Advertisements

લોકમાન્ય ટિળક નું જીવચરિત્ર

Advertisements

સ્વરાજ મારો જન્મસિઘ્ઘ અઘિકાર છે અને તેને હું મેળવીને જ રહીશ. આ વાક્ય આજે ૫ણ આ૫ણને બાળ ગંગાધર ટિળકની યાદ અપાવે છે. તેમને લોકમાન્ય ટિળકના નામથી પણ ઓળખવામાં આવતા હતા. લોકમાન્ય નો અર્થ છે લોકો દ્વારા સ્વીકાર કરવામાં આવેલ નેતા. લોકમાન્ય ઉપરાંત તેમને હિંદુ રાષ્ટ્રવાદના પિતા પણ કહેવામાં આવતા હતા. તો આજના લેખમાં આ૫ણે બાળ ગંગાઘર ટિળક વિશે માહિતી મેળવીશુ.

બાળ ગંગાઘર ટિળકનું પ્રારંભિક જીવન:-

બાળ ગંગાધર તિલક નો જન્મ ૨૩ જુલાઈ ૧૮૫૬ના ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરી માં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ગંગાધર તિલક હતું અને તેઓ રત્નાગીરી માં એક સંસ્કૃત ના પ્રખ્યાત શિક્ષક હતા. તેમની માતાનું નામ પાર્વતીબાઈ ગંગાધર હતું. તેમના પિતાની બદલી થતાં  તેમનો પરિવાર પુણેમાં આવીને રહ્યો. ૧૮૭૧માં બાળ ગંગાધર તિલકના લગ્ન તપીબાઈ સાથે થયા. જે બાદમાં સત્યભામા બાઈ ના રૂપમાં ઓળખાયા.

લોકમાન્ય ટિળકનું શિક્ષણ:-

ટિળક બાળપણથી જ ખૂબ તેજ બુદ્ધિ અને પ્રતિભાવાન વિદ્યાર્થી હતા. ગણિત તેમનો શરૂઆતથી જ પસંદગીનો વિષય હતો. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ પુણેના એગ્લો વર્નાકયુલર સ્કૂલ માં પ્રાપ્ત કર્યુ. તેઓ નાના હતા ત્યારે જ તેમના માતા પિતાનું અવસાન થઈ ગયુ. તેનાથી તેઓ નિરાશ ન થયા પરંતુ તેમના જીવનમાં આગળ વધતા રહયા.

ત્યાર પછી ૧૮૭૭માં પૂર્ણના ડેક્કન કોલેજ થી સંસ્કૃત અને ગણિત વિષય સાથે બી.એ. ની ડીગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ મુંબઈના સરકારી લો કોલેજ થી એલ.એલ.બી નું શિક્ષણ શરૂ કર્યું. ત્યારબાદ ૧૮૭૯માં તેમણે લો ની ડીગ્રી પ્રાપ્ત કરી લીધી.

શિક્ષક ના રૂપમાં બાળ ગંગાધર તિલક ની ભૂમિકા:-

પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ બાળ ગંગાધર તિલક પુણેના એક પ્રાઇવેટ સ્કૂલમાં ગણિત અને ઈંગ્લીશના શિક્ષક બની ગયા. ત્યાં સ્કૂલના અન્ય શિક્ષકો અને અધિકારીઓ સાથે તેમના વિચારો મેળ ખાતા ન હતા, જેથી તેમણે ૧૮૮૦માં સ્કૂલમાં ભણવાનું છોડી દીધું. તમને જણાવી દઈએ કે બાળ ગંગાધર તિલકે અંગ્રેજી શિક્ષણ પ્રણાલીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે બ્રિટિશ વિદ્યાર્થીઓની તુલનામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે કરવામાંં આવતા અન્યાયી વહેવારનો ૫ણ ઉગ્ર વિરોધ કર્યો અને ભારતીય સંસ્કૃતિ અને આદર્શો પ્રત્યે  લોકોમાં જાગૃતતા ફેલાવી.

ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના:-

ભારતીય વિદ્યાર્થીઓ માં રાષ્ટ્રવાદી શિક્ષણને પ્રેરિત કરવા માટે, દેશના યુવાઓ ને ઉચ્ચ સ્તરનું શિક્ષણ પ્રદાન કરવા માટે અને શિક્ષણમાં ગુણવત્તા લાવવા ના ઉદ્દેશથી બાળ ગંગાધર તિલકે તેમના કોલેજના સહપાઠી મિત્ર અને મહાન સમાજસુધારક ગોપાલ ગણેશ આગરકર અને વિષ્ણુ શાસ્ત્રી ચિપુલંકર સાથે મળીને ”ડેક્કન એજ્યુકેશન સોસાયટી”ની સ્થાપના કરી.

કેસરી અને મરાઠા નું પ્રકાશન :– 

૧૮૮૧માં ભારતીય સંઘર્ષો અને પરેશાનીઓથી લોકોને પરિચિત કરાવવા માટે, લોકોમાં સ્વશાસનની ભાગના જાગૃત કરવા માટે અને પોતાના હક્કોની લડાઈ લડવાની ભાવના વિકસિત કરવાના ઉદ્દેશથી લોકમાન્ય તિલકે બે સાપ્તાહિક પત્રિકા કેસરી અને મરાઠા ની શરૂઆત કરી આ બંને સમાચાર પત્રો લોકોમાં ખૂબ જ પ્રખ્યાત થયા.

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં સામેલ :-

બાળ ગંગાધર તિલક વર્ષ 1990માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ માં સામેલ થઈ ગયા. ત્યાર બાદ તેમણે તરત જ શાસન પર પાર્ટીના ઉદારવાદી વિચારોનો ખૂબ વિરોધ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન બાળ ગંગાધર તિલકે કહ્યું કે બ્રિટીશ સરકાર વિરુદ્ધ સરળ સંવિધાનિક આંદોલન કરવું વ્યર્થ છે. ત્યારબાદ પાર્ટીએ તેમણે કોંગ્રેસના પ્રમુખ નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે ના વિરોધમાં ઉભા કરી દીધા. જોકે લોકમાન્ય ટિળક સ્વરાજ મેળવવા માટે અને અંગ્રેજોને ભગાવવા માટે એક સશક્ત વિદ્રોહ ઇચ્છતા હતા. તેમણે બંગાળના ભાગલા દરમિયાન સ્વદેશી આંદોલન અને બ્રિટિશ વસ્તુઓનો બહિષ્કાર નું પૂર્ણ સમર્થન કર્યું.

કોંગ્રેસ પાર્ટી અને લોકમાન્ય તિલકની વિચારધારામાં અંતર હોવાથી તેમણે કોંગ્રેસના ગરમપંથી જહાલવાદી નેતા તરીકે ઓળખાવા લાગ્યા. આ દરમિયાન તેમને બંગાળના રાષ્ટ્રવાદી બિપીનચંદ્ર પાલ અને પંજાબના લાલા લજપતરાયનું સમર્થન પ્રાપ્ત થયું. ત્યારબાદ આ ત્રણેયની ત્રિપુટી લાલ બાલ અને પાલ ના રૂપમાં મશહૂર થઈ ગઈ.

૧૯૦૭ માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ પાર્ટીના ઉદારવાદી અને ગરમપંથી વર્ગો વચ્ચે એક વિવાદ ઊભો થયો, જેથી કોંગ્રેસ જહલાવાદ(ગરમપંથ) અને મવાળવાદી(નરમપંથ) બે અલગ-અલગ ભાગોમાં વહેંચાઈ ગઈ.

બાળ ગંગાધર તિલકની જેલયાત્રા:-

લોકમાન્ય તિલકે બ્રિટિશ સરકારની દમનકારી નીતિ નો ઉગ્ર વિરોધ કર્યો. તેમણે પોતાના અખબારોના માધ્યમથી અંગ્રેજોના વિરોધમાં ઉત્તેજક લેખ લખ્યા. આ લેખમાં તેમણે ચાફેકર બંધુઓ ને પ્રેરિત કર્યા. જેથી ૨૨ જૂન ૧૮૯૭માં કમિશ્નર રૈંડ ઓરો લેફટડિનેસ્ટ  આર્યેસ્ટ ની હત્યા કરી દીધી. જેના પછી લોકમાન્ય તિલક ઉપર હત્યા માટે ઉકસાવવાના આરોપથી રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવામાં આવ્યો અને છ વર્ષ સુધી દેશની નિકાલનું દંડ આપી દીધો. ઇ.સ.૧૮૦૮ થી ૧૯૧૪ સુધી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા. જો કે જેલ દરમિયાન પણ તેમણે લખવાનું શરૂ રાખ્યું, તેમણે જેલમાં ”ગીતા રહસ્ય” નામનું પુસ્તક લખ્યું.

તિલકના ક્રાંતિકારી ૫ગલાં થી અંગ્રેજ સરકાર હાંફળી-ફાંફળી થઇ ગઈ અને તેમના સમાચાર પત્રોના પ્રકાશન પર રોક લગાવવાની કોશિશ કરી. પરંતુ તે સમયે ટીળકની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી. અને લોકોમાં સ્વશાસન મેળવવાની ઈચ્છા જાગૃત થઈ ગઈ હતી એટલે જ અંગ્રેજોએ આ મહાન ક્રાંતિકારી બાળ ગંગાધર ટિળક આગળ ઝુકવા માટે મજબૂર થવું પડ્યું.

હોમરૂલ લીંગની સ્થાપના:-

૧૯૧૫માં જેલની સજા કાપ્યા બાદ જ્યારે લોકમાન્ય તિલક ભારત ૫રત આવ્યા તે દરમિયાન તેમણે નોટિસ કર્યું કે પ્રથમ વિશ્વયુદ્ધના કારણે રાજકીય સ્થિતિ ઘણી બદલાય રહી હતી.તેમની જેલ મુક્તિથી તેમના સમર્થકોમાં ખુશીની લહેર દોડતી થઈ ગઈ. લોકોએ ભેગા મળીને તેમની જેલ રિહાઇનો ઉત્સવ મનાવ્યો. આ સમય એવો હતો કે જયારે મહાત્મા ગાંધીજી ૫ણ દક્ષિણ આફ્રિકા થી ૫રત આવીી ગયા હતા.

ત્યારબાદ લોકમાન્ય ટિળક ફરી કોંગ્રેસમાં સામેલ થયા. તેમના સાથીઓ સાથે એક જૂથ થયા બાદ તેમણે એની બેસન્ટ, મહમદ અલી ઝીણા સાથે મળીને ૨૫ એપ્રિલ ૧૯૧૬માં સંપૂર્ણ ભારતમાં હોમરુલ લીગની સ્થાપના કરી. જેમાં તેમણે સ્વરાજ અને પ્રશાસકીય સુધારા સાથે ભાષાકીય પ્રાંતોની સ્થાપના ની માંગ કરી.

સમાજ સુઘારક ના રૂપમાં બાળ ગંગાધર તિલક નું કામ :-

લોકમાન્ય ટિળક એ એક મહાન સમાજ સુધારક ના રૂપમાં કામ કર્યું હતું. તેમણે તેમના જીવનમાં સમાજમાં ફેલાયેલા જાતિપ્રથા,બાળવિવાહ જેવા કુ-રિવાજો ના વિરોધમાં અવાજ ઉઠાવ્યો અને મહિલાઓના શિક્ષણ અને વિકાસ પર ભાર આપ્યો.

બાળ ગંગાધર ટિળક મૃત્યુ :-

જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટનાનો લોકમાન્ય ટિળક ઉપર ઘેરો પ્રભાવ પડ્યો.તેમનું સ્વાસ્થ્ય ખરાબ રહેવા મળ્યું. ત્યારબાદ તેઓ ડાયાબિટીસની બીમારીની ઝપેટમાં આવી ગયા. જેનાથી તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. ૧ ઓગસ્ટ ૧૯૨૦ ના રોજ લોકમાન્ય ટિળકએ તેમના અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુથી સંપૂર્ણ ભારતભરમાં અત્યંત શોકની લાગણી ફેલાઇ ગઇ. તેમના અંતિમ દર્શન કરવા અને અંતિમયાત્રામાં લાખો લોકોની ભીડ ઉમટી ૫ડી.

બાળ ગંગાધર તિલક ના પુસ્તકો:-

બાળ ગંગાધર ટિળકે જેલવાસ દરમિયાન ઘણા પુસ્તકો લખ્યા. પરંતુ શ્રીમદ ભગવદ ગીતા ની વ્યાખ્યા ઉ૫ર જેલમાં લખાયેલી ગીતા રહસ્ય‘ તેમનું સર્વોત્તમ પુસ્તક હતું. આ પુસ્તકનો ઘણી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો. આ ઉપરાંત લોકમાન્ય ટિળકેે વેદકાલ નો નિર્ણય, આર્યોનું મુળ નિવાસ્થાન, ગીતા રહસ્ય અથવા કર્મયોગ શાસ્ત્ર, વેદોનો કાળ-નિર્ણય અને વેદાંગ જ્યોતિષ વગેરે પુસ્તકો લખ્યાં.

આ ૫ણ વાંચો-

  1. ગાંધીજીના જીવન પ્રસંગો
  2. લાલા લાજપતરાય નું જીવનચરિત્ર 
  3. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 
  4. ભગતસિંહ નું જીવન ચરિત્ર

હુ આશા રાખુ છુ કે તમને અમારો લોકમાન્ય ટિળક નું જીવન ચરિત્ર લેખ ખુબ જ ગમ્યો હશે. બાળ ગંગાધર ટિળક ના જીવન પ્રસંગો વિશે જાણીને તમને પ્રેરણા મળી હશે. વિઘાર્થી મિત્રોને લોકમાન્ય ટિળક વિશે નિબંઘ લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે.અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

Leave a Comment

%d bloggers like this: