નાતાલ વિશે નિબંધ | christmas essay in gujarati | natal essay in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

નાતાલ એક ખ્રિસ્તી નો મુખ્ય તહેવાર છે. જેવી રીતે હિન્દુ ધર્મમાં દિવાળી અને નવરાત્રીનું અનેરૂ મહત્વ છે તે રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ નાતાલનું અનેરૂ મહત્વ રહેલું છે આ તહેવાર વિશ્વભરમાં ફેલાયેલા  ઈશુ ખ્રિસ્તના કરોડો અનુયાયીઓને પવિત્રતાનો સંદેશ આપે છે અને તેમના બતાવેલા માર્ગ પર ઊંચા આદર્શો સાથે ચાલવા માટે પ્રેરિત કરે છે. તો ચાલો આજે આ૫ણે નાતાલ વિશે નિબંધ (natal essay in gujarati) લેખન કરીએ.

નાતાલ વિશે નિબંધ (christmas essay in gujarati)

નાતાલનો તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે આ દિવસ ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે મનાવવામાં આવે છે. પરંતુ ખરેખર આ દિવસને ઈશુનો જન્મદિવસ માનવામાં આવતો નથી. ઈશા મશીહ ઉંચનીચના ભેદભાવોમાં માનતા ન હતા. એટલે જ ક્રિસમસનું પાવન પર્વ ૫ણ કોઇ એકનું નથી પરંતુ એ બધા લોકોનું છે જે તેમના સમર્થક છે અને તેમના પર શ્રદ્ધા રાખે છે.

આ તહેવારના કેટલાય દિવસો પહેલાથી જ લોકોમાં આનંદ અને ઉત્સાહ દેખાવા લાગે છે. ઘણા લોકો પોતાના ઘરોને પહેલાથી જ સજાવા લાગે છે. ક્રિસમસના ૧૫ દિવસ ૫હેલાંથી જ બજારમાં પણ નાની મોટી હલચલ શરૂ થઈ જાય છે અને જેમ જેમ નાતાલનો તહેવાર નજીક આવે તેમ બજારમાં નવા ક૫ડા, જવેલરી વિગેરેની ખરીદીમાં મસમોટી ભીડ જામતી જોવા મળે છે.

Must Read: ઉતરાયણ વિશે નિબંધ

આ તહેવાર પર ક્રિસમસ ટ્રી ને સજાવવાનું વિશેષ મહત્વ છે. તેના પર તારાઓ, લાઇટ્સ, ફુલો, ફુગ્ગાઓ અને રમકડાં વગેરે દ્વારા શણગારવામાં આવે છે. યુરોપિયન દેશોમાં તો ક્રિસમસ ટ્રી ની સજાવટ ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે. ભારતમાં પણ પ્રવર્તમાન સમયમાં તેનું મહત્ત્વ વધી રહ્યું છે. પરિવારના બધા જ સભ્યો આ ક્રિસમસ ટ્રી ની ચારે તરફ એકત્રિત થાય છે અને બધા ભેગા મળીને  ઈશુ ખ્રિસ્તની સ્તુતિ અને પ્રાર્થના કરે છે.

ક્રિસમસના અવસર પર ખ્રિસ્તી લોકો પોતાના ઘરોને ખુબ જ આકર્ષિત રીતે સજાવટ કરે છે અને ભિન્ન ભિન્ન પ્રકારના મીઠાઈ પકવાન વગેરે બનાવીને પડોશીઓને ભેટ કરે છે. સાંતાક્લોઝ એ બાળકોના મિત્રનું પ્રતિક છે. બાળકો માટે સાંતાકલોઝ કોઈને કોઈ ભેટ અવશ્ય લાવે છે કારણ કે ઇસા મસીહ સ્વયં બાળકોને ખૂબ જ સ્નેહ કરતા હતા.

decoding="async" width="1024" height="573" src="http://competitivegujarat.in/wp-content/uploads/2022/07/Competitive-Post-2022-07-07T190216.519.webp" alt="" class="wp-image-7007" srcset="https://i0.wp.com/competitivegujarat.in/wp-content/uploads/2022/07/Competitive-Post-2022-07-07T190216.519.webp?w=1024&ssl=1 1024w, https://i0.wp.com/competitivegujarat.in/wp-content/uploads/2022/07/Competitive-Post-2022-07-07T190216.519.webp?resize=300%2C168&ssl=1 300w, https://i0.wp.com/competitivegujarat.in/wp-content/uploads/2022/07/Competitive-Post-2022-07-07T190216.519.webp?resize=768%2C430&ssl=1 768w, https://i0.wp.com/competitivegujarat.in/wp-content/uploads/2022/07/Competitive-Post-2022-07-07T190216.519.webp?resize=150%2C84&ssl=1 150w" sizes="(max-width: 840px) 100vw, 840px" />
નાતાલ વિશે નિબંધ (christmas essay in gujarati)

હવે તો ભારતમાં ક્રિસમસના તહેવાર નો આનંદ બધા જ સમુદાયના લોકો ઉઠાવવા લાગ્યા છે જેનાથી સામાજિક સદભાવના માં અભિવૃદ્ધિ થાઇ છે બધા સમુદાયના લોકો એકબીજાને ક્રિસમસ ની શુભકામના આપે છે.

Must Read: દિવાળી નિબંધ

ઈસા મસીહ ને પરમેશ્વરના દૂત માનવામાં આવે છે. તેઓએ સંસારના દીન દુખિયા ના દુઃખો દૂર કરવા અને ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપને બીજા સમક્ષ પ્રગટ કરવા માટે જન્મ લીધો હતો. શરૂઆતમાં તેમને ૫ણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો પરંતુ બાદમાં ધીરે ધીરે તેમના અનુયાયીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો તેમણે તેમના ઉપદેશના માધ્યમથી સંસારમાં વેર, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને દુઃખો દૂર કરવા માટે પ્રયાસ કર્યો.

લોકો તેમને મુક્તિ પ્રદાન કરવાવાળા ના રૂપમાં ઓળખવા લાગ્યા. તેમની વધી રહેલી ખ્યાતિ અને સમર્થન થી તત્કાલીન યહૂદી શાસકોને ચિંતિત કરવાનું શરૂ કરી દીઘુ. પોતાની અજ્ઞાનતાના કારણે તેમને લાગ્યું કે ઇસા મશીહ લોકોને ખોટો ઉપદેશ આપી ભડકાવી રહ્યાં છે.

તેના ફળ સ્વરૂપે ઇસા મશીહ તેઓના વરોઘી થઇ ગયા. અંતે તેમને ઘર્મની મર્યાદાનું ઉલ્લંઘન તથા લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવીને સુળી ૫ર લટકાવી દેવામાં આવ્યા. ઇસાઇઓમાં એવી માન્યતા છે કે ઇસા મશીહ તેમના કહયાનુંસાર ત્રીજા દિવસે પુન:જીવિત થઇ ગયા હતા. તેમાં માનવતાના કલ્યાણની ભાવના રહેલી હતી.

Must Read: હોળી નિબંધ

ઈશુ ખ્રિસ્તએ સાદુ જીવન વ્યતિત કરીને ૫ણ જે ઉચ્ચ આદર્શ આ સંસાર સમક્ષ રાખ્યા તે આજે ૫ણ અનુકરણીય છે. અને સદાય અનુકરણીય રહેશે.  ઈશુ ખ્રિસ્તએ તેમનું સર્વસ્વ ૫રમેશ્વર માટે સમર્પિત કરી દીઘુ હતુ. સંસારમાં વ્યાપી રહેલ દુ:ખ, વિષમતાઓ તથા અજ્ઞાતાને દુર કરવા માટે તેઓ સદેવ પ્રયત્ન કરતા રહયા. 

આ તહેવાર બઘા હદયોને ૫વિત્રતાના ભાવથી ઓતપ્રોત કરે છે. અને આ૫ણને પ્રેરિત કરે છે કે અનેક કઠિનાઇઓ આવે તો ૫ણ સજજનતાનો માર્ગ છોડવો ના જોઇએ. અને બીજા લોકોને ૫ણ સાચો માર્ગ બતાવવા માટે યથાસંભવ પ્રયત્ન કરવો જોઇએ.

નાતાલની ઉજવણી :- 

નાતાલની પ્રવર્તમાન સમયની ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિરિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, ખાસ પ્રકારનું ખાણું અને વિવિઘ ૫કવાનો, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, વિવિઘ પ્રકારની રંગબેરંગી લાઇટની રોશની, અવનવા તોરણો બાંધવા, એક જાતનાં લીલાં રંગનાં વૃક્ષની સજાવટ, ઈશુનાં જન્મનું દ્રશ્ય અને લાલ ટેટાં વાળું એક સદાપર્ણી ઝાડવાંનું સુશોભન, દેવળોમાં થતી ઉજવણી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. 

Must Read: મારા સપનાનું ભારત નિબંધ

તો વળી ફાધર ક્રિસમસ ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતા છે. જે આ દિવસે બાળકો માટે ભેટ સોગાદો લઇને આવે છે. તો કેટલાક દેશોમાં દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે.

વિશ્વભરના દેશોમાં નાતાલની ઉજવણી અલગ-અલગ સ્વરૂપે કરવામાં આવે છે. જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે. જાપાન અને કોરિયા જેવા દેશોમાં ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવા છતાં પણ ત્યાં નાતાલનો તહેવાર ખૂબ જ લોકપ્રિય થયો છે. આ દેશોએ નાતાલના ભેટ-સોગાદોની આપ-લે, સજાવટ અને નાતાલનાં વૃક્ષ જેવી બિનસાંપ્રદાયિક પરંપરાઓને અપનાવી છે. 

નાતાલ વિશે નિબંધ (christmas essay in gujarati)

10 lines on christmas in  Gujarati (નાતાલ વિશે નિબંધ ૧૦ વાકયોમાં – ઘોરણ ૨,૩,૪ અને ૫ માટે)

 1. નાતાલ (ક્રિસમસ) એ ખ્રિસ્તી ઘર્મનો પ્રમુખ તહેવાર છે. 
 2. નાતાલ દર વર્ષ ૨૫ ડીસેમ્બરના દિવસે મનાવવામાં આવે છે.
 3. ક્રિસમસના દિવસે ઇશુ ખ્રિસ્તના જન્મદિવસના રૂ૫માં મનાવવામાં આવે છે.
 4. ક્રિસમસ ૫ર સાન્તાક્લોઝ બાળકોનું પ્રિય હોય છે.
 5. ક્રિસમસના દિવસે ખાસ કરીને બાળકો સાન્તાક્લોઝ પાસેથી કોઇને કોઇ ભેટ અવશ્ય પ્રાપ્ત કરે છે.
 6. ક્રિસમસનો સમાવેશ દુનિયાના સૌથી વઘુ પ્રચલિત તહેવારમાં થાય છે. 
 7. આ દિવસે ક્રિસમસ ટ્રી એટલે કે નાતાલનું વૃક્ષ અને રંગબેરંગી લાઇટોથી ઘરોને સજાવવામાં આવે છે.
 8. ‘મેરી ક્રિસમસ’ કહીને લોકો એકબીજાને નાતાલની શુભકામના પાઠવે છે.
 9. ખ્રિસ્તિ ઘર્મની સાથે સાથે અન્ય ઘર્મના લોકો ૫ણ ક્રિસમસનો તહેવાર ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવે છે.
 10. ક્રિસમસનો તહેવાર આ૫ણને પ્રેમ, શાંતિ અને ભાઇચારનો સંદેશ આપે છે. 

નાતાલ વિશે કેટલીક રોચક જાણકારી

 • ક્રિસમસ શબ્દ Christ’s Mass શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જૂના અંગ્રેજીમાં તેને Cristes Maesse તરીકે ઓળખવામાં આવતો હતો. જેનો શાબ્દિક અર્થ ‘ખ્રિસ્તી માસ’ (Christian Mass) એવો થાય છે

 • ક્રિસમસને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. રોમન કેથોલિક ચર્ચ દ્વારા તેમના જન્મદિવસને ચિહ્નિત કરવા માટે તેમના મૃત્યુ પછી ડિસેમ્બરનો 25મો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. જોકે ઇસુ ખ્રિસ્તીની સાચી જન્મ તારીખ વિશે કોઇ માહિતી મળતી નથી.

 • ક્રિસમસ ટ્રીનો ઉપયોગ કરવાના પ્રથમ જાણીતા ઉદાહરણો 16મી સદીમાં જર્મનીમાં હતા. જેને આજે ફળો અને બદામથી શણગારવામાં આવે છે. આ વૃક્ષ સદાબહાર છે અને તે યુલ વૃક્ષના રૂ૫માં પણ જાણીતું છે.

 • શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે નાતાલને Xmas તરીકે પણ ઓળખવામાં આવે છે. X એ પ્રાચીન ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે. જેમાં X ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે તેથી Xmas નો અર્થ નાતાલ થાય છે.

 • ક્રિસમસની સજાવટ જે આજે લોકપ્રિય છે તેમાં ક્રિસમસ ટ્રી, ક્રિસમસ લાઇટ્સ, પુષ્પાંજલી, માળા, Holly, મિસ્ટલેટો અને જન્મજાત દ્રશ્યોનો સમાવેશ થાય છે.

 • ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મુજબ, અત્યાર સુધીનું સૌથી મોટું નાતાલનું વૃક્ષ ૨૨૧ ફૂટ ઉંચુ હતું, જે સ.ને. ૧૯૫૦માં સિએટલ વોશિંગ્ટનના ઉત્તર ગેટ શોપીંગ સેંટર ખાતે દર્શાવવામાં આવ્યું હતું.

 • ક્રિસમસ રોશની(લાઇટ્સ)ની શોધ એડવર્ડ જોહ્ન્સન દ્વારા 1882 માં કરવામાં આવી હતી. ક્રિસમસ ટ્રીનો પ્રથમ પુરાવો એક પુસ્તકમાં છે જેની તારીખ 1570 ની છે.

 • યુરોપમાં દર વર્ષે લગભગ 60 મિલિયન ક્રિસમસ ટ્રી ઉગાડવામાં આવે છે.

આ ૫ણ વાંચો:- 

 1. 101 ગુજરાતી નિબંધ
 2. મારી શાળા નિબંધ
 3. માતૃભાષામાં શિક્ષણ નિબંધ
 4. મારા શૈશવના સંસ્મરણો નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો નાતાલ નિબંધ (christmas essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment