સુનિતા વિલિયમ્સ વિશે માહિતી | Sunita Williams in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

શું તમે જાણો છો કે સુનિતા વિલિયમ્સ કોણ છે, ના. તો આવો જાણીએ સુનીતા સુનિતા વિલિયમ્સના જીવન પરિચય વિશે(Sunita Williams in Gujarati). ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમના નામે અવકાશમાં સૌથી વધુ સમય રહેવાનો વર્લ્ડ રેકોર્ડ છે.સુનિતા વિલિયમ અમેરિકન એજન્સી નાસા દ્વારા અવકાશમાં જનારી ભારતીય મૂળની બીજી મહિલા છે.

ભારતના નારી રત્નોએ અવકાશ ક્ષેત્રે પણ પોતાનું નામ સુર્વણ અક્ષરે લખાવી દીધુ છે. ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા વિશે તો આપ સૌ જાણતા જ હશો. પરંંતુ આજે આપણે અવકાશ ક્ષેેેેેત્રે અનેક રેકોર્ડ પોતાના નામે નોંધાવનાર ભારતીય મુળની વિરાંગના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ વિશે જાણકારી મેળવીશુ.

સુનિતા વિલિયમ્સ વિશે માહિતી (Sunita Williams in Gujarati)

નામઃ સુનિતા વિલિયમ્સ
જન્મઃ19 સપ્ટેમ્બર 1965
જન્મ સ્થળઃયુએસ રાજ્યના ઓહિયોમાં યુક્લિડ સિટી (ક્લીવલેન્ડમાં)
પિતાનું નામઃડો.દીપક એન. પંડ્યા
માતાનું નામઃબાની જલોકર પંડ્યા
નાગરીકતાઃયુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા
વ્યવસાયઃઅવકાશયાત્રી
ધર્મઃહિન્દુ
એવોર્ડઃપદ્મભુષણ, Congressional Space Medal Of Honor

જન્મઃ-

સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર, 1965 ના રોજ યુએસએના ઓહિયો રાજ્યના યુક્લિડ શહેરમાં (ક્લીવલેન્ડમાં સ્થિત) થયો હતો. તેનું પૂરું નામ સુનિતા લીન પંડ્યા વિલિયમ્સ હતું. સુનિતાના પિતાનું નામ દીપક એન. પંડ્યા છે. જેઓ એક જાણીતા ન્યુરોલોજીસ્ટ ડોકટર છે, તેઓ ગુજરાત રાજ્યના અમદાવાદના મુળ વતની છે. સુનિતા વિલિયમ્સની માતાનું નામ બોની જલોકર પંડ્યા છે, જે સ્લોવેનિયાની છે. સુનિતા વિલિયમ્સનો એક મોટો ભાઈ જય થોમસ પંડ્યા અને મોટી બહેન ડાયના એન, પંડ્યા છે.

શિક્ષણ (Sunita Williams Education):

સુનિતા વિલિયમ્સે તેમનું પ્રારંભિક શિક્ષણ નીદરમ, મેસાચુુુુુુસેટ્સ માંથી મેળવ્યું હતું. સુનિતા વિલિયમ્સે 1983માં મેસાચુુુુુુસેટ્સમાંથી હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી ત્યારબાદ ઇ.સ. 1987 માં, તેમણે સંયુક્ત રાષ્ટ્રની નેવલ એકેડમીમાંથી ભૌતિક વિજ્ઞાનમાં બીએસની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ તેમણે 1995માં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઑફ સાયન્સ (MS)ની ડિગ્રી મેળવી.

વ્યકિતગત જીવન(Sunita Williams Early life):

સુનિતા વિલિયમ્સે તેમની સાથે અભ્યાસ કરતા માઈકલ જે. વિલિયમ્સ નામના યુવક સાથે આંખ મળી છતાં બંનેએ લગ્ન કરી લીધા. જેઓ ઓરેગોનમાં ફેડરલ પોલીસ ઓફિસર તરીકે સેવા આપે છે. બંનેના લગ્નને ૨૦ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. સુનિતા વિલિયમ્સ અને માઈકલ જે. વિલિયમ્સને કોઈ સંતાન નથી. તેથી બંનેએ ગુજરાત રાજ્યની એક સુંદર બાળકીને દત્તક લીધી છે.

સુનિતા વિલિયમ્સ નેવલ એવિએટર, હેલિકોપ્ટર પાઈલટ, ટેસ્ટ પાઈલટ, પ્રોફેશનલ મરીન, મરજીવો, તરવૈયા, ચેરિટી ફંડ રેઈઝર, એનિમલ લવર, મેરેથોન રનર અને હવે અવકાશયાત્રી અને વર્લ્ડ રેકોર્ડ ધારક છે. તેણીને બાઇકિંગ, રનિંગ, સ્વિમિંગ, ટ્રાયથ્લોન્સ, વિન્ડસર્ફિંગ અને સ્નોબોર્ડિંગનો શોખ છે. સુનીતા વિલિયમ હિંદુ ભગવાન ગણેશ પ્રત્યે અપાર ભક્તિ ધરાવે છે. તેઓ અવકાશયાત્રામાં વાંચન માટે પોતાની સાથે શ્રીમદ ભગવત ગીતા લઈ ગયા હતા.

કારકિર્દીની શરૂઆત (Sunita Williams Military career) 

 • સુનીતા વિલિયમે યુએસ નેવીમાં નાવિક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ યુએસ નેવીમાં હેલિકોપ્ટર પાઇલટ, ટેસ્ટ પાઇલટ, પ્રોફેશનલ મરીન, ડાઇવર, સ્વિમર તરીકે સેવા આપી.
 • યુએસ નેવીમાં તેમની કારકિર્દી 1987માં શરૂ થઈ હતી. 6 મહિના પછી તેને બેઝિક ડ્રાઇવિંગ ઓફિસર તરીકે પસંદ કરવામાં આવ્યા.
 • વર્ષ 1989માં, સુનિતા વિલિયમને ‘નેવલ એર ટ્રેનિંગ કમાન્ડ’માં મોકલવામાં આવ્યા, જ્યાં તેમને ‘નેવલ એવિએટર’ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. ત્યારપછી તેણીએ ‘હેલિકોપ્ટર કોમ્બેટ સપોર્ટ સ્ક્વોડ્રન’ માં તાલીમ લીધી અને અનેક વિદેશી ધરતી પર સેવા આપી.
 • સપ્ટેમ્બર 1992માં, સુનિતાને આર્મી યુનિટ H-46ના ઓફિસર-ઈનચાર્જ તરીકે મિયામી (ફ્લોરિડા) મોકલવામાં આવ્યા.
 • સુનિતા વિલિયમ જાન્યુઆરી 1993ના મહિનામાં ‘યુ.એસ. નેવલ ટેસ્ટ પાયલોટ સ્કૂલમાં પ્રેક્ટિસ શરૂ કરી અને 1 વર્ષની અંદર એટલે કે ડિસેમ્બર મહિનામાં તેનો કોર્સ પૂરો કર્યો.
 • ત્યારબાદ ડિસેમ્બર 1995માં તેમને ‘યુ.એસ. નેવલ ટેસ્ટ પાયલોટ સ્કૂલમાં રોટરી વિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રશિક્ષક અને શાળાના સુરક્ષા અધિકારી તરીકે નિયુકત કરવામાં આવ્યા, ત્યાં તેણે UH-60, OH-6 અને OH-58 સહિત અનેક હેલિકોપ્ટર ઉડાવ્યા.
 • 1998માં જ્યારે સુનીતા વિલિયમને નાસા મિશન માટે પસંદ કરવામાં આવ્યા ત્યારે તેઓ  USS Saipan  પર કામ કરી રહ્યા હતા.

નાસામાં કારકિર્દીSunita Williams Career in NASA).

 • જૂન 1998માં, સુનિતા વિલિયમ્સની નાસા દ્વારા અવકાશયાત્રી કાર્યક્રમ ((astronaut program by NASA ) માટે પસંદગી કરવામાં આવી હતી. અને અવકાશયાત્રી બનવાની તેમની તાલીમ તે જ વર્ષથી શરૂ થઈ ગઇ.
 • તેઓને સઘન તાલીમ આપવામાં આવી હતી જેમાં બહુવિધ વૈજ્ઞાનિક અને તકનીકી બ્રીફિંગ્સ, શટલ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સિસ્ટમમાં સઘન સૂચના અને શારીરિક તાલીમનો સમાવેશ થતો હતો.
 • સઘન તાલીમના સમયગાળા પછી, તેમને સ્પેસ સ્ટેશનમાં રશિયન સ્પેસ એજન્સી સાથે કામ કરવા માટે મોસ્કો મોકલવામાં આવ્યા. 9 ડિસેમ્બર 2006ના રોજ, સુનિતાને સ્પેસક્રાફ્ટ ‘ડિસ્કવરી’માંથી ‘ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર’ પર મોકલવામાં આવી હતી જ્યાં તેણીએ એક્સપિડિશન-14 ક્રૂ જુથ સાથે જોડાવાનું હતુ.
 • થોડા દિવસો પછી, એપ્રિલ 2007 માં, રશિયન અવકાશયાત્રીઓ બદલવામાં આવ્યા, જેના કારણે એક્સપિડિશન-14 માંથી એક્સપિડિશન-15 બની ગયુ.
 • સુનિતા વિલિયમે એક્સપિડિશન-14 અને 15 દરમિયાન ત્રણ સ્પેસ વોક કર્યા. 6 એપ્રિલ 2007ના રોજ, તેમણે અવકાશમાં જ ‘બોસ્ટન મેરેથોન’માં ભાગ લીધો હતો. અવકાશમાં મેરેથોન દોડનારી તે પ્રથમ મહિલા બની હતી. તેણીએ પોતાની મેરેથોન દોડ 4 કલાક 24 મિનિટમાં પૂરી કરી હતી. ત્યારબાદ 22 જૂન 2007ના રોજ તેઓ પૃથ્વી પર પાછા ફર્યો.
 • જૂન 2007માં, કેલિફોર્નિયામાં એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર પાછા ફરતા પહેલા STS-117 ક્રૂએ વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. તેમણે અવકાશયાનની બહાર કુલ 29 કલાક કરતાં વધુ સમય માટે સ્પેસ વોક કર્યુ અને 195 થી વધુ દિવસો અવકાશમાં વિતાવ્યા, જે એક વિશ્વ વિક્રમ બની ગયો.
 • તેમણે ફરી 15 જુલાઈ 2012ના રોજ બેકોનુર કોસ્મોડ્રોમથી ISS માટે એક્સપિડિશન 32 પર ફ્લાઇટ એન્જિનિયર તરીકે ઉડાન ભરી. તેમનું અવકાશયાન સોયુઝ ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’ સાથે જોડાયું.
 • સુનિતા વિલિયમને 17 સપ્ટેમ્બર 2012ના રોજ એક્સપિડિશન 33 ની કમાન્ડર બનાવવામાં આવી હતી અને આ મિશન દરમિયાન તેણે 21 કલાકથી વધુ સમયમાં બીજા ત્રણ સ્પેસવોક કર્યા હતા.
 • તેમણે સધર્ન કેલિફોર્નિયામાં આયોજિત નૌટિકા માલિબુ ટ્રાયથ્લોન સાથે જોડાણ કરીને ટ્રેડમિલનો ઉપયોગ કરીને ભ્રમણકક્ષામાં એક ટ્રાયથ્લોન પૂર્ણ કરીને પૃથ્વી પર ઇતિહાસ રચ્યો હતો.
 • નવેમ્બર 2012 માં પૃથ્વી પર પાછા ફરતા પહેલા તેઓ લગભગ 127 દિવસ સુધી અવકાશમાં રહ્યા હતા.
 • સુનીતા વિલિયમ્સ 19 નવેમ્બર, 2012ના રોજ પૃથ્વી પર પરત ફર્યા હતા. 1998થી નાસા સાથે જોડાયેલા સુનિતાએ અત્યાર સુધીમાં કુલ 30 અલગ-અલગ અવકાશયાનમાં 2770 ઉડાન ભરી છે.

પુરસ્કારઃ-

 • તેમને 2008માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
 • આ સિવાય તેમને નેવી કમ્મેન્ડેશન મેડલ (2), નેવી અને મરીન કોર્પ અચીવમેન્ટ મેડલ, માનવતાવાદી સેવા મેડલ જેવા અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે.
 • 2013માં ગુજરાત યુનિવર્સિટીએ તેમને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.
 • 2013 માં સ્લોવેનિયા દ્વારા ‘ગોલ્ડન ઓર્ડર ફોર મેરિટ’ એનાયત કર્યો હતો.

આ ૫ણ વાંચો:-

 1. ગાંધીજીના જીવન પ્રસંગો
 2. લાલા લાજપતરાય નું જીવનચરિત્ર 
 3. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 
 4. ભગતસિંહ નું જીવન ચરિત્ર
 5. સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર

હુ આશા રાખુ છુ કે તમને અમારો સુનિતા વિલિયમ્સના જીવન પરિચય વિશે(Sunita Williams in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. વિઘાર્થી મિત્રોને સુનિતા વિલિયમ્સ વિશે નિબંધ (Sunita Williams essay in gujarati) લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment