પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન નિબંધ

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

જીવનના અનેક સંઘર્ષો અને પડકારોનો સામનો કરવા તથા શરીરમાં નવી ઉર્જા પ્રાપ્ કરવા માટે પ્રવાસ ખૂબ જ જરૂરી છે. પ્રવાસ માત્ર મનોરંજન જ નહીં પરંતુ જીવન ઘડતર માટે પણ ખૂબ જ ઉપયોગી બને છે. તો ચાલો આજે આપણે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન નિબંધ વિષય પર નિબંધ લેખન કરીએ.

પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન નિબંધ (Pravas nu Jivan Ghadtar ma Sthan Essay in Gujarati)

જીવન એટલે સૂર્ય નું ઊગવું જોવું!!
જીવન એટલે ફૂલો ને ખીલતા જોવું !
જીવન એટલે નાની વાત માં ખુશ થવું !

જીવન માં અનેક રંગો છે , જો આપણે ખુશ રહી ને જીવીએ અને માણીયે તો . રોજિંદી ઘટમાળ થી કંટાળી ને આપણે ક્યાંક ને ક્યાંક ફરવા જવાનો પ્લાન કરીએ છીએ !

શિયાળા ના દિવસો માં વિવિધ શાળા _ કોલેજો માં થી પ્રવાસ નું આયોજન થતું હોય છે , પરિવાર સાથે પણ આપણે દેશ કે હવે તો વિદેશ ની સફર ખેડતા થઈ ગયા છીએ, નવી નવી જગ્યા ઓ એક્સપ્લોર કરવી એ જાણે એક ટ્રેન્ડ થઈ ગયો છે !! પ્રવાસ એ વ્યક્તિ ના વ્યક્તિત્વ ને વધુ પ્રભાવશાળી બનાવવા માં મહત્વ પૂર્ણ ભાગ ભજવે છે !! અલગ અલગ જગ્યા ઓ નો ઈતિહાસ , ધર્મ
રહેણી કરણી , પહેરવેશ , ખોરાક અને ત્યાં નું વાતાવરણ પણ આપણ ને આકર્ષિત કરી શકે છે , માનસિક રીતે સમૃદ્ધ કરે છે .જીવન ને પુરે પૂરું જીવી લેવા કે માણી લેવા , પ્રવાસ અત્યંત અગત્ય નો છે જે જીવન ને આનંદ દાયક બનાવે છે.

આપણે વાત કરી એમ શાળા કોલેજો માં થી થતા પ્રવાસો એક બીજા સાથે એડજેસ્ટ થતા, અડચણો વચ્ચે ગોઠવાતા, અને કંઇક અંશે જાત સાથે મોજ થી જીવતા શીખવે જ છે એમાં કોઈ શંકા નથી ! કલ્પના કરો કે તમે એકધારી રગશિયા જિંદગી જીવતા હોય જેમાં કોઈ જ નવીનતા ન હોય , તો શું એ જીવન જીવ્યું ગણાશે? ના …તો પછી મનુષ્ય ને પશુ માં ફરક જ શું ?
જીવન તો એ જીવ્યું કહેવાય જે નવું નવું જાણવાની ઈચ્છા ઓ થી તરબતર હોય ! અને એના માટે પ્રવાસ જ શ્રેષ્ઠ માધ્યમ છે !!

પહેલા ના સમય માં લોકો પગપાળા , ગાડા માં , બસ માં , એમ વિવિધ પ્રકાર ના પરિવર્તનો સાથે ના પ્રવાસો કરતા , હવે પ્રવાસ ના સ્થળ સુધી પહોંચવા માટે પણ ફ્લાઇટ થી ઓછા સમય માં પહોચી શકાય છે , સમય અને શક્તિ ની બચત થઈ છે ત્યારે હવે લોકો સોલો ટૂર પર પણ જવાનું પસંદ કરવા લાગ્યા છે , મોટા ભાગ ના યુવાનો નવી નવી જગ્યા એ પોતાની રીતે , પોતાના સમયે અને પોતાના ટેસ્ટ પ્રમાણે ટુરિંગ પસંદ કરે છે , અને પ્રવાસ ની મજા લે છે, એકલા પ્રવાસ કરવો એ પણ કદાચ એક અલગ અનુભૂતિ કરાવનાર અનુભવ હોય શકે , પણ જીવન ને જીવવા , ભરપૂર માણવા અને તરોતાજા રહેવા માટે પણ પ્રવાસ અત્યંત આવશ્યક છે !!..

જીવન વિવિધતા ઓ થી ભરેલ હશે તો જ એની સાચી મજા લઇ શકાશે , ગુજરાતી કવિ શ્રી ઉમાશંકર જોશી ની એક સુંદર રચના યાદ આવે..
‘ ભોમિયા વિના ના મારે ભમવા તા ડુંગરા
જંગલ ની કુંજ કુંજ જોવી હતી
જોવી તી કોતરો ને જોવી હતી કંદરા
વહેતાં ઝરણાં ની આંખ લોહવી હતી ‘..!!

જીવન ને વહેતું રાખવા , ભરપૂર રાખવા માણસ સતત પ્રયત્ન શીલ હોય છે , આપણે ઘણી જગ્યા એ વાંચ્યું પણ છે અને કંઇક અંશે અનુભવ્યું પણ છે કે , માણસ એક સામાજિક પ્રાણી છે. જે સમાજ ની વચ્ચે રહી ને જીવે છે , પણ આ જીવન જો રસહિન હશે તો એ એની સાર્થકતા ગુમાવી દેશે .

આજે આપણે જોઈએ છીએ કે લોકો માં આધુનિકતા નું પ્રમાણ એના કરતા પણ આધુનિક હોવા ના દેખાવા નું પ્રમાણ પણ વધ્યું છે , લોકો નિજાનંદ કરતા whtsapp કે સોશિયલ મીડિયા માં વાહવાહી કરવા માટે , જાણે ફરવા ને ફોટો પડાવવા જતા હોય એવું લાગે છે એમના સ્ટેટ્સ જોઈ ને !! શું ખરેખર સોશિયલ મીડિયા થી દૂર રહી ને પ્રવાસ નો આનંદ ન માણી શકાય? લીલાં ખેતર ની વચ્ચે એકાદ સેલ્ફી ન લ્યો ને આંખ ના કેમેરા માં એને ક્લિક કરી રાખવાનો લહાવો ન લઈ શકાય ? મેકઅપ વગર , સરળતા થી શું પ્રવાસ ન કરી શકાય ? બેશક આ બધા મુદ્દા ઓ એવા છે કે જેના વગર તમારો પ્રવાસ ક્યાંય અટકે નહીં ..હા , મન માં કદાચ ખટકે ખરા કે અરે ! યાર અહી સુધી આવ્યા ને ફ્રેન્ડસ ને દેખાડી દેવા એક ફોટો કે સ્ટોરી કેમ ન મૂકી ?

ક્યારેક , હા ! ક્યારેક જ આવો ફોન , ગેજેટ્સ નો ઉપયોગ કર્યા વગર પ્રવાસ ની મજા લેજો, પ્રવાસ ના અંતે એટલું તો કદાચ સમજાશે જ કે જે જીવન છે એ જાત સાથે જ છે , જે જોયું , જે માણ્યું, જે અનુભવ્યું એને સ્મરણો ની ગેલેરી માં ક્લિક કરી , સાચવી મુકજો , એ કદી ડીલીટ પણ નહિ થાય કે એનું બેકઅપ પણ લેવું નહિ પડે ..! લખી રાખજો એ તમારો અત્યંત યાદગાર પ્રવાસ હશે , જે જીવન ને વધુ ઉન્નત અને હર્યું ભર્યું બનાવશે ! પછી ભલે ને એ જૂનાગઢ ના ગિરનાર નો પ્રવાસ હોય , કે પેરિસ નો…!

..તો ચાલો તમે ક્યારે જવાના છો આવા સમૃદ્ધ પ્રવાસ ની સફરે જે પ્રવાસ જાત ભણી ની જાત્રા તરફ નો છે !!

ખાસ વાંચો:-

  1. મોર વિશે નિબંધ
  2. વસંતનો વૈભવ નિબંધ
  3. માતૃભાષા નું મહત્વ નિબંધ
  4. જીવનમાં પુસ્તક નું મહત્વ નિબંધ
  5. જળ એ જ જીવન નિબંધ

હુ આશા રાખુ છું કે તમને પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન નિબંધ (Pravas nu Jivan Ghadtar ma Sthan Essay in Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment