Who is Bimal Patel architect of New Parliament Building. 28મી મેના રોજ માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયેલ ભારતની નવી સંસદ બિલ્ડીંગની ડિઝાઈન બીજા કોઇ નહી પણ એક ગુજરાતી ભાઇડાએ બનાવી હતી. જેમનું નામ છે બિમલ પટેલ. બિમલ પટેલે કાશી વિશ્વનાથ કોરિડોરની ડિઝાઈન પણ તૈયાર કરી છે. વર્ષ 2019 માં બિમલ પટેલને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, તે શહેરી ડિઝાઇન અને આયોજનમાં નિષ્ણાત માનવામાં આવે છે. બિમલ પટેલને અન્ય બીજા પણ ઘણા બધા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો ચાલો આજે આપણે આ બિપલ પટેલ કોણે છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.
Who is Bimal Patel
બિમલ પટેલમાં હાલમાં અમદાવાદમાં સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી વિશ્વવિધાલયના ચેરમેન છે. બિમલ 2012 થી આ યુનિવર્સિટીનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના વડા પણ છે, જેની સ્થાપના તેમના પિતા હસમુખ સી પટેલ દ્વારા 1960માં કરવામાં આવી હતી.
બિમલ પટેલનો પરીચયઃ-
નામઃ | બિમલ પટેલ |
જન્મ તારીખઃ | 31 ઓગષ્ટ 1961 |
જન્મ સ્થળઃ | અમદાવાદ, ગુજરાત |
પિતાનું નામ | હસમુખ સી પટેલ |
વ્યવસાયઃ | આર્કિટેકટ |
એવોર્ડઃ | 2019માં પદ્મશ્રી |
બિમલ પટેલે તેમનું શાળાકીય શિક્ષણ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં લીધુ હતું. ત્યારબાદ 1984માં CEPT, અમદાવાદમાંથી આર્કિટેક્ચરમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી. તેમણે 1998માં માસ્ટર ઓફ આર્કિટેક્ચર અને માસ્ટર ઓફ સિટી પ્લાનિંગ અને 1995માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાંથી સિટી એન્ડ રિજનલ પ્લાનિંગમાં પીએચડી પૂર્ણ કર્યું. વર્ષ 1990માં બિમલ પટેલ તેમના પિતા હસમુખ પટેલની કંપનીમાં જોડાયા હતા. 1996 માં, બિમલ પટેલે એનવાયર્નમેન્ટલ પ્લાનિંગ કોલાબોરેટિવ (EPC) ની સ્થાપના કરી, જે એક બિન-લાભકારી સલાહકાર અને નીતિ-સંશોધન સંસ્થા છે.
ડિઝાઈનિંગ ક્ષેત્રે મોટું નામ, પદ્મ સહિત અનેક એવોર્ડ એનાયત
ડૉ.બિમલ પટેલને આર્કિટેકટ ક્ષેત્રે તેમના ઉમદા કાર્ય માટે અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમના કાર્ય અને તેમના પ્રોજેક્ટ્સને આર્કિટેક્ચર માટે આગા ખાન એવોર્ડ (1992), વર્લ્ડ આર્કિટેક્ચર એવોર્ડ (1997), યુએન સેન્ટર ફોર હ્યુમન સેટલમેન્ટ્સ એવોર્ડ ઓફ એક્સેલન્સ (1998), આર્કિટેક્ચર રિવ્યુ હાઇ કમ્મેન્ડેશન એવોર્ડ (2001) સહિત અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. તેમને શહેરી આયોજન અને ડિઝાઇનમાં શ્રેષ્ઠતા માટે વડાપ્રધાનના રાષ્ટ્રીય પુરસ્કાર (2003) અને HUDCO ડિઝાઇન પુરસ્કાર (2013)ના એનાયત કરવામાં આવ્યો હતો. તેમને 2019માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નવા સંસદ ભવનની ડિઝાઇન
ગુજરાતના અમદાવાદના વિઝનરી આર્કિટેક્ટ 64 વર્ષીય બિમલ પટેલને નવા સંસદ ભવનની ડિઝાઇન માટે શ્રેય આપવામાં આવે છે જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મેગા સેલિબ્રેશન સાથે કર્યું હતું. પાવર ઓફ નવી સીટ, જે 64,500 ચોરસ મીટરમાં ફેલાયેલી છે, તેને “રાઇઝિંગ ઇન્ડિયા” ની સાચી પ્રતિકૃતિ બનાવવાના વિચાર સાથે ડિઝાઇન કરવામાં આવી હતી.
સંસદની નવી ઇમારતની ડિઝાઇન પાછળની પ્રેરણા
બિમલ પટેલે જણાવ્યું હતું કે નવું સંસદ ગૃહ ત્રિકોણાકાર આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે કારણ કે તે ત્રિકોણાકાર પ્લોટ પર બેસે છે. “નવી સંસદની ઇમારત ત્રિકોણાકાર આકારમાં ડિઝાઇન કરવામાં આવી છે જેમાં ત્રણ મુખ્ય જગ્યાઓ છે – લોકસભા, રાજ્યસભા અને સેન્ટ્રલ લોન્જ. ઉપરાંત, દેશના વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓમાં ત્રિકોણ પવિત્ર ભૂમિતિ છે. શ્રી યંત્ર ત્રિકોણનો ઉપયોગ કરે છે, આથી નવા સંસદની ડિઝાઇન ત્રિકોણ આકારની રાખવામાં આવેલ છે. એવુ બિમલ પટેલે મનીકંટ્રોલ સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ.
કયા પ્રોજેક્ટ્સમાં તેમણે કામ કર્યું?
તેમણે સમગ્ર ભારતમાં રહેણાંક, સંસ્થાકીય, વ્યાપારી, આવાસ, ઔદ્યોગિક અને શહેરી ડિઝાઇન તથા શહેરી આયોજન પ્રોજેક્ટ્સની શ્રેણી પર કામ કર્યું છે. બિમલ પટેલ મહત્વના પ્રોજેક્ટ્સમાં આગા ખાન એકેડેમી હૈદરાબાદ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, ભુજ ડેવલપમેન્ટ સ્કીમ અને ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, સીજી રોડ રિડેવલપમેન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, કાંકરિયા લેક ડેવલપમેન્ટ અને સ્વર્ણિમ સંકુલ, આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ,હિંમતનગર કેનાલફ્રન્ટ, IIM અમદાવાદ નવું કેમ્પસ અને ગુજરાત હાઈકોર્ટનો સમાવેશ થાય છે. આ સિવાય બિમલે પ્રખ્યાત કાશી વિશ્વનાથ કોરિડોર પણ ડિઝાઇન કર્યો છે.
Must Read:
હું આશા રાખું છું કે તમને અમારો નવા સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરનાર ગુજરાતી બિમલ પટેલ કોણ છે?(Who is Bimal Patel) વિશેનો આ લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે વિવિઘ વિષયો ૫ર અમારા બ્લોગ પર મહત્વપુર્ણ પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.