મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી વિશે નિબંધ (narendra modi essay in gujarati)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી વિશે નિબંધ (narendra modi essay in gujarati):- KGF પિક્ચરના એક ડાયલોગથી લખવાની શરૂઆત કરીશ “powerful people make places powerful” હવે તમને એમ થાય કે પ્રિય નેતાની વાતમાં આ ડાયલોગ ક્યાંથી આવી ગયો, વાત કરીએ કે ભારત આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી ભારતને પાવરફુલ બનાવા માટે આપણી લોકશાહી પદ્ધિતીએ ઘણા મહાનનેતાઓ આપ્યા છે જેમણે ભારતનાં વિકાસનાં હમેશા કાર્યો કર્યા છે અને પ્રજા આજે પણ એમને યાદ કરી રહી છે.

સંસ્કૃતમાં એક કહેવત છે “यथा राजा तथा प्रजा” અર્થાત જેવો રાજા એવી પ્રજા, જો રાજા પાવરફુલ હોય તો પ્રજા અને રાજય બન્ને એટલાજ પાવરફૂલ બની શકે છે.ભારત આઝાદ થયું ત્યારબાદ ઘણા રાજનેતાઓ આવીને ગયા છે પણ મેં જેને જોયા છે સાંભળ્યા છે એમના વિષે મને લખવાનું ગમશે. હા તમે સમજી જ ગયા હશો કે હું કોની વાત કરવા જઈ રહ્યો છું. હા એજ આપણા ગુજરાતનાં વીરપુત્ર ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના આપના લોકલાડીલા ચૌદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી….

મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી વિશે નિબંધ (narendra modi essay in gujarati) :-

હવે એમનું નામ જ કાફી છે એમનો પરિચય આપવો એટલે સુરજને દીવો બતાવા જેવું કામ છે. ફક્ત ભારતીયો જ નહી પણ આપના વડાપ્રધાન શ્રી આખા જગતમાં પ્રખ્યાત છે. હા એમનું નામ આખું વિશ્વ ગર્વથી લઈ રહ્યું છે છતાં ચાલો થોડો એમનો ટૂંકો પરિચય આપી દઉ.

પરિચય આપતા પહેલા એટલું જરૂર કહીશ કે “કામ એવું કરો કે નામ થઈ જાય કાતો નામ એવું કરો કે નામ દેતા જ કામ થઈ જાય” ચાલો તો જેમને વિશ્વભરમાં ભારતનું નામ ઊંચું કર્યું છે એવા મોદી સાહેબ વિષે થોડું જાણીએ, એમના વિષે લખીએ એટલુ ઓછું પડે એમ એટલે ટૂંકમાં પતાવા પ્રયત્ન કરીશ.

નરેન્દ્ર મોદી વિશે નિબંધ (narendra modi essay in gujarati)
Image source : https://www.narendramodi.in/

નરેન્દ્ર મોદીનો પરિચય (narendra modi in gujarati)

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦)[૨] ભારતના ૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.

Must Read : નરેન્દ્ર મોદી નું જીવનચરિત્ર

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.[૩] તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે.

ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી.

ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે. એમના માટે આટલી જ માહિતી પુરતી નથી; એમના પર તો આખે આખા પુસ્તકો પણ લખાયા છે અને ફિલ્મો પણ બની ચુકી છે. એમનાં સ્ટેચ્યુ પણ વિદેશોમાં બનાવેલા છે.અને આ આપના માટે ગર્વ લેવા જેવી વાત છે.

મિત્રો, મોદી સાહબે શું કાર્યો કર્યા અને હજુ પણ ભારતનાં વિકાસ માટે શું શું કરશે? એ અકલ્પનીય છે એટલે એમનાં કરેલા કામ તો આપણે સૌ કોઈ જોઈ જ શકીએ છીએ એટલે હું લખીને સમય નહી બગાડું.અને એમના કાર્યોથી તો દેશ વિદેશના નેતાઓ પણ આકર્ષાય છે.

નરેન્દ્ર મોદી વિશે નિબંધ (narendra modi essay in gujarati)

ચાલો મિત્રો વાત કરીશું કે મારા પ્રિય નેતા મોદીજી વિષે… ફક્ત એ મારા જ નહી પણ સમગ્ર દેશના પ્રિય નેતા છે એવું મને લાગે છે. શું કહેવું તમારું તમને બધાને પણ ગમતા જ હશે ને!

શ્રી નરેન્દ્રભાઈ મોદીજી મને પ્રિય છે એના કારણો તમને જણાવું, અને એમનાં જીવન પરથી બાળમિત્રો આપણે ઘણું બધું શીખવા જેવું છે. ચાલો વિગતે ચર્ચા કરું.

મોદીજી ગરીબ ઘરમાં જન્મ્યા છતાં આજે એ વિશ્વભરમાં પ્રખ્યાત નેતા છે એનો મતલબ એજ છે ને મિત્રો કે અમીર જ વિકાસ કરી શકે કે નેતા બની શકે એવું નથી,ગરીબ પણ પોતાની બુદ્ધિ,સાહસથી બધું જ કરી શકે છે.

Must Read : સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ

બાપરે… હું હવે ઉમરલાયક થઈ ગયો મારાથી હવે આવા કામ ન થાય આવું બોલતા પહેલા મોદીજીની જન્મ તારીખ જોઈ લેવી એ પણ આટલા ઉમરલાયક હોવા છતાં આખો ભારત દેશ ચલાવે છે અને વિશ્વ એમને વંદન કરે છે.
આપણા હાથમાં સતા નથી નહીતો હું પણ ગજબનો વિકાસ કરું; આવું બોલતા પહેલા ભૂતકાળમાં સતા વગર જવાનીમાં દેશસેવા માટે સાઈકલ પર ફરતા મોદીજીને જોઈ લેવા.જેને દેશ સેવા કરવી જ છે એ ખુરશીની લાલચ કરતો નથી.

રાજકારણમાં આમારું કોઈ છે નહી એટલે અમે તો ગામના સરપંચ પણ બની શકીએ એમ નથી,ભાઈ એવું નાં બોલો કેમકે મોદીજીનાં ઘરમાં પણ કોઈ જ રાજકારણમાં ન હતું છતાં આજે એ વડાપ્રધાન છે.

Must Read : ગુરુ તેગ બહાદુર વિશે નિબંધ

આમ હું એક એક ટોપિક પર લખવા બેસીસ તો આખી ચોપડી બની જશે પણ મને મોદીજી ગમે છે કેમકે એ ચાણક્ય જેવા રાજ્નૈતીક, રામ જેવા પ્રજાપ્રેમી, જ્ઞાની, નિરાભિમાની, દીર્ઘદ્રષ્ટીવાલા, નીરોગી, સાહસિક, શીલવાન, ઉમદા, સાધુ જેવા છે કોઈ એક ગુણ એમનો એવો નથી જે આપણને ન ગમે છતાં મારી એક સલાહ સૌને છે કે કોઇપણ રાજકીય પક્ષને ન જોઈએ આપણે હમેશા પ્રજાપ્રેમી મોદીજીને સમર્થન કરતા રહીએ.

જય હિન્દ, જય ભારત.
લેખક:- VEER RAVAL “લંકેશ”, એક શિક્ષક

હું આશા રાખું છું કે તમને અમારો હું આશા રાખું છું કે તમને અમારો મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી વિશે નિબંધ (narendra modi essay in gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment