લાલા લાજપતરાય નું જીવનચરિત્ર | lala lajpat rai in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

દેશના મહાન સ્વતંત્રતા સેનાની પંજાબ કેસરી લાલા લાજપત રાયે ભારતીય ઇતિહાસમાં પોતાની અમિટ છાપ છોડી છે. જેમણે ખુદને ભારતની આઝાદી માટે સમર્પિત કરી દીધા હતા. લાલા લાજપતરાય નામ છે એક એવા શૂરવીર સ્વાતંત્ર સેનાની, જેમણે પોતાના તેજસ્વી ભાષણોથી ભારતની જનતામાં અંગ્રેજો વિરુદ્ધની લડાઇમાં જોશ ફૂંકવાનું કાર્ય કર્યું.

જેમા માથા પર લાગેલી એક-એક લાઠી અંગ્રેજી શાશને હચમચાવી દેનાર બની. લાલા લાજપતરાય, જેમના પર અત્યાચાર કરતા અંગ્રેજી હકુમતની લાઠીઓ ટુટી ગઇ પરંતુ તે લાલા લાજપતરાયના ઇરાદાઓને ન તોડી શક્યા.

લાલા લાજપતરાય ભારતમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ લડવા વાળા મુખ્ય ક્રાંતિકારીઓ પૈકી એક હતા. તેઓ ”પંજાબ કેસરી”  (પંજાબના સિંહ) ના નામે ઓળખાતા હતા. કોંગ્રેસના (ગરમ પંથ)જહાલવાદી પંથના પ્રમુખ નેતાઓ લાલ-બાલ અને પાલ હતા (લાલા લાજપતરાય, બાળ ગંગાધર ટિળક, બિપિન ચંદ્ર પાલ) લાલા લાજપતરાયે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપની નામની સંસ્થાઓની પણ સ્થાપના કરી હતી.

લાલા લજપતરાયે ઘણા બધા ક્રાંતિકારીઓને પ્રભાવિત કર્યા હતા, તેમાં શહીદ ભગતસિંહ પણ સમાવિષ્ટ હતા. ૧૯૨૮માં સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જમાં ગંભીર રીતે ઘાયલ થઇ ગયા અને ૧૭ નવેમ્બર ૧૯૨૮માં પરલોક સિધાવ્યા.

લાલા લાજપતરાય નું જીવનચરિત્ર (lala lajpat rai in gujarati)

નામઃલાલા લાજપતરાય
જન્મ તારીખઃ28 જાન્યુઆરી 1865
જન્મ સ્થળઃજગરાઓ, પંજાબ, બ્રિટિશ ભારત
ઉપનાપઃ-પંજાબ કેસરી
પિતાનું નામઃમુનશી રાધા કૃષ્ણ અગ્રવાલ
માતાનું નામઃગુલાબ દેવી અગ્રવાલ
પત્નીનું નામઃરાધાદેવી અગ્રવાલ
બાળકોઃઅમૃત રાય અગ્રવાલ,પ્યારેલાલ અગ્રવાલ અને એક પુત્રી પાર્વતી અગ્રવાલ
આંદોલનઃભારતનો સ્વતંત્રતા સંગ્રામ, સ્વદેશી ચળવળ
મૃત્યુઃ17 નવેમ્બર 1928
મૃત્યુ સ્થળઃલાહોર, પંજાબ, બ્રિટિશ ભારત (લાઠીચાર્જમાં થયેલ ગંભીર ઇજાના કારણે)

લાલા લાજપતરાયનું પ્રારંભિક જીવન

લાલા લાજપતરાય નો જન્મ ૨૮ જાન્યુઆરી ૧૮૬૫ના ના રોજ દુધીકે ગામે થયો હતો જે હાલમાં પંજાબના મોગા જિલ્લામાં આવેલું છે. તેઓ મુનશી રાધાકિશન આઝાદ અને ગુલાબ દેવીના સૌથી મોટા પુત્ર હતા. તેમના પિતા લાલા રાધાકૃષ્ણ અગ્રવાલ અધ્યાપક અને ઉર્દુ ના પ્રસિદ્ધ લેખક હતા. બાળપણમાં જ લાલા લાજપતરાયને લેખન અને ભાષણ પ્રત્યે ખૂબ જ રુચી હતી.બાળપણમાં તેમને માતાના ઉચ્ચ મૂલ્યોની શિક્ષા મળી હતી.

૧૮૮૯માં વકીલાતના અભ્યાસ માટે તેઓ લાહોરના સરકારી વિદ્યાલયમાં દાખલ થયા. કોલેજ દરમિયાન તેઓ લાલા હંસરાજ અને પંડિત ગુરૂદત જેવા દેશભક્તો અને ભવિષ્યના સ્વતંત્ર સેનાનીઓ ના સંપર્કમાં આવ્યા. ત્રણેય સારા મિત્રો બની ગયા અને સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપેલ આર્યસમાજ માં સામેલ થઈ ગયા. લાલા લજપતરાય ને ”શેર એ પંજાબ’‘ ના સંબોધન સાથે લોકો તેમને (જહાલ વાદી)ગરમ દળના નેતા માનતા હતા. તેઓ સ્વાવલંબન થી સ્વરાજ લેવા માગતા હતા. 

Must Read – ગાંધીજીના જીવન પ્રસંગો

રાજનૈતિક જીવન

વર્ષ ૧૯૮૫માં સરકારી કોલેજમાં બીજી શ્રેણીમાં વકીલાતની પરીક્ષા પાસ કરી હિસારમાં વકીલાત શરૂ કરી. વકીલાત ઉપરાંત લાલાજીએ દયાનંદ કોલેજ માટે ધન એકત્રિત કરવાનું કાર્ય પણ કર્યું. આર્ય સમાજ ના કાર્યો અને કોંગ્રેસની ગતિવિધિઓમાં પણ ભાગ લીધો. તેઓ હિસાર નગરપાલિકાના સભ્ય  અને સચિવ તરીકે નિયુક્ત થયા. તેઓ ૧૮૯૨માં લાહોર જતા રહ્યા.

લાલા લાજપતરાય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રણ પ્રમુખ હિન્દુ રાષ્ટ્રવાદી નેતાઓ પૈકી એક હતા. તેઓ લાલ-બાલ-પાલ ની ત્રિપુટીનો હિસ્સો હતા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં મવાળ વાદી પંથ કે જેનું નેતૃત્વ પહેલા ગોપાલ કૃષ્ણ ગોખલે કરતા હતા તેમનો વિરોધ કરીને ગરમ પંથ(જહાલવાદી પંથ) નું નિર્માણ કર્યું.

લાલાજી એ બંગાળ વિભાજનના વિરોધમાં આંદોલનો કર્યા. તેમણે સુરેન્દ્રનાથ બેનરજી, બીપીનચંદ્રપાલ, અરવિંદ ઘોષ સાથે મળીને સ્વદેશીના સશક્ત અભિયાન માટે બંગાળ અને દેશના બીજા ભાગોમાં લોકોને એકજુથ કર્યા. તેમના દ્વારા લાવવામાં આવેલ ક્રાંન્તિથી લાહો અને રાવલપિંન્ડીમાં ૫રિવર્તનની લહેર ચાલુ થઇ  ગઇ. જેથી લાલા લજપત રાયને 3 મે 1907ના રોજ રાવલપિંડીમાં અશાંતિ પેદા કરવાના કારણે ગિરફતાર કરવામાં આવ્યા અને મોડલે જેલમાં છ મહિના સુધી રાખવામાં આવ્યા. ત્યારબાદ ૧૧ નવેમ્બર ૧૯૬૬ના રોજ તેમને જેલમુકત કરવામાં આવ્યા.

સ્વતંત્ર સંગ્રામ એક કાન્તિકારી મોડ પર આવી ગયો હતો. એટલે લાલાજી ઇચ્છતા હતા કે ભારતની વાસ્તવિક પરિસ્થિતિ નો પ્રચાર બીજા દેશોમાં પણ કરવામાં આવે. આ ઉદ્દેશ્ય થી તેઓ ૧૯૧૪માં બ્રિટન ગયા. આ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું જેના કારણે તેઓ ભારત પરત ન ફરી શક્યા.

ભારત માટે સમર્થન મેળવવા તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકા ગયા ત્યાં તેમણે ઇન્ડિયન હોમ લિંગ ઓફ અમેરિકા ની સ્થાપના કરી અને યંગ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તક દ્વારા તેમણે ભારતમાં બ્રિટિશ શાસન ને લઈને ગંભીર આરોપો લગાવ્યા. જેથી આ પુસ્તકને બ્રિટન અને ભારતમાં પ્રકાશિત થયા પહેલાં જ પ્રતિબંધ કરવામાં આવ્યો. ૧૯૨૦માં વિશ્વ યુદ્ધ પૂરું થયા બાદ તેઓ ભારત પરત ફર્યા.

પરત ફર્યા બાદ લાલા લજપતરાયે જલિયાવાલા બાગ નરસંહાર ના વિરોધમાં પંજાબમાં વિરોધ પ્રદર્શનો અને અસહયોગ આંદોલનનું નેતૃત્વ કર્યું. જેથી તેમને કેટલીયવાર ગિરફતાર પણ કરવામાં આવ્યા. તેઓ ચોરીચોરા ના કારણે અસહયોગ આંદોલન ને બંધ કરવાના ગાંધીજીના નિર્ણયને થી સહમત ન હતા જેથી તેમણે કોંગ્રેસ ઇન્ડિપેન્ડન્સ પાર્ટીની સ્થાપના કરી.

Must Read – સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 

સાયમન કમિશનનો વિરોધ

વર્ષ 1928માં બ્રિટિશ સરકારના સંવિધાનિક સુધારા ઉપર ચર્ચા કરવા માટે સાયમન કમિશનને ભારત મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો. કમિશનમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાના કારણે બધા લોકોમાં નિરાશા અને ઉગ્ર ક્રોધ હતો. સને. ૧૯૩૦માં જ્યારે કમિશન ભારત આવ્યું તો આખા ભારતમાં તેનો વિરોધ કરવામાં આવ્યો.

લાલા લાજપતરાય પોતે સાયમન કમિશન ના વિરોધમાં એક જૂલુસનું નેતૃત્વ કર્યું, જોકે જુલૂસ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યો હતો તેમ છતાં બ્રિટિશ સરકારે બેરહેમીથી જુલુસ પર લાઠીચાર્જ કર્યો. તેમાં લાલા લજપત રાયને પણ માથા પર ગંભીર ઇજા થઇ.લાઠીચાર્જથી જખ્મી થયેલા લાજપતરાયે ભીડને સંબોધિત કરતાં જણાવ્યું કે, “હું ઘોષણા કરું છું કે આજે મારા પર થયેલો એક એક લાઠીનો પ્રહાર બ્રિટીશ રાજના કફન પરનો અંતિમ ખીલો બની રહેશે”. લાઠીચાર્જમાં થયેલ ગંભીર ઇજાના કારણે ૧૭ નવેમ્બર ૧૯૨૮ના રોજ તેમનું મૃત્યુ થઈ ગયું.

આ ઘટનાથી ચંન્દ્રશેખર આઝાદ, ભગતસિંહ વિગેરે સ્વાતંત્રય સેનાનીઓ અંગ્રેજ સરકાર ૫ર ખુબ જ ગુસ્સે થયા અને લાલા લાજ૫તરાયના મોતનનો બદલો લેવાનો પ્લાન ઘડી કાઢયો.

લાલા લાજ૫તરાયના વિચાર -Lala Lajpat Rai Quotes 

  • મનુષ્ય પોતાના ગુણોથી પ્રગતિ કરે છે ન કે બીજાની કૃપાથી
  • મારા પર થયેલો એક એક લાઠીનો પ્રહાર બ્રિટીશ રાજના કફન પરનો અંતિમ ખીલો બની રહેશે
  • મારો વિશ્વાસ છે કે ઘણા મુદ્દાઓ ૫ર મારી ચુપી(ખામોસી) લાંબા સમય માટે ફાયદાકારક હશે.

મહત્વપુર્ણ પ્રશ્નોઃ-

લાલા લાજપત રાય કયા નામે ઓળખાય છે?

લાલા લાજપત રાયને પંજાબ કેસરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

લાલા લાજપત રાયના રાજકીય ગુરુ કોણ હતા?

લાલા લાજપત રાયના રાજકીય માર્ગદર્શક ઇટાલિયન ક્રાંતિકારી જિયુસેપ મેઝિની હતા.

લાલા લાજપત રાયનું મૃત્યુ કેવી રીતે થયું?

લાલા લાજપત રાયનું 17 નવેમ્બર 1928ના રોજ સાયમન કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન થયેલા ગંભીર લાઠીચાર્જને કારણે મૃત્યુ થયું હતું.

હુ આશા રાખુ છુ કે તમને અમારો લાલા લાજપતરાય નું જીવન ચરિત્ર લેખ ખુબ જ ગમ્યો હશે લાલા લાજપતરાય ના વિચારો તથા લાલા લાજપતરાયના જીવન પ્રસંગો (lala lajpat rai in gujarati) વિશે જાણીને તમને પ્રેરણા મળી હશે. વિઘાર્થી મિત્રોને લાલા લાજપતરાય વિશે નિબંઘ લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે.અમે આવા મહાન વ્યકિતઓના જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment