Advertisements

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના | khedut aksmat vima yojana 2022

Advertisements

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના શુ છે?

ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ /કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ પુરૂ પાડવા માટે ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના (khedut aksmat vima yojana)  તા.૨૬/૧/૧૯૯૬થી અમલમાંં મુકેેેલ છે. આ યોજના ૧૦૦% ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકારશ્રી દ્વારા વીમા પ્રિમીયમની ચુકવણી કરવામાં આવે છે. આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ તા.૦૧/૦૪/૨૦૦૮ થી વિમા નિયામકશ્રી, ગાંધીનગર મારફત અમલમાં છે.

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના નો ઉદ્દેશ:- 

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય પુરી પાડવાનો છે.

આ યોજના હેઠળ સહાય કોને મળવાપાત્ર છે ? :-

ગુજરાત રાજયના વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગંતાના કિસ્સામાં જો તેઓની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોય તો તેમને આ યોજનામાં લાભ મળવાપાત્ર થાય છે.

અકસ્માતની વ્યાખ્યા:

કોઇ ૫ણ વ્યકિતને અકસ્માતે ઇજા કે મૃત્યુ ત્યારે થયેલ ગણાશે કે જે બનાવ અણઘારેલ, એકાએક અને બિનઇરાદા પૂર્વકનો હોય કે જેમાં જોઇ શકાય તેવા બાહય હિંસક નિશાનો જણાય ૫રંતુ અકસ્માતે મૃત્યુ/ઇજાની વ્યાખ્યામાં નીચેનાનો સમાવેશ સ્પષ્ટ રીતે થશે નહી.

(૧) આ૫ઘાત/આત્મહત્યા કે કુદરતી મૃત્યુ કે કોઇ કાયદા ઘારા વિરૂઘ્ઘના કૃત્યથી અને કોઇ ૫ણ જાતની બિમારીથી અને વયથી થતા મૃત્યુ/ઇજા તેમજ ફુડ પોઇઝનીંગ, પોલીયોથી થતુ તથા મૃતકની ઘોર બેદરકારીથી જેવી કે દારૂ પીવાની ટેવ હોવી, જોખમી સ્ટંટ કરવા, ભુલથી દવા પી જવી, વાહન ચલાવવાના લાયસન્સ વગર વાહન ચલાવતાં અકસ્માત થાય.

(૨) વાહન અકસ્માતે મૃત્યુ/ ઇજાના કિસ્સામાં મોટર વ્હિકલ એકટ ૧૯૮૮ની કલમ ૩ મુજબ ઇફેકટીવ અને વેલીડ ડ્રાઇવિંગ લાયસન્સ ઘરાવતા હોય નહી તો.

(૩) ભારતીય રેલવે મેન્યુઅલની જોગવાઈ મુજબ કોઇ ૫ણ વ્યકિત રેલ્વે સત્તાવાળાની મંજૂરી વગર રેલવે ની હદ માં એટલે કે રેલવે ટ્રેક પાસે જાય, રેલવે એન્જીનની નજીક જઇ ગેરકાયદેસર પ્રવેશ કરે અને અકસ્માતે મૃત્યુ/ઇજા થાય.  

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજનાની મુખ્ય શરતો:- 

 • મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત (વ્યક્તિગત કે સંયુક્ત નામે ગુજરાત રાજયમાં જમીન ધારણ કરેલી હોય) અથવા ખાતેદાર ખેડૂત સંતાન (પુત્ર/પુત્રી) અથવા ખાતેદાર ખેડૂતના પતિ / પત્ની હોવા જોઇએ.
 • મૃત્યુ અથવા કાયમી અપંગતા અકસ્માતના કારણે થયેલ હોય.
 • આપઘાત કે કુદરતી મૃત્યુનો આ યોજનામાં સમાવેશ થતો નથી.
 • મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોવી જોઇએ.
 • ૧૫૦ દિવસ માં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરેલ હોવી જોઇએ.

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના સુધારેલ સહાય ધોરણ:- 

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા:૧૩/૧૧/૨૦૧૮ ના સુધારા ઠરાવથી લાભાર્થીને નીચે મુજબની વીમા સહાય મળવાપાત્ર થાય છે.

 • અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૨.૦૦ લાખ
 • અકસ્માતને કારણે બે આંખ  કે  બે અંગ  અથવા  હાથ અને પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૨.૦૦ લાખ
 • અકસ્માતને કારણે એક આંખ  અને  એક અંગ  ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૨.૦૦ લાખ
 • અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦% લેખ રૂ. ૧.૦૦ લાખ

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબ વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.

 1. I. પતિ અથવા પત્ની : તેમની ગેરહયાતીમાં
 2. II. તેમના બાળક-પુત્ર/પુત્રી : તેમની ગેરહયાતીમાં
 3. III. તેમના મા-બાપ : તેમની ગેરહયાતીમાં
 4. IV. તેમના પૌત્ર/પૌત્રી : ઉક્ત I, II, III ની ગેરહયાતીમાં
 5. V. લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન
 6. VI. ઉપરોક્ત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો.

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજનાનો લાભ કેવી રીતે મળે ? 

અકસ્માતે મૃત્યુના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદારે અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમુનામાં નીચે મુજબના સાધનિક કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખથી ૧૫૦ દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે કરવાની રહેશે. ૧૫૦ દિવસ બાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં.

દાવા અરજી સાથે જોડવાના જરૂરી (પુરાવા) દસ્તાવેજોની યાદી:

 • અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્‍ટ- ૧,ર,૩, ૩(A),૪,અને ૫
 • ૭/૧૨, ૮-અ, ગામના નમુના નં.૬ (હક્ક પત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)
 • પી.એમ. રીપોર્ટની પ્રમાણિત નકલ. પી.એમ. રીપોર્ટમાં જયાં મરણના કારણ માટે એફએસએસ રિપોર્ટ મેળવવાનો હોય મૃતકના અંગો રાસાયણિક ૫ૃથ્થકરણ માટે મોકલેલ હોય તો તે રિપોર્ટની નકલ તથા મૃત્યુનું કારણ દર્શાવતુ પી.એમ કરનાર ડોકટરનુ પ્રમાણ૫ત્ર (ફાલનલ કોઝ ઓફ ડેથ) રજુ કરવુ ફરજીયાત છે.
 • એફ.આઇ.આર, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ અથવા કોર્ટ હૂકમની પ્રમાણીત નકલો
 • મૃતકનુ મરણનુ પ્રમાણપત્ર, ઉંમરના પૂરાવાની પ્રમાણીત નકલો
 • સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા અકસ્માત મોત સમરી કેસ એપ્રુવ(મંજુર) કર્યા અંગેનો હુકમ (રીપોર્ટ)
 • કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/ સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ
 • મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ વેલીડ ડ્રાઇવીંગ લાયસન્સની પ્રમાણીત નકલ
 • બાંહેધરી પત્રક
 • પેઢીનામુ
 • વારસદારના કેસમાં અસલ પેઢીનામુ (પતિ / પત્ની વારસદાર ના હોય તેવા કિસ્સામાં)
 • અસામાન્ય સંજોગોમાં જયાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવેલ ના  હોય ત્યાં અકસ્માત મૃત્યુનું કલેકટરશ્રીનુ પ્રમાણ૫ત્ર (પોલીસ ૫ે૫ર હોવા ફરજીયાત છે.)
 • ઉ૫રોકત તમામ પુરાવા ઉ૫રાંત વીમા નિયામકશ્રી દ્વારા માંગવામાં આવે તે

ખેડૂત અકસ્માત વીમા યોજના વિશે કેટલીક મહત્વની બાબતો :

સરકારશ્રીના નાણાં વિભાગના તા.૨૫/૦૬/૨૦૦૭ના ઠરાવથી રાજ્યના જુદા જુદા વિભાગો દ્વારા ચાલતી જુથ અકસ્માત વીમા યોજનાઓનું એકત્રીકરણ કરવામાં આવેલ, જેમાં ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના (khedut aksmat vima yojana) નોં ૫ણ સમાવેશ કરવામાં આવેલ છે. તા.૦૧/૦૪/૨૦૦૮ થી વિમા નિયામકશ્રી, ગાંધીનગર મારફત યોજનાનોં અમલ કરવામાં આવે છે. નાણાં વિભાગના તા.૨૫.૦૬.૨૦૦૭ના ઠરાવમાં સુધારાઓ કરી તા.૦૧.૦૪.૨૦૧૩ના રોજ સર્વગ્રાહી ઠરાવ બહાર પાડવામાં આવેલ છે.

રાજય સરકારશ્રી દ્વારા ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના (khedut aksmat vima yojana)માં તા.૦૧/૪/૨૦૧૨થી ખાતેદાર ખેડૂત ઉપરાંત ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન (પુત્ર/પુત્રી)ને તથા તા.૦૧.૦૪.૨૦૧૬થી ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનોં સમાવેશ કરવામાં આવેલ હતો.

આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ના બેજેટમાં રૂ.૬૨૦૦ લાખ ની જોગવાઇ કરવામાં આવેલ છે તેમજ વર્ષ ૨૦૧૯-૨૦માં ૫ણ રૂ.૫૬૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ હતી. આમ ગુજરાતના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ /કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ પુરૂ પાડવા માટે સરકાર દર વર્ષ આ યોજનાના બજેટમાં વઘારો કરતી હોવાનુ જણાય છે.

ગુજરાત સરકારશ્રીના કૃષિ, ખેડૂત, સહકાર અને કલ્યાણ વિભાગ ના ઠરાવ ક્રમાંક:ખાખેવિ/૧૦૨૦૧૭/૧૩૨૬/ક-૭ તા.૬/૧૨/૨૦૧૮ તથા તા.૧૩/૧૧/૨૦૧૮ના ઠરાવથી આ યોજનનામાં સુઘારો કરી ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાનને બદલે કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડુતના ૫તિ/૫ત્નિને  આ યોજનનાનો લાભ આ૫વાનુ ઠરાવવામાં આવેલ છે.

આ ઠરાવથી કરેલ સુઘારા બાદ હવે મૃત્યુ/કાયમી અપંગતતા  ત્યારે વ્યકિતગત કે સંયુકત ખાતા ઘરાવતા તમામ ખાતેદાર ખેડૂતો એટલે કે મહેસુલી રેકર્ડ પ્રમાણે ૭/૧૨, ૮-અ અને ગામ નમૂના નં.૬ (હકક૫ત્રક)માં  અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડુતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડુતના ૫તિ/૫ત્નિને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.

આ યોજનના હેઠળ થતો તમામ ખર્ચ રાજય સરકારશ્રીના બજેટ સદર ૨૪૦૧-પાક કૃષિ વ્યવસ્થા હેઠળ કરવામાં આવે છે..

ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ અને ઠરાવ :-

આ યોજનાના અમલીકરણ તથા સુઘારા માટે રાજય સરકારશ્રી દવારા બહાર પાડવામાં આવેલ ઠરાવો/૫ર૫ત્રો તથા અરજી ફોર્મ આ૫ નીચેની લીંક ૫ર કલીક કરી ડાઉનલોડ કરી શકો છો.

 1. વિવિધ ખાતા મારફત ચાલતી જૂથ (જનતા) અકસ્‍માત વીમા યોજનાઓનું એકત્રિકરણ કરવા બાબતના તા.૨૫-૬-૦૭ ના ઠરાવમાં સુધારા બાબત. –  ડાઉનલોડ કરો  (અરજી ફોર્મ ૫ણ ઠરાવમાં સામેલ છે.)
 2. ગુજરાત સામુહિક જૂથ (જનતા) અકસ્‍માત વીમા યોજનામાં સુધારો કરવા બાબતડાઉનલોડ કરો (સુઘારેલ અરજી ૫ત્રક તથા બાંહેઘરી ૫ત્રક આ ઠરાવમાં સામેલ છે)
 3. ગુજરાત સામુહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના (khedut aksmat vima yojana) હેઠળની ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનામાં સહાયના ધોરણમાં વધારો કરવા, ખાતેદાર ખેડૂતના કોઇપણ સંતાનને લાભ આપવા તેમજ અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં નોંધાયેલ ખાતેદાર ખેડૂતોને લાભ આપવા બાબત.ડાઉનલોડ કરો
 4. ગુજરાત સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળની ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનામાં સહાયના ધોરણમાં વધારો કરવા, ખાતેદાર ખેડૂતના કોઇપણ સંતાનને લાભ આપવા તેમજ અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં નોંધાયેલ ખાતેદાર ખેડૂતોને લાભ આપવા બાબત (૧૩.૧૧.૨૦૧૮ અંતર્ગત સ્પસ્ટતા)ડાઉનલોડ કરો

મને આશા છે કે આપને અમારો આ લેખ ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના (khedut aksmat vima yojana) જરૂર પસંદ આવ્યો હશે. મારી હંમેશા એ કોશિશ રહેશે કે હું મારા વાચકોને સરકારી યોજનાઓ વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપી શકું જેથી તમને કોઈ અન્ય સાઇટ કે અન્ય કોઇ લેખનુ વાંચન ના કરવું પડે. એના કારણે તમારા સયની પણ બચત થશે અને એક જ જગ્યાએથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી જશે. જો તમને આ લેખ વિશે કોઈપણ સમસ્યા કે પ્રશ્નો હોય તો તેના વિશે કોમેન્ટ કરી શકો છો, હું એનો પ્રત્યુત્તર આપવા ચોકકસ પ્રયત્ન કરીશ. જો તમે પ્રઘાનમંત્રી શહેરી આવાસ યોજના  ની માહીતી મેળવવા માંગતા હોય  તો અમારો તે લેખ લીંક ૫ર કલીક કરી વાંચી શકો છો. આશા છે કે એ લેખ ૫ણ તમને જરૂર ગમશે  

Must Read: આઈ ખેડૂત પોર્ટલ યોજના

મિત્રો આ લેખમાં જે ૫ણ માહિતી રજુ કરવામાં આવી છે તે માહિતી સરકારશ્રીના  ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંગેના ૫રિ૫ત્રો/ઠરાવોનો અભ્યાસ કર્યા બાદ જ તૈયાર કરવામાં આવેલ છે જેમાં માનવસહજ ભુલ થવાની શકયતા છે તેમજ તેમાં સરકારશ્રી દ્વારા નવા સુઘારાઓ ૫ણ કરવામાં આવી શકે છે. જેથી આ યોજના વિશેની વઘુ માહિતી માટે આ૫ સરકારશ્રીની અઘિકારીત વેબસાઇટ https://dag.gujarat.gov.in ની મુલાકાત લઇ શકો છો.

જો તમને આ લેખ દ્વારા કંઈક શીખવા મળ્યું હોય અને અમારો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયાના માઘ્યમો જેવા કે ફેસબુક, ટ્વિટર, whatsapp વિગેરેમાં અવશ્ય શેર કરજો.

Leave a Comment

%d bloggers like this: