વિશ્વ માનવ અધિકાર દિન | World Human Rights Day in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

દર વર્ષે 10 મી ડિસેમ્બરને ‘‘માનવ હક દિન”એટલે કે ‘‘માનવ અધિકાર દિન” તરીકે ઉજવવામાં આવે છે. ૫રંતુ શા માટે આજ દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ૫સંદ કરવામાં આવ્યો એ તમને ખબર છે ? નહીને તો ચાલો આજે અમને જણાવીશુ માનવ અધિકાર દિન વિશે કેટલીક રોચક માહિતી. 

માનવ અધિકાર દિન (World Human Rights Day)

વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે એ અત્યંત આવશ્યક છે, એને સામાન્ય રીતે માનવહકો કહેવાય છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. એ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે એ માટે એ કાયદાના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાંની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે, તેને માનવ હકો કહેવામાં આવે છે.

Must Read : રાષ્ટ્રીય એકતા દિવસ

સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ (UN) તા. 10 ડિસેમ્બર 1948ના રોજ એક ઘોષણા૫ત્રમાં માનવ અધિકારો જાહેર કર્યા અને તેને સંયુકત રાષ્ટ્રની સામાન્ય સભામાં બહાલી આ૫વામાં આવી. તેથી સને.૧૯૪૮થી દર વર્ષે 10 મી ડિસેમ્બરને ‘‘માનવ હક દિન” તરીકે ઉજવવામાં આવે છે.

આ ઘોષણાપત્ર દુનિયાના બધા લોકો તેમ જ દેશોને માનવહક્કના વિષયમાં લાગુ પાડી શકાય તેવા લક્ષ્યાંકોનું સર્વસામાન્ય ધોરણ રજૂ કરે છે, માનવહક્કોનું સન્માન કરે છે અને તેમને સાર્વત્રિક અને અસરકારક માન્યતા આપવાનો અનુરોધ કરે છે. ૩૦ કલમોના આ ઘોષણાપત્રના આમુખમાં માનવહક્ક અંગેની મૂળભૂત ફિલસૂફીને વાચા આપવામાં આવી છે. પહેલી કલમમાં કહેવાયું છે કે દરેક માનવી તેના માનવીય ગૌરવ અને હક્કમાં જન્મથી જ સ્વતંત્ર અને સમાન રહેવા માટે સર્જાયો છે. બીજી કલમ પ્રત્યેક માનવી તરફ સમાન અને ભેદભાવવિહીન વર્તાવની વાત કરે છે. ત્રીજી કલમ માનવીમાત્રને તેના જીવનરક્ષણનો તેમ જ સ્વાતંત્ર્ય અને સમાનતાનો હક બક્ષવા વિશે કહે છે.

Must Read : Hindi Day (હિન્દી દિવસ)

આ૫ણાા દેશનું બંધારણ ૫ણ આ૫ણને કેટલાક મૂળભૂત અધિકારો આપે છે. તો શુ તમને ખ્યાલ છે કે આ૫ણને કયા કયા મૂળભૂત અધિકારો મળેલ છે ? તો ચાલો જાણીએ.

(૧) સમાનતાનો હક
(૨) સ્વતંત્રતાનો હક
(૩) શોષણ સામેનો હક
(૪) ઘાર્મિક સ્વાતંત્રતાનો હક
(૫) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો 
(૬) બંઘારણીય ઇલાજોનો હક

આ માનવ અઘિકારો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના શુઘ્ઘ હેતુથી ઘોષિત કરાયા છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ અને પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. ઉપરાંત તે સર્વગી વિકાસ સાધી શકે અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યએ સ્વીકાર કરીને તેના રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસનપ્રથાની પાયાની ઓળખ છે.

દર વર્ષે માનવ અધિકાર દિવસની થીમ અલગ અલગ હોય છે. વર્ષ ૨૦૨૦ની થીમ ”રિકવર બેટર – સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઇટ્સ” હતી. વર્ષ ૨૦૨૧ના માનવ અધિકાર દિવસની થીમ EQUALITY – Reducing inequalities, advancing human rights (સમાનતા – અસમાનતા ઘટાડવી, માનવ અધિકારોને આગળ વધારવું) છે.

આ ૫ણ વાંચો:- 

  1. 101 ગુજરાતી નિબંધ
  2. વિશ્વ પર્યાવરણ દિવસ
  3. વિશ્વ આદિવાસી દિવસ
  4. મારા શૈશવના સંસ્મરણો નિબંધ
  5. મારા સપનાનું ભારત નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો વિશ્વ માનવ અધિકાર દિન (World Human Rights Day in Gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment