Advertisements

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 | વિશ્વ મહિલા દિવસ નિબંધ

કુદરતની અદ્વીતીય રચના એટલે નારી

સ્ત્રી ની વ્યાખ્યા તો થાય જ શી રીતે ! 

ચિત્રકાર ચિત્રની ન શકે , લેખની લખી ન શકે 

કલ્પનાથી કલ્પી ન શકાય , શબ્દોના સાગર માં સમાવી ન શકાય 

એ જ સ્ત્રી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિબંધ

લેખક:- ચૌધરી હિરેનકુમાર શંકરભાઇ, શિક્ષક, પ્રા. શા.ડુંગરગામ તા,વ્યારા જી,તાપી

8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ United Nations Organisation (UNO) અર્થાત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાની શક્તિને ઉજાગર કરવા, તેની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા આ દિવસ ઉજવાય છે. સ્ત્રી એ ઘણા બધા ગુણોથી અલંકૃત છે.જ્યારે એ સહનશીલ છે તો અવની છે, ક્રોધિત છે તો અગ્નિ છે.

સ્ત્રી એ આ પૃથ્વી ઉપર માતા, પત્ની, ભગની, દીકરી ના પાત્ર સ્વરૂપે આપણી સમક્ષ તેના કર્તવ્યોનું પાલન કરે છે. માટે જ તેના વિશે સુંદર વાક્ય કહેવાયું છે ”નારી તું નારાયણી”

Must Read : નારી તું નારાયણી નિબંધ

હવે આ બદલાતા સમયમાં પ્રશ્ન એ છે કે શું તેને યોગ્ય માન-સન્માન કે તેના અધિકાર મળે છે? આપણા સભ્ય ગણાતા સમાજમાં તેનું સ્થાન ક્યાં છે? તેના બલિદાન અને ઉપકારને આપણે કઈ રીતે મૂલવીએ છીએ? આપણે આ બાબતે અવશયપણે ચિંતન કરવું રહ્યું. આ મુદ્દા ઉપર સંશોધન કરવું જોઈએ એમ તો ના કરી શકાય, માત્ર ને માત્ર સ્ત્રીએ આપણને શું આપ્યું અને આપણે તેને શું આપ્યું આટલા વિચારમાંથી જવાબ મળી જશે. આપણે તેને કયા માપદંડોથી મૂલ્વીએ છીએ ! સમાજે મહિલા માટે એક માનસિકતા બાંધી લીધી છે અને તે જ માનસિકતા અનુસાર તેને જુએ પણ છે.

સમાજ માટે જરૂરી છે કે તેની અસીમ શક્તિને, એના અદમ્ય સાહસને પારખી તેને પ્રોત્સાહિત કરે. સાચું જ લેખકે લેખ કર્યો….

Little girls with dreams

Become women with vision.

Must Read : દીકરી ઘરનો દીવો નિબંધ

પ્રાચીનકાળમાં મહિલાનું માહાત્મ્ય અને પદ :-

સમગ્ર વિશ્વમાં ભારતવર્ષની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ વિખ્યાત છે. પ્રાચીન સમયથી જ સ્ત્રીને દેવી નો દરજ્જો આપવામાં આવ્યો છે. ગ્રંથોમાં લખાયું છે ”यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता” અને શા માટે ન હોય, આપણે તેમ લોકોકિત છે કે જો સ્ત્રી ધાર્યું કરે તો યમરાજ પાસેથી પણ પતિના પ્રાણ છોડાવે. શાસ્ત્રોનુંસાર સતી સાવિત્રી નું વર્ણન છે જેમણે યમદેવ ને પોતાની વાક્છટાથી વિવશ કરી તેમના પતિના પ્રાણ છોડાવ્યા હતા. પત્ની ધર્મ નિભાવવા દેવી સીતાએ રાજમહેલનું સુખ-વૈભવ ત્યજીને વનવાસ સ્વીકાર્યો હતો. અહી સ્ત્રીના ત્યાગ ધર્મ૫રાયણતાનો પરિચય થાય છે. ત્યાં જ મહાભારતમાં અપમાનિત થયેલી દ્રોપદી કૌરવોના નાશનું કારણ બને છે.

આપણા સુસભ્ય ધર્મને શું કહીશું જેને કારણે દેવી અહલ્યાએ શા૫ભોગિત થવું પડ્યું. શું દેવીનો નજીવો પણ દોષ હતો? શા માટે ઋષિએ તેમને શ્રાપ આપ્યો એને પુરુષ પ્રધાન સમાજ જ કહેવાયને? ધ્યાન રાખવું રહ્યું કે સ્ત્રી સહનશીલ છે તો એ બીજાને સહન કરવાની ક્ષમતા પણ રાખે છે.

Must Read : માતૃપ્રેમ નિબંધ

મહિલાનું શિક્ષણ અને સશક્તિકરણ

તાજેતરની સ્થિતિ જોતા 100% ન કહી શકાય છતાં બદલાવ જોવા મળે છે. એમ કહી શકાય કે હવે મહિલા સ્વયં પોતાના તેમજ મહિલા જાત પ્રત્યે સભાન થઈ છે. તે જાતે જ અનુભવી રહી છે કે સમગ્ર મહિલાઓ નું સ્થાન કે આલેખ સ્તમ ઊંચો લાવવો હશે તો તેણે શિક્ષિત અને સશક્ત તો થવું જ પડશે. અને તે તેમાં પાર પડતી જણાય આવે છે. આજે મહિલા શિક્ષણ મેળવવા જિજ્ઞાસુ છે. પુરુષોની બરોબરી કરી રહી છે અથવા તો તેથીય આગળ વધી છે.

સરકાર પણ આ સ્ત્રી શિક્ષણ પર ભાર આપે છે. આજે એવું કોઈ ક્ષેત્ર નથી જ્યા મહિલાઓ પોત ન પ્રકાશયુ હોય. ખૂબ જ આવશ્યક છે કે મહિલા શિક્ષિત હોય. આ સમયે સારો સુવિચાર સ્મરણમાં આવે છે ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે છે’ અહીં આપણે ચિંતન કરવું રહ્યું કે આ વાક્ય માત્ર માતાને સંબોધિત છે. જો મહિલા સુશિક્ષિત હશે તો ‘સોનામાં સુગંધ ભળે’

Must Read : બેટી બચાવો બેટી પઢાવો નિબંધ

મહિલાને શિક્ષિત કરવા માટે અનેક પરિબળો અવરોધરૂપ છે. બાળલગ્ન, ઘૂંઘટ પ્રથા જેવા ઘણા અવરોધો છે. આપણે એક વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરવા જઇ રહ્યા છે તો અચૂક પણ યાદ રાખીએ કે આ બધા પ્રશ્નો ફક્ત ઓછા થયા છે, સંપૂર્ણપણે નાબૂદ નથી થયા. ઘણી એવી મહિલા છે જે અત્યંત પ્રભાવશાળી હોવા છતાંય આવા રીતરિવાજો ને કારણે કયાં તો ભણી નથી શકતી અથવા તો પોતાની પ્રતિભા કેદ થઇ રહેલી અનુભવે છે.

નવા યુગને પડકાર આપતી મહિલા:- 

A woman is like a tea bag; you can’t tell how strong she is until you put her in hot water – eleanor roosevelt

મહિલાની ક્ષમતા આજે કયા ક્ષેત્રમાં નથી? ઘરમાં વેલણ પકડતી મહિલા આજે હાથમાં હાઇટેક વે૫ન્સ પકડીને દેશની સુરક્ષામાં ખડે ૫ગે તૈનાત છે. અંતરિક્ષમાં ઓજસ પાથરતી કલ્પના ચાવલા, રેસલિંંગ ની રાણી ગીતા ફોગાટ, પોલીસ પાવરનો પરચો બતાવતી આઈપીએસ કિરણ બેદી, ન્યાયલયની નારી ન્યાયાધીશ જસ્ટિસ ફાતિમા બીબી, ઇંગલિશ ખાડીનો ઇગો ઉતારતી આરતી સાહા.

”કદમ અસ્થિર હોય જેના, તેને રસ્તો નથી જડતો 

અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો”

દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ પોતાના અદમ્ય સાહસ અને ઉચ્ચાકાંક્ષા વડે અપંગ હોવા છતાં અરૂણીમા સિન્હાએ બરફ આચ્છાદિત માઉન્ટ એવરેસ્ટ સર કરી બતાવ્યુ.

મહિલાઓને અદભુત સિદ્ધિઓ,  અદમ્ય સાહસ અને તેમની ઉચ્ચાકાંક્ષાને નતમસ્તક વંદન

આ ૫ણ વાંચો:- જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (international women’s day essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

Leave a Comment