World Social Justice Day 2023 | વિશ્વ સામાજિક ન્યાય દિવસ શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ દિવસનું મહત્વ

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

World Social Justice Day 2023: સામાજિક ન્યાયના સિદ્ધાંતો વિશે લોકોને જાગૃત કરવા દર વર્ષે 20 ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવણીનો મુખ્ય હેતુ સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવવાનો અને ગરીબી, લિંગ, શારીરિક ભેદભાવ, નિરક્ષરતા, ધાર્મિક ભેદભાવને દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સમુદાયોને એકસાથે લાવી સામાજિક રીતે એકીકૃત સમાજનું નિર્માણ કરવાનો છે.

વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણીના અવશર પર ઘણી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ગરીબી, સામાજિક અને આર્થિક અસમાનતા અથવા બેરોજગારી સંબંધિત વિષયો પર વિશેષ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરે છે. જેથી ખાસ કરીને યુવા પેઢીને સામાજિક અસમાનતા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જાગૃત કરી શકાય.

World Social Justice Day 2023 | વિશ્વ સામાજિક ન્યાય દિવસ

નામવિશ્વ સામાજિક ન્યાય દિવસ
ક્યારે ઉજવવામાં આવે છે20 ફેબ્રુઆરી
ઉજવણીની શરૂઆત ક્યારે થઇ2009
ઉજવણી ઘોષણા કયારે થઇ2007 में
થીમ ૨૦૨૩સામાજિક ન્યાય માટે અવરોધો દૂર કરવા અને તકોનું નિર્માણ કરવુ
(Overcoming Barriers and Unleashing Opportunities for Social Justice) સામાજિક ન્યાય માટે અવરોધો દૂર કરવા અને તકોનું નિર્માણ કરવુ
अचीविंग सोशल जस्टिस थ्रू फॉर्मल एम्प्लॉयमेंट

વિશ્વ સામાજિક ન્યાય દિવસનો ઇતિહાસ( World Social Justice Day History in Gujarati)

વર્ષ 1995 માં, ડેનમાર્કના કોપનહેગનમાં સામાજિક વિકાસ માટે વિશ્વ શિખર સંમ્મેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સંમ્મેલનમાં 100 થી વધુ રાજકીય નેતાઓએ ગરીબી નાબૂદી, સંપૂર્ણ રોજગાર તેમજ લોકોના જીવનધોરણમાં સુધારો કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ ઉપરાંત સમાજ માટે કામ કરવાનો ધ્યેય સિદ્ધ કરવાનો હેતુ પણ આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ 26 નવેમ્બર, 2007 ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કોપનહેગનમાં આયોજિત આ સંમ્મેલનના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે 20 ફેબ્રુઆરીને વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવવાનું નકકી કર્યુ. અને વર્ષ 2009 માં, 20 ફેબ્રુઆરીના રોજ પ્રથમ વખત સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવ્યો હતો.

વિશ્વ સામાજિક ન્યાય દિવસનું લક્ષ્યઃ

સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય શ્રમ કાર્યાલય વિશ્વ સામાજિક ન્યાય દિવસના ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. લોકોમાં આ દિવસનું મહત્વ ફેલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય શ્રમ કાર્યાલય દ્વારા ઘણા કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગ રૂપે વિશ્વ સામાજિક ન્યાય દિવસ દર વર્ષે વિશ્વના લગભગ દરેક દેશમાં ઉજવવામાં આવે છે જેમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો દ્વારા દેશના લોકોમાં તેના વિશે જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવે છે.

વિશ્વ સામાજિક ન્યાય દિવસ થીમ (વિષય) (World Social Justice Day Theme)

દર વર્ષે વિશ્વ સામાજિક ન્યાય દિવસ અલગ-અલગ થીમ (વિષય) સાથે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ-૨૦૨૩ની વિશ્વ સામાજિક ન્યાય દિવસ થીમ (વિષય) સામાજિક ન્યાય માટે અવરોધો દૂર કરવા અને તકોનું નિર્માણ કરવુ (Overcoming Barriers and Unleashing Opportunities for Social Justice) છે. વર્ષ 2022 માં વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ ‘ઔપચારિક રોજગાર દ્વારા સામાજિક ન્યાય પ્રાપ્ત કરવી’ (Achieving Social Justice Through Formal Employment) હતી.

ભારતમાં વિશ્વ સામાજિક ન્યાય દિવસ

ભારત સરકારે આવા ઘણા કમિશનની રચના કરી છે જે સામાજિક ન્યાયના હિતમાં કામ કરે છે. ભારતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા પણ ઘણી યોજનાઓની થકી લોકોને મદદ કરવામાં આવે છે. તે ઉપરાંત રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ આયોગ જેવી સરકારી સંસ્થાઓ આપણા સમાજમાંથી ભેદભાવ, બેરોજગારી દુર કરવા અને બાળકોના રક્ષણ માટે દિવસ-રાત કામ કરી રહી છે. આ સંસ્થાઓ દ્વારા 20 ફેબ્રુઆરીએ ઘણા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત શાળાઓ અને કોલેજોમાં પણ આ દિવસની ઉજવણીના અવશર પર બાળકો વચ્ચે નિબંધ, વકૃત્વ, ચિત્ર જેવી અનેક પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

20 ફેબ્રુઆરી

2023 માં વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ શું છે?

સામાજિક ન્યાય માટે અવરોધો દૂર કરવા અને તકોનું નિર્માણ કરવુ (Overcoming Barriers and Unleashing Opportunities for Social Justice)

પ્રથક વિશ્વ સામાજિક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો?

વર્ષ 2009 માં

ખાસ વાંચોઃ

હુ આશા રાખુ છું કે તમને અમારો World Social Justice Day 2023 | વિશ્વ સામાજિક ન્યાય દિવસનો ઇતિહાસ, થીમ, ઉદ્દેશ્ય, નિબંધ આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક રસપ્રદ લેખો અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment