Advertisements

નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના 2022 (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના)

Advertisements

નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના)

રાજ્યની નિરાધાર વિધવાઓની આર્થિક પરિસ્થિતિને યાને ઘ્યાને લઇ તેઓ સમાજમાં સન્માન પૂર્વક જીવન જીવી શકે તથા સમાજમાં પુન સ્થાપિત થઇ શકે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર શ્રી દ્વારા તારીખ. ૧/૦૪/૨૦૧૨ના રોજ નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના અમલમાં મુકેલ છે. સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગનના ઠરાવ તા.૨૩/૧૨/૨૦૧૯થી નિરાધાર વિધવાઓની આર્થિક સહાય યોજનાનુ નામ બદલીને ”ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” કરવામાં આવેલ છે.

નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ:- 

 • આ યોજના હેઠળ નિરાધાર વિધવા લાભાર્થી ને રૂપિયા ૧૨૫૦ (અંકે રૂપિયા બારસો ૫ચાસ પુરા) દર માસે સહાય મળવાપાત્ર છે.આ સહાય ડીબીટીથી સીઘા જ લાભાર્થીના બેંક અથવા તો પોસ્ટ ખાતામાં ચુકવવામાં આવે છે.
 • આ યોજના હેઠળ ૧૮ થી ૪૦ વર્ષની વય જુથનાં લાભાર્થીઓને સરકાર માન્ય તાલીમ માં જોડાયા બાદ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરતાં માનવ ગરીમા યોજના ના ધોરણે વખતોવખત ઠરાવેલ મર્યાદામાં સાધન સહાય ચૂકવવા પાત્ર છે અથવા સ્વરોજગારી લોન માટે તે મુજબ માર્જીન મની પણ આપવા પાત્ર થાય છે.

નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના માટે પાત્રતા:-

(૧) ઉંમર મર્યાદા –  18 વર્ષથી વધુ વયની નિરાધાર વિધવાઓને મૃત્યુ સુધી આ સહાયનો લાભ મળવાપાત્ર થશે.

(૨) આવક મર્યાદા –

અરજદારના કુટુંબની જંગમ તથા સ્થાવર મિલકતના રોકાણમાંથી વ્યાજ સહિત બધા સાધનોમાંથી ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦/- થી ઓછી હોય તેવી નિરાધાર વિધવા મહિલાને આ સહાય મળવાપાત્ર થાય છે. આવી આવકની ગણતરીમાં કોઈ ઘરકામ કરતી હોય તેની આવક ગણવામાં આવતી નથી.

(૩) ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ.

અરજી કરવાની સમયમર્યાદા:-

આ યોજના માટે અરજી કરવાની સમયમર્યાદા વિધવા થયાની તારીખથી બે વર્ષ સુઘીની હતી તે તા.૦૧/૦૪/૨૦૧૨ ની અસરથી રદ કરવામાં આવેલ છે પરંતુ સહાયનો લાભ ફક્ત અરજી કર્યા તારીખથી મળવાપાત્ર થશે.જે વિધવા અરજદારોની અરજી અગાઉ સમયમર્યાદા ના કારણોસર રદ થયેલી હતી તેવી વિધવા મહિલાઓ પણ નવેસરથી અરજી કરી શકશે પરંતુ સહાયનો લાભ નવેસરથી અરજી કર્યા તારીખથી મળવાપાત્ર થશે.

નિરાધાર વિધવા ની વ્યાખ્યા:-

નિરાધાર વિધવા મહિલા કે જેના પતિનું અવસાન થયું હોય તદુપરાંત નિરાધાર વિધવા મહિલા તેને માત્ર ગણવામાં આવશે કે જેના પતિનું અવસાન થયા બાદ કોર્ટ દ્વારા કુટુંબ તરફથી ખાધાખોરાકી કે કોઈ એવી મિલકત મળી નથી કે જેનાથી તે પોતાનું ભરણપોષણ કરી શકે.

કુટુંબ ની વ્યાખ્યા:-

અરજદાર પોતે પોતાાનાના બાળકો અને સાવકા બાળકો કે જેઓ નિરાધાર વિધવા મહિલા ૫ર આશ્રિત હોય તથા માતા-પિતા કે સાસુ-સસરા કે જેમની સાથે વિઘવા અરજદારશ્રી રહેતા હોય

આ યોજના હેઠળ લાભ મેળવવાની શરતો:-

 1. આ યોજના હેઠળ સહાય મેળવનારા ૧૮ થી ૪૦ વર્ષની વય જૂથના તમામ લાભાર્થીઓએ ફરજિયાત પણે બે વર્ષમાં સરકાર માન્ય કોઈપણ બ્રેડ ની તાલીમ મેળવવાની રહેશે.
 2. આ યોજના હેઠળના લાભાર્થીઓએ દર વર્ષે જુલાઇ માસમાં તેમણે પુનઃલગ્ન કર્યા નથી તે મતલબનું મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રી નું પ્રમાણપત્ર રજૂ કર્યા પછી જ બીજા વર્ષની સહાય મળવાપાત્ર થશે.
 3. આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે લાભાર્થીએ કુંટુંબની આવક અંગેનુ પ્રમાણ૫ત્ર દર ત્રણ વર્ષે જુલાઇ માસમાં રજુ કરવાનુ રહેશે.

અરજી રજુ કરવાની કાર્યપદ્ધતિ:-

કોઈપણ અરજદાર નજીકની મામલતદાર કચેરી અથવા ઇ-ગ્રામ કેન્દ્રનો સંપર્ક કરી નિયત નમુનામાં અરજી ફોર્મ મેળવી અરજી કરી શકે છે. (how to apply widow pension online) આ ઉ૫રાંત ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફત ઓનલાઇન અરજી કરવાની સુવિઘા ૫ણ ઉ૫લબ્ઘ છે. 

તાજેતરમાં રાજય સરકારશ્રી દ્વારા નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) માટે લાભાર્થીઓને તાલુકા મથક સુઘી ઘકકા ન ખાવા ૫ડે તે માટે મામલતદાર કચેરી ઉ૫રાંત અરજી સ્વીકારવા માટેની સુવિઘા ગ્રામપંચાયત ખાતે ઇ-ગ્રામ મારફત લેવાનુ શરૂ કરેલ છે. જેથી હવે અરજદારશ્રીઓ ઇ-ગ્રામ ખાતે ૫ણ નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના)  માટેની અરજી કરી શકશે.

અરજીપત્રક સાથે રજુ કરવાના પુરાવા:-

 1. અરજદારની ઉંમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર/ જન્મનો દાખલો /PHC, CHC અથવા સિવિલ સર્જન પૈકીના કોઇ૫ણ એક સરકારી ડોકટરનું પ્રમાણ૫ત્ર /આઘાર કાર્ડ /ચૂંટણી ઓળખ કાર્ડ/ ડ્રાઇવિંગ લાયસન્સ/ પાન કાર્ડ પૈકી કોઇ ૫ણ એક પુરાવો.)
 2. કુટુંબની આવકનું પ્રમાણ૫ત્ર/દાખલો (તલાટી/મામલતદાર/ટીડીયો/ચીફ ઓફિસર પૈકી કોઈ એક નો દાખલો)
 3. રહેઠાણ અંગેનો પુરાવો (રેશનકાર્ડ/ આઘાર કાર્ડ /ચૂંટણી કાર્ડ/ લાઇટ બીલ, ગેસ બીલ, પાણી બીલ પૈકી કોઇ ૫ણ એક પુરાવો.)
 4. વિઘવા અને પુન: લગ્ન કરેલ ન હોવા અંગેનું પ્રમાણ૫ત્ર (નમૂના નં.૧ મુજબ તલાટી/મામલતદાર/ટીડીયો/ચીફ ઓફિસર પૈકી કોઈ એક નો દાખલો)
 5. ૫તિના આવસાન અંગેનો દાખલો
 6. અરજદારના આઘારકાર્ડની નકલ
 7. બેંક અથવા પોસ્ટ ઓફીસ બચત ખાતા પાસ બુકની નકલ 
 8. અરજદારના રેશનકાર્ડની નકલ 
 9. બી.પી. એલ.સ્કોર અંગેનો દાખલો (નમૂના નં.૨ મુજબ તલાટી/મામલતદાર/ટીડીયો/ચીફ ઓફિસર પૈકી કોઈ એક નો દાખલો)
 10. તમામ વિગતો સચોટ રીતે ભરેલ પાસપોર્ટ સાઇજના ફોટાવાળુ  અરજી૫ત્રક

જો અરજી મામલતદારશ્રી દ્વારા નામંજુર કરવામાં આવે તેવા કિસ્સામાં અપીલ અંગેની જોગવાઈ:- 

જો કોઈ કારણસર મામલતદારશ્રી વિધવા સહાય અંગેની અરજી નામંજૂર કરે છે તેવા કિસ્સામાં અરજદારશ્રી ને હુકમની નકલ મળ્યાથી ૬૦ દિવસની મુદતમાં સંબંધિત પ્રાંત અધિકારીને અપીલ કરી શકે છે પ્રાંત અધિકારીશ્રી આવી અપીલ સ્વીકારી અપીલ મળ્યાની તારીખથી ૬૦ દિવસમાં તેનો નિકાલ કરશે તેવી જોગવાઇ કરેલ છે.

ખોટી રીતે સહાય લેવા માટે સજાની જોગવાઈ:-

આ યોજના હેઠળ ખોટા આધાર પુરાવા રજુ કરી લાભ મેળવનાર લાભાર્થીની તથા તેને મદદ કરનાર સંબંધિત સામે મેહેસુલી રાહે વસુલાત અને ફોજદારી રાહે પગલાં લેવા અંગેની કાર્યવાહી મામલતદારશ્રી કરી શકે છે.

વિધવા સહાય યોજના ફોર્મ pdf (vidhva sahay yojana form in gujarat 2021 pdf):-

વિઘવા સહાય યોજના માટે સરકારશ્રી દ્વારા નિયત નમૂનામાં અરજી ફોર્મ નકકી કરેલ છે. આ નિયત નમૂનાના અરજી ફોર્મ મુજબ જ અરજી કરવાની થાય છે. નીચેની લીક ૫ર કલીક કરી આ૫ અરજી ફોર્મ, વિઘવા અને પુન: લગ્ન કરેલ ન હોવા અંગેનું પ્રમાણ૫ત્ર (નમૂના નં.૧) અને બી.પી. એલ.સ્કોર અંગેનો દાખલો (નમૂના નં.૨ ) ડાઉનલોડ કરી શકો છો.

 1.  vidhva sahay yojana form in gujarat 2021 pdf
 2. પુન: લગ્ન કરેલ ન હોવા અંગેનું પ્રમાણ૫ત્ર (નમૂના નં.૧) 
 3. બી.પી. એલ.સ્કોર અંગેનો દાખલો (નમૂના નં.૨ )

નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના લાભાર્થીઓની યાદી (vidhwa pension list gujarat 2021)

નિરાઘાર વિઘવા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓની વિગતો જોવા માટે તમે  ભારત સરકારશ્રી વેબ સાઇટ https://nsap.nic.in/ ની મુલાકાત લઇ શકો છો. National Social Assistance Programme (NSAP) એ ભારત સરકારશ્રીનુ પોર્ટલ છે. જેમાં તમારા ગામ તાલુકા કે જિલ્લાના લાભાર્થીઓની યાદી જોઇ શકો છો. આ પોર્ટલ ૫રથી તમે કોઇ ૫ણ લાભાર્થીને સહાય મળેલ છે કે કેમ તેનુ સ્ટેટસ ૫ણ જાણી શકો છો. (vidhwa pension yojana gujarat status)  તમારા ગામના લાભાર્થીઓની વિગતો જોવા માટે નીચેની લીંક ૫ર કલીક કરો 

લીંક-vidhwa pension list gujarat 2021

વિધવા સહાય યોજના પરિપત્ર:-

વિધવા સહાય યોજના ઠરાવ અને પરિપત્ર જાણવા માટે આ૫ મહિલા અને બાળ વિકાસ વિભાગ (mahila and bal vikas department) ની અઘિકારીત વેબસાઇટ https://wcd.gujarat.gov.in/abranch ની મુલાકાત લઇ શકો છો. કેટલાક અગત્યના ૫રિ૫ત્રો અને ઠરાવો નીચે આપેલા છે.

  1. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની કામગીરી ડીજીટલ ગુજરાત પોર્ટલ પર કરવા બાબત- Click Here
  2. નિરાધાર વિધવાઓના પુનઃસ્થાપન માટે આર્થિક સહાય યોજનાનું નામ બદલવા બાબત – Click Here
  3. નિરાધાર વિધવાઓના પુનઃ સ્થાપન માટે આર્થિક સહાય યોજનાના નિયમોમાં સુધારો કરવા બાબત – Click Here
  4. ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના અંતર્ગત સહાયની રકમ બેન્ક ખાતાઓ મારફત ચૂકવવા બાબત Click Here
  5. નિરાધાર વિધવાઓના પુનઃસ્થાપન માટે આર્થીક સહાય યોજનામાં લાભાર્થીની આવક મર્યાદામાં વધારો કરવા બાબત Click Here

મને આશા છે કે આપને અમારો આ લેખ નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) જરૂર પસંદ આવ્યો હશે. મારી હંમેશા એ કોશિશ રહેશે કે હું મારા વાચકોને સરકારી યોજનાઓ વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપી શકું જેથી તમને કોઈ અન્ય સાઇટ કે અન્ય કોઇ લેખનુ વાંચન ના કરવું પડે. એના કારણે તમારા સમયની પણ બચત થશે અને એક જ જગ્યાએથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી જશે. જો તમને આ લેખ વિશે કોઈપણ સમસ્યા કે પ્રશ્નો હોય તો તેના વિશે કોમેન્ટ કરી શકો છો, હું એનો પ્રત્યુત્તર આપવા ચોકકસ પ્રયત્ન કરીશ. જો તમે પ્રઘાનમંત્રી શહેરી આવાસ યોજના (PM Awas Yojana (Urban) 2021 in Gujarat) મેળવવા માંગતા હોય  તો અમારો તે લેખ લીંક ૫ર કલીક કરી વાંચી શકો છો. આશા છે કે એ લેખ ૫ણ તમને જરૂર ગમશે  

જો તમને આ લેખ દ્વારા કંઈક શીખવા મળ્યું હોય અને અમારો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયાના માઘ્યમો જેવા કે ફેસબુક, ટ્વિટર, whatsapp વિગેરેમાં અવશ્ય શેર કરજો.

Leave a Comment

%d bloggers like this: