સુરતના જોવાલાયક સ્થળો | Surat ma Farva layak Place

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Surat ma Farva layak Place-સુરત ભારતના ગુજરાત રાજ્યનું મુખ્ય વ્યવસાય કેન્દ્ર છે. તે ભારતનું આઠમું સૌથી મોટું ઉદાહરણ શહેર અને નવમો સૌથી મોટો શહેરી સમૂહ છે. સુરત ભારતનું બીજું સૌથી સ્વચ્છ શહેર અને વિશ્વનું ચોથા ક્રમનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે. સુરત ભારતના હીરા અને કાપડ ઉદ્યોગનું કેન્દ્ર ઉપરાંત અને દેશના સૌથી જૂના શહેરોમાંનું એક છે. આ ઉપરાંત, તે તેના ખાદ્યપદાર્થો માટે પ્રસિદ્ધ છે. જોઈએ આ સુરતનાં કેટલાંક ફરવાલાયક (surat tourist places) અને જોવાલાયક સ્થળો(tourist places near surat within 100 km)

સુરતના જોવાલાયક સ્થળો (surat ma farva layak Place)

ચાલો હવે આ૫ણે સુરતના ખુુબ મહત્વના ફરવાલાયક સ્થળો (best tourist places in surat) વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

ડુમસ બીચ (dumas beach in surat):-

સુરતથી ૨૧ કિલોમીટર દક્ષિણ પશ્ચિમે ડુમસ આવેલું છે. ડુમસ આમ તો એક સામાન્ય ગામડું જ છે, પણ એની વિશેષતા ત્યાં આવેલ દરિયાકિનારો(dumas beach). એક લોકપ્રિય બીચ અને સ્થાનિકો માટે મનોરંજક સ્થળ એટલે ડુમસ. ત્યાંનું વાતાવરણ શાંત હોય છે, જેમાં મોટાભાગના દિવસો ઘણા ટોળાને જોઈ રહ્યાં છે. ડુમસને ભૂતિયા સ્થળ હોવાનું પણ માનવામાં આવે છે, પરંતુ તે દિવસ દરમિયાન લોકો તેની મુલાકાત લેવાનો વાંધો આવતો નથી. અન્ય એક બાબત એ છે કે અહીં રેતી કાળી છે. તમે શાંતિ અને આનંદ માટે સવારે મજા માણો અને સાંજના સમયે મજા ઉઠાવવા માટે  જવાનું પસંદ કરશો. તમે સુરતમાં હોવ ત્યારે ડુમસ બીચ(dumas beach)ની મુલાકાત અવશ્ય લો. અહીં એક મંદિર છે જે દરિયા ગણેશને સમર્પિત છે. અહીંના ટામેટાંનાં ભજીયા ખૂબ જ પ્રખ્યાત છે.

હજીરા (Hazira Tourism):-

હજીરા જૂનુ બંદર છે અને તે પણ છીછરા પાણી સાથે સરસ બીચ છે, જે તેને પાણીની રમતો માટે યોગ્ય બનાવે છે. હઝીરા સુરતથી ૩૦ કિમી દૂર છે અને એક કલાકથી પણ ઓછા સમયમાં પહોંચી શકાય છે. વ્યસ્ત શહેરની કોલાહલભરી અને ખળભળાટભરી જિંદગીથી દૂર તમને સુલેહ – શાંતિ સર્વોચ્ચ સપાટીએ અહીં મળશે. ત્યાં સલ્ફરનાં બે સમૃદ્ધ એવાં ગરમ પાણીનાં ઝરા આવેલાં છે. આ પાણીનો ઉપયોગ આરોગ્યફક્ત અચકાવું અથવા, જો તમને ગમે, તો સલ્ફરના સમૃદ્ધ બે ગરમ ઝરણામાં ડુબાડવું. હઝીરા આ ગરમ પાણીના ઝરાના કારણે આરોગ્યવર્ધક દવા માટે જાણીતાં બની ગયા છે.

સરદાર પટેલ મ્યુઝિયમ sardar (patel museum surat gujarat):-

                    સરદાર પટેલ મ્યુઝિયમ

મ્યુઝિયમની સ્થાપના ઈ. સ.1890માં થઈ હતી અને તેને સરદાર સંગ્રહાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપના સમયે તે વિન્ચેસ્ટર મ્યુઝિયમ તરીકે જાણીતી હતી અને સ્વતંત્રતા પછી સરદાર પટેલ મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું હતું. અહીં એક તારાગૃહ પણ છે. આ સંગ્રહાલય પ્રાચીન અવશેષો દર્શાવે છે જે શહેરના પાછલા ઈતિહાસની સમજ આપે છે. હાલમાં એક અત્યંત આધુનિક અને નવું મ્યુઝિયમ વેસુ ખાતે બનાવવામાં આવ્યું છે.

Must Read : સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર

વિજ્ઞાન કેન્દ્ર (science centre surat) :-

જો તમે બાળકો સાથે સુરતની મુલાકાત લો તો મુખ્ય આકર્ષણ તરીકે સાયન્સ સેન્ટરની મુલાકાત તેમના માટે રસ ધરાવશે. યુવાનોના મનમાં વિજ્ઞાનમાં રસ લાવવા માટે કેન્દ્ર ખાસ બનાવવામાં આવ્યું હતું. બાળકો મ્યુઝિયમ, તારાગૃહ અને આર્ટ ગેલેરી જોવાની મજા ઉઠાવશે. બ્રહ્માંડમાં આવેલ ગ્રહો વિશેની સારી માહિતી એમને મળી જશે.

અંબિકા નિકેતન મંદિર  (ambika niketan temple surat) :-

અંબિકા નિકેતન મંદિરનું નિર્માણ ઈ. સ.1969માં કરવામાં આવ્યું હતું અને તે અંબિકા દેવીને સમર્પિત હતું. અંબા માતાના ઉપાસકો આ મંદિરની મુલાકાત લે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે. ચારેય નવરાત્રિ દરમિયાન તેમજ મોટાં ધાર્મિક તહેવારોએ અહીં ભક્તોની ભીડ જામે છે.

કિલ્લો (fort in surat) :-

હુમલા દરમિયાન શહેરને સુરક્ષિત રાખવા માટે  14મી સદીમાં મુહમ્મદ તુગલકે આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.  શિવાજી મહારાજે બે વખત કિલ્લાને તોડી નાંખ્યો હતો,  પરંતુ હજી પણ, બાકી રહેલો દેખાવ એકદમ મૂલ્યવાન છે.

સુરતના ચોક બજાર વિસ્તારમાં તાપી નદી કાંઠે ઈ.સ.1540માં સુરતના તે સમયનાં જાગીરદાર અને નાઝીમ ખ્વાજા સફર સલમાનની ઉર્ફે ઉદાવત ખાને પોર્ટુગીઝોના હુમલાથી શહેરના રક્ષણ માટે કિલ્લો બંધાવ્યો હતો. કિલ્લાની મજબુતાઈ માટે બે પથ્થરોને લોખંડના પાટાઓથી જકડી ને તેની વચ્ચે સીસું રેડવામાં આવ્યું હતું.

સુરતના જોવાલાયક સ્થળો
                             કિલ્લો સુરત

કિલ્લાનો કુલ વિસ્તાર મોટો હોવાથી ઈ.સ. 1573માં બાદશાહ અકબરને તેના ઉપર વિજય મેળવતાં એક મહિનો અને સત્તર દિવસ થયા હતા. ઈ.સ 1759માં કિલ્લો અંગ્રેજોના અધિકારમાં ગયા પછી તેની નૈઋત્ય દિશા તરફના બુરજ ઉપર યુનિયન જેક અને અગ્નિ ખૂણાના બૂરજ ઉપર મુગલનો ધ્વજ ફરકતો હતો. 16મી સદી દરમિયાન બંધાયેલી અને આજ સુધી રહેલ ઈમારતોમાં કિલ્લો સૌથી પ્રાચીન અને ઐતિહાસિક ઈમારત છે.

સરથાણા પાર્ક (sarthana park surat) :-

આ મ્યુનિસિપલ સંચાલિત પાર્ક તાપી નદીની બાજુમાં 81 એકર વિસ્તારને આવરી લેતું ગુજરાતનું સૌથી મોટું પાર્ક છે. તે પહેલીવાર ઈ. સ. 1984માં સ્થાપવામાં આવ્યું હતું. ત્યાં સિંહ, વાઘ અને રીંછની અલગ અલગ જાતિ જોવા મળે છે. આ બધું જોવા માટે અને કેટલાક આરામનો આનંદ માણવા માટે તે યોગ્ય છે.

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલું આ પ્રાણીસંગ્રહાલય રજાઓના દિવસોમાં હરવા ફરવાનું સ્થળ બની જાય છે. તાપી નદીના કિનારે 81 એકર વિસ્તારમાં પથરાયેલા નેચર પાર્કમાં તૈયાર કરવામાં આવેલું પ્રાણી સંગ્રહાલય અન્ય પ્રાણી સંગ્રહાલય કરતાં ચોક્કસ જ જુદું પડે છે. પ્રાણીઓને કુદરતી વાતાવરણથી દૂર કુદરતી માહોલ આપવાના ઈરાદાથી નેચર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Must Read : ૫શુ પ્રેમ નિબંધ

ગોપી તળાવ (gopi talav surat history in gujarati) :-

મલિક ગોપી, એક સમૃદ્ધ વેપારી, ઈ. સ.1510નાં દાયકાના અંતમાં ગોપી તાલવ બાંધ્યો હતો. તળાવ સિવાય, તેમણે શહેરના વિકાસમાં પણ યોગદાન આપ્યું અને તેમણે એક વિસ્તાર વિકસાવ્યો જે આજે ગોપીપુરા તરીકે ઓળખાય છે. તે સમયે સુરત શહેરમાં કોઈ નામ નહોતું અને તેણે સૂરજ નામનો પ્રસ્તાવ મૂક્યો, જે પાછળથી મુઘલ સમ્રાટ દ્વારા બદલીને સુરતમાં આવ્યો. મલિક ગોપીને સુરતના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવ સુંદર અને મોહક વિદેશી મુલાકાતીઓ માટે બનાવવામાં આવ્યું હતું. તે સૂકાઈ ગયું હતું, પરંતુ ઈ. સ. 2012માં સરકારે તેને ફરીથી જીર્ણોદ્ધાર કર્યું હતું અને આજે તે ફુવારાઓ અને સ્ટોલ્સ સાથે લોકપ્રિય મનોરંજન સ્થળ છે.

gopi talav surat history in gujarati
                     surat ma farva layak sthal

સુરત ના સૌથી ઐતિહાસિક એકમાત્ર તળાવ તરીકે ગોપી તળાવને સ્થાન મળ્યું છે. ગોપી તળાવ નવસારી દરવાજા તરીકે ઓળખાતા વિસ્તારમાં ઇ.સ. 1510 ની આસપાસ સુરતના ગવર્નર મલકે ગોપીએ બંધાવ્યું હતું. તળાવનો વિસ્તાર 58 એકર જેટલો હતો. તળાવને 16 બાજુઓ અને ખૂણાઓ હતાં. જેમાંથી 13 બાજુઓ તળિયા સુધી પહોંચી શકે તેવા પગથિયાં વગરનો ઢાળ હતો.

તળાવની મધ્યમાં બકસ્થળ હતું અને તેની ઉપર શિવ મંદિર બાંધવામાં આવ્યું હતું. આ મંદિર સુધી પહોંચવા માટે ખાસ ગોળીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક સમયે તળાવમાંથી આખા શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હતું. તળાવની પાળ ઉપર વાર-તહેવારે દોઢથી બે લાખ દિવડાની પ્રગટાવવામાં આવતા હતા. તળાવમાં એક ચતુર્મુખી વાવ પણ બનાવવામાં આવી હતી. તે પણ લોકોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવતી હતી. છેલ્લાં ઘણાં સમયથી સુરત મહાનગરપાલિકાએ ગોપી તળાવને ફરી એકવાર એતિહાસિક રૂપ આપવા કમર કસી છે.

સુરત ટેક્સટાઇલ માર્કેટ (surat textile market) :-

એક સમયે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું, પરંતુ આજે સુરતના કાપડ ઉદ્યોગ જે રીતે દેશ અને વિદેશમાં પ્રગતિ કરે છે તે જોતાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશમાં વસતા કોઈપણ વેપારીએ ચોક્કસ જ સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટની મુલાકાત લેવી પડે.

સુરત ટેક્સટાઇલ માર્કેટ એક વિશાળ વિસ્તારનું રૂપ લઈ ચૂકી છે અને હજીયે મુખ્ય માર્ગ પર જગ્યા નહીં મળતા ખૂણેખાંચરે માર્કેટ ખુલી રહી છે. એક સમયે માત્ર સાડી માટે જાણીતા સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં હવે કપડાંથી બનતા દરેક ઉત્પાદનો જથ્થાબંધ ભાવે મળે છે. સવારે અગિયાર વાગ્યાથી સાંજના પાંચ દરમિયાન આ વિસ્તારમાં વાહન ચલાવવું તે બહુ દૂરની વાત છે ચાલવું પણ મુશ્કેલ બને છે.

કાપડના મુખ્ય વિસ્તારો રિંગ રોડ અને ઉમરપાડા ખાતે આવેલ બૉમ્બે માર્કેટ છે.

Must Read : શેરબજાર શું છે

હીરા બજાર (surat diamond market) :-

સુરતને આખા વિશ્વમાં ઓળખ અપાવનાર ખાતું એટલે સુરતનો હીરા વેપાર. વિશ્વમાં મળતા દસમાંથી આઠ હીરા સુરતમાં કટિંગ અને પોલિશિંગ કરવામાં આવતા હોય છે. આ ઉદ્યોગ ભારતની વાર્ષિક નિકાસમાં આશરે દસ મીલિયન યુએસ ડોલર રળી આપે છે. હાલમાં સૌરાષ્ટ્રના પટેલ અને પાલનપુરના જૈન સમાજના આધિપત્યવાળા હીરા ઉદ્યોગની શરૂઆતમાં ડચ વ્યાપાર વારસાની કડી છે.

એક સુરતી ઉદ્યોગ સાહસિકે ઇસ્ટ આફ્રિકાથી ડાયમંડ કટર લાવીને સુરતમાં હીરા ઉદ્યોગનો પાયો નાંખ્યો હતો. આજે પણ દક્ષિણ આફ્રિકા ખંડના અન્ય વિસ્તારોમાંથી ધરતીના પેટાળમાં ઘણે ઊંડેથી કાઢવામાં આવેલા ઘસાયા વિનાના હીરા સુરત આવે છે અને અહીંથી ચળકાટ મારતા તૈયાર થતા હીરા આંતરરાષ્ટ્રીય હીરા વેપારના મથક એન્ટવર્પ બેલ્જીયમ પહોંચે છે. સુરતમા હીરા ઉદ્યોગની સાથે ઉદ્યોગકારોએ પણ કાઠું કાઢ્યું છે. આ વેપારને નજીકથી જોવા માટે સુરતના મહિધરપુરા હીરા બજાર, મીની બજાર, ફાઈવ-સ્ટાર હોટલ જેવી કંપનીઓ ચોક્કસ જ જોવી જોઈએ.

સુરતનું મુગલસરાય (Mughal Sarai, Surat) :-

સુરતમાં હાલમાં મુગલીસરા તરીકે જાણીતા વિસ્તારમાં સુરતના કિલો હકીકત ખાને શહેરમાં પવિત્ર હજયાત્રા માટે આવતા જતા મુસાફરોની સગવડતા માટે ઈ.સ.1644 માં એક હુમાયુસરાય નામની ધર્મશાળા બંધાવી હતી. તે પછીથી મુગલસરાય તરીકે ઓળખાતી હતી. અહી ઉતરનારા હજયાત્રીઓ ઉપરાંત વિદ્વાનો, પવિત્ર પુરુષો, ગરીબો પાસેથી ભાડા સ્વરૂપે કંઈ પણ લેવામાં આવતું ન હતું.

આ ઉપરાંત પાયગલના સિપાઈઓને આ ધર્મશાળામાં ઉતારો આપવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ઇ.સ. 1852નાં એપ્રિલ મહિનાની 23મી તારીખે કલેકટર mister rogers’ સુરત સુધરાઈની સ્થાપના કરી ત્યારે તેની ઓફિસ નાનપુરા પોસ્ટ ઓફીસમાં મકાનમાં રાખેલી હતી. ત્યારથી આજ સુધી અહીં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી કાર્યરત છે.

ક્લોક ટાવર (clock tower surat) :-

અડીખમ ઊભા રહી સુરતવાસીઓને સમય સાથે ઇતિહાસની યાદ તાજી કરાવતા ક્લોક ટાવરની વાત પણ જાણવા જેવી છે. ઇ.સ. 1871માં ખાન બહાદુર બરજોરજી ફ્રેઝરે તેમના પિતાની યાદગીરીમાં રૂપિયા 14 હજારના ખર્ચે ભાગળ પાસે કલોક ટાવર બંધાવ્યો હતો. એ સમયે આખા સુરત શહેરના કોઈ પણ ખૂણે થી જોઈ શકાતા ક્લોક ટાવર ની લંબાઈ 80 ફુટ રાખવામાં આવી હતી. કારણ કે એ સમય ક્લોક ટાવર શહેરની સૌથી ઊંચી ઇમારત હતી. એ સમયે શાંત વાતાવરણમાં ઘડિયાળના ટકોરા આખા શહેરમાં સાંભળી શકાતા હતા. તેમણે એમના સમયમાં સરકારી ઓફિસોમાં ખૂબ જ માન સન્માન મેળવ્યું હતું.

ડચ કબ્રસ્તાન (Dutch Cemetery surat):-

ડચ પ્રજાને ઇ.સ.1616માં સુરતમાં વેપારી કોઠી નાખવાની પરવાનગી મળી હતી. જેમાં વસવાટ દરમિયાન અવસાન પામેલી વ્યક્તિઓની અંતિમવિધિ માટે ડચ પ્રજાએ સુરતના કતારગામ દરવાજા નજીક ગુલામ ફળિયામાં વિસ્તારમાં અલગ કબ્રસ્તાન બનાવ્યું હતું.

આ કબ્રસ્તાનમાં ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ડિરેક્ટર બેરન ની કબર સૌથી મોટી અને સૌનું ધ્યાન ખેંચે તેવી બનાવવામાં આવી છે. બેરન નું અવસાન ઇ.સ. 1692 મા 15મી ડિસેમ્બર 58 વર્ષની વયે થયું. બેરનના મકબરામાં પ્રવેશતા સામેની દિવાલ પર વિશાળ કબર લેખ છે. જેમાં તેના હોદ્દાઓ અને મૃત્યુની તારીખ લખવામાં આવી છે. આ ઉપરાંત જુદા જુદા વિવિધ આકારો વાળી અનેક કબરો અહિ જોવા મળે છે. ડચ કબ્રસ્તાન ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં આ સ્થળ બ્રિટિશ સિમેટ્રી તરીકે ઓળખાય છે.

ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા ધરાવનાર સુરત શહેર (surat ma farva layak sthal)ને માણવા માટે અહીં એકાદ મહિનો તો રોકાવું જ પડે.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

હું આશા રાખું છું કે તમને અમારો સુરતના જોવાલાયક સ્થળો (surat ma farva layak sthal-place) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આ બ્લોગ ૫ર ગુજરાતના વિવિધ ફરવાલાયક સ્થળો (places to visit in gujarat) વિશે માહિતી અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment