Advertisements

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ | National Science Day Essay in Gujarati

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) કયારે ઉજવવામાં આવે છે, કેમ ઉજવવામાં આવે છે તે પાછળનો ઇતિહાસ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે નિબંઘ, ભાષણ અથવા અહેવાલ લેખન વિગેરે મુદ્દાઓ બાબતે આજે આ૫ણે વિગતવાર માહિતી મેળવીશુ.

વિજ્ઞાનની મદદથી માનવીએ અનેક અવનવી શોધ કરીને માનવ જીવનને વઘુ સરળ બનાવ્યું છે. આજે, વિજ્ઞાનના કારણે આપણે અવનવી ટેકનલોજીની શોધ કરી છે. કદાચ આ૫ણને તો એ ખ્યાલ જ નહીં હોય કે આ૫ણા રોજબરોજના ઉ૫યોગમાં લેવાતી કેટલીય ટેકનોલોજી કે વસ્તુઓ આ વિજ્ઞાનને જ આભારી છે. એટલું જ નહીં, આના દ્વારા આ૫ણે અશક્ય વસ્તુઓને શક્ય બનાવવામાં પણ સફળ રહ્યા છીએ. વિજ્ઞાનની મદદથી આપણે રોબોટ, કોમ્પ્યુટર જેવી વસ્તુઓને વિકસાવી છે. તેમજ ટેકનોલોજીની મદદથી આ૫ણે અવકાશમાં ચંદ્ર તથા મંગળ સુઘી ૫હોંચવામાં સફળ થયા છીએ. વિજ્ઞાન આપણા જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે તેથી જ દરેક શાળામાં બાળકોને આ વિષય શીખવવામાં આવે છે. ભારતે ૫ણ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણું યોગદાન આપ્યું છે. ભારતની ધરતી પર અનેક મહાન વૈજ્ઞાનિકોએ જન્મ લીઘોછે અને આ મહાન વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્ન અને શોઘોના કારણે જ ભારતે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન ક્ષેત્રે એક આગવુ સ્થાન હાંસિલ કર્યુ છે.

Must Read: અબ્દુલ કલામ નું જીવનચરિત્ર

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day)

નામરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
કયારે ઉજવવામાં આવે છે ૨૮ ફેબ્રુઆરી
સર્વપ્રથમ કયારે ઉજવવામાં આવ્યોવર્ષ ૧૯૮૭માં
વિશ્વ વિજ્ઞાન દિવસ૧૦ નવેમ્બર

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયારે ઉજવવામાં આવે છે (When National Science Day Celebrate)

૨૮ ફેબ્રુઆરી.

ઘણા વર્ષો પહેલા ભારતીય વૈજ્ઞાનિક ડો. રમણ સિંહ દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ રામન ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી, આ દિવસને યાદગાર બનાવવા માટે, દર વર્ષે 28 ફેબ્રુઆરીને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યુ, અને ત્યારથી, આપણે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન તરીકે ઉજવીએ છીએ. અહીં અમે આ લેખમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ શું છે, તેનો ઈતિહાસ, તેનો હેતુ અને ૨૦૨૨માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી વિગેરે વિશે વિગતવાર માહિતી આપીશુ.

Must Read : વિજ્ઞાનનું મહત્વ નિબંધ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે? (Why is National Science Day Celebrated)

તા.28 ફેબ્રુઆરી 1928 એ ભારતીય ઈતિહાસનો એક મહત્વનો દિવસ હતો, કારણ કે આ જ દિવસે આ૫ણા ભારતના રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર રમણ દ્વારા એક મહાન શોધ કરવામાં આવી હતી. જેનું નામ હતું રામન ઇફેકટ. તેઓ તમિલ બ્રાહ્મણ હતા અને ભારતમાં કોઈ સંશોધન કાર્ય કરનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે 1907 થી 1933 દરમિયાન ઇન્ડિયન એસોસિએશન ઓફ ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ, કોલકાતા, પશ્ચિમ બંગાળમાં કામ કર્યું. આ સમય દરમિયાન, તેમણે ઘણા વિષયો પર સંશોધન કાર્ય કર્યું. જેમાં રામન ઈફેક્ટ નામની તેમની શોધ વિશેષ શોધ બની હતી. તેમના પ્રયત્નો માટે, તેમને વિવિધ પુરસ્કારોથી સન્માનિત ૫ણ કરવામાં આવ્યા હતા અને વર્ષ 1930 માં તેમને નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

તેમના મહાન પ્રયાસને હંમેશા માટે ભારતીય લોકોના હદયમાં સ્થાન આ૫વા યાદ સ્વરૂપે વર્ષ 1986માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન દ્વારા 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર ભલામણ કરવામાં આવી. ત્યારથી, ભારતીય વિજ્ઞાનના ક્ષેત્રમાં 28 ફેબ્રુઆરી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભારતની વૈજ્ઞાનિક, શૈક્ષણિક, તબીબી, તકનીકી અને સંશોધન સંસ્થાઓ સહિત તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા આ દિવસની ખૂબ જ ઉજવણી કરવામાં આવે છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો ઉદ્દેશ (National Science Day Objective)

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તદઉ૫રાંત ભારતીય બાળકોને વિજ્ઞાન વિષય તેમની કારકિર્દી તરીકે પસંદ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેથી કરીને આપણા દેશની આવનારી પેઢી વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી શકે. જેતી આપણો દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં વઘુુુ વઘુ પ્રગતિ કરી શકે.

આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રામન ઈફેક્ટ અને ડૉ. ચંદ્રશેખર રામનને આદર આપવાનો હતો, આ ઉપરાંત તેના અન્ય ઘણા હેતુઓ પણ હતા જે નીચે મુજબ છે.

  • આપણા રોજિંદા જીવનમાં ઉ૫યોગી વિવિધ વૈજ્ઞાનિક શોઘો અને આવિષ્કારોનું મહત્વ જણાવવું.
  • માનવ કલ્યાણ અને પ્રગતિ માટે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તમામ પ્રવૃત્તિઓ, પ્રયત્નો અને સિદ્ધિઓ દર્શાવવી.
  • વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિકાસ માટે, આ દિવસે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને આ દિવસે નવી તકનીકોનો અમલ પણ કરવામાં આવે છે.
  • દેશમાં એવા ઘણા લોકો છે, જેઓ વૈજ્ઞાનિક વિચાર ધરાવે છે, આ લોકોને તક આપવી અને તેમના કામ માટે પ્રોત્સાહિત કરવું એ પણ આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ (National Science Day Themes)

આમ તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૧૯૮૭થી ઉજવવામાં આવે છે. ૫રંતુ આ૫ણે અહી છેલ્લા ૫ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ વિશે માહિતી મેળવીશુ.

વર્ષ                   થીમ (Themes)
2017વિકલાંગ વ્યક્તિઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી
2018ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી
2019લોકો માટે વિજ્ઞાન અને વિજ્ઞાન માટે લોકો
2020મહિલા અને વિજ્ઞાન
2021એસટીઆઈનું ભવિષ્ય: શિક્ષણ, કૌશલ્ય અને કાર્ય પર અસર

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2022ની થીમ (National Science Day 2022 Theme)

આ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ ‘લાંબા ગાળાના ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમો’ છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે (National Science Day Activities)

આ દિવસને ખાસ બનાવવા માટે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવે છે. ભારતની શાળાઓ અને કોલેજોમાં આ દિવસે બાળકો દ્વારા વિવિઘ પ્રકારના કાર્યક્રમો, વિજ્ઞાન પ્રોજેક્ટ્સ, સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને બાળકો આ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લે છે. એટલું જ નહીં, બાળકોને વિજ્ઞાન વિષયની માહિતી આપવામાં આવે છે, જેથી બાળકો આ વિષયમાં પોતાની કારકિર્દી બનાવી શકે. આ દિવસે રેડિયો અને ટીવી પર વિજ્ઞાન અને તેની શોઘો આઘારિત વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં વિજ્ઞાનની ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત વિજ્ઞાન સાથે સંકળાયેલી કોલેજોમાં વૈજ્ઞાનિકોને પણ બોલાવવામાં આવે છે, જેથી તેઓ કોલેજના વિદ્યાર્થીઓ સાથે તેમનો અનુભવ શેર કરી શકે.

વિશ્વ વિજ્ઞાન દિવસ  (World Science Day for Peace and Development)

10 નવેમ્બરના રોજ વિશ્વભરમાં શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન પર વિવિઘ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. એટલું જ નહીં, લોકોને આ દિવસે વિજ્ઞાન સંબંધિત ફાયદાઓ વિશે પણ જણાવવામાં આવે છે. આ દિવસ સૌ પ્રથમ વર્ષ 2002માં ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી આ દિવસ દર વર્ષે આ દિવસે ઉજવવામાં આવે છે.

FAQ:-

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

28 ફેબ્રુઆરી

કયા મહાપુરુષની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પ્રશ્ન: કયા મહાપુરુષની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે?
જવાબ: રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ડો.ચંદ્રશેખર રમણ

રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર રમણ દ્વારા શેની શોધ કરવામાં આવી હતી?

રામન ઈફેક્ટ

વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

પ્રશ્ન: વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 10મી નવેમ્બરના રોજ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

વિજ્ઞાનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરીને.

હું આશા રાખું છું કે તમને અમારો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day Essay in Gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment