Maha Shivratri Vrat Niyam 2023: : મહાશિવરાત્રીનું વ્રત કરનારાઓ માટે શુ છે નિયમો, શુ કરવુ અને શુ ન કરવુ ખાસ જાણીલો

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

મહાશિવરાત્રી એટલે સાધનાની રાત્રિ. આ દિવસે જે પણ શિવ ભક્ત ભક્તિભાવથી પૂજા કરે છે તેને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શિવરાત્રીના ઉપવાસના કેટલાક નિયમો અને પદ્ધતિઓ છે તે દરેક શિવના ઉપાસકે જાણી લેેેવી ખૂબ જ જરૂરી છે.

મહાશિવરાત્રીના પર્વ પર હિન્દુ ધર્મના નિયમો અને વિધિવિધાન મુજબ પુજા-અર્ચના અને શિવના ગુણગાન કરવાથી ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા પાપ્ત થાય છે. અને માણસના ધારેલા કાર્યો સફળ થાય છે.

હિન્દુ ધર્મના તમામ દેવી-દેવતાઓ કરતાં ભગવાન શીવ જલ્દીથી પ્રસન્ન થાય છે, જાણે અજાણે પણ શીવજીની ભકિતમાં ભાગ લેવાથી કે શીવલીંગ પર બીલીપત્ર ધરાવવાથી શીવ પ્રસન્ન થઇ જાય છે. તેથી જ તો ભગવાન શીવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે.

તો ચાલો આજે આપણે આ મહાશીવરાત્રીના પર્વ પર ભગવાન શીવની પુજા અર્ચના કરવા માટે (Maha Shivratri Vrat Niyam) નિયમો શું છે તે જાણી લઇએ.

ખાસ વાંચોઃ જાણો મહાશિવરાત્રીનો ઇતિહાસ અને કથા

ઉપવાસ કરતી વખતે, ભક્તો સાત્વિક ખાદ્ય પદાર્થો જેમ કે, રાગી, સાબુદાણા, ફળો અને અમુક પ્રકારની શાકભાજી ખાઈ શકે છે. જો તમે પણ મહાશિવરાત્રીના ઉપવાસ કરી રહ્યા છો તો તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે આજે તમને જણાવીશું.

ઉપવાસના દિવસે શું કરવું? (Maha Shivratri Vrat Niyam)

 1. મહાશિવરાત્રિના દિવસે વ્રતનો સંકલ્પ કરનાર મહાશીવરાત્રીના પર્વના એક દિવસ પહેલા સવારે વહેલા ઉઠી, સ્નાન કર્યા પછી શિવની પૂજા કરતી વખતે લેવામાં આવે છે. હથેળીમાં થોડા ચોખા અને પાણી રાખીને સંકલ્પ કરવામાં આવે છે.
 2. વ્રતનો સંકલ્પ કરનાર લોકોએ મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્ત અથવા સૂર્યોદયની આસપાસ વહેલી સવારે ઉઠવુ જોઇએ.
 3. વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જઇએ.
 4. દિવસમાં ઓમ નમઃ શીવાયના મંત્ર ઝાપ કરવા જોઇએ.
 5. સામાન્ય રીતે શિવરાત્રીની પુજા રાત્રે કરવામાં આવે છે જેથી ભકતોએ રાત્રે ફરીથી સ્નાા કરી પુજામાં ભાગ લેવો જોઇએ. અને બીજા દિવસે સવારે સ્નાન કર્યા બાદ જ વ્રત છોડવુ જોઇએ.
 6. જે લોકો કોઇ બિમારીથી પીડાતા હોય તેમણે આ વ્રત કરતાં પહેલા પોતાના ફેમેલી ડોકટરની સલાહ અવશ્ય લેવી જોઇએ.
 7. ભગવાન શિવને પુજામાં દૂધ, ધતુરાનું ફૂલ, બેલીપત્ર, ચંદનની પેસ્ટ, દહીં, મધ, ઘી અને ખાંડ આદી અર્પણ કરવામાં આવે છે.
 8. દ્રિકપંચાંગ અનુસાર, ઉપવાસનો મહત્તમ લાભ મેળવવા માટે ભક્તોએ સૂર્યોદયની વચ્ચે અને ચતુર્દશી તિથિની સમાપ્તિ પહેલાં ઉપવાસ તોડવો જોઈએ.

ખાસ વાંચોઃજટામાં ગંગા, માથા પર ચંદ્ર અને હાથમાં ત્રિશુલ ધારણ કરેલા શંકરનો મહિમા કેવો છે જાણો

Maha Shivratri Vrat Niyam

મહાશિવરાત્રિના વ્રત દરમિયાન શું ન કરવું?

 1. ચોખા, ઘઉં અથવા કઠોળમાંથી બનેલા ખોરાકનું સેવન ન કરવું જોઈએ કારણ કે ઉપવાસ દરમિયાન આ ખોરાકના સેવનની મંજૂરી નથીી
 2. માંસાહારી ખોરાક, લસણ, ડુંગળી સખત રીતે ટાળવી જોઈએ કારણ કે આ વસ્તુઓ તામસિક પ્રકૃતિની છે.
 3. શિવલિંગ પર નારિયેળ જળ ન ચઢાવવું જોઈએ.
 4. વ્રત રાખનારને દિવસ દરમિયાન ઊંઘ ન લેવી જોઈએ. શાસ્ત્રો અનુસાર દિવસ દરમિયાન સૂવાથી ઉપવાસનું ફળ મળતું નથી.

નોંધઃ ઉપરોત તમામ વિગતો માત્ર ઇન્ટરનેટ પરથી સંકલિત કરેલ માહિતી આધારિત છે અમે કોઇ માન્યતા કે ધાર્મિક વિધિની અધિકારીત રીતે પુષ્ઠી કરતા નથી.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment