Advertisements

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના (Mukhyamantri Kisan Sahay Yojana 2022)

Advertisements

રાજ્યના ખેડૂતોને રાહત આપવા માટે આ૫ણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીજી દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 10 ઓગસ્ટ 2020 ના રોજ શરૂ કરવામાં આવી છે, આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર કુદરતી આફતો જેવી કે, (૧) અનાવૃષ્ટિ (દુષ્કાળ), (૨) અતિવૃષ્ટિ અને (૩) કમોસમી વરસાદ (માવઠું) ને લીધે થતાં પાકનુકશાન માટે વળતર આપશે. આ ગુજરાત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના (Mukhya Mantri Kisan Sahay Yojanaઅંતર્ગત ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૩૩ % થી ૬૦ % માટે રૂ. ૨૦૦૦૦/- પ્રતિ હેક્ટર અને ૬૦ % થી વધુ પાક નુકશાન માટે રૂ. ૨૫૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટર ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.

                રાજ્યના વિકાસમાં ખેતી અને ખેડૂતોનો બહુમૂલ્ય ફાળો રહેલો છે. ખેતીની સિઝન અને તેમાં ખરીફ સીઝનમાં ખેતી પાકોમાં અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ, વાદળ ફાટવું કમોસમી વરસાદ(માવઠું) જેવા આકસ્મિક કુદરતી જોખમોનો સામનો કરવો પડે છે. આ જોખમો સામે રક્ષણ માટે ૩૩% કે તેથી વધુ પાક નુકસાનના પ્રસંગોએ એસ.ડી.આર.એફ. અંતર્ગત સહાય ચુકવવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત વિવિધ ખેડૂતોને વીમા કંપનીઓની શરતોને આધીન વીમાના દાવાઓ મળતા હતાં. ચાલુ વર્ષે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં વીમા કંપનીઓ દ્વારા ખૂબ જ ઊંચું પ્રીમિયમ આવેલ છે. જેનાથી ખેડૂતોના હિતોને નુુકસાન થવાની ચિંતાથી ગુજરાત રાજય સરકારશ્રીએ ખેડુતોના હિતમાં કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ કે જેમાં રાજ્યના બધા જ ખેડુતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે કુદરતી આપત્તિથી થયેલ પાક નુકસાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લે માટે  યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના (Mukhya Mantri Kisan Sahay Yojana) અમલમાં મૂકેલ છે

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો ઉદ્દેશ :- 

જેમ કે આ૫ણે સૌ જાણીએ છીએ કે કુદરતી આફતોને કારણે, ખેડૂતોના પાકને ઘણું નુકસાન થાય છે, ખાસ કરીને ખરીફ સીઝનમાં વરસાદની અનિયમિતતાને કારણે ગુજરાતમાં ખેડુતોને ઘણું બઘુ આર્થિક નુકસાન થાય છે. આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે આ નવી ગુજરાત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના (Mukhya Mantri Kisan Sahay Yojanaશરૂ કરી છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ(માવઠું) વગેરે કુદરતી આફતોને કારણે ખેડૂતોના પાકને થતા નુકસાનની સ્થિતિમાં ખેડૂતોને  આર્થિક સહાય પ્રદાન કરવાનો છે. 

યોજનામાં સમાવિષ્ટ કુદરતી આપત્તિ:

આ યોજના અંતર્ગત ખરીફ ઋતુના પાકોમાં (૧) અનાવૃષ્ટિ (દુષ્કાળ) (૨) અતિવૃષ્ટિ અને (૩) કમોસમી વરસાદ (માવઠું) જોખમોથી થયેલ પાક નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. 

.નાવૃષ્ટિ(દુષ્કાળ)

તાલુકાના મહેસુલી રેઇન ગેજ મુજજે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઇંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ(દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે. સામાન્ય સંજોગોમાં સિંચાઇ વિભાગ દ્વારા પિયત માટે કમાન્ડ એરિયાના ખેડૂતોને અનાવૃષ્ટિ જોખમનો લાભ મળવાપાત્ર રહેશે નહીં 

. અતિવૃષ્ટિ

તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં નુકસાન થયેલ હોય તો તેને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે.

 ૩. કમોસમી વરસાદ (માવઠું): 

૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ(માવઠું)નું જોખમ ગણવામાં આવશે. 

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સહાયનું ધોરણ: 

ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાનની ટકાવારી ૩૩% થી ૬૦% માટે મહત્તમ ચાર હેકટરની મર્યાદામાં પ્રતિ હેકટર દિઠ ૨૦,૦૦૦/-  ની સહાય મળવાપાત્ર થાય છે.

ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાનની ટકાવારી જો ૬૦% થી વધુ હોવા તેવા લાભાર્થીઓ માટે મહત્તમ ચાર હેકટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર દિઠ રૂ.૨૫,૦૦૦/- ની  સહાય મળવાપાત્ર થાય છે.

પાક નુકસાન અંતર્ગત ગામો/તાલુકા/વિસ્તાર જાહેર કરવાની પ્રક્રિયા: 

અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ(માવઠું)ના કારણે પાકને નુકસાન થયેલ હોય તેવા અસરગ્રસ્ત ગામો/તાલુકા/વિસ્તારની યાદી જિલ્લા કલેકટર દ્વારા તૈયાર કરવામાં આવશે અને તેને રાજ્ય સરકારની (મહેસુલ વિભાગની) મંજૂરી અર્થે મોકલશે. તેના આધારે રાજ્ય સરકાર (મહેસૂલ વિભાગ) આ યોજનાના લાભ માટે અસરગ્રસ્ત વિસ્તાર/ગામ/તાલુકાની યાદી મંજૂરીના હુકમો બહાર પાડશે.

પાક નુકસાનનાં સર્વેની કામગીરી કઇ રીતે થશે :- 

રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ગામો/ તાલુકા/ વિસ્તારની યાદી જાહેર થયેથી જે તે જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વે ટીમો બનાવી અસરગ્રસ્ત ગામો/ તાલુકા/ વિસ્તારના અસરગ્રસ્ત ખેતરોનો પંચનામાં સહિતનો સર્વે કરવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના (Mukhya Mantri Kisan Sahay Yojana) હેઠળ સહાય મેળવવા પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી જિલ્લા વિકાસ અધિકારીની સહી વાળા હુકમથી જાહેર થશે. આ યાદીમાં ૩૩% થી ૬૦% નુકસાન અને ૬૦%થી વધુ નુકસાન એમ બે યાદી જાહેર થશે. જેમાં લાભાર્થીનું નામ, ૮-અ ખાતા નંબર, અસરગ્રસ્ત સર્વે નંબર, અસરગ્રસ્ત સર્વે નંબરનું ક્ષેત્રફળ, પાક નુકસાનગ્રસ્ત વિસ્તારનું ક્ષેત્રફળ અને પાકના નામ વગેરેનો સમાવેશ થશે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના ખેડૂત લાભાર્થીની પાત્રતા: 

  1. સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા ૮-અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ (Forest Right Act) હેઠળના સનદ ધારક ખેડુત લાભાર્થી ગણાશે.
  2.  આ યોજનાના લાભ માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોવું જોઈશે.
  3.  અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ(માવઠું) જોખમના કારણે ઉભા ખરીફ પાકના ૩૩% કે તેથી વધુ નુકસાનના પ્રસંગોએ જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. 
  4. એક ૮-અ ખાતા દીઠ એકજ સહાય મહત્તમ ૪ હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર થશે. 
  5. ખરીફ ઋતુમાં આ યોજના હેઠળ કોઈ પણ એક જોખમનો જ લાભ મળશે. 
  6. જિલ્લા વિકાસ અધિકારીએ મંજુર કરેલી યાદી જાહેર કર્યાના દિન-૦૭ માં યાદીમાં સમાવિષ્ટ ખેડૂતોએ ઓનલાઇન અરજી માટે જરુરી સાધનિક કાગળો સહિત ઇ-ગ્રામ સેન્ટર ઉપર જવાનું રહેશે. 
  7. લાભાર્થી ખેડૂતનું પોતાનું બેન્ક એકાઉન્ટ હોવું જોઈશે. 
  8. અનાવૃષ્ટિ (દુષ્કાળ)ના કિસ્સામાં કેનાલ આધારિત કમાન્ડ એરિયાના ખેડૂતોને જોખમનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. 
  9. આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો મળશે. 

Mukhya Mantri Kisan Sahay Yojana માટે અરજી કઇ રીતે કરશો ?

હવે જો તમારા ગામનુ નામ આ યોજનામાં સમાવિષ્ઠ હોવાના સમાચાર મળે અને તમારા ખેતરનુુ સર્વે ૫ણ થઇ ગયેલ હોય તો તમારે તમારા ગામના ઇ-ગ્રામ સેન્ટર ૫ર કામ કરતા VLE  ના સં૫ર્કમાં રહેવુ જોકે સરકારશ્રી આ યોજના માટે અરજી કરવાની સંપુર્ણ જવાબદારી VLE અને ગ્રામસેવક ઉ૫ર સોં૫વામાં આવેલ છે. ૫રંતુ જો તમારુ નામ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મંજુર કરેલ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ના લાભાર્થીની  યાદી(mukhyamantri kisan sahay yojana gujarat list)માં હોય તો તમારે એટલે કે લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જવાનું રહેશે. ઇ-ગ્રામ સેન્ટરના VLE  ખેડૂતના સાધનિક કાગળો તપાસીને પોર્ટલ પર (mukhyamantri kisan sahay yojana online apply) ઓનલાઇન અરજી કરશે અને અરજીની પ્રિન્ટ આઉટ મેળવી અરજદારની જરૂરી સહી/અંગુઠો કરાવી સાધનિક કાગળો સહિતની અરજી VLE એ મેળવી લેશે તથા યાદી સાથે તમામ અરજીઓ સાધનિક કાગળો સહિત સંબંધિત ગ્રામસેવકને મોકલી આ૫શે 

Mukhya Mantri Kisan Sahay Yojana માટે જરૂરી પુરાવા (દસ્તાવેજ):-

લાભાર્થી ખેડૂતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના (Mukhya Mantri Kisan Sahay Yojanaમાટે ઓનલાઇન કરેલી અરજીની પ્રિન્ટ નકલમાં સહી/અંગુઠો કરી અરજીની સાથે નીચે મુજબના સાધનિક કાગળો જોડવાના રહેશે.

  1.  ગામ નમૂના નં.૮-અ ની નકલ.
  2.  ગામ નમૂના નં /૧૨ની નકલ/ગામના નમુના નંબર-૧૨ માં પાક વાવેતરની નોંધણી થયેલ ન હોય તો તે કિસ્સામાં તલાટી કમ મંત્રીનો પાક વાવેતરનો દાખલો. 
  3. ખેડૂત લાભાર્થીના પોતાના બેંક એકાઉન્ટની પાસબુકના પ્રથમ પેજ ની નકલ. 
  4. સંયુક્ત ખાતેદાર ના કિસ્સામાં અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક.
  5.  આધાર કાર્ડની નકલ
  6.  ખેડૂતનું કબૂલાતનામું. જેમાં અરજી કરનાર લાભાર્થી ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલ ખરીફ પાકને ચોક્કસ ક્ષેત્રફળમાં અનાવૃષ્ટિ(દુષ્કાળ)/અતિવૃષ્ટિ/કમોસમી વરસાદ (માવઠું)થી નુકસાન થયેલ છે અને મારા આ નુકસાન પામેલ સર્વે નંબર/નંબરોમાં છેલ્લા ત્રણ વર્ષથી ખરીફ ઋતુમાં પાક વાવેતર કરું છું અને આ અંગે મળનાર સહાય ખોટી લીધેલ છે તેમ માલૂમ પડશે તો સરકારશ્રીમાં પરત કરવાની બાહેધરી આપું છું તે મતલબનું કબૂલાતનામું અરજીપત્રક સાથે લાભાર્થી ખેડૂતે આપવાનું રહેશે

અરજી મંજૂર કરવાની કાર્યપધ્ધતિઃ 

  1. ઓનલાઇન મળેલ અરજી અને તે અન્વયે મળેલ અરજીની પ્રિન્ટ નકલ સહિતના સાધનિક કાગળોને ધ્યાનમાં રાખીને ગ્રામસેવક દ્વારા અરજીની ચકાસણી કરી પાક નુકસાનની ટકાવારી ઓનલાઇન તેમજ પ્રિન્ટ નકલમાં દર્શાવી સહાય મંજુર/નામંજુર કરવાની ભલામણ કરવાની રહેશે. 
  2. ગ્રામસેવકની ભલામણના આધારે સંબંધિત તાલુકાના તાલુકા અમલીકરણ અધિકારી ઓનલાઈન અરજી મંજુર કરશે. 
  3. તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવેલ અરજીઓને પીએફએમએસ દ્વારા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સહાય ચુકવવાની કાર્યવાહી જિલ્લા ખેતીવાડી અધિકારી કરશે.

Mukhyamantri Kisan Sahay Yojana ઠરાવો/૫રિ૫ત્રો:- 

રાજય સરકારશ્રી દ્વારા આ યોજનના અન્વયે જાહેર કરવામાં આવેલ ઠરાવ આ૫ નીચેની લીંક ૫ર કલીક કરી ડાઉનલોડ કરી શકો છો.

https://agri.gujarat.gov.in/Portal/Document/1_2672_3_CM-Kisan-Sahay-Yojana.pdf

મને આશા છે કે અમારો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશેનો આ લેખ આપને જરૂર પસંદ આવ્યો હશે. આજના લેખમાં આ૫ણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શુ છે ? કયારે શરૂ કરવામાં આવી, mukhyamantri kisan sahay yojana online apply વિગેરે વિશે માહિતી મેળવી. મારી હંમેશા એ કોશિશ રહેશે કે હું મારા વાચકોને સરકારી યોજનાઓ વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપી શકું જેથી તમને કોઈ અન્ય સાઇટ કે અન્ય કોઇ લેખનુ વાંચન ના કરવું પડે. એના કારણે તમારા સમયની પણ બચત થશે અને એક જ જગ્યાએથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી જશે. જો તમને આ લેખ વિશે કોઈપણ સમસ્યા કે પ્રશ્નો હોય તો તેના વિશે કોમેન્ટ કરી શકો છો, હું એનો પ્રત્યુત્તર આપવા ચોકકસ પ્રયત્ન કરીશ. જો તમે ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના (khedut aksmat vima yojana) ની માહીતી મેળવવા માંગતા હોય  તો અમારો તે લેખ લીંક ૫ર કલીક કરી વાંચી શકો છો. આશા છે કે એ લેખ ૫ણ તમને જરૂર ગમશે  

મિત્રો આ લેખમાં જે ૫ણ માહિતી રજુ કરવામાં આવી છે તે માહિતી સરકારશ્રીના  ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંગેના ૫રિ૫ત્રો/ઠરાવોનો અભ્યાસ કર્યા બાદ જ તૈયાર કરવામાં આવેલ છે જેમાં માનવસહજ ભુલ થવાની શકયતા છે તેમજ તેમાં સરકારશ્રી દ્વારા નવા સુઘારાઓ ૫ણ કરવામાં આવી શકે છે. જેથી આ યોજના વિશેની વઘુ માહિતી માટે આ૫ સરકારશ્રીની અઘિકારીત વેબસાઇટ (mukhyamantri kisan sahay yojana official website) https://agri.gujarat.gov.in ની મુલાકાત લઇ શકો છો.

જો તમને આ લેખ દ્વારા કંઈક શીખવા મળ્યું હોય અને અમારો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયાના માઘ્યમો જેવા કે ફેસબુક, ટ્વિટર, whatsapp વિગેરેમાં અવશ્ય શેર કરજો.

Leave a Comment

%d bloggers like this: