnel Selection દ્વારા દર વર્ષે પ્રાદેશિક ગ્રામીણ બેંકો માટે IBPS RRB પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. IBPS RRB 2023 જાહેરાત IBPS દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ @ibps.in પર બહાર પાડવામાં આવી છે. ક્લાર્ક, પીઓ અને ઓફિસર્સ સ્કેલ II અને III પોસ્ટ્સ માટે કુલ 8612 ખાલી જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવી છે. IBPS RRB પરીક્ષા અન્ય બેંકિંગ પરીક્ષા જેવી જ છે.

બેંકિંગ કાર્યકારી પસંદગી સંસ્થા (આઈબીપીએસ) દ્વારા કલાર્ક અને પીઓ જેવી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંગે વિગતવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. બેંકીંગ સેકટરની નોકરી માટે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો આજે 01 જૂનથી અધિકૃત વેબસાઇટ ibps.in પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે.

આ અંગે અરજી કરવાની છેલ્લી તારખ 21 જૂન 2023 નક્કી કરવામાં આવી છે. તેમજ ઉમેવારો ફોર્મમાં જરૂરી સુધારા અને અરજીથીની ચુકવણી પણ તા.21 જૂન સુધી જ કરી શકાશે.

આઈબીપીએસ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાતની કુલ 8611 જગ્યાઓ પૈકી 5538 જગ્યાઓ ઓફિસ અસિસ્ટન્ટ માટે છે. આ પદ માટે 18 વર્ષ થી 28 વર્ષની વયમર્યાદા ધરાવતા કોઈપણ ગ્રેજુએટ ઉમેદવારો અરજી કરે શકે છે. આ ઉપરાંત ઓફિસર સ્કેલ-૧ની કુલ 2485 જગ્યાઓ છે. આ પદ માટે પણ કોઇ પણ સ્નાતક ઉમેદવારી કરી શકે છે. અન્ય જગ્યાઓની શેક્ષણિક લાયકાત અને વયમર્યાદા માટે આખુ નોટિફિકેશન જોઈ શકો છો.

IBPS RRB ભરતીની સંપુુુર્ણ માહિતી

સંસ્થાનું નામInstitute of Banking Personnel Selection (બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા)
હોદ્દો (પદ)PO, કલાર્ક, Officer Scale II, III, વિગેરે
સંખ્યા8612
જાહેરાત તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 જૂન 2023
પસંદગી પ્રક્રિયાપ્રારંભિક, મુખ્ય, ઇન્ટરવ્યુ (પોસ્ટ પર આધાર રાખે છે)
સત્તાવાર વેબસાઇટ@ibps.in

કેડરવાઇઝ જગ્યાઓ વિશે માહિતીઃ

હોદ્દોજગ્યાઓ વયમર્યાદા
ઓફિસ આસિસ્ટન્ટ્સ (બહુહેતુક -Multipurpose)5538૧૮ વર્ષ થી ૨૮ વર્ષ
ઓફસર સ્કેલ I2485૧૮ વર્ષ થી ૩૦ વર્ષ
ઓફસર સ્કેલ II (એગ્રીકલ્ચર ઓફિસર)60૨૧ વર્ષ થી ૩૨ વર્ષ
ઓફસર સ્કેલ II (માર્કેટિંગ ઓફિસર)03૨૧ વર્ષ થી ૩૨ વર્ષ
ઓફસર સ્કેલ II (ટ્રેઝરી મેનેજર)08૨૧ વર્ષ થી ૩૨ વર્ષ
ઓફસર સ્કેલ II (Law)24૨૧ વર્ષ થી ૩૨ વર્ષ
ઓફસર સ્કેલ II (CA)21૨૧ વર્ષ થી ૩૨ વર્ષ
ઓફસર સ્કેલ II (IT)68૨૧ વર્ષ થી ૩૨ વર્ષ
ઓફસર સ્કેલ II (જનરલ બેંકીંગ ઓફસર)332૨૧ વર્ષ થી ૩૨ વર્ષ
ઓફસર સ્કેલ III73૨૧ વર્ષ થી ૪૦ વર્ષ
કુલ8612

અરજી ફીઃ

  • જનરલ અને ઓબીસી માટે – 850 રૂપિયા
  • એસસી, એસટી અને દ્વિવ્યાંગ વર્ગ માટે – 175 રૂપિયા
  • ફીની ચૂકવણી ઓનલાઈન નેટ બેંકિંગ, ઈ ચાલાન અને ડેબિટ કાર્ડથી કરી શકાય છે.

અગત્યની તારીખોઃ

નોટીફીકેશન તારીખઃ31 મે 2023
અરજી શરૂ થવાની તારીખ 1 જૂન 2023
પ્રી-એકજામ ટ્રેનિંગ17 જુલાઈથી 22 જુલાઈ સુધી
પ્રીલિમ્‍સ પરીક્ષાઓગષ્ટ-૨૦૨૩
પ્રીલિમ્‍સ પરીક્ષાનું રીજલ્ટસપ્ટેમ્બર મહિનો (સંભવિત)

હું આશા રાખું છું કે તમને અમારો IBPS RRB Clerk PO Notification 2023 અંગેની માહિતી વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિધ વિષયો ૫ર ભરતી અંગેની જાહેરાત, જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment