ઘોડા જેવી શકિત અને હાથી જેવી કમાણી એટલે અશ્વગંઘા 

અશ્વગંધાને આયુર્વેદિક જડીબુટ્ટીઓનો રાજા કહેવામાં આવે છે.

તે અકલ્પનીય આરોગ્યપ્રદ ઔષધીય વનસ્પતિ છે.

અશ્વગંધા શ્વેત રક્તકણો અને લાલ રક્તકણો બંનેને વધારવાનું કામ કરે છે. જે ઘણી ગંભીર શારીરિક સમસ્યાઓમાં ફાયદાકારક છે.

અશ્વગંધામાં હાજર ઓક્સિડેન્ટ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે.

અશ્વગંધાને ભારતીય જિનસેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેન્સર જેવા ખતરનાક રોગમાં અશ્વગંધાનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે.

અશ્વગંધા માનસિક તણાવ જેવી ગંભીર સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક છે. એક રિપોર્ટ અનુસાર અશ્વગંધાના ઉપયોગથી તણાવ 70 ટકા સુધી ઓછો કરી શકાય છે.

અશ્વગંધાનો ઉપયોગ તમારી આંખોની રોશની વધારવાનું કામ કરે છે

સગર્ભા સ્ત્રીઓને અશ્વગંધાનું સેવન ટાળવાની સલાહ આપવામાં આવે છે