સોયાબીન (અથવા સોયબીન)નું નામ તો તમે સાંભળ્યુ હશે. આજના આ આર્ટીકલ્સમાં આ૫ણે સોયાબીનનો છોડ, સોયાબીન ની ખેતી,વાવેતર, સોયાબીન ના ફાયદા, સોયાબીન ભાવ, સોયાબીન તેલ વિગેરે વિશે વિગતવાર માહિતી મેળવીશુ. તેમજ એમાંય ખાસ કરીને ખોરકમાં સોયાબીનના ફાયદા વિશે વિસ્તૃત માહિતી મેળવીશુ.
સોયાબીનનો છોડ :-
સોયાબીન ખાસ કરીને પૂર્વ એશિયાના દેશોમાં થતો દાણાં પ્રકારના ફળ ધરાવતો એક છોડ છે. સોયાબીનનો છોડ ૨૦ સેમી થી ૨ મીટર જેટલો ઊંચો હોય છે. તે એકવર્ષાયુ વનસ્પતિ છે, એટલે કે આ છોડની આયુ માત્ર એક વર્ષની હોય છે. તેના દાણા ચ૫ટા અને ગોળ હોય છે. તેમાં નાઇટ્રોજન તથા અન્ય પોષણશકિતનું પ્રમાણ ભરપુર હોય છે.
સોયાબીનની ખેતી:-
સોયાબીનની ખેતી ઓછી ઉ૫જાઉ અને રેતાળ જમીન સિવાયની બઘી જ પ્રકારની જમીનમાં સફળતાપૂર્વક કરી શકાય છે. પરંતુ સોયાબીન માટે પાણીનો જલ્દી નિકાલ થઇ જાય તેવી લીસી ચીકણી જમીન વધુ યોગ્ય છે. જ્યાં પાણી સ્થિર હોય અથવા તો પાણી ભરાઇ રહેતુ હોય તેવી જમીન આ પાક માટે ઉ૫યોગી નથી.
સોયાબીનનો ઇતિહાસ :-
ભારતમાં સૌ પ્રથમ વખત પંજાબ રાજયમાં સોયાબીનની ખેતીનો અખતરો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ૫ણા ગુજરાતના જે તે સમયના વડોદરા રાજ્યમાં સોયાબીનની ખેતીનો અખતરો કરાયો હતો. ઈ. સ. ૧૮૭૩માં વિયેનામાં ભરાયેલ વર્લ્ડ એક્ઝિબિશન પછી સોયાબીનનાં વાવેતરમાં લોકો વિશેષ રસ લેવાનું શરૂ કર્યુ. આ વર્લ્ડ એક્ઝિબિશનમાં ચીન, જાપાન અને મંગોલિયામાંથી જુદી જુદી ૨૦ જાતનાં સોયાબીન પ્રદર્શનમાં ખુલ્લાં મુકાયાં હતાં. ત્યારબાદ જર્મની અને ફ્રાન્સમાં આ વનસ્પતિ ખોરાકની વિશેષ જાહેરાત થઈ. તેમજ ઈ. સ. ૧૮૭૬માં ઓસ્ટ્રિયામાં ૧૪૮ ખેડુતોએ સોયાબીનનું વાવેતર કર્યું હતું. હાલમાં આ૫ણા ગુજરાત રાજયના ઘણા વિસ્તારોમાં ૫ણ સોયાબીનની ખેતી સારા પ્રમાણમાં થાય છે.
- Must :- લીમડાના ફાયદા
સોયાબીન ના ફાયદા (ઉ૫યોગ):-
- સોયાબીનનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. તેમાંથી તેલ, સોસ, દૂધ, લોટ, ટોફૂ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ બનાવવામાં આવે છે.
- સોયાબીનમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, તદઉ૫રાંત તેમાં કેટલાક અન્ય આવશ્યક તત્વો પણ હોય છે જે આપણી પ્રવૃત્તિઓને ઉર્જાવાન બનાવે છે. સોયાબીન શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ઝેરી તત્વોને શોષી લે છે અને તેને બહાર કાઢી નાખે છે. કારણ કે ખરાબ કોલેસ્ટ્રોલ અથવા VDL શરીરના રક્ત પરિભ્રમણમાં ડિપ્રેશનની જેમ ખલેલ પહોંચાડે છે અને તે પછી હાર્ટ એટેક શક્યતા રહે છે. સોયાબીનનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી આવા જોખમની શક્યતા ઓછી રહે છે અને શરીરના અન્ય કાર્યો પણ સરળતાથી ચાલે છે.
- સોયાબીન તેલનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી ત્વચાને સુરક્ષા મળે છે. ત્વચા પર ખીલ થવાનું પ્રમાણ પણ ઘટે છે. ત્વચાના ફાઈબરને પણ સોયાબીનમાંથી એનર્જી મળે છે.
- કેલ્શિયમ અને આયર્નની ઉણ૫ ધરાવતી મહિલાઓ માટે સોયાબીન ખૂબ જ ઉપયોગી છે. તેમાં દૂધ કરતાં વધુ આયર્ન હોય છે.
- મીનોપોઝ(Menopause ) પછી મહિલાઓને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, નાઈટ્રોજનની ઉણપને કારણે તેમના શરીરમાંથી કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે અને હાડકાં નબળા પડવા લાગે છે. સોયાબીન ઉત્પાદનોના નિયમિત સેવનથી તેઓના શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવાઇ રહે છે.
- સોયાબીન ઉત્પાદનોમાં ઘણા રસાયણો ઉ૫લબ્ઘ હોય છે અને આ રસાયણો શરીર માટે અલગ અલગ રીતે મહત્વ ધરાવે છે. તેમાંથી ફાયટોકેમિકલ્સ વઘુ માત્રામાં મળે છે જે શરીરને કાર્સિનોજેનિક વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. ખાસ કરીને મીનોપોઝ (Menopause) પછી થતાા સ્તન કેન્સરની બિમારી સામે રક્ષણ આપે છે.
- સોયાબીનમાં ઉપલબ્ધ ફોસ્ફરસની માત્રા અનેક પ્રકારના માનસિક રોગોથી રાહત અપાવે છે. તે મગજના હુમલાના ઘટકોને શાંત કરે છે. તમને અનેક પ્રકારના માનસિક હતાશાથી મુક્ત રાખે છે.
- સોયાબીન હાઈ બ્લડ પ્રેશર માટે રામબાણ છે. તેનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરમાં હાઈ બ્લડ પ્રેશર ઘણી હદ સુધી નિયંત્રિત રહે છે.
- સોયાબીનમાં જોવા મળતું મેગ્નેશિયમ તમને અનિદ્રાથી રાહત આપે છે. ઘણા લોકોને રાત્રે મોડે સુઘી ઊંઘ નથી આવતી સોયાબીનના નિયમીત સેવનથી આ સમસ્યામાંથી મુકિત મળે છે.
- સોયાબીનમાં કેલ્શિયમ અને લોહ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જેથી તે મહિલાઓ માટે ખુબ ઉપયોગી છે. તે એનીમિયા (હોમોગ્લોબીન ની ઉણપ) કે ઓસ્ટીયોપોરોસીસ (હાડકા નબળા થવા) નામની બીમારીઓથી પીડિત વ્યકિતઓ માટે રામબાણ સમાન હોય છે.
- સોયાબીનનું નિયમિત સેવન કરવાથી મધુમેહ (ડાયાબીટીસ) ના રોગીનો મૂત્રરોગ (વારંવાર પેશાબ આવવાનો રોગ) ઠીક થઇ જાય છે.
- સોયાની રોટલી ખાવાથી ગઠીયા (સાંધાનો દુ:ખાવો) રોગ દુર થાય છે.
- સોયાબીનમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે જેથી સોયાબીન હાડકા સાથે જોડાયેલ રોગો તથા હાડકાની નબળાઈને દુર કરે છે.
- Must :- યોગના ફાયદા
સોયાબીનના ગેરફાયદા -Side Effects of Soybean in Gujarati
સોયાબીન હોય કે અન્ય કોઈપણ ખાદ્યપદાર્થ, જો તેની વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
- સોયાબીનના વઘુ ૫ડતા ઉપયોગથી એલર્જીની સમસ્યા થઇ શકે છે.
- સોયાબીનમાં ફાયટોસ્ટ્રોજેન્સ જોવા મળે છે. તેથી મોટી માત્રામાં તેનું સેવન કરવાથી પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તા ઘટી શકે છે.
- સોયાબીનનું વધુ પડતું સેવન કરવાથી જાતીય ક્ષમતાને પણ અસર થઈ શકે છે .
- સોયાબીનનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
સોયાબીન ભાવ :-
સોયાબીનનો જથ્થબંઘ માર્કેટમાં ભાવ ૨૦ કિલોના ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયા હોય છે. જોકે તમે કરીયાણાની દુકાન કે છુટક બજારમાંથી ઓછા પ્રમાણમાં સોયાબીનની ખરીદી કરો છો તો સોયાબીનના ભાવ તમને ૧ કિલોના ૭૦ થી ૯૦ રૂપિયા સુઘી જોવા મળી શકે છે.
સોયાબીન તેલ :-