ઉતરાયણ વિશે માહિતી, નિબંધ, ઈતિહાસ | Uttarayan Essay in Gujarati 2024

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ઉતરાયણ વિશે માહિતી (Uttarayan Essay in Gujarati )- આમ તો ઉતરાયણ તહેવારનો સમાવેશ તમારા સૌથી મનગમતા તહેવારોમાં થતો હશે જ. ઉતરાયણને મકરસંક્રાતિ પણ કહેવામાં આવે છે. આ તહેવારની ખાસ વાત એ છે કે તે અન્ય તહેવારોની જેમ અલગ-અલગ તારીખે ઉજવવામાં આવતો નથી, પરંતુ દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે જ ઉજવવામાં આવે છે, સૂર્ય ઉત્તર આયનમાંથી મકર રાશિમાંથી પ્રવેશે કરે છે. આ તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાં સામેલ છે.

હવે આ૫ણા  સૌના પ્રિય તહેવાર એટલે ઉતરાયણને બસ થોડાક જ દિવસો બાકી છે તો આ૫ણે ઉતરાયણ વિશે કેટલીક રોચક માહિતી મેળવી લઇએ. આ માહિતી આપણા વિદ્યાર્થી મિત્રોને ઉતરાયણ વિશે નિબંધ (uttarayan essay in gujarati) લખવા માટે ૫ણ ઉ૫યોગી થશે.

ઉતરાયણ નો ઈતિહાસ (Uttarayan Essay in Gujarati):-

સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ , એની મજા લૂંટીએ છીએ. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્ર્ષ્ટિએ જોવા જઈએ તો 22 મી ડિસેમ્બરથી જ સૂર્યઉતર દિશા તરફ ખસવા માંડે એટલે કે સૂર્યનું ઉત્તરાયણ 22 મી ડિસેમ્બરથી જ થાય છે. પરંતુ કોણ જાણે કેમ આપણે વર્ષોથી 23 જેટલા દિવસ જવા દઈએ 14મી જાન્યુઆરીએ(પછી એ દિવસે વિક્રમ સંવતની તિથિ ગમે તે હોય! ઉત્તરાયણ ઉજવીએ છીએ.

દેશના ઘણા ભાગોમાં મકર સંક્રાંતિ યાત્રાના સમયને દર્શાવે છે. ઉત્તર પ્રદેશમાં તે કુંભ મેલાની શરૂઆત છે, જ્યારે કેરાલામાં તે શબિરલાલાનો અંત છે. 

સદીઓથી મકર સંક્રાંતિની તારીખ બદલાઈ ગઈ છે. એમ કહેવાય છે કે આજથી 1000 વર્ષ પહેલાં, આ તહેવાર 31 ડિસેમ્બરે ઉજવવામાં આવતો હતો, ૫ણ આ લોક વાયકા છે કે સાચુ તે ખબર નથી. 

ઉતરાયણ વિશે નિબંધ (Uttarayan Essay in Gujarati)

ઉતરાયણ માત્ર ભારતમાં જ નથી ઉજવાતી આ તહેવાર ભારત ઉ૫રાંત ચીન, નેપાળ, ભુતાનમાં ૫ણ ઘામઘુમથી ઉજવાય છે. નેપાળમાં મકર સંક્રાંતિ ખૂબ લોકપ્રિય છે બિક્રમ સંવત (નેપાળી કેલેન્ડર) મુજબ, તે 1 લી માઘ પર ઉજવવામાં આવે છે.મકર સંક્રાન્તિ રાશિ ધનુરાશિથી મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ સૂચવે છે.

ઉત્તરાયણ એ અવકાશમાં સુર્યની એક સ્થિતિ છે. ઉત્તરાયણ ના દિવસે સુરજ માથાની સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે. ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. દિવસમાંં સુર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સુર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે. ઉતરાયણ ના સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનુ ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે.

ગુજરાત અને ભારતના ઘણા વિસ્તારોમાં તો આ દિવસે પતંગ ચગાવી આ પર્વને ઊજવે છે. આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે.

પતંગ ચગાવવાનીની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલાં થયેલી. પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ થયેલો અને લાકડી માટે વાંસનો ઉપયોગ થયેલો. ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગનાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિના મોટાં-મોટાં પાંદડાંઓમાંથી પતંગ બનાવાતા.

આજની વાત કરીએ તો આજે ચીનથી લઈને કોરિયા સુધી અને સમગ્ર એશિયામાં પણ જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ છે અને પતંગ ઉડાવવા પાછળના વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્યા છે. પતંગ આજે ભલે મોજ-શોખ માટે ચગાવવામાં આવતો હોય પણ તેની શોધ આ માટે થઈ નથી. પતંગની શોધ ખરેખર તો ગંભીર વિચારધારા પર થઈ છે. તેનો ઉપયોગ પહેલાં હંમેશાં કટોકટી, યુદ્ધ કે સંશોધન માટે થતો રહ્યો છે.

આ ૫ણ વાંચો:- વસંતઋતુ વિશે નિબંઘ

ઉતરાયણ નું ભૌગોલિક મહત્વ :-.

ઉત્તરાયણના દિવસે વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં ૧૩:૧૨ કલાકની અને દિવસ ૧૦:૪૮ કલાકનો હોય છે. જ્યારે ૨૧ જુને દક્ષિણાયનના દિવસે આનાથી વિપરીત. વર્ષમાં બે દિવસ એટલે કે ૨૧ ડિસેમ્બરે સૌથી લાંબી રાત અને ૨૧ જૂને સૌથી લાંબો દિવસ હોય છે. સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતાં હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિઓનો સમય હોય છે. આ સમયને ઉત્તરાયણ પણ એટલે જ કહે છે. ૨૨ ડિસેમ્બરથી ૨૧ જૂન સૂધી દિવસ મોટો થતો જશે. જે ૨૧ જૂને દિવસ સૌથી મોટો હસે અને રાત સોથી નાની. આ દિવસને દક્ષિણાયન કહે છે.

મકર સંક્રાંતિ ઉત્તરાયણથી અલગ હોય છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ. ૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકર સંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.

ઉતરાયણનું ધાર્મિકનું મહત્વ :-

આપણા દેશમાં રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક એમ ત્રણ પ્રકારના તહેવાર ઓ વર્ષ દરમિયાન ઉજવાય છે તેમાં ઉત્તરાયણને આપણે સામાજિક તહેવાર કહી  શકીએ કેમ કે સમાજના નાના મોટા,  આબાલવૃદ્ધ , સ્ત્રી, પુરુષ , શ્રીમંત અને ગરીબ , હિંદુ અને મુસલમાન , ખ્રિસ્તી અને પારસી ,  જૈન અને શીખ , શેઠ અને નોકર તમામ માટે આ તહેવારનું પોતપોતાની રીતે આગવું મહત્વ છે. કેટલાક લોકો આ પર્વને મકરસંક્રાતિ ના નામે ઓળખે છેૢ સૂર્ય મકરવૃત તરફ ગમન કરે છે સંક્રાંત થાય છે એ ઉપરથી આ નામ  પડ્યું છે ગમે તેમ પણ આ તહેવાર ની અનોખી અદા છે. 

કેટલાક ધાર્મિક હિન્દુઓ આ દિવસે બ્રાહમણોને દાન આપે છે ગાયોને ઘાસ ખવડાવે છે અને ગરીબોને ગરમ સૂતરાઉ ધાબડા-કામડા ઓઢાડે છે.

ઉતરાયણ ના દિવસે સ્નાન, દાન, જાપ, તપ, શ્રાદ્ધ તથા અનુદાન વગેરેનું અત્યાધિક મહત્વ છે. કહેવાય છે કે આ અવસરે કરવામાં આવેલ દાન સૌ ગણુ થઈને ફરીથી પ્રાપ્ત થાય છે.

આ ૫ણ વાંચો:-  મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે શુ છે તે પાછળનો ઇતિહાસ 

ઉતરાયણની ઉજવણી :-

મોટા શહેરમાં તો દિવાળી પછી તરત જ ઉત્તરાયણ ની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય છે . વાંસ ચીને એમાથી ઢટ્ટા કમાન બનાવવાનું અને જાતજાતના આકારની ને રંગની પતંગો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલૂ થઈ જાય છે બીજા બાજુ દોરી પાવાનું (દોરી રંગવાનું) કામ પણ યુદ્ધના ધોરણે શરૂ થાય છે. રાત્રે મોડે સુધી પેટોમક્ષના અજવાળે કે ભરે વોલ્ટેજ ના ગોળા લગાવીને ધંધાદારી દોરી પાનારા લોકોની સેવા કરે છે . ઉતરાયણ અગાઉથી જ બાળકો તેમજ તમામ આ તહેવારના ચાહકો પતંગ અને દોરાની ખરીદી કરે છે. પતંગ કાગળ અને વાંસની લાકડીના યોગ્ય જોડાણ દ્વારા બનાવવામાં આવે છે. તથા દોરીની પણ ખાસ પ્રકારની બનાવટ હોય છે. જેથી કે પતંગબાજોના પતંગ આકાશમાં વધુ સમય સુધી ટકી શકે.

ઉતરાયણની આગલી રાતે તો સૂરત-વડોદરા-અમદાવાદ જેવા શેહેરોમાં આખી રાતનું  ” પતંગ બજાર” ભરાય છે. શોખીન લોકો તે રાત્રે જ એકાદ ડ્ઝન જેટલી પતંગો કિન્ના બાંધીને કયારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે ધાબે -છાપરે જઈને એની રાહ જોવામાં પુરો ઉંઘતા ય નથી !ગૃહિણીઓ પણ આગલી રાત્રે તલ -સાંકળે કે તલના લાડુ બનાવી રાખે છે . સાથે બોર , જામફળ ને શેરડી તો ખરા જ ! કોઈ કોઈ તો ઉત્તરાયણની બપોરે ઉંધીયું ખાતા ખાતાં એ કાપ્યો એ…..  કાપ્યોની…..  બૂમો પાડવાનો આનંદ લૂટવાનું પણ આયોજન કરે છે.   બાળકોના આનંદની તો કોઈ સીમાન જ નથી હોતી !     

ઉતરાયણ વિશે નિબંધ (Uttarayan Essay in Gujarati )
Uttarayan Essay in Gujarati

 ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવે છે. વિવિધ રંગોના પતંગો આકાશમાં ઉડે ત્યારે તે ખૂબ જ સરસ અને સુખદ લાગે છે. પતંગો ચગાવનાર એક પ્રકારના હરિફો હોય છે. જેમાં તેઓ એક બીજા પતંગ કાપી નાખવાનો પ્રયત્ન કરે છે. ઉત્તરાયણ માટે તલની ચિક્કી તેમજ સીંગની ચિક્કી ખાસ પ્રકારની મીઠાઈ છે. તે તલ અને મગફળીનું બનેલું છે. લોકો આ દિવસે હેપ્પી સંક્રાંતિના એકબીજાને શુભેચ્છા પાઠવે છે. મકરસંક્રાંતી એક લણણી તહેવાર છે. તે વસંતઋતુના આગમનને દર્શાવે છે. તે દરેક માટે આનંદનો દિવસ છે. આમ ઉત્તરાયણ એક અનોખો તહેવાર છે. જેથી તે બધા ચાહકોને ખૂબ જ પ્રિય છે. 

ઉત્તરાયણના રોજ વહેલી સવારથી જ પતંગના શોખીનો શિયાળાની સવારની ઠંડીની પરવા કર્યા વિના હાથે ગરમ મોજાને સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધ નો મંગલ પ્રારંભ કરી દે છે. આઠ નવ વાંગતામાં તો આખું આકહાશ રંગબેરંગી પતંગોથી એવું છવાઈ જાય છે આ નવા પકીઓ કયાંથી આવ્યા તેની ચિંતામાં ને ગભરામણમાં કાગડા કાબર કબૂતર અને સમડી ઉડાઉડ કરી મૂકે છે . સમડીની મોટી પાંખમાં પતંગની દોરી ભરાઈ જવાના તો ઘણા બનાવા બને છે.  

આ ૫ણ વાંચો:-  હોળી કેમ ઉજવવામાં આવે છે શુ છે તે પાછળનો પૌરાણિક ઇતિહાસ 

ઉતરાયણની ઉજવણી રાખવાની સાવચેતી :-

ગુજરાતની પ્રજા તહેવાર પ્રિય પ્રજા તરીકે ભારતભરમાં જાણતી છે, અહી હોળી હોય કે દિવાળી જન્માષ્ટમી હોય કે ગણેશ ચતુર્થી દરેક તહેવાર આ૫ણે ખુબ જ ઘામઘુમથી ઉજવીએ છે એમાં ૫ણ ખાસ કરીને ઉતરાયણના તહેવારનુ અનેરૂ મહત્વ રહેલુ છે. આ તહેવાર નાના-મોટા અબાલ-વૃઘ્ઘ દરેક લોકો ખુબ હોંશથી ઉજવે છે. આ આનંદના અતિરેકમાં કેટલીક વખત નાના બાળકો ધાબા-છાપરા પર થઈ ભોંય પટકાય છે ગંભીર રીતે ઘવાય છે અને કોઈ કોઈ તો જાન પણ ગુમાવે છે ત્યારે એ કુંટુંબ પૂરતા આ તહેવાર ગોઝારો બની જાય છે. કેટલીક વખત બાળકો ૫તંગ લુટવાની ઘુનમાં સામે આવતા વાહનની અડફેટમાં આવી જાય છે અને ગંભીર રીતે ઘવાય છે. તો કેટલીક વખત ૫તંગના દોરા વાહન ચાલકો ખાસ કરીને બાઇક સવારોના ગળામાં આવી જતા કે ૫ક્ષીઓની ૫ાંખોમાં આવી જવાથી ઇજા થાય છે.  જેથી કેટલીક સાવચેતીઓ રાખવી ખુબ જરૂરી છે. જે અમે નીચે સુચવી છે.

  1. આ૫ણા ખુલ્લા ઘાબા ૫ર નાના બાળકો ના ચડે તેનું ઘ્યાન રાખીએ.
  2. સરકાર દર વખતે ચાઇનિઝ દોરી તેમજ ચાઇનીજ તુકકડ ૫ર પ્રતિબંઘ મુકતા જાહેરનામા બહાર પાડે જ છે તેની ચુસ્ત૫ણે અમલવારી કરીએ અને આવી પ્રતિબંઘિત અને હાનીકારક દોરીનો ઉ૫યોગ ન કરીએ.
  3. નાના બાળકોનું ખાસ ઘ્યાન રાખવુ.
  4. બાળકો ૫તંગ લુટવા ન જાય તેનું ઘ્યાન રાખવુ.
  5. રોડ-રસ્તા ૫ર તેમજ વાહન વ્યવહાર વાળી જગ્યાએ ૫તંગ ઉડાડવાનું ટાળવુે
  6. ઘાયલ લોકો, ૫શુ ૫ંખીની મદદ કરવી.
  7. વિજળીના તાર કે થાંભલા ૫ર લટકતા ૫તંગ ન ઉતારવા માટે બાળકોને સમજાવવા તથા આવુ ન કરે તે માટે ઘ્યાન રાખવુ.

૫તંગ ચગાવવામાં  કોઈને વાંધો નથી ન હોવો જોઈએ પરંતુ અત્યારની અસહ્ય મોંઘવારીમાં પતંગદોરીના ભાવ આસમાને ચડ્યા છે ત્યારે ખરીદીમાં થોડું કાપ મૂકીએ એ જરૂરી છે. કપાયેલો પતંગના કે દોરી પકડવાનો લોભ જતો કરીએ તે પણ એટલુ જ જરૂરી છે. પાવલીના પતંગ માટે કે પાંચ મીટરની દોરી માટે આપણે અપાણો અમુલ્ય જીવ જોખમમાં મૂકીએ એ કોઈ પણ રીતે આપણને શોભતું નથી. આપણે આ બાબતે ધ્યાન રાખી તો ઉતરાયણ ઉજવીએ .. 

ગુજરાતમાં દર વર્ષે ૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુઘી સુરત, અમદાવાદ, તાપી, ડાંગ વિગેરે જિલ્લાઓમાં ૫તંગ મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં દેશ વિદેશના ૫તંગબાજો ઉત્સાહભેર ભાગ લે છે અને રંગબેરંગી ૫તંગો ચગાવી આનંદ માણે છે. લોકો ૫ણ આ કાર્યક્રમમાં જોડાઇ ઉતરાયણનું ૫ર્વ ખુબ ઘામઘુમથી ઉજવે છે. જોકે આ વર્ષે એટલે કે ઉતરાયણ-૨૦૨૧માં કોરોના ના કારણે સરકારે ૫તંગ મહોત્સવ ઉજવવાનું મુલતવી રાખેલ છે. જેથી આ વર્ષ તમને ૫તંગ મહોત્સવનો લાભ નહી મળી શકે.

આ ૫ણ વાંચો:-

  1. 101 ગુજરાતી નિબંધ
  2. મોસમનો પહેલો વરસાદ
  3. અતિવૃષ્ટિ નિબંધ
  4. અનાવૃષ્ટિ નિબંધ
  5. કુદરતના હાસ્ય અને તાંડવ નિબંધ
  6. એક નદીની આત્મકથા નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો ઉતરાયણ વિશે માહિતી, નિબંધ,ઈતિહાસ (Uttarayan Essay in Gujarati )  લેખ ખુબ જ ગમ્યો હશે. આ નિબંધ વિદ્યાર્થી મિત્રોને ઉતરાયણ(મકરસંક્રાંતિ) વિશે નિબંધ, ઇતિહાસ, શોર્ટ નોટ લેખન માટે ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment