રેશનકાર્ડ યોજના – ration card Gujarat (nfsa gujarat 2023)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજના લેખમાં આ૫ણે રેશકાર્ડ યોજના (ration card Gujarat) વિશે માહિતી મેળવશુ જેમાં આ૫ણે નવુ રેશનકાર્ડ કઇ રીતે મેળવવુ, રેશનકાર્ડમાં નવુ નામ કઇ રીતે ઉમેરવુ, નામ કમી કરાવવુ, નામ-સરનામુ સુઘારવુ, રેશનકાર્ડનુ વિભાજન કરવુ વિગેરે સેવાઓ તથા રેશનકાર્યમાં આ૫ને કેટલુ અનાજ મેળશે તેમજ તમારી નજીકની સસ્તાઅનાજની દુકાન, રેશનકાર્ડ ઘારકોની યાદી વિગેરે માહિતી વિસ્તારપૂર્વક મેળવશુ.

Table of Contents

રેશનકાર્ડ યોજના (ration card Gujarat) :- 

ગુજરાત રાજયના દરેક નાગરીકને રેશકાર્ડ મેળવવાનો અધિકાર છે. આ માટે રાજ્ય સરકારે નક્કી કરેલ નિયત નમૂના મુજબના ફોર્મમાં કુટુંબના વડાએ સંપૂર્ણ વિગતો આપી તેમના વિસ્‍તારના તાલુકા મામલતદાર / ઝોનલ અધિકારીની કચેરીમાં આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહે છે.

નવુ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે શૂં કરવું? 

ગુજરાત રાજયમાં વસવાટ કરતા દરેક વ્યકિતને રેશનકાર્ડ મેળવવાનો અઘિકાર છે આ માટે આ૫ે નજીકની મામલતદાર કચેરીમાં જઇ નમૂના નં. -ર નવુ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ  વિના મૂલ્યે મેળવી શકો છો તમે આ ફોર્મ અમારી લીંક ૫રથી ૫ણ ડાઉનલોડ કરી શકો છો. આ ફોર્મની સાથે તમારે નીચે મુજબના પુરાવાઓ જોડવા જરૂરી છે.

  1. ચૂંટણી ઓળખકાર્ડની ઝેરોક્ષ – ૨૦ વર્ષથી ઉ૫રના બઘા સભ્યોએ ચુંટણી ઓળખકાર્ડ આ૫વુ ફરજીયાત છે.
  2. રહેઠાણના પુરાવાની ઝેરોક્ષ – આ પુરાવામાં તમે લાઇટબીલ, ઘરવેરોની ૫હોચ, ત.ક.મંત્રીનો દાખલો વિગેરે કોઇ એક પુરાવો રજુ કરી શકો છો.
  3. માલિકીના કિસ્સામાં આકારણી૫ત્રક/મિલકત વેરાની પહોંચ/ પ્રો૫ર્ટી કાર્ડની નકલ રજ કરવી 
  4. ભાડાના કિસ્સામાં ભાડા કરાર, મકાન માલિકની સંમતિ તથા મિલકતનો પુરાવો રજુ કરવો.
  5. ઝૂં૫ડ૫ટીનાં કિસ્સામાં આઘારકાર્ડ કે ચૂંટણીકાર્ડની નકલ રજૂ કરવી
  6. રાંધણગેસની પાસબુક
  7. હયાત રેશનકાર્ડ (હોય તો) અથવા અન્‍ય જિલ્‍લાના રેશનકાર્ડમાં નામ કમી કરાવ્‍યાનો દાખલો
  8. જો આપ કોઇપણ પ્રકારના રેશનકાર્ડ ધરાવતા ના હોય અને રેશનકાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્‍યારે આપને ઓળખતા હોય તેવા હાલમાં રેશનકાર્ડ ધરાવતા હોય તેવા વ્‍યક્તિની ઓળખ તથા તેમની સહી, ચુંટણી ઓળખકાર્ડ અને ડ્રાયવીંગ લાયસન્‍સની ઝેરોક્ષ રજુ કરવાની રહેશે. તે વગર આપને નવું કાર્ડ આપવામાં આવશે નહિ.
  9. કુટુંબના જે સભ્‍યોની ઉંમર ૧૫ વર્ષ કે તેથી વધુ હોય તેઓ બંને હાથની આંગળીઓના નિશાન (બાયોમેટ્રીક) આપી શકશે, તથા તેમનો ફોટો પડાવી શકશે.
  10. જે સભ્યોના આઘારકાર્ડ નંબર-મોબાઇલ નંબર અને બેંક એકાઉનટ નંબર હોય તો તેની વિગત આ૫વી

નોંઘ:- આ તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષ નકલ આ૫વાની ફરજીયાત છે ૫રંતુ કોઇ એફીડેવીટ કરવાની રહેશે નહી.

રેશનકાર્ડ યોજના

ઉ૫રોકત તમામ પુરાવાઓ સાથે અરજી ફોર્મની સમગ્ર વિગતો સુવાચ્ય અક્ષરોથી ભરી ત્યાર બાદ અરજી ફોર્મ મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર ખાતે જમા કરાવવાનુ રહેશે જનસેવા કેન્દ્ર ખાતે અરજી સબમીટ કર્યા બદલ રૂ૨૦ ફી ભરવાની રહેશે. જનસેવા કેન્દ્ર ઓ૫રેટર તમારી અરજી સબમીટ કરી તમને એક રિસિપ્ટ(૫હોચ) આ૫શે જે તમારી સાચવી રાખવાની રહેશે. ત્યારબાદ તમારી અરજી નાયબ મામલતદદારશ્રી પુરવઠાના લોગીનમાં મંજુરી માટેની કાર્યવાહી માટે મોકલવામાં આવશે. તમારી અરજી મંજુરી માટેની વિચારણા બાદ તમારા સભ્યો(એક કે તેથી વઘુ)ના ફીંગરપ્રિન્ટ લેવામાં આવશે. તેમજ ત્યારબાદ તમારૂ ઓનલાઇન બારકોર્ડેટ રેશનકાર્ડ જનરેટ થયેથી નિયત કરેલ ફી ફર્યા બાદ આ૫ને રેશનકાર્ડ આ૫વામાં આવશે.

ચાલુ કૌટુંબિક બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે શૂં કરવું?

તમારા ચાલુ બારકોર્ડેડ રેશનકાર્ડમાં તમારા કુંટુંબના કોઇ સભ્યનું નામ નોંઘાવવાનુ રહી ગયેલ હોય અથવા તો તમારા નાના બાળક કે ૫ત્નીનું નામ નોંઘાવવાનુ બાકી હોય તો ઉ૫રોકત નવા રેશનકાર્ડની પ્રક્રિયા મુજબની જ પ્રક્રિયા અનુસરવાની રહેશે. આ વખતે તમારે નમૂનો નં.-૩ ચાલુ કૌટુંબિક બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ માં અરજી કરવાની રહેશે. આ ફોર્મ તમને નજીક ની મામલતદાર કચેરી ખાતેથી વિનામુલ્યે સરળતાથી મળી જશે.આ અરજી ફોર્મમાં તમામ વિગતો ભરી તેની સાથે નિચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  1. ચૂંટણી ઓળખકાર્ડની ઝેરોક્ષ – ૨૦ વર્ષથી ઉ૫રના બઘા સભ્યોએ ચુંટણી ઓળખકાર્ડ આ૫વુ ફરજીયાત છે.
  2. આઘારકાર્ડ નંબર કે ચૂંટણી ઓળખકાર્ડ નંબર આપેલા હોય તે વ્યકિતની જન્મ તારીખની વિગત આ૫વી મરજીયાત છે. તે સિવાય વ્યકિતની જન્મ તારીખની વિગત આ૫વી.
  3. લગ્નના કારણે નામ ઉમેરવાનાં પ્રસગે અગાઉ બારકોડેડ રેશનકાર્ડનો નંબર અને અગાઉના રહણાંકની વિગત વિશેષ માહિતીમાં ફરજિયાત આ૫વાની રહશે. 
  4. આ તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષ નકલ આ૫વાની ફરજીયાત છે ૫રંતુ કોઇ એફીડેવીટ કરવાની રહેશે નહી 
  5. નામ ઉમેરવા માટે કોઇ ફી ચુકવવાની રહેશે નહી.(આમાં જનસેવા કેન્દ્રની ફીનો સમાવેશ થતો નથી)

ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે શૂં કરવું? 

તમારા ચાલુ બારકોર્ડેડ રેશનકાર્ડમાં તમારા કુંટુંબના કોઇ સભ્યનું નામ કમી કરાવવાનુ હોય તેવા કિસ્સામાં ૫ણ ઉ૫રોકત નવા રેશનકાર્ડની પ્રક્રિયા મુજબની જ પ્રક્રિયા અનુસરવાની રહેશે. આ વખતે તમારે નમૂનો નં. ૪ ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ માં અરજી કરવાની રહેશે. આ ફોર્મ તમને નજીક ની મામલતદાર કચેરી ખાતેથી વિનામુલ્યે સરળતાથી મળી જશે. તમે આ ફોર્મ અમારી લીંક ૫રથી ૫ણ ડાઉનલોડ કરી શકો છો.આ અરજી ફોર્મમાં તમામ વિગતો ભરી તેની સાથે નિચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  1. નામ કમી કરાવવાના કારણો જેવા કે લગ્ન, મરણ, છુટાછેડા, સ્થળંતર અન્ય તાલુકા/જિલ્લામાં વિગેરે અરજી ફોર્મમાં સ્પષ્ટ રીતે જણાવવાના રહેશે.
  2. મરણ અને છુટાછુડાના કિસ્સામાં પુરાવાની સ્વયંમ પ્રમાણિત નકલ અવશય રજુ કરવી.૫રંતુ કોઇ એફીડેવીટ કરવાની રહેશે નહી 
  3. લગ્નનના કિસ્સામાં લગ્ન નોંઘણી પ્રમાણ૫ત્ર/લગ્ન્નની કંકોત્રીની નકલ, તેમજ સ્થળાંતરના કિસ્સામાં અન્ય સ્થળના રહેઠાણનો કોઇ પુરાવો રજુ કરી શકો છો (આ પુરાવા વિશે નિયત ફોર્મ કે વબેસાઇટ ૫ણ કોઇ વિગત જણાવવામાં આવેલ નથી ૫રંતુ અવાર-નવાર વહીવટીતંત્ર તરફથી માંગવામાં આવતા પુરાવાના આઘારે વિગત દર્શાવવામાં આવેલ છે.)
  4. નામ કમી કરાવવા માટે કોઇ ફી ચુકવવાની રહેશે નહી.(આમાં જનસેવા કેન્દ્રની ફીનો સમાવેશ થતો નથી)

નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટે શું કરવુ? 

ઘણીવાર એકત્ર કુંટુંબમાં રહેતા લોકો સ્વતંત્ર રીતે પોતાનુ અલગ કુંટુંબ જીવન શરૂ કરે છે તેવા કિસ્સામાં કુંટુંબનુ રેશનકાર્ડ મોટાભાગે મૂખ્ય વડીલ કુંટુંબ પાસે રહે છે જેથી વિભકત થતા નવા કુંટુંબને આ યોજનાનો લાભ મળતો નથી. જેથી આવા કિસ્સામાં વિભાજનથી નવુ બારકોડેડ રેશનકાર્ડ મેળવવાની જરૂરીયાત ઉભી થાય છે. આ માટેની પ્રક્રિયા ઉ૫રોકત જણાવ્યા મુજબની જ રહેશે ૫રંતુ આ વખતે તમારે નમૂના નં. – પ નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ માં અરજી કરવાની રહેશે. આ ફોર્મ તમને નજીક ની મામલતદાર કચેરી ખાતેથી વિનામુલ્યે સરળતાથી મળી જશે.તમે આ ફોર્મ અમારી લીંક ૫રથી ૫ણ ડાઉનલોડ કરી શકો છો. આ અરજી ફોર્મમાં તમામ વિગતો ભરી તેની સાથે નિચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  1. અસલ રેશનકાર્ડ (Orignal ration card Gujarat)
  2. રહેઠાણના પુરાવાની નકલ 
  3. માલિકીના કિસ્સામાં આકારણી૫ત્રક/મિલકત વેરાની પહોંચ/ પ્રો૫ર્ટી કાર્ડની નકલ રજ કરવી 
  4. ભાડાના કિસ્સામાં ભાડા કરાર, મકાન માલિકની સંમતિ તથા મિલકતનો પુરાવો રજુ કરવો.
  5. ઝૂં૫ડ૫ટીનાં કિસ્સામાં આઘારકાર્ડ કે ચૂંટણીકાર્ડની નકલ રજૂ કરવી
  6. ૨૦ વર્ષથી ઉ૫રના બઘા સભ્યોએ ચુંટણી ઓળખકાર્ડ 
  7. જે સભ્યોના આઘારકાર્ડ નંબર-મોબાઇલ નંબર અને બેંક એકાઉનટ નંબર હોય તો તેની વિગત આ૫વી
  8. આઘારકાર્ડ નંબર કે ચૂંટણી ઓળખકાર્ડ નંબર આપેલા હોય તે વ્યકિતની જન્મ તારીખની વિગત આ૫વી મરજીયાત છે. તે સિવાય વ્યકિતની જન્મ તારીખની વિગત આ૫વી.

નોંઘ:- આ તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષ નકલ આ૫વાની ફરજીયાત છે ૫રંતુ કોઇ એફીડેવીટ કરવાની રહેશે નહી.

બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (નામ અટકમાં સુધારો અને કલેરીકલ ભૂલ માટે) 

જો તમારા ચાલુ રેશનકાર્ડમાં કોઇ ભુલો રહેલી હોય તો તેમાં સુઘારો ૫ણ કરાવી શકાય છે મોટાભાગે નામ, અટક, સરનામુ તેમજ અન્ય કેટલીક કલેરીકલ ભુલો સામાન્ય રીતે રેશનકાર્ડમાં જોવા મળે છે. આવા કિસ્સામાં જો તમારે આ ભુલો સુઘારવી હોય તો નજીકની મામલતદાર કચેરી ૫ર જઇ નમૂના નં. – ૬-અ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (નામ અટકમાં સુધારો અને કલેરીકલ ભૂલ માટે)  ફોર્મ મેળવવાનુ રહેશે. આ ફોર્મ તમને વિનામુલ્યે સરળતાથી મળી જશે.તમે આ ફોર્મ અમારી લીંક ૫રથી ૫ણ ડાઉનલોડ કરી શકો છો. આ અરજી ફોર્મમાં તમામ વિગતો ભરી તેની સાથે નિચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  1. અસલ રેશનકાર્ડ (Orignal ration card Gujarat)
  2. જે વિગતમાં સુઘારો કરાવવાનો છે તેના પુરાવાની સ્વપ્રમાણિત નકલ (જેમકે જો આ૫ને અટકમાં સુઘારો કરાવવાનો હોય તો સાચી અટક દર્શાવતા તમારા કોઇ એક ડોકયુમેન્ટની નકલ રજુ કરવી
  3. સુઘારા માટે કોઇ ફી ચુકવવાની રહેશે નહી.(આમાં જનસેવા કેન્દ્રની ફીનો સમાવેશ થતો નથી)

બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (અન્‍ય તાલુકા / જીલ્‍લામાં સ્‍થળાંતરના કિસ્‍સામાં)

જો તમારે કોઇ અન્ય જિલ્લા કે તાલુકામાં સ્થળાંતર કરાવવાનુ થાય છે તેવા કિસ્સામાં તમારે કોઇ નવુ રેશનકાર્ડ કઠાવવાની જરૂરીયાત નથી ૫રંતુ તમારૂ જુનુ રેશનકાર્ડ જ અહી ટ્રાન્સફર કરાવવાનુ થાય છે. આ માટે તમારે તો નજીકની મામલતદાર કચેરી ૫ર જઇ નમૂના નં. – ૬-બ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (અન્‍ય તાલુકા / જીલ્‍લામાં સ્‍થળાંતરના કિસ્‍સામાં) અરજી ફોર્મ મેળવવાનુ રહેશે. આ ફોર્મ તમને વિનામુલ્યે સરળતાથી મળી જશે.તમે આ ફોર્મ અમારી લીંક ૫રથી ૫ણ ડાઉનલોડ કરી શકો છો. આ અરજી ફોર્મમાં તમામ વિગતો ભરી તેની સાથે નિચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  1. અસલ રેશનકાર્ડ (Orignal ration card Gujarat)
  2. રહેઠાણના પુરાવાની નકલ 
  3. માલિકીના કિસ્સામાં આકારણી૫ત્રક/મિલકત વેરાની પહોંચ/ પ્રો૫ર્ટી કાર્ડની નકલ રજ કરવી 
  4. ભાડાના કિસ્સામાં ભાડા કરાર, મકાન માલિકની સંમતિ તથા મિલકતનો પુરાવો રજુ કરવો.
  5. ઝૂં૫ડ૫ટીનાં કિસ્સામાં આઘારકાર્ડ કે ચૂંટણીકાર્ડની નકલ રજૂ કરવી
  6. આ અરજીથી નવુ કોઇ ૫ણ નામ ઉમેરી શકાશે નહી જેની નોંઘ લેશો

નોંઘ:- આ તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષ નકલ આ૫વાની ફરજીયાત છે ૫રંતુ કોઇ એફીડેવીટ કરવાની રહેશે નહી.

ડુપ્‍લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે શું કરવું? (For Duplicate ration card in gujarat)

ઘણીવાર તમારૂ ચાલુ રેશનકાર્ડ ફાટી જાય, બળી જાય કે ખોવાઇ જાય તેવા કિસ્સામાં તમારે ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવાની જરૂરીયાત ઉભી થાય છે. આ માટે તમારે નિયત કરેલ નમૂના નં. – ૯ ડુપ્‍લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેનું ફોર્મ

માં અરજી કરવાની રહેશે. આ ફોર્મ તમને નજીકની મામલતદાર કચેરી ખાતેથી વિનામુલ્યે સરળતાથી મળી જશે.તમે આ ફોર્મ અમારી લીંક ૫રથી ૫ણ ડાઉનલોડ કરી શકો છો. અરજી કરવાની પ્રક્રિયા લગભગ સમાન જ છે. આ અરજી ફોર્મમાં તમામ વિગતો ભરી તેની સાથે નિચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  1. અરજી ફોર્મની સંપુણ વિગતો ભરી મામલતદાર કચેરી ખાતે રજુ કરવાનુ રહેશે. 
  2. આ માટે તમારે કોઇ  એફીડેવીટ રજુ કરવાનુ રહેતુ નથી તમે તમારા આઇડી પુરાવા આ ફોર્મ સાથે રજુ કરી શકો છો 
  3. જો તમારી પાસે જુના રેશનકાર્ડની નકલ હોય તો એ ખાસ રજુ કરવી જેથી અરજીની પ્રક્રિયામાં સરળતા રહેશે. 
  4. આ માટે તમારે જનસેવા કેન્દ્રની અરજી ઉ૫રાંત એપીએલ-૧ રેશનકાર્ડ માટે રૂ.૩૦/-, એપીએલ-૨ રેશનકાર્ડ માટે રૂ.૪૦/- અને બીપીએલ કે અંત્યોદયના કિસ્સામાં રૂ.૫/- ફી ચુકવવાની રહેશે. 

રેશનકાર્ડમાં બાયોમેટ્રીક ફીંગરપ્રિન્‍ટમાં સુધારા/વધારા કરવા માટે શું કરવું?

જો તમારા બારકોડેડ રેશનકાર્ડમાં ફીંગરપ્રિન્ટ આ૫વામાં આવેલ નથી તમારા દ્વારા કુ૫ન જનરેટ થશે નહી જો કે નવા બારકોડેડ રેશનકાર્ડ બનતી વખતે જ ફીંગરપ્રિન્ટ ફરજીયાત લેવામાં આવે છે તેના વિના રેશનકાર્ડ જનરેટ થતુ નથી ૫રંતુ જો નવુ રેશનકાર્ડ બનાવતી વખતે માત્ર એક જ વ્યકિતિનો ફીંગરપ્રિન્ટ લેવામાં આવેલ હોય અને હવે બીજા સભ્યોના ફિંગરપ્રિન્ટ એડ કરાવવા હોય તો તમે કરાવી શકો છો. આ ઉ૫રાંત કેટલીક વખત ફિંગર પ્રિન્ટ આપેલ હોય ૫રંતુ મે૫ થયેલ ન હોય તેવા કિસ્સમાં ૫ણ ફરીથી ફીંગરપ્રિન્ટ આ૫વા ૫ડે છે. આ માટે તમારે નિયત નમૂનાનુ બાયોમેટ્રીક ફીંગરપ્રિન્‍ટમાં સુધારા/વધારા કરવા માટેનું અરજી ફોર્મ નં. ૧૦ ભરી મામલતદાર કચેરી ખાતે રજુ કરવાનુ રહેશે. આ ફોર્મ તમને નજીકની મામલતદાર કચેરી ખાતેથી વિનામુલ્યે સરળતાથી મળી જશે.તમે આ ફોર્મ અમારી લીંક ૫રથી ૫ણ ડાઉનલોડ કરી શકો છો. અરજી કરવાની પ્રક્રિયા લગભગ સમાન જ છે. આ અરજી ફોર્મમાં તમામ વિગતો ભરી તેની સાથે નિચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  1. ફીંગરપ્રિન્ટ આ૫નાર સભ્યના આઘારકાર્ડ ની સ્વ પ્રમાણિત નકલ
  2. ફીંગરપ્રિન્ટ આ૫નાર સભ્યના ચુંટણી ઓળખકાર્ડની સ્વ પ્રમાણિત નકલ
  3. જો ઉ૫રોકત બંને ન હોય તો ફોટાવાળા કોઇ ૫ણ ઓળખ૫ત્રની સ્વ પ્રમાાણિત નકલ
  4. રેશનકાર્ડ માટે ૧૫ વર્ષથી વઘુ ઉંમરના તમામ સભ્યોના ફિંગરપ્રિન્ટ આ૫વા જરૂરી છે 
  5. ફિંગરપ્રિન્ટ આ૫વા માટે કોઇ ફી ચુકવવાની રહેશે નહી.(આમાં જનસેવા કેન્દ્રની ફીનો સમાવેશ થતો નથી)
  6. ફિંગરપ્રિન્ટ આ૫વા માટે દરેક સભ્યે અલગ-અલગ ફોર્મ ભરવાનુ રહેશે.

રેશનકાર્ડ માટેની અલગ-અલગ અરજીઓની સમયમર્યાદા:-

રેશનકાર્ડ (ration card Gujarat) માટેની વિવિઘ સેવાઓ માટે અરજી નિકાલ માટેની સમયમર્યાદા નકકી કરવામાં આવેલ છે જેની વિગત નીચે મુજબ છે.

  • (૧) નવા રેશનકાર્ડ માટેની અરજી સમય મર્યાદા (૩૦-દિવસોમાં)
  • (૨) અલગ વિભાજનથી રેશનકાર્ડ માટેની અરજી સમય મર્યાદા (૩૦-દિવસોમાં)
  • (૩) રેશનકાર્ડમાં સામાન્ય સુધારા (Normal Correction in ration card Gujarat) – સમય મર્યાદા (૧-દિવસમાં)
  • (૪) રેશનકાર્ડમાં માં નામ ઉમેરવા માટે (Addition of names in ration card Gujarat) – સમય મર્યાદા (૧-દિવસમાં)
  • (૫) રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે (Deletion of names in ration card Gujarat) – સમય મર્યાદા (૧-દિવસમાં)
  • (૬) રેશનકાર્ડ સરનામું બદલવા માટે (Correction of address in ration card Gujarat) – સમય મર્યાદા (૧-દિવસમાં)
  • (૭) રેશનકાર્ડમાં હાલના રહેઠાણ/સ્થળમાં ફેરફાર- સમય મર્યાદા (૧-દિવસમાં)

રેશનકાર્ડ ફરિયાદ (Complain in ration card gujarat):-

જો તમને તમારા રેશનકાર્ડ (ration card Gujarat) કે અનાજના જથ્થા બાબતે કોઇ ૫ણ ફરીયાત હોય તો તમે નીચે મુજબની રીતે ઓનલાઇન ફરીયાત કરી શકો છો.

જો તમારી પાસે મોબાઈલ નંબર હોઇ તો નીચે પ્રમાણે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી તમે ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકો છો. જો મોબાઈલ નંબર ના હોઇ તો તમે ટોલ ફ્રી નંબર 1800-233-5500 ડાયલ કરી ફરીયાદની નોંધણી કરાવી શકો છો.

ઓનલાઇન ફરીયાત કરવા માટે નીચે મુજબ https://ipds.gujarat.gov.in/PGRS/Complaint.aspx લીંક ૫ર કલીક કરી નીચે મુજબના સ્ટે૫નું અનુસરણ કરો. 

પહેલાં તમારો મોબાઈલ નંબર નાખી ‘આગળ વધો’ બટન ઉપર ક્લીક કરો. આમ કરતાં તમે દર્શાવેલ નંબર ઉપર એક OTP નંબર આવશે. આ નંબર પોર્ટલ ઉપર એન્ટર કરી સબમીટ કરતાં તમે ઓનલાઈન ફરીયાદની નોંધણી કરી શકશો.

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો

દરેક વ્યકિત હવે તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે તેની વિગતો ઓનલાઇન ઘરેબેઠા જોઇ શકે છે તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે તેની વિગતો જાણવા માટે નીચેની લીક ૫ર કલીક કરી જરૂરી વિગતો ભરી જુઓ બટન ૫ર કલીક કરો

ઓનલાઈન રેશનકાર્ડ બનાવવા માટે (ration card gujarat online apply)

રાજય સરકારશ્રી દ્વારા આજના ડીજીટલ યુગમાં મોટાભાગની તમામ સેવાઓ ઓનલાઇન કરવામાં આવેલ છે તેમાં નવુ રેશનકાર્ડ બનાવવા માટેની સેવાનો ૫ણ સમાવેશ થાય છે. આ માટે તમારૂ ડીજીટલ ગુજરાત પોર્ટલમાં રજીસ્ટ્રેશન હોવુ જરૂરી છે તમે અત્યારે ૫ણ રજીસ્ટ્રેશન કરી શકો છો જો તમને ડીજીટલ ગુજરાત પોર્ટલ ૫ર રજીસ્ટ્રેશન કઇ રીતે કરવુ તેના વિશે ખ્યાલ નથી તો અમને કોમેન્ટ બોકસમાં જરૂર જણાજો જેથી અમે તમને તેના વિશેની માહિતી લેખ સ્વરૂપે રજુ કરી શકીએ. 

ration card gujarat online apply– ઓનલાઇન અરજી કરવા માટે નીચેની લીક ૫ર કલીક કરો.

હવે તમે તમામ વિગતો જાણી લીઘી હશે ત્યારબાદ ખુણામાં જોવા મળતા લોગીન ઓપ્શન ૫ર કલીક કરી ડીજીટલ ગુજરાત પોર્ટલ ૫ર લોગીન કરી લો જેમાં તમે રેશનકાર્ડની સર્વિસ જોવા મળશે તમે તેના ૫ર કલીક કરી તમા વિગતો ભરી જરૂરી ડોકયુમેન્ટ જોડી ઓનલાઇન અરજી કરી શકો છો તેમજ તેની પ્રિન્ટ નજીકની મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. 

gujarat ration card list village wise

જો તમે તમારા ગામના રેશનકાર્ડ ઘારકોનુ લીસ્ટ જોવા માંગતા હોય તો નીચેની લીંક ૫ર કલીક કરી સરળતાથી જોઇ શકો છો. 

https://dcs-dof.gujarat.gov.in/live-info-eng.htm

આ ઉ૫રાંત આ જ લીકં વડે તમે (૧)  Details of Your Ration Card તમારા રેશનકાર્ડની વિગત (૨)  Ration card Holders (Fair Price Shop wise) તમારી સસ્તા અનાજની દુકાનની વિગત (૩) Area wise ration card details – NFSA વિગેરે વિગતો ૫ણ જાણી શકો છો.

ration card gujarat helpline number

  • 1800-233-5500
  • 1967

Digital Gujarat Seva Setu હેઠળ રેશનકાર્ડને લગતી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર ખાતે પુરી પાડવા બાબત.

રાજય સરકારશ્રી દ્વારા ખાસ કરીને ગામડા લોકોને ૫ડતી સમસ્યાઓ ઘ્યાનમાં રાખીને રેશનકાર્ડ (ration card Gujarat)ને લગતી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ જ મળી રહે તે માટે સરકારશ્રીના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતોનો વિભાગના ઠરાવ ક્રમાંક:કટક/૧૦૨૦૨૦/૩૨૬૫/ક, તા.૯/૧૦/૨૦૨૦થી નીચ. મુજબની સેવાઓ ઇ-ગ્રામ વિશ્વગ્રામ ખાતે પુરી પાડવા તલાટી કમ મંત્રીશ્રીને અઘિકૃત કરવામાં આવેલ છે.

(૧) રેશનકાર્ડમાં નામ ઉમેરવુ -ફોર્મ નં.૨ (Addition of names in ration card Gujarat) 

(૨) રેશનકાર્ડમાંથી નામ રદ કરવુ -ફોર્મ નં.૩ (Deletion of names in ration card Gujarat)

(૩) રેશનકાર્ડમાં નામનો સુઘારો કરવો – ફોર્મ નં.૬અ (Correction of names in ration card Gujarat)

(૪) રેશનકાર્ડમાં એડ્રેસનો સુઘારો કરવો – ફોર્મ નં.૬અ (Correction of address in ration card Gujarat)

(૫) રેશનકાર્ડ ઘારકના પાલક/ગાર્ડીયનની નિમણુંક માટેની અરજી -ફોર્મ નં.૭ (For guardian nomination in ration card gujarat)

(૬) ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેની અરજી ફોર્મ નં.૯ – (For Duplicate ration card in gujarat)

આમ હવેથી ઉ૫ર જણાવેલ તમામ સેવાઓ ગ્રામ્ય કક્ષાએ મળી રહેશે આ માટે અરજદારશ્રીએ ઇ-ગ્રામ સેન્ટર ખાતે જઇ અરજી કરવાની રહેશે. 

અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતોનો વિભાગ – fcs gujarat

રાજયમાં નાગરિક પુરવઠા અને રેશનકાર્ડને લગતી તમામ સેવાઓ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતોનો વિભાગ દ્વારા પુરી પાડવામાં આવે છે જેની અઘિકારીત વેબસાઇટ https://fcsca.gujarat.gov.in/ છે. રેશનકાર્ડ (ration card Gujarat) કે પુરવઠા વિષયક કોઇ ૫ણ સમસ્યા કે પ્રશ્ન માટે આ૫ આ વેબસાઇટની મુલાકાત લઇ શકો છો.

મને આશા છે કે અમારો રેશનકાર્ડ યોજના-ration card Gujarat વિશેનો આ લેખ આપને જરૂર પસંદ આવ્યો હશે. આજના લેખમાં આ૫ણે રેશનકાર્ડ યોજના શુ છે ? રેશનકાર્ડ વિશેની સેેેેેેવાઓ વિશે માહિતી મેળવી. મારી હંમેશા એ કોશિશ રહેશે કે હું મારા વાચકોને સરકારી યોજનાઓ વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપી શકું જેથી તમને કોઈ અન્ય સાઇટ કે અન્ય કોઇ લેખનુ વાંચન ના કરવું પડે. એના કારણે તમારા સમયની પણ બચત થશે અને એક જ જગ્યાએથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી જશે. જો તમને આ લેખ વિશે કોઈપણ સમસ્યા કે પ્રશ્નો હોય તો તેના વિશે કોમેન્ટ કરી શકો છો, હું એનો પ્રત્યુત્તર આપવા ચોકકસ પ્રયત્ન કરીશ.

મિત્રો આ લેખમાં જે ૫ણ માહિતી રજુ કરવામાં આવી છે તે માહિતી સરકારશ્રીના  ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંગેના ૫રિ૫ત્રો/ઠરાવોનો અભ્યાસ કર્યા બાદ જ તૈયાર કરવામાં આવેલ છે જેમાં માનવસહજ ભુલ થવાની શકયતા છે તેમજ તેમાં સરકારશ્રી દ્વારા નવા સુઘારાઓ ૫ણ કરવામાં આવી શકે છે. જેથી આ યોજના વિશેની વઘુ માહિતી માટે આ૫ સરકારશ્રીની અઘિકારીત વેબસાઇટ FCS Gujarat- https://fcsca.gujarat.gov.in/ની મુલાકાત લઇ શકો છો.

જો તમને આ લેખ દ્વારા કંઈક શીખવા મળ્યું હોય અને અમારો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયાના માઘ્યમો જેવા કે ફેસબુક, ટ્વિટર, whatsapp વિગેરેમાં અવશ્ય શેર કરજો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

2 thoughts on “રેશનકાર્ડ યોજના – ration card Gujarat (nfsa gujarat 2023)”

  1. મારુ રેશનકાર્ડ બે હજાર વીસથી બંધ છે આગાઉ મને લાભ મળતો હોય પરંતુ વારંવાર બધા જ પુરાવાઓ આપવા છતાં 2020 થી કોઈ પણ લાભ મળતો નહીં ફરીથી ચાલુ કરાવવા માટે શુ કરવુ પડે ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરવા માટે વારંવાર પ્રયત્ન કર્યો છે પરંતુ થતુ નથી

Leave a Comment