વૃક્ષની શીતળતા નિબંધ |Tree essay in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Tree essay in gujarati: વૃક્ષો આ૫ણા સૌથી શ્રેષ્ઠ મિત્રો ગણાય છે. તે આ૫ણી ૫ાસે કોઇ ૫ણ પ્રકારની આશા કે અ૫ેેેેક્ષા રાખતા નથી. તે વાતાવરણમાંથી કાર્બનડાયોકસાઇ શોષી લે છે અને માનવ જીવન જીવવા જરૂરી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન પૂરો પાડે છે. આવા તો અસંખ્ય લાભો છે જે લખવા ૫ણ અસંંભવ છે. તો ચાલો આજે આ૫ણે અહી વૃક્ષની શીતળતા નિબંધ (Tree essay in gujarati) વિશે ચર્ચા કરીએ.

વૃક્ષની શીતળતા નિબંધ |Tree essay in gujarati

શું તમે વૃક્ષો વિનાાા ધરતીની કલ્પના કરી છે ? જો વૃક્ષો ન હોત તો પૃથ્વી પર જીવન શક્ય ન હોત, વૃક્ષોનો સ્વભાવ ૫રો૫કારી છે જે સમગ્ર પૃથ્વીને હરિયાળી અને ખુશ રાખે છે. વૃક્ષો આપણને જીવનભર કંઇક ને કંઇક આપતા રહે છે, તેમ છતાં આપણે આપણા અંગત સ્વાર્થ માટે રોજબરોજ કેટલાય વૃક્ષો કાપી નાખીએ છીએ.

વૃક્ષો કુદરતની અમૂલ્ય ભેટ છે, ધરતી પરની આ લીલોતરી અને હરિયાળી વૃક્ષોને જ આભારી છે. વૃક્ષો સાચા યોદ્ધાઓ છે જે જન્મથી જ આપણા માટે પ્રદૂષણ સામે લડે છે અને આપણને સ્વચ્છ અને સુંદર વાતાવરણ આપે છે. વૃૃૃૃક્ષો આપણને ખોરાક આપે છે. ખાવા માટે ફળો, ઔષધીઓ, બળતણ માટે લાકડા, ખેડુતો માટે ખેતીના ઓજારો, ધર માટે રાચરચીલુ, કાગળ, રબર આ બધુ આપણે વૃક્ષો પાસેથી જ મેળવીએ છીએ.

શુ તમે જાણો છો કે આ ધરતી જે વરસાદ પડી રહયો છે એ પણ આ આપણા મિત્રો વૃક્ષોને જ આભારી છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ બને છે. એટલે જ આપણે જોયુ હશે કે જયાં ગાઢ જંગલો આવેલા છે તે વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડે છે.

વૃક્ષો એ પર્યાવરણનું અનમોલ રત્ન છે. એટલે જ જે લોકો વધુ વૃક્ષો કે જંગલ વિસ્તારમાં રહે છે તેમનું તંંદુરસ્તી લેવલ ખૂબ જ સારૂ હોય છે. તેમનું સરેરાશ આયુષ્ય પણ વધુ હોય છે.

વૃક્ષો વધુ વરસાદથી થતુ જમીનનું ધોવાણ અટકાવે છે, વૃક્ષોના પાંદડા જમીનને ફળદ્રુપ બનાવે છે, વૃક્ષો પ્રાણીઓને રહેઠાણ પુરુ પાડે છે. પૃથ્વીના પેટાળમાંં મળતી મૂલ્યવાન ખનીજ સંપત્તિ પણ વૃક્ષોને જ અભારી છે.

પરંતુ ધીમે ધીમે ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ વધ્યા પછી માનવીઓ દ્વારા આડેધડ વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે કુદરતી સંતુલન ખોરવાઈ ગયું છે.

Must Read : વૃક્ષો આપણા મિત્રો નિબંધ

શહેરોમાં વૃક્ષોના અભાવને કારણે વરસાદ ઓછો પડે છે અથવા તો અનિયમિત પડે છે. અને વાયુ પ્રદૂષણ વધુ માત્રામાં રહે છે. જો આ જ ઝડપે વૃક્ષો કાપવાનું ચાલુ રહેશે તો તે દિવસ દૂર નથી જ્યારે માનવીને પોતાની જ આ નિરાળી ધરતી પર સ્વાસ લેવામાં તકલીફ પડે.

વૃક્ષોનું મહત્વ તથા વૃક્ષોના ઉ૫યોગો:

માનવ જીવનમાં વૃક્ષોનું સ્થાન અત્યંત મહત્વનું છે. ધોડીયા થી લઇને ચિતાનાં લાકડાં સુધી અને બાળકના રમકડાથી દાદાજીની લાકડી સુધી બધુ વૃક્ષો ઉપર જ નિર્ભર છે. પ્રાચીન કાળમાં વૃક્ષનો મહિમા વર્ણવતા લખ્યુ છે કે. ”વૃક્ષો ધરતીનું સંગીત છે, ઋતુઓનું સૌંદર્ય છે, આકાશમાં વ્યાપેલી કવિતા છે.” તો વળી શ્વેતાશ્વતર ઉપનિષદમાં તો વૃક્ષને વિશ્વ પુરુષનું ઉપમાન આપેલુ છે. અથર્વવેદમાં પણ પીપળાના વૃક્ષ ઉપર દેવતાઓનો નિવાસ હોય છે એમ કહી એનું માન વધારર્યું છે. આ બધુ વાંચીને તમે માનવજીવન સાથે વૃક્ષોનું અંતરંગ સંબંધવિશે તો જાણી જ ગયા હશો.

વૃક્ષોના લાભો અને મહત્વ સમજાવતાં મૂખયય વાત તો રહી છે. અને એ છે એની શીતળતા. વૃક્ષની શીતળતાની ઓળખાણ તમને ત્યારે જ થાય કે જયારે તમે ઉનાળાના ધોમધખતા તાપમાં નિકળ્યા હોય, થાક અને તાપથી કંટાળી પરસેવે રેબજેબ થઇ ગયા હોય, અને એવામાં તમને કોઇ વડ કે લીમડાના ધટાદાર ઝાડનો છાંયો મળી જાય. રાજસ્થાનના રણ જેવા વિસ્તારમાં ઉનાળાના સમયમાં ખેડૂતો, માલધારીઓ કોઇ ધટાદાર વૃક્ષના શીતળ છાયામાં પોરો ખાતા જોવા મળશે. તો આવા ધોમધખતા તાપથી કંટાળીને પશુ-પક્ષીઓ પણ કોઇ ધટાદાર વૃક્ષમાં લપાઇને બેઠેલા જોવા મળશે. આ જે વૃક્ષની શીતળતાનું મહત્વ.

જો વૃક્ષો ન હોત તો શીતળ છાંયો ન હોત, શ્વાસ લેવા માટે શુદ્ધ હવા ન હોત, વરસાદ ન હોત, ફળો, ફૂલો, લાકડું અને દવાઓ વગેરે ન હોત અને પૃથ્વી એટલી નિરાળી અને સુંદર હોત.

વૃક્ષો હંમેશા આપણા માટે સેવકની જેમ કામ કરે છે. વૃક્ષો પોતે સૂર્ય અને વરસાદ વગેરે સહન કરે છે અને બદલામાં આપણને છાંયો, ફળો, ફૂલો વગેરે જેવી ઘણી વસ્તુઓ ભેટમાં આપે છે. વૃક્ષો આપણને માનવતા અને સેવાનો પાઠ શીખવે છે.

વૃક્ષો કેવી રીતે બચાવવા

આપણી આવનારી પેઢીઓના સોનેરી ભવિષ્ય માટે વૃક્ષોનું જતન કરવું અનિવાર્ય છે. વૃક્ષો છે તો જીવન સંભવ છે. માટે જ આપણે લોકોને વૃક્ષનુ મહત્વ સમજાવવુ પડશે. આ માટે આપણે નવા વૃક્ષો વાવવા પડશે. વૃક્ષોને બચાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ. વૃક્ષોને કાપીને જે વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમ કે કાગળ વગેરેનો ઉપયોગ ઓછો કરવો પડશે.

વૃક્ષોને બચાવવા માટે દરેક માનવીએ જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. લોકોને જાગૃત કરો અને વૃક્ષોના અભાવની અસરો સમજાવો. ‘વૃક્ષ બચાવો’ અભિયાન ચલાવો, આ માટે રેલીઓ કાઢો ,વધુ વૃક્ષો વાવો. લોકોને પણ વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરો. આ વૃક્ષની શીતળતા નિબંધ (Tree essay in gujarati) વાંચી જો તમે એક નવુ વૃક્ષ પણ વાવો છો તો મારા માટે મોટી સફળતા ગણાશે. આભાર

મહત્વ૫ુર્ણ નિબંધ

હું આશા રાખું છું કે તમને વૃક્ષની શીતળતા નિબંધ (Tree essay in gujarati) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment