બકરી વિશે નિબંધ | Goat Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

બકરી વિશે ગુજરાતી નિબંધ (Goat Essay in Gujarati) બકરીનું નામ આવે એટલે તમને ગાંંધીજીની યાદ આવી જાય. કારણે આપણા સૌના પ્રિય ગાંધી બાપુ બકરીનું દુધ પીતા હતા. આજના આર્ટીકલ્સમાં આપણે આ પાલતુ પ્રાણી બકરી વિશે નિબંધ લેખન કરીશુ.

બકરી વિશે ગુજરાતી નિબંધ (Goat Essay in Gujarati)

ભારતમાં ઘણા પા,લતુ પ્રાણીઓ ઉછેરવામાં આવે છે. જેમાં બકરી પણ એક છે. બકરી એક બહુઉપયોગી પાલતુ પ્રાણી છે. જેને દૂધના હેતુથી ઉછેરવામાં આવે છે.

બકરી એક નાનું પાલતુ પ્રાણી છે. તેની કિંમત અને ખર્ચ ઓછો છે. જેના કારણે દરેક પરિવાર બકરી પાળી શકે છે. તેની ઓછી કિંમતને કારણે માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મહત્તમ સંખ્યામાં બકરીઓ ઉછેરવામાં આવે છે.

તે શાકાહારી પ્રાણી છે. તેની 100 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. ભારતમાં તેની 20 પ્રજાતિઓ જોવા મળે છે. બકરીનું શરીર ખૂબ નાનું હોય છે.

બકરીનો કોઇ નિશ્ચિત રંગ નથી હોતો. તેનો રંગ કાળો, સફેદ, પીળો અને જાંબલી હોઈ શકે છે. બકરીના વાળ બજારમાં વેચાય છે. તેને ટોળામાં રહેવું ગમે છે.

બકરીને એક મોં, બે કાન અને ચાર પગ હોય છે. બકરીને સાંભળવાની ક્ષમતા ખૂબ સારી હોય છે. બકરીને એક ટુંકી પૂંછડી છે. તેને બે આંચળ છે. જેના વડે તે દૂધ આપે છે.

બકરી વૃક્ષોના સૂકા પાંદડા, છોડની ડાળીઓ, અને ઘાસ-ચારો ખાય છે. ઉત્તર-ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં મોટા પ્રમાણ ધેટા-બકરાનો ઉછેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં બકરીઓ થુઅર કે ખેજડીના સુકા પાનનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

બકરી ખૂબ જ શાંત સ્વભાવનું પાલતુ પ્રાણી છે. બકરી રોજનું ૨ થી ૫ લીટર દુધ આપે છે. બકરી માત્ર એક એવુ પ્રાણી છે જે દિવસના કોઇ પણ સમયે દુધ આપે છે. બીજા દુધાળા પ્રાણીઓ દિવસમાં માત્ર બે ટાઇમ (સવાર-સાંજ) દુધ આપે છે. (ખાસ વાંચો-ગાય વિશે નિબંંધ)

ગામડાના ખેડૂતો મોટાભાગે બકરીઓ પાળે છે. ખેડૂતો માટે તે તેમની આજીવિકાનું સાધન બની ગઈ છે. આ એક ખૂબ જ ઉપયોગી પાલતુ છે. તે વર્ષમાં બે વાર બચ્ચાને જન્મ આપે છે. બકરીના બચ્ચાને લવારૂ કહે છે. તે એક વારમાં ૧ થી ચાર-પાંચ બચ્ચાને પણ જન્મ આપે છે. તેના બચ્ચાની સંખ્યા નિશ્ચિત નથી.

બકરીના દૂધનો ચા ખૂબ જ સરસ બને છે. ગામડામાં ચા પીવાનું ધોરણ વધારે હોય છે. દરેક વ્યક્તિ ચા પીવે છે. તેથી જ મોટાભાગના લોકો આ હેતુ માટે પણ બકરી પાળે છે. મૃત્યુ પછી પણ બકરીઓ આપણા માટે ઉપયોગી છે. તેના શિંગડા અને ચામડી ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

બકરી દિશે 10 વાકયો (10 lines on Goat in Gujarati):-

  • બકરી એ સમગ્ર વિશ્વમાં જોવા મળતું સામાન્ય પાલતુ પ્રાણી છે.
  • બકરી શાકાહારી છે તે ઘાસ-પાનડા વગેરે ખાઈને પેટ ભરે છે.
  • આ ખૂબ જ શાંત સ્વભાવના પ્રાણી છે.
  • સમગ્ર વિશ્વમાં બકરીની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
  • બકરીઓ વિવિધ રંગો અને કદમાં જોવા મળે છે.
  • બકરીને ચાર પાતળા પગ, બે આંખો, બે મોટા કાન, બે નાના શિંગડા અને એક નાની પૂંછડી છે.
  • બકરીઓના આખા શરીર પર જાડા વાળ હોય છે, આ વાળ તેમને હવામાનમાં થતા ફેરફારો, જેમ કે ઉનાળામાં સૂર્યની ગરમી અને શિયાળામાં ઠંડીથી રક્ષણ આપે છે.
  • બકરીનું દૂધ ખૂબ જ ઉપયોગી છે, તેનું દૂધ ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે.
  • નવજાત શિશુ માટે બકરીનું દૂધ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
  • બકરીના દૂધનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે પણ થાય છે.

ખાસ વાંચો વાંચોઃ-

હું આશા રાખું છું કે તમને બકરી વિશે ગુજરાતી નિબંધ (Goat Essay in Gujarati) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી મા

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment