lic new plan in gujarati language | એલ આઈ સી ની સૌથી શ્રેષ્ઠ પોલીસી 2023

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજે અમે તમને lic new plan in gujarati language – એલઆઇસીની સૌથી આકર્ષક અને ઓછા પ્રિમિયમ વાળી પોલીસી વિશે આ આર્ટીકલમાં માહિતગાર કરીશુ. આ પોલીસી એ ટર્મ ઇન્સ્યુરન્શ પોલીસી છેે જે માત્ર ઓનલાઇન જ ખરીદી શકાય છે. તો ચાલો જાણીએ આ પોલીસી વિશેની વિગતવાર માહિતી.

lic new plan in gujarati language (એલ આઈ સી ની સૌથી શ્રેષ્ઠ પોલીસી)

LIC best policy:: LIC ટેક ટર્મ પ્લાન નંબર 854 એ LIC ની શ્રેષ્ઠ પોલીસી ગણવામાં આવે છે. LIC ની તમામ ટર્મ પોલિસીઓમાં આ સૌથી સસ્તી પોલિસી માનવામાં આવે છે. 18 વર્ષથી 65 વર્ષની વચ્ચેના લોકો આ પોલિસી ખરીદી શકે છે. આ પ્લાનમાં ઓછામાં ઓછી 50 લાખ રૂપિયાની વીમા પોલિસી લેવી પડે છે. તેનાથી ઓછી પોલિસી ખરીદી શકાતી નથી. આ પોલિસી વ્યક્તિ 80 વર્ષની થાય ત્યાં સુધી જ કામ કરશે, તેના પછી નહીં. આ પોલિસી ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ માટે લઈ શકાય છે. આ પોલિસી ફક્ત તે લોકો માટે જ ઉપલબ્ધ છે જેમની પોતાની આવક છે.

Must Read: વીમો એટલે શું?

આ પોલિસીમાં પ્રીમિયમ ચુકવણી માટે ત્રણ વિકલ્પો ઉપલબ્ધ છે. આમાં પહેલું છે રેગ્યુલર પ્રીમિયમ એટલે કે પોલિસી જેટલા વર્ષો છે, તેટલા વર્ષો માટે પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. લિમિટેડ પ્રીમિયમ ટર્મ હેઠળ, કુલ પોલિસી ટર્મ કરતાં 5 વર્ષ ઓછા અથવા 10 વર્ષ ઓછા માટે પ્રીમિયમ ચૂકવી શકાય છે. ત્રીજો વિકલ્પ સિંગલ પ્રીમિયમ છે એટલે કે પોલિસી લેતી વખતે કુલ પ્રીમિયમ એક જ સમયે ચૂકવવાનુ હોય છે.

કેટલા વર્ષની હોય છે પોલિસી 

આ પોલિસીની સૌથી મોટી વિશેષતા ડેથ બેનિફીટ (મૃત્યુ લાભ) છે. આમાં પૈસા મેળવવાના ત્રણ રસ્તા છે. વીમાધારકના મૃત્યુ પછી, નોમિની એક જ વારમાં સંપૂર્ણ રકમ મેળવી શકે છે. બીજી પદ્ધતિ હપ્તાઓની છે જેમાં નોમિનીને 5 વર્ષ, 10 કે 15 વર્ષ માટે એકસાથે રકમ મળે છે. ત્રીજો વિકલ્પ લમસમ રકમ અને હપ્તાઓનો છે. આમાં અમુક ભાગ  લમસમ અને અમુક ભાગ 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષ પર આપવામાં આવે છે. વીમાધારક પૉલિસી લેતી વખતે આ ત્રણમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકે છે. આ પોલિસીમાં ધૂમ્રપાન ન કરનારાઓને ઓછું પ્રીમિયમ ચૂકવવાની સુવિધા મળે છે. જો કોઈ મહિલા આ પોલિસી લે છે, તો તેને પ્રીમિયમ પર પણ ડિસ્કાઉન્ટ મળે છે.

કેટલું પ્રીમિયમ ભરવું ૫ડશે ?

આ પોલિસીમાં અલગ-અલગ વય જૂથો માટે અલગ-અલગ પ્રીમિયમ નક્કી કરવામાં આવ્યા છે. જો 21 વર્ષીય વ્યક્તિ 20 વર્ષની પોલિસી લે છે, તો તેણે દર વર્ષે 6,438 રૂપિયા જમા કરાવવા પડશે. 40 વર્ષની પોલિસી માટે 8,826 ચૂકવવા પડશે. તેવી જ રીતે, જો 40 વર્ષનો વ્યક્તિ 20 વર્ષ માટે LIC ટેક ટર્મ પ્લાન લે છે, તો તેણે 16,249 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. 40 વર્ષ માટે આ પ્રીમિયમ 28,886 રૂપિયા રહેશે.

આ એક ઓનલાઈન પોલિસી છે જે માત્ર ઓનલાઈન લઈ શકાય છે. તમે એલઆઈસીની વેબસાઈટ પર જઈને આ પોલિસી ખરીદી શકો છો. આ પૉલિસી એક ટર્મ ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે હેઠળ વીમાધારકના મૃત્યુના કિસ્સામાં તેને વીમાની રકમ મળે છે. આમાં અન્ય પોલિસીની જેમ મેચ્યોરિટી મની નથી. જો વીમાધારક પોલિસીની મુદતના અંત સુધી જીવિત રહે છે, તો તેમને કોઈ પૈસા મળશે નહીં.

Must Read : વીમા વિશે માહિતી 

ડેથ બેનિફિટ (મૃત્યુ લાભ)ની સુવિધાઓ:- 

  • જો પોલિસી દરમિયાન વીમાધારકનું મૃત્યુ થાય છે, તો તેના/તેણીના નોમિનીને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. મર્યાદિત પ્રીમિયમ અને નિયમિત પ્રીમિયમ પ્લાનમાં સમાન સુવિધાઓ હોય છે જ્યારે સિંગલ પ્રીમિયમમાં થોડો તફાવત હોય છે.
  • જો વીમાધારકનું મૃત્યુ થાય છે, તો નોમિનીને તેની વાર્ષિક આવકના 7 ગણી રકમ મળશે
  • નોમિનીને વીમાધારક મૃત્યુ પામે તે તારીખ સુધી કુલ પ્રીમિયમના 105 ટકા મળશે
  • વીમાની sum assured એટલે કે નિયત રકમ નોમિનીને આપવામાં આવે છે

સિંગલ પ્રીમિયમ પોલિસીના નિયમ

  • વીમાધારકના મૃત્યુ પર, નોમિનીને સિંગલ પ્રીમિયમના 125 ટકા મળે છે.
  • મૃત્યુ પર sum assured એટલે કે નિયત રકમ નોમિનીને આપવામાં આવે છે
  • આ પોલિસી ટર્મ પ્લાન છે, તેથી વીમાધારકને કોઈ પાકતી રકમ મળતી નથી

નિષ્કર્ષ:-

અમે અહીં lic new plan in gujarati language લેખ દ્વારા તમને એલ આઈ સી ની સૌથી શ્રેષ્ઠ પોલીસીની ૫સંદગી માં મદદરૂ૫ બનવાનો પ્રયત્ન કરેલ છે. અહી આપેલ તમામ માહિતી ઇન્ટરનેટ આઘારિત છે. તેમાં સમયાનુંસાર ફેરફારો થવાની સંપુર્ણ સંભાવના રહેલી છે. કોઇ ૫ણ પોલીસી ૫સંદ કરતાં ૫હેલાં તેની તમામ શરતો અને નિયમોનો સંપુર્ણ અભ્યાસ કર્યા બાદ જ પોલીસી ૫સંદ કરો. આ માટે LIC (એલ આઈ સી)ની ઓફીશીયલ વેબસાઇટની મુલાકાત અવશ્ય લો.

હું આશા રાખું છું કે તમને અમારો lic new plan in gujarati language (એલ આઈ સી ની સૌથી શ્રેષ્ઠ પોલીસી) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આ બ્લોગ ૫ર વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ ,જીવનચરિત્ર અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment