ગીતા જયંતિનું મહત્વ | Geeta Jayanti 2023

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

માગસર મહિનાની અંઘારી એટલે કે શુક્લ પક્ષની અગિયારશના દિવસે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર હિન્દૂ ઘર્મમાં ખાસ મહત્વ ઘરાવે છે. વિશ્વમાં કયાંય કોઈ પણ પવિત્ર ગ્રંથનો જન્મદિવસ ઉજવવામાં આવતો નથી. ફક્ત શ્રીમદ્ ભગવદ ગીતા એક એવુ પુસ્તક છે કે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. 

હિન્દુ ધર્મના સૌથી મોટા પુસ્તક શ્રીમદ ભગવત ગીતાના જન્મદિવસને ગીતા જયંતિ કહેવામાં આવે છે.ભગવદ ગીતાને હિન્દુ ઘર્મમાં સર્વોચ્ચ સ્થાન માનવામાં આવે છે, તેને સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં, અર્જુન, તેના મિત્રો તથા સ્વજનોને તેની સામે દુશ્મન તરીકે જોઈને, વિચલિત થઈ જાય છે અને શસ્ત્રો ઉપાડવાનો ઇનકાર કરે છે. ત્યારે ભગવાન કૃષ્ણે સ્વયં અર્જુનને માનવ ધર્મ અને કર્મ વિશે શીખવી છે. આ ઉપદેશ શ્રીમદ ભગવદ ગીતામાં લખાયેલો છે, જેમાં માનવ જાતિના તમામ ધર્મો અને કર્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કુરુક્ષેત્રનું મેદાન શ્રીમદ ભગવદ ગીતાનું મૂળ સ્થાન છે, એવું કહેવાય છે કે શ્રીમદ ભગવદ ગીતાનો જન્મ કલિયુગની શરૂઆતના 30 વર્ષ પહેલા જ થયો હતો, જેને નંદી ઘોષ રથના સારથિ તરીકે સ્વયં શ્રી કૃષ્ણએ જન્મ આપ્યો હતો. ગીતાનો જન્મ આજથી લગભગ 5140 વર્ષ પહેલા થયો હતો.

ગીતા જયંતિ મોક્ષદા એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવદ્ ગીતાનું વાંચન અને શ્રવણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ ખાસ દિવસે હિંદુ ધર્મગ્રંથ ગીતા,ભગવાન શ્રી કૃષ્ણ અને મહર્ષિ વેદ વ્યાસજીની પૂજા કરવામાં આવે છે. 

મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે. જેમાં જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગની ચર્ચા કરવામાં આવે છે. આમાં પ્રથમ 6 અધ્યાયોમાં કર્મયોગ ત્યારબાદ 6 અધ્યાયોમાં જ્ઞાન યોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં ભક્તિ યોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. શ્રીમદ ભગવત ગીતાના થોડાક શ્લોકોના અપવાદ સિવાય, આદી ગીતા અનુષ્ટુપ છંદમાં રચાયેલ છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬નો માનવામાં આવે છે.

ગીતા જયંતિનું મહત્વ

ગીતા જયંતિનુ ખાસ મહત્વ એટલા માટે છે કે શ્રીમદ ભગવત ગીતા એ હિન્દૂ ઘર્મનો મુખ્ય ઘર્મ ગ્રંથ છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણે સ્વંયમ કુરુક્ષેત્રના યુદ્ઘમાં જે ઉ૫દેશ આપ્યો હતો તેનુ વર્ણન થયેલુ છે. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને સાચા ખોટાનો ભેદ સમજાવ્યો હતો તે શ્લોક સ્વરૂપે વર્ણવેલ છે. માનવે દરેક ૫રિસ્થિતમાં ઘૈયથી કામ લેવુ અને આ મહામુલા માનવ જીવનનો સાચા અને સારા કાર્યોમાં ઉ૫યોગ કરવો તે શ્રીમદ ભગવત ગીતામાંથી શીખવા મળે છે.

એમ કહેવાય છે કે આ૫ણને કોઇ ૫ણ મુશ્કેલી હોય તો તેનો રસ્તો શ્રીમદ ભગવત ગીતામાંથી મળી રહે છે. શ્રીમદ ભગવત ગીતાએ બીજા ઘર્મના ઘર્મગ્રંથો ખાસ રીતે અલગ ૫ડે છે  કારણે બીજા ધર્મગ્રંથની જેમ શ્રીમદ ભગવદ ગીતા કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે.

શ્રીમદ ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો પુછે છે. શ્રીમદ ભગવદ ગીતાના ઉ૫દેશ મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે જ ગીતાનો સંદેશ છે.

મહાત્મા ગાંધીજીએ ગીતા વિશે પોતાનો અભિપ્રાય જણણાવતાં કહયુ હતુ કે – ”મને જન્મ આપનારી મા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છુ. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે, તેના માટે નિરાશાની કોઈ જગ્યા હેતી નથી. તે મનુષ્ય હંમેશા આનંદમાં રહે છે. હું તો ઇચ્છુ છુ કે ગીતા રાષ્ટ્રીય શાળાઓમાં જ નહીં પરંતુ પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવામાં આવે. એક હિંદુ બાળક કે બાલિકા માટે ગીતા જ્ઞાન ન હોવુ તે શરમની વાત હોવી જોઈએ.” 

વિનોબા ભાવેજીના તેમના પુસ્તક ગીતા પ્રવચનમાં કહયુ છે કે – ”મારું શરીર માના દૂધથી પોષાયું છે. પણ તેથીએ વિશેષ મારું હૃદય અને મારી બુદ્ધિ એ બંનેનું પોષણ ગીતાના દૂધથી થયું છે.

આ ૫ણ વાંચો:- 

  1. 101 ગુજરાતી નિબંધ
  2. વિશ્વ પર્યાવરણ દિવસ
  3. વિશ્વ આદિવાસી દિવસ
  4. મારા શૈશવના સંસ્મરણો નિબંધ
  5. મારા સપનાનું ભારત નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો ગીતા જયંતિનું મહત્વ (geeta jayanti) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment