કન્યા વિદાય નિબંધ | કન્યાદાન મહાદાન| kanya viday essay in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

કન્યા વિદાય નિબંધ: હિંદુધર્મ મુજબ આપણા સોળ સંસ્કાર છે, જેમાં ગર્ભધાનથી શરૂ કરીને અંત્યેષ્ટિ સંસ્કાર..એટલે કે જન્મથી લઈને મરણ સુધીની પ્રક્રિયાઓ આમાં સમાઈ જાય છે.એમાં આજે આપણે લગ્ન સંસ્કાર વિશે થોડું વિગતવાર જાણીશું.

લગ્ન શબ્દ પ્રાચીનયુગથી શરૂ છે લગ્નબંધનની શરૂઆત ઋષિ ગૌતમ અને આરુણીના પુત્ર સ્વેતકેતુ એ ખરી હતી એવો ઉલ્લેખ ઉપનિષદમાં મળી આવે છે.પણ આપણે ક્યારેક એના વિશે જરૂર જાણીશું. ૫રંતુ આજે આ૫ણે કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ નિબંધ અથવા તો કન્યા વિદાય નિબંધ (kanya viday essay in gujarati) વિષય ૫ર નિબંધ લેખન કરીએ.

કન્યા વિદાય નિબંધ (kanya viday essay in gujarati) :-

 આપણો સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે એટલે પુત્રનું મહત્વ વધુ જોઈએ છીએ છતાં આજે એ માનસિકતા બદલાઈ છે અને લોકો દીકરીના જન્મને વધાવે છે.કેહવાય છે કે “દીકરી તુલસીનો ક્યારો.”કુટુંબમાં દીકરી જન્મે તો લોકો લક્ષમીજીનો અવતાર માને છે.લાડકોડથી ઉછેર થતી દીકરી એ એક કુળ નહિ પણ બે બે કુળ તારે છે,એક પોતાના પિતાનું અને બીજું પોતાના પતિનું.એમ કહેવાય છે કે ડાહયો દીકરો પરદેશ અને ડાહી દીકરી સાસરે શોભે.અને પછી એના લગ્ન થાય છે.

Must Read : દીકરી ઘરનો દીવો નિબંધ

જુના જમાનાના લગ્ન એ ઘરના વડીલો નક્કી કરી દેતા.છોકરા-છોકરીને જોવાનું કે મળવાનું પણ હતું નહીં ફક્ત વડીલોને જ્યાં યોગ્ય લાગે ત્યાં દીકરીને આપતા.વિચારો કેવો સમય હશે ? અને આજે મોર્ડન યુગમાં છોકરા-છોકરીઓ પોતાની મરજી મુજબ પાત્ર પસંદ કરીને લગ્ન કરે છે.ચાલો એ પણ ખૂબ સારી જ વાત છે.

કન્યા વિદાય નિબંધ

 હવે વાત કરીએ જેમ હિન્દૂ શાસ્ત્રમાં સોળ સંસ્કાર છે એમ સ્ત્રીઓ માટે સોળ શુંગાર પણ છે, ખબર છે ક્યાં છે ? સરકારના નિયમ મુજબ 18 વર્ષથી નાની દીકરીના લગ્ન કરી શકાતા નથી એતો તમે જાણો જ છો.18 વર્ષ બાદ દીકરીના લગ્ન પોતાની જાતિ-ધર્મના રીત રિવાજ મુજબ કરવામાં આવે છે.બે પવિત્ર આત્માઓ એક થાય એનું નામ લગ્ન.

હવે લગ્નમાં પણ ઘણી બધી વિધિઓ આવે છે જેમકે મંગળફેરા,સપ્તપદી,કન્યાદાન વગેરે…લગ્ન તો તમે બધાએ જોયા જ છે ને ! લે કેવી મજા આવે લગ્નમાં. પણ આજે આપણે કન્યાદાન વિશે વાત કરવાની છે.

Must Read : નારી તું નારાયણી નિબંધ 

 દાનનું નામ આવે એટલે આપણે દાનવીર કર્ણને તો જરૂર યાદ કરીએ પણ કન્યાદાન જેવું દાનતો એના નસીબમાં પણ ન હતું. સાત ફેરા ફર્યા બાદ કન્યાપક્ષથી એના માં-બાપ કાતો ભાઈ-ભાભી કન્યાદાનની રક્ષમ કરતા હોય છે.

કન્યાદાન એટલે શું ? છોકરીનું દાન કરવું એવું ? લોકો કન્યાદાનને એમ જ સમજે છે કે છોકરીદાનમાં આપવી પણ એનો સાચો અર્થ એ નથી. કન્યાદાન એ વિધિ છે જેમાં પિતા કે ભાઈ પોતાની બેનનો હાથ પીળો કરી એના થનાર પતિના હાથમાં સોંપે છે અને પોતે દીકરીને મોટી કરી હવે આગળની જવાબદારી તમારી છે એ સમજાવે છે. સાથે સાથે થનાર પતિ પણ પ્રતિજ્ઞાઓ લે છે અને જવાબદારીઓ સ્વીકારી પારકા ઘરની દીકરીને પોતાના ઘરની પત્ની તરીકે સ્વીકારે છે. બસ આ પ્રથા એટલે કન્યાદાન…

કન્યા વિદાય નિબંધ

તો આપણને એમ પણ થાયને કે કન્યાદાન પ્રથાની શરૂઆત કોણે કરી હશે ?

રાજા દક્ષ પ્રજાપતિએ પોતાની 27 કન્યાઓનું કન્યાદાન કર્યું હતું. એમને પોતાની કન્યાઓને ચંદ્ર સાથે લગ્ન કરાવ્યા હતા. 27 કન્યાઓની જવાબદારી ચન્દ્રદેવને સોંપવામાં આવી હતી. આ 27 કન્યાઓ આજે 27 નક્ષત્ર તરીકે પૂજવામાં આવે છે અને દક્ષે શરૂ કરેલ આ પ્રથાને લોકો આજે પણ સ્વીકારે છે. છે ને રોચક જાણકારી ?

કન્યાદાન ને મહાદાન કેમ કહેવામાં આવે છે ?

બસ એટલે જ કે પોતાના ધબકતા હૃદય સમ દિકરેને બીજાના હાથમાં કોઈપણ અપેક્ષા વગર સોંપી દેવામાં આવે છે. આવડા મોટા બલિદાનને કારણે શાસ્ત્રોમાં પિતાના આવા બલિદાનને મહાદાનની શ્રેણીમાં મુકવામાં આવ્યું છે.

Must Read : બેટી બચાવો બેટી પઢાવો નિબંધ

કરિયાવર અને દહેજ…

દીકરી પોતાના બાપના ઘરે લાડકોડથી મોટી થઈ અને સમય આવે એને પારકા ઘરે પરણીને મોકલવામાં આવે છે. ત્યારે એ દીકરી બાપની મિલકત બધી જ ભાઈઓ માટે મૂકીને જતી હોય છે અને બાપની મિલકત પર પોતાનો કોઈપણ જાતનો હક્ક માગતી નથી. પણ એક બાપ કે ભાઈ દીકરીના આવડા મોટા બલિદાનની સામે એની જીવન જરૂરિયાતની વસ્તુઓ, સોનુ, ચાંદી ખુશીથી આપતા હોય છે જેથી ભવિષ્યમાં દીકરીને ક્યારેક તકલીફ પડે તો આ વસ્તુઓનો એ સદુપયોગ કરી જીવન નિર્વાહ કરી શકે. કરિયાવર એ ફક્ત દીકરીના બાપે પોતાની રાજી ખુશીથી આપેલ ભેટ સોગાદ છે. પણ હજુ અમુક સમાજમા દીકરીના બાપ પાસેથી આ બધું હક્કથી માગવામાં આવે છે એને આપણે દહેજ કહીએ છીએ. દહેજપ્રથાનો હમેશા વિરોધ કરવો જોઈએ. એક બાપ જ્યારે પોતાની લાડકવાઈ દીકરી રાજીખુશીથી આપી દેતો હોય ત્યારે એની પાસે બીજી તુચ્છ માંગણીઓ કરીને માનવતાને શરમ સાર કરવાનો કોઈ મતલબ નથી.

કન્યાદાન એ મહાદાન છે. વ્યક્તિ એ પોતાના જીવનમાં એકવાર તો કન્યાદાન જરૂર કરવું જોઈએ. પણ આપણને એમ થાય કે દીકરી જ ન હોય તો આવી તક કેમ મળે ? આ તક ભાગ્યથી મળે છે પણ જો તમારે દીકરી ન હોય તો અન્ય કોઈપણ દીકરીના લગ્ન હોય તો ચોક્કસ તમે કન્યાદાન કરો,થાય એટલી મદદ કરો. હાલ ઘણા ઉદ્યોગપતિઓ એક સાથે 100-100 દીકરીઓને નાત જાત ધર્મનો ભેદ જોયા વગર કન્યાદાન હર્ષભેર કરતા હોય છે. આવા દાનવીરોને સો સો સલામ છે.

Must Read : નારી સશક્તિકરણ નિબંધ

અન્યની દીકરી જ્યારે બધું છોડીને તમારા ઘરે આવે છે ત્યારે એને પોતાની દીકરી સમજી એનું જતન કરો,પતિને પરમેશ્વર કહેવામાં આવે છે એટલે પતિદેવે પણ પારકી અમાનતને જવાબદારીપૂર્વક સાચવી જોઈએ અને દીકરીઓ પણ પારકા ઘરે બધું છોડીને જાય છે ત્યારે એ ઘરને પોતાનું જ સમજી એની ખુશી માટે,વૈભવ અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી પોતાના પિતાનું નામ રોશન કરવું જોઈએ.સાથે સાથે પતિ-પત્નિ તરીકે જોડાતા નવદમપતિએ પણ પોતાના સાથીદારને પ્રેમપૂર્વક સાચવી પોતાના સંસારને સ્વર્ગ જેવો બનાવો જોઈએ જેથી એક બાપે આપેલ કન્યાદાન સાર્થક મનાય.

શુ તમને મળી છે કન્યાદાનની તક ? કન્યાવિદાય થાય ત્યારે તમારી શુ હાલત હોય છે ? જરૂર લખી જણાવશો.

ફરી મળીશું કોઈક નવા વિષય સાથે ત્યાં સુધી સૌને મહાદેવ હર…

લેખક:- Veer Raval “લંકેશ” એક શિક્ષક

હું આશા રાખું છું કે તમને અમારો હું આશા રાખું છું કે તમને અમારો કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ નિબંધ અથવા તો કન્યા વિદાય નિબંધ (kanya viday essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment