મીરાંબાઈ વિશે માહિતી, પરિચય, ઇતિહાસ, ભજન, પદો | Mirabai in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Mirabai in Gujarati : મીરાબાઈ ભગવાન કૃષ્ણના મહાન ભક્ત હતાં. જેમને “રાજસ્થાનની રાધા” તરીકે પણ ઓળખવામાં આવે છે. મીરા એક સારી ગાયિકા, કવિ અને સંત પણ હતી. તેમનો જન્મ મધ્યકાલીન રાજપૂતાના (હાલનું રાજસ્થાન) ના મેડતા શહેરના કુડકી ગામમાં થયો હતો. મીરાબાઇને નાનપણથી જ ભગવાન કૃષ્ણ પ્રત્યે લગાવ હતો.

ભગવાન કૃષ્ણ પ્રત્યેના આ લગાવને કારણે તે તેમની ભક્તિમાં સામેલ થઈ ગઈ અને જીવનભરની કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગઈ. આજે મીરાબાઈની ગણતરી મહાન ભક્તોમાં થાય છે.

મીરાંબાઈ નો પરિચય (Introduction to Mirabai)

નામ:મીરાબાઈ
જન્મ :ઇ.સ. 1498 કુડકી ગામ, મેડતા, રાજસ્થાન
૫િતાનું નામ :રતનસિંહ રાઠોડ
માતાનું નામ :વીર કુમારી
૫તિનું નામ :રાણા ભોજરાજ સિંહ (મેવાડના મહારાણા સાંગાના મોટા પુત્ર)
ધર્મ :હિન્દુ
વંશ (લગ્ન પછી) :સિસોદિયા
ખ્યાતિનું કારણ :ભજનો, ૫દો, કવિતા, કૃષ્ણ ભક્તિ
મૃત્યુ :ઇ.સ. 1547, રણછોડ મંદિર ડાકોર, દ્વારકા (ગુજરાત)

મીરાબાઈનો જન્મ .ઇ.સ. 1498 માં કુડકી, મેડતા (રાજસ્થાન) ગામમાં મેડતાના રાઠોડ રાવ દુદાના પુત્ર રતન સિંહને ત્યાં થયો હતો. મીરાના પિતા રતન સિંહ રાઠોડ જાગીરદાર હતા અને માતા વીર કુમારી હતા. મીરાનો ઉછેર તેના દાદા દાદીએ કર્યો હતો. તેમના દાદી ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત હતા જેમને ભગવાનમાં ખૂબ શ્રદ્ધા હતી.

મીરાબાઇ તેમની દાદીમાની કૃષ્ણ પ્રત્યેની ભક્તિથી પ્રભાવિત થયા. એક દિવસ જ્યારે વરરાજા સાથે સરઘસ જઈ રહ્યું હતું, ત્યારે મીરાએ વરરાજાને જોઈને દાદીને તેના વર વિશે પૂછવાનું શરૂ કર્યું. તેથી દાદીએ તરત જ ગિરધર ગોપાલનું નામ કહ્યું અને તે દિવસથી મીરાએ ગિરધર ગોપાલને તેમના વર તરીકે સ્વીકારી લીધા.

Must Read : ગંગાસતીનું જીવનચરિત્ર

મીરાનું આખું બાળપણ મેડતામાં જ વિત્યું કારણ કે તેના પિતા રતનસિંહ રાઠોડ બજોલીના જાગીરદાર હતા જેઓ મીરા સાથે રહેતા ન હતા.

મીરાબાઈના લગ્ન (Marriage of Mirabai)

મીરાબાઈના લગ્ન ઇ.સ. 1516માં મેવાડના મહારાણા સાંગાના જયેષ્ઠ ૫ુત્ર ભોજરાજ સિંહ સાથે થયા હતા. ભોજરાજ તે સમયે મેવાડના યુવરાજ હતા.

લગ્નના એક કે બે વર્ષ પછી, 1518 માં, ભોજરાજને દિલ્હી સલ્તનત સામે યુદ્ધમાં જવું પડ્યું. 1521માં મહારાણા સાંગા અને મુઘલ શાસક બાબર વચ્ચે યુદ્ધ થયું હતું. ખાનવાના યુદ્ધ તરીકે ઓળખાતા આ યુદ્ધમાં રાણા સાંગાનો પરાજય થયો હતો. ખાનવાના યુદ્ધમાં રાણા સાંગા અને તેમનો પુત્ર ભોજરાજ મૃત્યુ પામ્યા.

તેના પતિ ભોજરાજના મૃત્યુ પછી મીરાબાઈ એકલા પડી ગયા. પતિની શહાદત પછી તેઓ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગયા.

Mirabai in Gujarati

મીરાને મારી નાખવાના પ્રયાસો

મીરાબાઈનું સાઘુ-સંતો સાથે ઉઠવાનું -બેસવાનું અને ભજન ગાવાનું કામ તેમના દેેેવર વિક્રમ સિંહ (વિક્રમાદિત્ય)ને પસંદ નહોતું. તેથી તેમણે મીરાબાઇને સમજાવ્યું કે આ૫ણે રાજપૂત છીએ અને આ બધું કામ આ૫ણું નથી.

પરંતુ મીરાબાઈએ તેમની વાત ન સાંભળી અને કૃષ્ણ ભક્તિમાં આસક્ત રહયા. વિક્રમાદિત્યએ મીરાંને કૃષ્ણની ભક્તિથી રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા ૫રંતુ તેઓ નાકામયાબ રહયા.

વિક્રમાદિત્યએમીરાને ઝેર આપવાનો પ્રયાસ કર્યો. એક દિવસ તેણે મીરા માટે ગ્લાસમાં ઝેર અને કટારોમાં સાપ મોકલ્યો. માન્યતાઓ અનુસાર, વિક્રમાદિત્ય દ્વારા મોકલવામાં આવેલો સાપ ફૂલોની માળા બની ગયો અને ઝેર અમૃતની જેમ મીરાબાઇ ૫ી ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી મીરાબાઈને મારવાના તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા.

આવી ઘટનાઓ જોઈને મીરાબાઈએ મેવાડ છોડી દીધું અને ભગવાન કૃષ્ણને પોતાનું સર્વસ્વ માની લીધું.

તેમણે બાકીનું જીવન કૃષ્ણભક્તિમાં વિતાવ્યું. ક્યારેક મીરાબાઈ કંઈપણ ખાધા વિના કલાકો સુધી ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન રહેતા.

Must Read : સંત તુકારામનું જીવનચરિત્ર

મીરાબાઈનો અંંતિમ સમય:-

વિવિધ પ્રકારના અત્યાચારોથી પરેશાન થઈને તે મેડતામાં આવી. જ્યારે મીરાના કાકા વીરમદેવ મેડતામાં શાસન કરતા હતા, ત્યારબાદ તેઓ તીર્થયાત્રાએ નીકળી ૫ડયા. તીર્થયાત્રામાં, તે ગિરધરના ઘણા મંદિરોમાં દર્શન કરીને વૃંદાવન ગઈ અને ત્યાંથી દ્વારકા પહોંચી. દ્વારકામાં, તેઓ રણછોડ ભગવાનની ભક્તિમાં લીન થવા લાગ્યા અને ત્યાં પોતાનો સમય પસાર કરવા લાગ્યા.

એમ કહેવાય છે કે, ઇ.સ. 1546 (વિક્રમ સંવત 1603) માં, તે દ્વારકામાં રણછોડની મૂર્તિમાં સમાઈ ગઈ અને દુનિયાથી અલગ થઈ ગઈ. પોતાની જાતને દુનિયાથી અલગ રાખીને, તેણે પોતાનું સર્વસ્વ ગિરધરને સોંપી દીધું,

મીરાબાઈની રચનાઓ, સાહિત્ય અને ૫દાવલી :-

શ્રી કૃષ્ણના વિવિધ શ્લોકો તેમના દ્વારા રચવામાં આવ્યા છે, તેમણે પ્રેમથી ભરપૂર અનેક શ્લોક ગાયા છે. તેમની મુખ્ય કૃતિઓ નીચે મુજબ છે:

  • નરસી જી કા માયરા,
  • ગીત ગોવિંદ કી ટીકા,
  • રાગ સીરથ કે ૫દ,
  • રામગોવિંદ વગેરે.

હિન્દી કાવ્ય સાહિત્યમાં મીરાનું આગવું સ્થાન છે, પ્રેમની પીડા તેમની કાવ્ય રચનાઓમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. (મીરાની રચનાઓ) તેમના જેવી પ્રેમની પીડા કોઈએ અનુભવી નથી અને આવી રચનાઓ ફરી કોઈ કરી શક્યું નથી.

“‘મીરાબાઈ કી પદાવલી’ ” પુસ્તકમાં તેમના ગીતોનું સંકલન કરવામાં આવ્યું છે, તેનો મુખ્ય વિભાગો નીચે મુજબ છે –

  • રૂકમણી મંગલ,
  • નરસી જી કા માયરા
  • ફુટકર ૫દ,
  • મીરા કી ગરબી,
  • મલાર રાગ,
  • નરસિંહ મેહતની હુંડી
  • ચરિત સત્યભામા જી નુ રૂસન (મીરા કે ૫દ)

મીરા બાઈ વિશે મહત્વપૂર્ણ તથ્યો:-

• તેમનો જન્મ 1498 એડી (વિક્રમ સંવત 1555) માં થયો હતો અને 1546 એડી (વિક્રમ સંવત 1603) ની આસપાસ મૃત્યુ પામ્યા હતા.
• તેમનું બાળપણનું નામ પેમલ છે અને તેમની કાર્મભુમી વૃંદાવન છે.
• તેઓ ભક્તિ યુગની એક કવયિત્રી હતા જેમણે મુખ્યત્વે કૃષ્ણ ભક્તિના ગીતો ગાયા છે.
• તેમના શિક્ષક અને ગુરુ સંત રવિદાસ હતા. અને એવું ૫ણ માનવામાં આવે છે કે તેમણે જીવા ગોસ્વામી પાસેથી દીક્ષા લીધી હતી.
• ડૉ. નાગેન્દ્રએ તેમને “સાંપ્રદાય નિર૫ેેેક્ષ ભક્ત કવિયત્રી” કહ્યા છે.
• મીરાબાઇ કૃષ્ણને પોતાનું સર્વસ્વ માનતા હતા અને તેને પોતાના પતિ તરીકે પણ માનતા હતા.

મીરાબાઈ જયંતિ (Mirabai in Gujarati):-

ભગવાન કૃષ્ણની સૌથી મોટી પ્રેમીકા અને ભક્ત કવિ મીરાએ જીવનભર માત્ર કૃષ્ણનું રટણ કર્યુ. એટલુ જ નહી, પરંતુ કૃષ્ણની મૂર્તિમાં વિલીન થઈને તેમના દેહનો ત્યાગ પણ કર્યો. એટલે કે તેમણે ૫ોતાનું સમગ્ર જીવન કૃષ્ણભકિતમાં જ ૫સાર કર્યુ. હિંદુ કેલેન્ડર મુજબ મીરાનો જન્મ દિવસ શરદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

ભક્તિ અને નિર્મળ પ્રેમની પરાકાષ્ઠા તેમના ભજનો અને ૫દોમાં અનુભવી શકાય છે. તેમના ભક્તિ ગીતો અને પદોનો ઉપયોગ ઘણી હિન્દી ફિલ્મોમાં કરવામાં આવ્યો છે. પ્રભુ પ્રત્યે સાચી શ્રઘ્ઘા સાથે ભક્તિ કરવામાં આવે તો એક દિવસ અવશ્ય ભગવાન મળે જ છે જે મીરાબાઇના જીવનમાંથી(Mirabai in Gujarati) શીખી શકીય છે.

મીરાબાઈનું બાળપણનું નામ શું હતું?

મીરાબાઈનું બાળપણનું નામ પેમલ હતું.

મીરાબાઈના ગુરુ કોણ હતા?

સંત રૈદાસ મીરાબાઇના ગુુુરુ હોવાનું માનવામાં આવે છે.

મીરાબાઈ નું અવસાન કયા સ્થળે થયું હતું

ઇ.સ. 1546 (વિક્રમ સંવત 1603) માં મીરબાઇ દ્વારકામાં રણછોડની મૂર્તિમાં સમાઈ ગઈ એ રીતે તેમનું અવસાન થયુ હોવાની માન્યતા છે.

મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે?

મીરાંબાઈ ના પદો વ્રજ, હિંદી, ગુજરાતી, ઇત્યાદિ ભાષામાં મળે છે.

આ ૫ણ વાંચો:-

  1. નરસિંહ મહેતા વિશે માહિતી
  2. સંત કબીરનો પરિચય, ઇતિહાસ, સાખી, દોહા
  3. આદિ શંકરાચાર્ય વિશે માહિતી
  4. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ

હુ આશા રાખુ છું કે તમને અમારો મીરાંબાઈ વિશે માહિતી, પરિચય, ઇતિહાસ, ભજન, પદો (Mirabai in Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આ લેખ ખાસ કરીને વિઘાર્થીમિત્રોને સમયનું મૂલ્ય નિબંધ, સમયનો સદુપયોગ નિબંધ અને સમય મહત્વ વિશે ગુજરાતી નિબંધ લેખન માટે ખુબ જ ઉ૫યોગી નિવડશે. આવા અનેક ગુજરાતી નિબંધ, જીવચરિત્ર અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

Mirabai in Gujaratix
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment