Advertisements

ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય | Gijubhai Badheka in Gujarati

Advertisements

બાળકો માટે કામ કરનાર અને વકીલ હોવા છતાં વકીલાત છોડીને શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવનાર બાળકોની ‘મૂછાળી મા’નું બિરુદ જેમને મળ્યું છે એવા શ્રી ગિજુભાઈ બધેકા વિશે આજે આ૫ણે વિગતે ૫રીચય મેળવીએ. ગિજુભાઈ બધેકા ‘વિનોદી’ અને ‘બાળકોનાં બેલી’ તરીકે પણ જાણીતા હતા. 

ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય (Gijubhai Badheka in Gujarati)

પુરુ નામ :-ગિરજાશંકર ભગવાનજી બધેકા
ઉ૫નામમૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી
જન્મ તારીખ :-15 નવેમ્બર 1885 (બાળવાર્તા દિન)
જન્મ સ્થળ :-અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે
પિતાનું નામ :-ભગવાનજી બધેકા
માતાનું નામ :-કાશીબા
૫ત્ની નું નામ :-પ્રથમ પત્ની હીરાબેન, બીજા ૫ત્ની જરીબેન
સંતાનો :-પુત્ર – નરેન્દ્ર
વ્યવસાય :-વકીલાત, શિક્ષણ-કેળવણી
પુરસ્કારોરણજિતરામ સુવર્ણચંદ્રક ‍(૧૯૩૦‌)
મૃત્યુ૨૩ જૂન  1939  (પક્ષાઘાતનાં હુમલાથી)

જન્મ અને તેમનું કુટુંબ:-

તેમનુ પૂરું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા હતું.  ગિજુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બર 1885નાં રોજ સૌરાષ્ટ્રનાં અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે થયો હતો. તેમની માતાનું નામ કાશીબા હતું. ગિજુભાઈએ બે લગ્નો કર્યા હતા. તેમની પ્રથમ પત્ની હીરાબેન હતાં જેમની સાથે તેમણે ઈ. સ.1902 માં લગ્ન કર્યા હતા જ્યારે તેઓ માત્ર સત્તર વર્ષના હતા. પરંતુ હીરાબેનનું અવસાન નાની ઉંમરે થયું અને પછી તેમણે ઈ. સ. 1906માં જરીબેન સાથે લગ્ન કર્યા, જેમનાં થકી ઈ. સ. 1913માં તેમને એક પુત્ર – નરેન્દ્ર થયો હતો.

અભ્યાસ:-

તેમનું પ્રાથમિક શિક્ષણ તેમનાં દાદાના ગામ વલ્લભીપુરમાં થયું હતું. ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેઓ ભાવનગર ગયા હતા. ત્યાં મેટ્રીકનો અભ્યાસ પૂર્ણ કરી ત્યાંની શામળદાસ કૉલેજમાં દાખલ થયા. પરંતુ સંજોગોવસાત તેઓ પોતાનો કૉલેજનો અભ્યાસ પૂરો કરી શક્યા નહીં. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ઘરમાં મદદ કરવા માટે ઈ. સ. 1907માં તેઓ ધંધાર્થે આફ્રિકા ગયા. પરંતુ અઢળક કમાણી કરવાને બદલે ત્યાંથી ઈ. સ. 1909માં ભારત પરત ફર્યા.

Must Read : મારી શાળા નિબંધ

આફ્રિકામાં તેઓ એસ.પી. સ્ટીવન્સને મળ્યા. એક વકીલ કે જેમણે ગિજુભાઈ બધેકાને આત્મનિર્ભરતાની જરૂરિયાત પર પ્રભાવિત કર્યા. તમારા સિવાય કોઈના પર નિર્ભર રહેવાનો સંપૂર્ણ ઈન્કાર – અને સ્ટીવન્સે તેમના જીવનમાં દૈનિક ધોરણે આનો અમલ કર્યો. ગીજુભાઈ માટે આશ્ચર્ય એ વાતનું હતું કે સ્ટીવન્સે કઈ રીતે કોઈના પર આધાર રાખ્યા વિના પોતાનું જીવન બનાવ્યું અને તે શક્ય હતું, હકીકતમાં આનંદદાયક, વસ્તુઓને આકૃતિ કરવી અને એકલા હાથે કામ કરવું.

વ્યવસાય:-

ઈ. સ. 1910માં તેઓ મુંબઈ વકીલાતનું ભણવા ગયા અને ઈ. સ. 1913થી ઈ. સ. 1916 સુધી તેમણે વઢવાણ જીલ્લા હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરી. વકીલાતમાં તેઓ સફળ પણ થયા હતા. આ માટે કહેવાય છે કે તેમના મામા હરગોવિંદ પંડ્યા અને તેમની માતાનો મોટો ફાળો હતો.

પુત્ર જન્મ અને શિક્ષણમાં ગિજુભાઈનું પદાર્પણ:-

27 ફેબ્રુઆરી 1913નાં રોજ તેમનાં પુત્ર નરેન્દ્રનો જન્મ થયો. તેમણે તે સમયનું ધૂળિયું શિક્ષણ જોયું હતું. બાળકને કમને તેનાં માતા પિતા સ્કૂલે મૂકી આવતાં હતાં.ગિજુભાઈ બધેકા પણ બધા માતા-પિતાની જેમ તેમનો પુત્ર પણ જીવનભર સુખી, સલામત અને આરામદાયક રહે તેવું ઈચ્છતા હતા. તેને એ પણ સમજાયું કે તમામ માતા-પિતાએ તેમના બાળકોને શાળામાં લઈ જવા દબાણ કર્યું અને તે સમયની શ્રેષ્ઠ શાળાઓમાં શિક્ષકો હતા જેઓ માત્ર ભયથી કેવી રીતે ભણાવવું તે જાણતા હતા. ગિજુભાઈને લાગ્યું કે જો બાળકો સાથે આદરપૂર્વક વર્તન કરવામાં આવે અને પૂરતી અર્થપૂર્ણ શીખવાની તકો હોય તો કોઈ પણ બાળક શાળામાં આવવાને ધિક્કારશે નહીં. વાસ્તવમાં, તેઓ એવી જગ્યાએ રહેવાની રાહ જોશે જ્યાં ઘણા બધા બાળકો અને પુખ્ત વયના લોકો હોય જેણે તેમને તેમની આસપાસની દુનિયાને શોધવામાં મદદ કરી હોય. પોતાના પુત્રને ચીલાચાલુ નિશાળોની બદીથી તેઓ મુક્ત રાખવા માંગતા હતા. 

તેમના મિત્ર દરબાર ગોપાળદાસે તેમને વસોના મોતીભાઈ અમીનને મળવા સૂચવ્યું. મોતીભાઈએ તેમને મારિયા મૉન્ટેસોરીનાં પુસ્તકો વાંચવા આપ્યાં. આ પુસ્તકોના વાચનથી ગિજુભાઈ બધેકાને બાલકેળવણીનો સાચો રસ્તો મળ્યો ને તે કાયદાના વકીલને બદલે બાળકોના વકીલ બન્યા. મારિયા મોન્ટેસરી માનતાં હતાં કે દરેક બાળકમાં પ્રતિભા પહેલેથી હોય જ છે. એક પુખ્ત વયનાં વ્યક્તિએ એટલે કે શિક્ષકે માત્ર આ પ્રતિભા ઓળખી તેને બહાર લાવવાનું કામ કરવાનું હોય છે. એ વાત એટલી જ સાચી છે કે બધાં બાળકોને બધાં વિષયો પસંદ હોતાં નથી તેમજ આવડતા પણ નથી. એક શિક્ષકનું કામ છે કે બાળક એનાં વિષય પ્રત્યે  આકર્ષાય. આ માટે શિક્ષક પોતે જ પોતાનાં વિષયમાં સક્ષમ હોવો જોઈએ.

Must Read : ગાંધી જયંતિ – વિશ્વ અહિંસા દિવસ

તે સમયે ભારતમાં અંગ્રેજોનું રાજ હતું. પ્રાથમિક શિક્ષણ માટે પણ ઘોર ઉપેક્ષા થતી હતી, એવા સમયમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે ઉચ્ચ અભ્યાસની તો કલ્પના જ કરવી રહી. એ સમયે ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઝમઝમ’ સૂત્ર પ્રચલિત હતું, જે ગિજુભાઈને બિલકુલ પણ પસંદ ન્હોતું. તેઓ બાળકને મુકત મને ભણવા દેવાનાં પક્ષમાં હતા. આથી એમણે પોતાની રીતે જ કંઈક કરવાનું વિચાર્યું. 

13 નવેમ્બર 1916નાં રોજ ગિજુભાઈ ‘દક્ષિણામૂર્તિ’ સંસ્થામાં જોડાઈ ગયા, જ્યાં તેમની અંદર સૂતેલો કેળવણીકાર જાગી ઉઠ્યો. આ સંસ્થા તેમના મામા હરજીવન પંડ્યા તથા શામળદાસ કૉલેજના પ્રો. નૃસિંહપ્રસાદ ભટ્ટ દ્વારા સ્થાપવામાં આવી હતી. આ સંસ્થામાં ગિજુભાઈ જોડાયા બાદ ગુજરાતનાં શિક્ષણની દશા અને દિશા બદલાઈ ગયા હતા. ગિજુભાઈ બધેકા માનતા હતા કે બાળકોને શિક્ષકોનો સાચો પ્રેમ અને આદર મળવો જોઈએ. 

વિવિધ સંસ્થાઓ:-

દક્ષિણામૂર્તિ સંસ્થાનાં છાત્રાલયની સાથે સાથે હવે ઈ. સ. 1918માં ત્યાં કુમાર મંદિર શરુ થયું અને ગિજુભાઈ તેનાં આચાર્ય બન્યા. 1 ઓગસ્ટ 1920નાં રોજ રમાબહેન પટ્ટણીનાં હસ્તે બાલમંદિરનું ઉદ્ઘાટન થયું. ગિજુભાઈ નવું નવું વાંચતા જાય અને બાળકો માટે નવું નવું શોધતા જાય કે જેથી બાળકોને ભણવામાં મજા આવે. 

ત્યારબાદ ટેકરી પર આવેલું બાલમંદિર ઈ. સ. 1922માં કસ્તુરબાનાં હસ્તે ખુલ્લું મૂકાયું. ઈ. સ. 1936 સુધી ગિજુભાઈ આ સંસ્થા સાથે જોડાયેલ હતા. આજીવન સભ્યપદની તેમની સમય મર્યાદા પૂર્ણ થતા તેઓ સંસ્થાથી છૂટા થયા. તેમના બાળશિક્ષણની સેવાથી પ્રભાવિત થઈને ગગુજરાતનાં લોકોએ તેમને રૂપિયા અગિયાર હજાર ભેટ સ્વરૂપે આપ્યાં હતાં. આ સમગ્ર રકમ તેમણે બાળશિક્ષણ અને તેનાં વિકાસ માટે સંસ્થાને દાન કરી દીધી હતી.

ઈ. સ. 1925માં તેમણે ભાવનગર ખાતે એક મૉન્ટેસોરી કોન્ફરન્સ યોજી અને આ જ વર્ષે અધ્યાપન મંદિરની સ્થાપના કરી. ઈ. સ. 1928માં તેમણે અમદાવાદ ખાતે બીજી મૉન્ટેસોરી કોન્ફરન્સ યોજી જેનાં અધ્યક્ષપદે પણ તેઓ જ રહ્યા હતા.

ઈ. સ. 1930માં સત્યાગ્રહ ચળવળ દરમિયાન શરણાર્થિઓ સાથે કેમ્પમાં રહ્યા. ઉપરાંત સુરત શહેર ખાતે અક્ષરજ્ઞાન યોજનાની શરૂઆત કરી. 

ગિજુભાઈએ બાળકેળવણીની આખી વ્યાખ્યા જ બદલી નાંખી હતી. શાળામાં વર્ગખંડમાં પૂરાઈ રહેલા બાળકોને એમણે ખુલ્લા આકાશ નીચે મૂકી દીધાં. ગોખીને ભણતાં બાળકોને ખુલ્લી ક્ષિતિજ સામે જાતે જોઈને શીખતાં કર્યા. ભારતનું પ્રચલિત સૂત્ર ‘આચાર્ય દેવો ભવ:’ ને બદલીને એમણે ‘બાલદેવો ભવઃ’ કરી નાંખ્યું. 

Must Read : ગાંધીજીના જીવન પ્રસંગો

સો વર્ષથી ચાલી આવી રહેલી પરંપરાને બદલીને નવી પદ્ધતિ દાખલ કરવી એ ગિજુભાઈ માટે બહુ મોટો પડકાર હતો. પરંતુ એમના આ શિક્ષણયજ્ઞમાં ભાવનગરના રાજવી, નાનાભાઈ ભટ્ટ, પ્રભાશંકર પટ્ટણી, હરભાઈ ત્રિવેદી, મોંઘીબેન અને તારાબેન મોડક જેવાં શિક્ષણશાસ્ત્રીઓનો સાથ મળ્યો અને એઓ સફળતા મેળવતા ગયા. આ સૌએ મળીને ભાવનગરમાં શિક્ષણનું એક નવું જ વિશ્વ રચી દીધું. 

ગિજુભાઈ બધેકાએ ઈન્દ્રિયોની સંસ્કારિતા અને સર્જનાત્મકતા પર ભાર મૂક્યો હતો. તેમણે કલા, સાહિત્ય, સંગીત અને નાટકોને પણ શિક્ષણમાં સ્થાન આપ્યું જે મૉન્ટેસોરી પદ્ધતિમાં ન્હોતું. આ બધાંનાં સમાવેશને કારણે વર્ગનું વાતાવરણ જીવંત બનતાં બાળકો અભ્યાસમાં વધુ ધ્યાન આપતાં થયાં અને શાળામાં પણ જવા તૈયાર થયાં. 

અધૂરું સ્વપ્ન:-

ગિજુભાઈ બધેકાના જૂના મિત્ર પોપટલાલ ચૂડગરના અતિ આગ્રહથી તેમણે રાજકોટમાં અધ્યાપનમંદિર શરૂ કર્યું. તેમની ત્રણ ઈચ્છાઓ હતી – બાલવિદ્યાપીઠ(childern’s university)ની સ્થાપના, બાલજ્ઞાનકોશની રચના ,આત્મદર્શન. તેમની આ ત્રણ ઈચ્છાઓ ઈ. સ.1939માં તેમનું અવસાન થતાં અધૂરી રહી.

સન્માન:-

બાળકોની શિક્ષણ પદ્ધતિ અને બાળવિકાસ પાછળ પોતાની જીંદગી ખર્ચી નાખનાર ગિજુભાઈ બધેકાને ઈ. સ. 1930માં રણજિતરામ સુવર્ણચંદ્રક આપી તેમનું સન્માન કરાયું. 

ગિજુભાઈ બધેકાએ લખેલ પુસ્તકો:-

ગિજુભાઈ બધેકાએ કુલ 200 પુસ્તકો લખ્યાં હતાં. જેમાં તેમનું ‘દિવાસ્વપ્ન’ નામનું પુસ્તક સૌથી વધુ પ્રસિદ્ધિ પામ્યું હતું.

પુસ્તકોના નામપુસ્તકોના નામ
શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર (1925)આ તે શી માથાફોડ? (1934)
માબાપ થવું આકરૂં છેશિક્ષક હો તો (1935)
સ્વતંત્ર બાલશિક્ષણઘરમાં બાળકે શું કરવું?
મોન્ટેસરી પદ્ધતિ (1927) બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો
અક્ષરજ્ઞાન યોજનાકિશોર સાહિત્ય (1 – 6)
બાલ ક્રીડાંગણોબાલ સાહિત્ય માળા (25 ગુચ્છો)
બાલ સાહિત્ય વાટિકા (28 પુસ્તિકા)જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (1 – 10)
બાલ સાહિત્ય માળા (80 પુસ્તકો)ચિંતન – પ્રાસંગિક મનન (1932)
શાંત પળોમાં (1934)દિવાસ્વપ્ન
મહાત્માઓનાં ચરિત્રો (1923)કિશોરકથાઓ ભાગ – 1, 2 (1927, 1928)
રખડુ ટોળી ભાગ – 1, 2 (1929, 1933) લાલ અને હીરા
દાદાજીની તલવારચતુર કરોળિયો જેવાં પચીસ જેટલાં પુસ્તકો 
બાળસાહિત્યવાટિકા – મંડળ : 1માં અઠ્ઠાવીસ પુસ્તકો અને મંડળ : 2માં ચૌદ પુસ્તકો છે. ઈસપનાં પાત્રો – ગધેડા (1934), ઈસપકથા (1935), આફ્રિકાની સફર (1944) આવાં બીજાં ચોવીસ જેટલાં બાળપુસ્તકો 
બાળજીવનમાં ડોકિયું (1926)તોફાની બાળક (1929) 
શિક્ષણના વહેમો (1926)દવાખાને જાય ચાડિયો (1929) 
આગળ વાંચો – ચોપડી ભાગ – 1, 2, 3કેમ શીખવવું? (1935)
ચાલો વાંચીએ (1935) પેટલાદની વીરાંગનાઓ (1931)
સાંજની મોજોપ્રાસંગિક મનન (1932)
શાંત પળોમાં (1934)—-

  મૃત્યુ :- 

ઈ. સ. 1939નાં જૂન મહિનાની 23મી તારીખે પક્ષાઘાતનાં હુમલાથી બાળકોની આ મૂછાળી માની આંખો સદાય માટે બંધ થઈ ગઈ.

ગિજુભાઈ બધેકાનું યોગદાન ભારતીય પર્યાવરણને અનુરૂપ બાળશિક્ષણની પ્રણાલીની ઉત્ક્રાંતિ, શિક્ષકોની તાલીમ અને બાળકો માટે સાહિત્યની રચના હતી. મોન્ટેસોરી, ફ્રૉબેલ, ડાલ્ટન અને અન્યોની શૈક્ષણિક ફિલસૂફીમાંથી ઉદારતાપૂર્વક ઉધાર લેતા, તેમણે ભારતીય જરૂરિયાતોને અનુરૂપ સંગીત, નૃત્ય, પ્રવાસ, વાર્તા કહેવા અને આઉટડોર નાટકનું મિશ્રણ તૈયાર કર્યું. સ્વતંત્રતા અને પ્રેમ એ બે સિદ્ધાંતો હતા જેની આસપાસ સિસ્ટમ ફરતી હતી. શાળા ત્વરિત હિટ હતી. મહાત્મા ગાંધી કે જેઓ પોતે શિક્ષણ અંગે સ્પષ્ટ વિચારો અને મંતવ્યો ધરાવતા હતા, તેઓ ગીજુભાઈ બધેકાને ખૂબ પસંદ કરતા હતા. તેમણે જ ગિજુભાઈ બધેકાઈને ‘મૂછાળી મા’ અથવા મૂછોવાળી માતા કહીને બોલાવ્યા અને આજ સુધી આ નામ જ રહ્યું.

વર્તમાન વર્ષ એટલે કે ઈ. સ. 2021થી ગિજુભાઈ બધેકાનાં જન્મદિનને ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

આ ૫ણ વાંચો:-

  1. કબીર સાહેબનું જીવન ચરિત્ર
  2. સંત તુકારામનું જીવનચરિત્ર
  3. દુર્વાસા ઋષિ નું જીવનચરિત્ર
  4. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ
  5. આર્યભટ્ટ વિશે માહિતી

હું આશા રાખું છું કે તમને અમારો ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય (બાળવાર્તા દિન) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

1 thought on “ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય | Gijubhai Badheka in Gujarati”

Leave a Comment