શિકાગો ધર્મ પરિષદ | Swami Vivekananda Chicago Speech in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

સને. 1893 માં વિવેકાનંદ શિકાગો ધર્મ પરિષદ સંમેલનમાં ભાગ લીધો હતો. અહી બઘા ઘર્મના પુસ્તો રાખવામાં આવ્યા હતા તેમાં ભારતના ઘર્મના વર્ણન માટે શ્રીમદ ભાગવત ગીતા રાખવામાં આવેલ હતી.  જેની ખુબ જ મજાક ઉડાવવામાં આવી હતી પરંતુ તે જ્યારે સ્વામી વિવેકાનંદજીએ તેમના આઘ્યાત્મ અને જ્ઞાનથી ભરપુર ભાષણની શરૂઆત ”અમેરિકી બહેનો અને ભાઇઓ” શબ્દથી કરી ત્યારથી જ આખો સભાગાર તાળીયોના ગડગડાટથી ગુંજી ઉઠયો.

સ્વામી વિવેકાનંદના ભાષણમાં વૈદિક દર્શનનું જ્ઞાન હતું, તે સાથે વિશ્વમાં શાંતિથી જીવવાનો સંદેશ પણ છુપાયેલો હતો, તેમણે ભાષણમાં કટ્ટરતાવાદ અને સંપ્રદાયિકતા પર આકરા પ્રહારો કર્યા હતા.

આ સમયથી  ભારતની એક નવી ઓળખ ઉભી થઇ અને સાથે સાથે સ્વામી વિવેકાનંદજી ૫ણ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઇ ગયા.

ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદ અને શિકાગો ધર્મ પરિષદનું સંપુર્ણ ભાષણ:-

શિકાગો ધર્મ પરિષદ (Swami Vivekananda Chicago Speech in Gujarati)

સ્વામીજી દ્વારા સ્વાગત ભાષણનો જવાબ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯:-

અમેરીકી બહેનો અને ભાઈઓ,

જે  સૌહાર્દ અને સ્નેહ સાથે અમારા લોકોનું સ્વાગત કર્યુ છે તે માટે આભાર પ્રકટ કરવા માટે ઉભા થતી વખતે મારૂ હદય અર્વનિય આનંદથી ભરાઇ ગયુ છે. સંસારમાં સન્યાસીઓની સૌથી પ્રચીન ૫રં૫રા તરફથી હુ આ૫નો અભાર વ્યકત કરૂ છું. ધર્મોની માતા તરફથી આભાર માનું છું; અને તમામ સંપ્રદાયો અને મતોના હિન્દુઓ તરફથી પણ કોટિ કોટિ આભાર માનું છું.

હું આ મંચ પર બોલવા વાળા દરેક સ્પષ્ટ વક્તાનો પણ ધન્યવાદ વ્યક્ત કરું છું કે જેમણે પ્રાચીના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતી વખતે એમ કહ્યું કે દૂરના દેશોના આ લોકો વિવિધ દેશોમાં સહિષ્ણુતાની ભાવનાનો પ્રચાર કરવાના ગૌરવનો દાવો કરી શકે છે. હું એક એવા ધર્મનો અનુયાયી હોવાનો ગર્વ મહેસુસ કરું છું જેણે સંસારને સહિષ્ણુતા તથા સાર્વભૌમ સ્વીકૃતિ આ બંનેની શિક્ષા આપી છે અમે લોકો બધા ધર્મ પ્રત્યે માત્ર સહિષ્ણુતા માં જ વિશ્વાસ નથી કરતા પરંતુ સમસ્ત ધર્મો ને સાચા માનીને સ્વીકાર ૫ણ કરીએ છીએ.

મને એવા દેશના વ્યક્તિ હોવાનું અભિમાન છે જેણે આ પૃથ્વીના સમસ્ત ધર્મો અને દેશોના પીડિતો અને શરણાર્થીઓને આશ્રય આપ્યો છે મને તમને આ કહેતા ગૌરવ થાય છે કે અમે અમારા વક્ષ(હદયમાં)માં યહુદીઓના વિશુદ્ઘતમ અવશિષ્ટને પણ સ્થાન આપ્યું હતું, જેમણે દક્ષિણ ભારત આવીને એ વર્ષે શરણ લીધું હતું કે જે વર્ષે એમના પવિત્ર મંદિર રોમન જાતિના અત્યાચારથી ધૂળમાં મળી ગયુ હતું. એવા ધર્મના અનુયાયી હોવાનું ગર્વ મહેસુસ કરૂં છું કે જેમણે મહાન જર્થુષ્ટ  જાતિના અવશિષ્ટ અંશને શરણ આપ્યું અને જેનું પાલન તે આજ સુધી કરતા આવ્યા છે. ભાઈઓ હું તમને એક સ્ત્રોતની કેટલીક પંક્તિઓ સંભળાવું છું જેની સ્તુતી હું બાળપણથી કરતો આવ્યો છું અને આ શ્લોકની સ્તુતી દરરોજ લાખો મનુષ્ય કરે છે.

रुचिनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषाम् । नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ।।

જેવી રીતે વિભિન્ન નદિઓ અલગ-અલગ સ્ત્રોતોથી નીકળીને સમુદ્રમાં મળી જાય છે એ પ્રકારે હે પ્રભુ: અલગ-અલગ રુચિ અનુસાર વિભિન્ન વાંકાચૂકા અથવા સીધા રસ્તે જવા વાળા લોકો અંતમાં તમારામાં જ આવીને મળી જાય છે

આ સભા જે અત્યાર સુધીની આયોજિત સર્વ શ્રેષ્ઠ પવિત્ર સંમેલનો માંથી એક છે એટલે જ ગીતાના આ અદભુત ઉપદેશ નું પ્રતિપાદન અને જગત પ્રત્યે ની ઘોષણા છે.

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् । मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ।।

Whosoever comes to Me, through whatsoever form, I reach him; all men are struggling through paths which in the end lead to me

જે કોઈ મારી તરફ આવે છે ભલે ગમે તે પ્રકારે હોય હું તેને પ્રાપ્ત થાઉં છું બધા માણસો એવા માર્ગો પર સંઘર્ષ કરી રહ્યા છે જે અંતમાં મારી તરફ જ આવે છે.

સાંપ્રદાયિકતા કટરપંથી અને તેના ભયાનક વંશ ધર્માંધતા આ સંદર પૃથ્વી પર ઘણા સમય સુધી રાજ્ય કરી ચૂકી છે. એ પૃથ્વીને હિંસાથી ભરતી રહી છે, તે વારંવાર માનવતાને લોહીથી નવડાવતી રહી છે. સભ્યતાઓને નાશ કરતી અને પૂરેપૂરા દેશોને નિરાશાના સાગરમાં નાખતી રહી છે. જો ભયાનક દાનવી ન હોત  તો માનવ સમાજ હાલમાં છે તેના કરતા વધુ પ્રગતિશીલ હોત. પણ હવે તેનો સમય આવી ગયો છે, અને હું આંતરિક રૂપથી આશા કરું છું કે આજ સવારે આ સભાના સન્માનમાં જે ઘંટારણકાર થયો છે. તે તમામ કટરપંથીઓ નો તલવાર અથવા લેખની(પેન) દ્વારા થવા વાળા બધા ઉત્પીડનોનો તથા તે જ ઘ્યેય તરફ વળેલા વ્યક્તિઓ વચ્ચેની બધી અસ્પષ્ટ લાગણીઓનું  મરણ(મૃત્યુનીનાદ) સિધ્ધ થાઓ.

આ ૫ણ વાંચો- સ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્ર વિશે રોચક માહિતી

હુ આશા રાખુ છુ કે તમને અમારો આ લેખ ખુબ જ ગમ્યો હશે સ્વામી વિવેકાનંદ અને શિકાગો ધર્મ પરિષદ (swami vivekananda sikago speech in gujarati) વિશે જાણીને તમને પ્રેરણા મળી હશે. અમે આવા મહાન વ્યકિતઓ ના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment