Sourav Ganguly Birthday: ‘મહારાજા’થી ‘દાદા’ બનવા સુધીની સૌરવ ગાંગુલીની સફર, ભાઈના કારણે બદલાયું ભાગ્ય

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સૌરવ ગાંગુલીએ 49 ટેસ્ટ અને 147 વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.

ગાંગુલીએ તેના ભાઈની જેમ જમણા હાથને બદલે ડાબા હાથે રમવાનું શરૂ કર્યું, જ્યારે ગાંગુલી બાળપણથી જ બધું કામ જમણા હાથે જ કરતા હતા.

બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ક્રિકેટના મેદાન પર ભારત દેશનું નામ રોશન કરનાર ગાંગુલીનો જન્મ આ દિવસે 1972માં ચંડીદાસ અને નિરુપા ગાંગુલીમાં થયો હતો, તેમના પિતાનો પ્રિન્ટનો વ્યવસાય હતો અને તેઓ કોલકાતાના કેટલાક પ્રભાવશાળી પરિવારોમાંના એક હતા. સૌરવ શરૂઆતથી ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી હતો પરંતુ તેમને કયારેય આ બાબનું અભમાન ન થવા દિધુ.

સૌરવ ગાંગુલી, ભારતીય ક્રિકેટમાં દાદાના નામથી પ્રખ્યાત થયા અને તેમની નેતૃત્વ ક્ષમતાના કારણે તેઓ ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંના એક બન્યા. જોકે, ગાંગુલી માટે ક્રિકેટના મેદાન સુધી પહોંચવું એટલું સરળ નહોતું. તો, ચાલો સૌરવના બાળપણથી સંબંધિત અજાણી વાતો પર નજર કરીએ જેણે તેમને ક્રિકેટર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ડાબા હાથે રમવાનુ રહસ્ય

ફૂટબોલ માટે પ્રખ્યાત શહેર કોલકાતામાં સૌરવને તેના મોટા ભાઈ સ્નેહાશિષના કારણે ક્રિકેટની લત લાગી ગઈ હતી અને આ જ કારણ હતું કે તેમણે તેના ભાઈની જેમ જમણા હાથને બદલે ડાબા હાથે રમવાનું શરૂ કર્યું હતું, જ્યારે ગાંગુલી બાળપણથી જ બધા કામો જમણા હાથે કરતા હતા. પરંતુ તેમણે તેના ભાઈ સાથે પ્રેક્ટિસ કરતાં તેમની જેમ રમવાની રીત બદલી નાખી.

સૌરવ ગાંગુલી ઉર્ફે મહારાજા

સૌરવ ગાંગુલીને તેના ચાહકો આખી દુનિયામાં ભારતીય ટીમના દાદા તરીકે ઓળખે છે, પરંતુ ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી હોવાના કારણે તેમના પિતા ચંડીદાસ તેમને મહારાજા નામથી બોલાવતા હતા. બાદમાં ઈંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર સર જેફ્રી બોયકોટે તેમને કોલકાતાના રાજકુમારના નામથી સન્માનિત કર્યા હતા.

ક્રિકેટર ભાઈ

સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશીષ પોતે ક્રિકેટર હતા અને બંગાળ માટે રણજી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા હતા. જો કે તેઓ ક્યારેય રાષ્ટ્રીય ટીમ માટે રમ્યા ન હતા, પરંતુ તેમની મદદથી સૌરવ ગાંગુલીએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને શાળા અને કોલેજ સ્તરે રમવા ગયા.

માતાને ક્રકેટ પસંદ ન હતી

સૌરવ ગાંગુલીની માતા નિરુપા ગાંગુલી, જેઓ ફૂટબોલ માટે પ્રખ્યાત કોલકાતા શહેરના એક મોટા બિઝનેસ પરિવારમાંથી આવે છે, તેઓ ઈચ્છતા ન હતા કે તેમનો પુત્ર કોઈપણ રમતને તેમના વ્યવસાય તરીકે અપનાવે. આ કારણે તેને સૌરવનું ક્રિકેટ રમવું પસંદ નહોતું. સૌરવના પિતા ચંડીદાસને પણ ક્રિકેટ પસંદ નહોતું પરંતુ તેમના મોટા ભાઈને કારણે તેમને રમવાની છૂટ હતી.

બાળપણનો પ્રેમ

સૌરવ ગાંગુલીએ તેની બાળપણની પ્રેમિકા ડોના ગાંગુલી સાથે 1997માં લગ્ન કર્યા હતા. ડોના એક પ્રશિક્ષિત પ્રોફેશનલ ડાન્સર હતી અને બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા. બંનેને પાછળથી સના નામની પુત્રી પણ હતી.

સૌરવ ગાંગુલીના નામ પર રોડ

કોલકાતામાં સૌરવ ગાંગુલીની ખ્યાતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના વતનમાં એક એપાર્ટમેન્ટ અને દોઢ કિલોમીટર લાંબો રોડ તેમના નામ પરથી રાખવામાં આવ્યો છે.

BCCIના પ્રમુખ બન્યા અને પછી કોહલી સાથે વિવાદ થયો

ક્રિકેટ છોડ્યા પછી, ગાંગુલીએ કોમેન્ટ્રી કરવાનું ચાલુ રાખ્યું અને બંગાળના ક્રિકેટ એસોસિએશનમાં પણ પોતાની ફરજો બજાવી. ઓક્ટોબર 2019 માં, તેઓ BCCI ના પ્રમુખ તરીકે ચૂંટાયા. પછી કોરોનાનો યુગ આવ્યો અને ત્યારે પણ ક્રિકેટને સરળતાથી ચલાવવા માટે ગાંગુલીના પ્રયાસોની પ્રશંસા થઈ. 2020 માં, IPL UAE માં યોજવામાં આવી હતી.

જો કે, આ પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે તેનો વિવાદ સામે આવ્યો, જ્યારે વિરાટના ટી-20 કેપ્ટનશીપ છોડવાના નિર્ણય બાદ તેને વનડેની કેપ્ટન્સીથી પણ હટાવી દેવામાં આવ્યો. બંન્ને વચ્ચે બોલાચાલી પણ થઇ. ત્યારબાદ 18 ઓક્ટોબર 2022ના રોજ રોજર બિન્ની BCCIના નવા પ્રમુખ બન્યા. ગાંગુલીને આ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ફરીથી આ પદ પર આવવાની ઈચ્છા ધરાવતો હતો, પરંતુ BCCIના અન્ય અધિકારીઓ રાજી ન થયા.

ગાંગુલીની ક્રિકેટ કારકિર્દી

ગાંગુલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 113 ટેસ્ટ અને 311 વનડે રમી હતી. તેણે 1996માં ઇંગ્લેન્ડ સામેની લોર્ડ્સ ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ટેસ્ટમાં ગાંગુલીએ 42.18ની એવરેજથી 7212 રન બનાવ્યા છે. જેમાં 16 સદી અને 35 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 239 રન છે. અને વનડેમાં ગાંગુલીએ 40.73ની એવરેજથી 11,363 રન બનાવ્યા. જેમાં 22 સદી અને 72 અડધી સદી સામેલ છે. ગાંગુલીનો વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 183 રન છે.

ગાંગુલીએ IPLમાં પણ 59 મેચ રમી હતી. આમાં તેણે 25.45ની એવરેજ અને 106.81ની સ્ટ્રાઈક રેટથી 1349 રન બનાવ્યા છે. ગાંગુલીએ છેલ્લી ટેસ્ટ 2008માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. આ સિવાય તેણે ટેસ્ટમાં 32 વિકેટ પણ લીધી હતી. આ સાથે જ તેની વનડેમાં 100 વિકેટ છે. ટેસ્ટમાં તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ 28 રનમાં ત્રણ વિકેટ છે, જ્યારે વનડેમાં તેની શ્રેષ્ઠ બોલિંગ 16 રનમાં પાંચ વિકેટ છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment