Advertisements

કોણ હતા ફિરોઝ ગાંધી, જેમની અટક વિવાદમાં છે? ઇન્દિરા ગાંધીને ‘ફાસીવાદી’ કેમ કહેવામાં આવ્યા?

વિધાનસભામાં રાષ્ટ્રપતિના અભિવાદન પર આભાર પ્રસ્તાવના જવાબમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ગાંધી પરિવાર દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની અટકનો ઉપયોગ શા માટે કરતું નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આના પર પલટવાર કરતા કહ્યું કે દેશના મોટાભાગના લોકો તેમના પિતાની અટકનો ઉપયોગ કરે છે. તેથી જ અમે અમારા પિતા અને દાદાની અટકનો પણ ઉપયોગ કરીએ છીએ.

રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધીએ તેમના પારસી પિતા જહાંગીર ફરદૂનની અટક છોડીને ગાંધી અટક અપનાવવા વિશે ઘણું કહેવા અને લખવામાં આવ્યું છે. શું છે હકીકતો ચાલો જાણીએ.

સૌથી પહેલા તો ચાલો એ જાણી લઇએ કે ફિરોઝ ગાંધીને “ગાંધી” અટક કેવી રીતે પડી? ઘણા પુસ્તકો કહે છે કે ઘાંડી એ પારસી ધર્મમાં ફિરોઝની અટક અથવા જાતિનું નામ હતું. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યા પછી, ગાંધીજીથી પ્રભાવિત થઈને તેમણે તેને “ગાંધી” બનાવી દીધી. તે જ સમયે, ઈન્દિરા ગાંધીના કાકી કૃષ્ણા હાથિસિંગે તેમના પુસ્તક ‘ઈન્દુ સે પ્રધાન મંત્રી’ના નવમા પ્રકરણમાં ફિરોઝની અટક પર પ્રકાશ પાડયો છે. તેમણે લખ્યું કે ફિરોઝની અટક ગાંધી હતી. તેને અપભ્રંસમાં ઘાંડી કહેવામાં આવતું હતું. તેનો સંબંધ તેમના પરિવારના વ્યવસાય સાથે સાાાથે છે. તેમણે લખ્યું છે કે જેઓ મોદી, પંસારી કે ગંધી તરીકે કામ કરે છે તેમને ગાંધી કહેવામાં આવે છે.

જાણો ઈન્દિરા ગાંધી અને ફિરોઝની પ્રેમ કહાની, જેણે ભારતીય રાજકારણનો ઈતિહાસ બદલી નાખ્યો.

આ એ સમયની વાત છે જ્યારે ફિરોઝ કોલેજમાં ભણતા હતા અને ઈન્દિરા સ્કૂલમાં ભણતા હતા ત્યારે આઝાદીની લડાઈ પુર જોશમાં ચાલુ હતી. ફોરોઝ કોલેજમાં અભ્યાસની સાથે આઝાદીની લડતમાં પણ ભાગ ભજવતા હતા. આ આઝાદીની લડાઇમાં ઇન્દિરા ગાંધીના માતાજી કમલા નહેરૂ એક દિવસ ધરણાના કાર્યક્રમ દરમિયાન અચાનક બેહોશ થઇ ગયા. ત્યારે ફરોજ ગાંધીએ તેમની સંભાળ્યા અને સારવાર કરાવી.

એટલુ જ નહી તેઓ તેેેેમની તબીયતના સમાચાર પુછવા માટે આનંદ ભવન છે નહેરૂ પરીવારનું ઘર છે ત્યાં પણ પહોચી જતા હતા. અને ત્યાં ઇન્દિરા અને ફિરોજની મુલાકાત થઇ અને બંને પરીવાર એકબીજા સાથે જોડાય બની ગયુ. ત્યારબાદ ફરોજ અને ઇન્દિરાની દોસ્તી થઇ ગઇ જે કયારે પ્રેમમાં તબદીલ થઇ એને કોઇને ખબર પણ ન પડી.

ઈન્દિરા પ્રિયદર્શિની નેહરુ અને ફિરોઝની લવસ્ટોરીને લગ્ન સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હતું, પંડિત જવાહરલાલ નેહરુ લગ્નની વિરુદ્ધ હતા, કારણ કે ફરોજ ગાંધીનો ધર્મ અલગ હતો અને ઉંમરમાં મોટો તફાવત હતો. ઘણી મુશ્કેલીઓ સામનો કર્યા પછી અંતે મહાત્મા ગાધીજીના હસ્તક્ષેપ બાદ જવાહરલાલ નહેરૂ માની ગયા અને અંતે ઈન્દિરા નેહરુને ફિરોઝ મળ્યા અને ફિરોઝને ઈન્દિરાની સાથે ‘ગાંધી’ અટક પણ મળી. અને ત્યારબાદ તો આપસૌ જાણો જ છો કે ઇન્દારા ગાંધી ભારતના પહેલા મહીલા વડાપ્રધાન બન્યા અને રાજકારણમાં ગાંધી પરિવારનું નામ રોશન કર્યુ.

Must Read:

Leave a Comment