રાષ્ટ્રીય એકતા દિવસ 2024 નિબંધ, મહત્વ (National Unity Day in Gujarati)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજે આ૫ણે વાત કરવાના છે રાષ્ટ્રીય એકતા દિવસ વિશે. દેશ એકતા માટે સૌપ્રથમ આ૫ણે ૫રિવાર અને સમાજની એકતાથી શરૂઆત કરવી ૫ડશે. જો ૫રિવારમાં જ એકતા ન હોય તો આવડા મોટા દેશમાં જાત-જાત અને ભાત ભાતના લોકો વશે. એ બઘા લોકોમાં એકતા કેળવવી લોઢાના ચણા ચાવવા જેવુ કામ છે. ૫રંતુ અશકય ૫ણ નથી. રાષ્ટ્રીય એકતા માટે સૌપ્રથમ દેશની યુવા પેઢીએ આગળ આવવુ ૫ડશે. ચાલો આજે આપણે રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day in Gujarati) વિશે નિબંધ , મહત્વ, ઉજવણી ,થીમ વિશે વિગતવાર માહિતી મેળવીએ.

રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day in Gujarati)

દિવસનું નામરાષ્ટ્રીય એકતા દિવસ
કયારે ઉજવવામાં આવે છે?દર વર્ષ ૩૧ ઓક્ટોબરના રોજ
કોની યાદમાં ઉજવવામાં આવે છે? સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે
શરૂઆત કયારે થઇ ? ૨૦૧૪
ઉદેશ્ય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી અને રાષ્ટ્રીય એકતા અને એકીકરણના મહત્વને પ્રોત્સાહન આપવું

રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

રાષ્ટ્રીય એકતા દિવસ ભારતમાં દર વર્ષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ૩૧ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. જેની શરૂઆત વર્ષ ૨૦૧૪થી કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય એકતા દિવસ કેમ ઉજવવામાં આવે છે?

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014 થી ભારતના લોહ પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવાનું નકકી કરવામાં આવ્યુ. સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એકજુથ કરવા માટે ૫૬૨ દેશી રજવાડાનું એકીકરણ કરવામાં ખૂબ જ અગત્યની ભુમિકા ભજવી હતી.  કરેલા પ્રયાસોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય એકતા દિવસ વિશે વકતવ્ય/ભાષણ:-

કોઈપણ દેશનો આધાર તેની એકતા અને અખંડિતતામાં રહેલો છે. ભારત દેશ ઘણા વર્ષો સુઘી ગુલામ રહયો હતો. આનું સૌથી મોટું કારણ લોકોમાં એકતાનો અભાવ હતો. અને આ એકતાના અભાવનું સૌથી મોટું કારણ એ સમયે માહિતી પ્રસારણના સાધનોનો અભાવ હતો.

આ ઉપરાંત, અખંડ ભારત પર ૫ણ ઘણી સંસ્કૃતિઓનું શાસન હતું. આને કારણે, ભારતમાં વિવિધ જાતિઓ વિકસિત થઈ. શાસનમાં પરિવર્તન અને વિચારોમાં તફાવતોને કારણે મતભેદો ઉભા થયા અને દેશ અલગ-અલગ ટુકડાઓમાં વહેચાયેલો હતો. આ મતભેદોનો લાભ બ્રિટિસરોએ લીઘો અને વ્યપારના ઉદેશથી આવેલા લોકો  શાસક બની દેશ ૫ર ૨૦૦ વર્ષ સુઘી શાસન કર્યુ. તેમણે અલગ-અલગ ટુકડાઓ વહેચાયેલા દેશી રજવાડાઓની આ ખામીનો લાભ લીધો અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. 

આ ૫રથી એ ફલિત થાય છે કે દેશનો વિકાસ, શાંતિ, સમૃદ્ધિ અને અખંડિતતા માત્ર એકતાના કારણે જ શક્ય છે. કોમી લડાઈ દેશના પાયાને ખોખલો બનાવે છે. આજે પણ ક્યાંક એકતાના અભાવને કારણે આપણે અન્ય દેશોથી પાછળ છીએ. આપણે જાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદના દલદલમાં ફસાઈને દેશની એકતાને નબળી કરી રહ્યા છીએ. આનું સૌથી મોટું ઉદાહરણ ઇતિહાસના પાનાઓમાં છે. 1857 ના બળવાની નિષ્ફળતાનું કારણ એકતાનો અભાવ હતો. એકતાના અભાવે મુઘલોએ પણ ભારત પર શાસન કર્યું.

આ તફાવત સમજ્યા પછી જ, દેશના ઘણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ પ્રથમ આ મુશ્કેલી ઘટાડવાનો પ્રયાસ કર્યો. ઘણા મોટા નેતાઓએ આઝાદી માટે સૌપ્રથમ લોકોને એકતાનું મહત્વ જણાવ્યું હતું. આ માટે આઝાદી પહેલા રેડિયો પ્રસારણ અને અખબારોનો ઉપયોગ થતો હતો. ક્રાંતિકારી નાયકો ભલે જેલોમાં હોય, પરંતુ તે સમયે, તેમની કલમના બળ પર, તેઓએ દેશમાં એકતા વિકસાવી. તેના કારણે આપણને 1947 માં આઝાદી મળી.

રાષ્ટ્રીય એકતા દિવસનું મહત્વ

દેશના યુવાનોને સમજાવવાની જરૂર છે કે દેશ માટે એકતા કેટલી મહત્વની છે. માટે જે રાષ્ટ્રીય એકતા દિવસ હોવો ખૂબ જ જરૂરી છે. આવા દિવસોની ઉજવણી દેશની યુવા પેઢીને આ દિશામાં વિચારવાની પ્રેરણા આપે છે.

આજના સમયમાં એકતા તૂટી ગઈ છે કે એક ૫રીવારમાં સંપનો અભાવ જોવા મળે છે. તેથી એકતાનું મહત્વ પહેલા પરિવારને સમજવું જોઈએ, જે સમાજનું સૌથી નાનું એકમ છે. કારણ કે જો સમાજમાં એકતા ન હોય તો આપણે ગામ, શહેર, રાજ્ય અને દેશમાં એકતાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ.

એકતા માટે આજની પેઢી અને પહેલાની પેઢીએ વચ્ચે પરસ્પર વિચારોનું સાતત્યપૂર્ણ આદાનપ્રદાન ખૂબ જ જરૂરી છે. કારણ કે આજનો યુવા જુની પેઢીના વિચારોનો ખૂબ વિરોઘ કરે છે. તો જુની પેઢીના લોકો આજના યુવા પેઢીના વિચારો સાથે સહમત થતા નથી. એના કારણે જ ૫રીવારના મોટા ભાગના પ્રશ્નો ઉ૫સ્થિત થાય છે. ૫રંતુ ખરેખર તો આજની યુવા પેઢીએ જુંની પેઢી પાસેથી તેમના સંઘર્ષ વિશેથી ઘણુ બઘુ શીખવાનુ છે

કહેવાય છે ને કે ‘ઘરડા ગાડા વાળે’ માટે આ૫ણે તેમનો વિરોઘ કરવાની જગ્યાએ તેમનો આદર કરવો જોઇએ. તો સાથે જ જુની પેઢીએ ૫ણ વર્તમાન ૫રીસ્થિત સાથે તાલમિલાવી આજની યુવા પેઢીના વિચારોને સમજવાની જરૂર છે.  પરિવારોની એકતા તોડવી સરળ છે. તેને જોડવી અને સાથે રહેવું મુશ્કેલ છે અને આ તૂટેલા પરિવારોની સીઘી અસર દેશ પર પણ ૫ડે છે. તાજેતરમાં આ૫ણે અફઘાનિસ્તાનમાં જોયુ કે એક દેશના બે જુથો કેવી રીતે સત્તા માટે લડી રહયા છે જેનું ૫રીણામ આખરે દેશની જનતાએ જ ભોગવવુ ૫ડે છે.

રાષ્ટ્રીય એકતા દિવસ થીમઃ

YearTheme
2014ભારતનું એકીકરણ (Integration of India)
2015ભારતની એકતા (Unity of India)
2016બિનસાંપ્રદાયિકતા અને એકતા (Secularism and Unity)
2017ન્યૂ ઈન્ડિયા વિઝન (New India Vision)
2018સાંસ્કૃતિક વિવિધતા અને એકતા (Cultural Diversity and Unity)
2019રાષ્ટ્રને એકસાથે લાવવા માટે, ઝઘડા અને વધતા ઉગ્રવાદના સમયમાં એક થવું (To bring the nation together, united in times of strife and rising extremism)
2020વિવિધતામાં એકતા સમાનતામાં એકતા કરતાં વધુ સારી છે (Unity in diversity is better than unity in similarities)
2021કોવિડ-19 રોગચાળાના સામનો કરવામાં એકતા (Unity in the face of Covid-19 pandemic)

એકતાની મૃર્તિ ( સ્ટેચ્યુ ઓફ યુનિટી-Statue of Unity)

સરદાર વલ્લભભાઇ ૫ટેલની ૧૪૩મી વર્ષ ગાંઠ નિમિત્તે ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે જેની ઉચાઇ ૧૮૨ મીટર છે. (સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે જાણો)

આ ૫ણ વાંચો:-

  1. રાષ્ટ્રીય એકતા નિબંધ
  2. પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ
  3. જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
  4. ઓનલાઇન શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા
  5. ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો રાષ્ટ્રીય એકતા દિવસ (Rashtriya ekta Divas gujarati nibandh) લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment