Advertisements

Tripura Election– ત્રિપુરામાં 81 ટકાથી વધુ લોકોએ મતદાન કર્યું, જાણો ક્યાં અને કેટલું મતદાન થયું

જાણો જ છો કે હાલમાં ત્રિપુરામાં કુલ ૬૦ બેઠકો પર વિધાનસભા માટે મતદાન ચાલી રહ્યું છે. 20 મહિલા ઉમેદવારો સહિત કુલ 259 ઉમેદવારો મેદાનમાં પોતાની જીત માટે બાજી લગાવી રહયા છે. ચૂટણી સંચાલન તંત્ર દ્વારા દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે મતદાન ગઇ કાલે પૂર્ણ થઇ ગયુ છે. મોડી રાતના સમાચાર મુજબ તમામ મતદાન મથકો પર ઈવીએમ સીલ અને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. છેલ્લે મળેલ આખરી અપડેટ મુજબ ત્રિપુરા રાજ્યમાં 81.1 ટકા લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જાણો કયાં થયુ સૌથી વધુ મતદાનઃ

સીટ નંબરસીટનું નામથયેલ મતદાનની ટકાવારી
1સિમના 85.8
21 નલચાર 87.2
37 હૃષ્યમુખ 85.7
38જલાઈબડી86.2

સિમના, નલચાર, હષ્યમુખ, જલાઇબડી આ ચાર સીટી ઉપર ૮૫ ટકા કરતાં પણ વધારે લોકોએ પોતાના મતદાધિકારનો ઉપયોગ કયો હતો.

કઇ શીટ પર થયુ સૌથી ઓછુ મતદાનઃ

છેેેેલ્લે મળેલ સમાચાર મુજબ આ સીટો ઉપર સૌથી ઓછુ મતદાન નોંધાયુ છે.

સીટ નંબરસીટનું નામથયેલ મતદાનની ટકાવારી
55 બગબાસા74.0
59 પંચારથલ76.0
53 કૈલાશહર76.5
54 કદમતલા-કુર્તી 76.5
33 કાકરાબાન-સાલગરાહ76.8

બીજી સીટો પર કેટલુ થયુ મતદાનઃ

આ ઉપરાંત બીજી સીટો ઉપર નીચે મુજબ મતદાન થયેલ છે.

સીટનું નામથયેલ મતદાનની ટકાવારી
ધલાઇ૫૪.૧૭
ગોમતી૪૯.૬૯
ખોવાઇ૪૯.૬૭
નોર્થ ત્રિપુરા૪૭.૫૭
સિપાહીજિલા૪૮.૯૫
સાઉથ ત્રિપુરા૫૩.૬૭
ઉનાકોટી૫૦.૬૪
વેસ્ટ ત્રિપુરા૫૧.૩૩


શાંતિ પૂર્વક મતદાન પુર્ણ કોઇ મોટી ઘટના બનેલ નહી.

ચૂંટણી પંચના રીપોર્ટ મુજબ ત્રિપુરામાં દરેક સીટો ઉપર નાના-મોટા બનાવોને ટાળતા શાંતિ પૂર્વક રીતે મતદાન પુર્ણ થયેલ છે. કોઇ મોટી ઘટના બનેલ નથી.

ખાસ વાંચોઃ લોકતંત્રમાં મતદાનનું મહત્વ

ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ બિપલ્બ કુમાર દેબેએ ગોમતી ખાતે પોતાનો મત આપ્યો. આ દરમિયાન તેમણે કહ્યું, ‘અમે કોઈપણ ચૂંટણીને નાની કે મોટી તરીકે જોતા નથી. લોકો સર્વોચ્ચ છે અને તેમનું સન્માન કરવું એ આપણી ફરજ છે. તેઓએ અમને 2018માં સત્તા આપી અને કોવિડ હોવા છતાં અમે રાજ્યના તમામ ક્ષેત્રોમાં કામ કર્યું.

ભાજપ અને કોગ્રેસ બંન્ને ને ચૂટણી પંચની નોટીસ

મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય તરફથી વોટિંગ દરમિયાન ટ્વિટ કરીને તેમની તરફેણમાં મત માંગવા માટે બીજેપી અને કોંગ્રેસને નોટિસ આપવામાં આવી છે. ચૂટણી પંચે આ બાબતને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. પંચે આ મામલે બંને પક્ષો પાસેથી જવાબ માંગ્યો છે.

Leave a Comment