25+ ચાણક્ય નીતિ સૂત્રો | chanakya niti sutra in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ચાણક્ય નીતિ સૂત્રો:-ભારતમાં જન્મેલો દરેક વ્યકિત ચાણકય વિશે તો જાણતો જ હશે. અરે ભારતમાં શું વિશ્વનો ભાગ્યે જ કોઇ એવો વ્યકિત હશે જે ચાણકય વિશે નહી જાણતો હોય. ચાણકયને અર્થશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. અગાઉના આર્ટીકલ્સમાં આ૫ણે ચાણકયના જીવન૫રિચય વિશે વિસ્તૃત માહિતી મેળવી આજના આર્ટીકલ્સમાં ચાણક્ય નીતિ સૂત્રો વિશે જાણીશુ.

ચાણક્ય નીતિ એ એક પુસ્તક છે જે સદીઓથી માનવતાને જીવનશૈલીની રહશ્યમય બાબતો વિશે શિખવે છે. આધુનિક સમયમાં પણ તેનું મહત્વ અનેરુ છે.

ચાણક્ય નીતિ સૂત્રો

 • બીજાની ભૂલોમાંથી શીખો. પોતાના પર પ્રયોગ કરીને શીખવા જશો તો ઉંમર ઓછી ૫ડશે.
 • કોઇ વ્યક્તિએ ખૂબ સીધુંસાદુ ન રહેવું જોઈએ – સીધા ઝાડને લોકો પહેલા કાપે છે.
 • જો સાપ ઝેરી ન હોય તો પણ તેને ઝેરી હોવાનો અહેસાસ કરાવવો જોઇએ, ભલે તે ડંખ ન મારે તો પણ બીજાને ડંખ મારવાની ક્ષમતાનો અનુભવ હંમેશા કરાવતા રહેવું જોઈએ.
 • દરેક મિત્રતા પાછળ કોઈક સ્વાર્થ હોવો જોઈએ – આ કડવું સત્ય છે.
 • કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા, તમારી જાતને ત્રણ પ્રશ્નો પૂછો – હું આ કામ શા માટે કરવા જઈ રહ્યો છું? આનું પરિણામ શું આવશે? શું હું સફળ થઈશ?
 • ભયને નજીક ન આવવા દો. જો તે નજીક આવે તો તેના પર હુમલો કરો, એટલે કે ડરથી ભાગશો નહીં, તેનો સામનો કરો.
 • વિશ્વની સૌથી મોટી શક્તિ એ પુરુષનો વિવેક અને સ્ત્રીની સુંદરતા છે.
 • કામ પૂર્ણ કરો, પરિણામથી ડરશો નહીં.
 • સુગંધનો ફેલાવો પવનની દિશા પર આધારિત છે પરંતુ ભલાઇ(સારા૫ણું) ચારે દિશામાં ફેલાય છે.
 • ભગવાન ચિત્રમાં નહીં ચરિત્રમાં વસે છે. તમારા આત્માને મંદિર બનાવો.
 • વ્યક્તિ તેના આચરણથી મહાન બને છે, જન્મથી નહીં.
 • એવા લોકો સાથે મિત્રતા ન કરો જે તમારા સ્તરથી ઉપર અથવા નીચે છે, તેઓ તમને મુશ્કેલીમાં મૂકશે. સમાન સ્તરના મિત્રો જ સુખદાયી હોય છે.
 • પ્રથમ પાંચ વર્ષ તમારા બાળકોને ખૂબ પ્રેમ કરો. છ વર્ષથી પંદર વર્ષ સુધી કડક શિસ્ત અને સંસ્કાર આપો. સોળ વર્ષથી તેની સાથે મિત્રતા રાખો. તમારું બાળક તમારું શ્રેષ્ઠ મિત્ર છે.
 • પુસ્તકો અજ્ઞાનીઓ માટે અને અંધજનો માટે અરીસા સમાન છે.
 • શિક્ષણ શ્રેષ્ઠ મિત્ર છે. શિક્ષિત વ્યક્તિ હંમેશા સન્માન મેળવે છે. યુવા શક્તિ અને સુંદરતા બંને શિક્ષણની શક્તિ સામે નબળા છે.
 • આગમાં ઘી ન નાખવું જોઈએ. એટલે કે ક્રોધિત વ્યક્તિને વધુ ગુસ્સો ન અપાવવો જોઈએ.
 • માણસની વાણી એ ઝેર અને અમૃતની ખાણ છે. દુષ્ટની મિત્રતા કરતાં દુશ્મનની મિત્રતા વધુ સારી છે.
 • દૂધ માટે હાથણી(હાથી) ઉછેરવાની જરૂર નથી. એટલે કે જરૂરિયાત મુજબ સંસાધનોનું એકત્રીકરણ કરવું જોઈએ.
 • કઠિન સમય માટે ધનનું રક્ષણ કરવું જોઈએ. ગઈકાલનું કામ આજે જ કરો.
 • સુખનો આધાર ધર્મ છે. ધર્મનો આધાર અર્થ છે. અર્થનો આધાર રાજ્ય છે. રાજ્યનો આધાર ઈન્દ્રિયો પર વિજય મેળવવાનો છે.
 • વૃદ્ધોની સેવા એ નમ્રતાનો આધાર છે. વૃદ્ધોની સેવા એટલે કે જ્ઞાનીઓની સેવા દ્વારા જ બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
 • જ્યાં લક્ષ્મી (સંપત્તિ)નો વાસ હોય છે, ત્યાં સરળતાથી સુખ અને સંપત્તિનો ઉમેરો થાય છે.
 • શાસક પોતે સ્વંય સક્ષમ વહીવટકર્તાઓની મદદથી શાસન કરવુ જોઈએ. લાયક સહાયકો વિના નિર્ણયો લેવા ખૂબ મુશ્કેલ હોય છે.
 • શિંગડા અને મોટા નખવાળા પ્રાણીઓ પર વિશ્વાસ કરશો નહીં.(ચાણક્ય નીતિ સૂત્રો મુજબ)
 • એક સ્વાભિમાની વ્યક્તિ, પ્રતિકૂળ વિચારો સામે રાખીને, તેમને ફરીથી ધ્યાનમાં લો.
 • ધનની અભીલાષા રાખવી એ ખોટુ નથી.
 • શિકારમાં લાગેલાનું ધર્મ અને અર્થ બંને નષ્ટ થઇ જાય છે.
 • વાણીની કઠોરતા અગ્ન કરતાં ૫ણ વઘુ છે.
 • વૃદ્ઘ અને વિનાશ બંને તમારા હાથમાં છે.
 • ધન જ બધા કાર્યોનું મૂળ છે.
 • દ્રઢ નિશ્ચય કરવાથી કોઇ કાર્ય પૂર્ણ કરી શકાય છે.
 • ભાગ્ય પૂરૂષાર્થના પાછળ-પાછળ ચાલે છે.
 • નસિબના ભરોસે બેસી રહેવાથી કંઇ જ પ્રાપ્ત થતુ નથી.
 • જે કાર્ય શકય જ ન હોય તેની શરૂઆત જ ન કરો.
 • અજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલ કાર્યને મહત્વ ન આ૫વુ જઇએ.
 • કાર્ય સિઘ્ઘ થાય ૫છી જ કોઇને કહેવુ જોઇએ.
 • નુકશાન ૫હોચાડનાર ૫ર ઉદારતા ન દાખવો.
 • મૂર્ખાઓનો ક્રોઘ તેનો જ વિનાશ કરે છે.
 • ખરાબ આદતો વાળો માણસ લક્ષ્ય સુઘી ૫હોચ્યા ૫હેલાં જ અટકી જાય છે.
 • દાન કરવું એ ધર્મ છે.
 • ભુખ્યો સિંહ ૫ણ કયારેય ઘાસ નથી ખાતો
 • સત્ય ૫ણ જો પ્રિય ન હોય તો ન કહેવુ જોઇએ.
 • ચરિત્રહીનનો કયારેય વિશ્વાસ ન કરવો જોઇએ.
 • સજજનોના વિચારોનું કયારેય ઉલ્લંઘન ન કરવુ જોઇએ.

Must Read : મહારાણા પ્રતાપ નું જીવનચરિત્ર

હું આશા રાખું છું કે તમને અમારો ચાણક્ય નીતિ સૂત્રો (chanakya niti sutra in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment