કબૂતર વિશે નિબંધ |Pigeon Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

કબૂતર વિશે નિબંધ (Pigeon Essay in Gujarati) કબૂતર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ આદિ-અનાદિ કાળથી ચાલ્યો આવે છે. કારણ કે વિશ્વમાં જ્યારે ટેક્નોલોજીનો એટલો વિકાસ થયો ન હતો ત્યારે કૂબુતર આપણા માટે સંદેશાવ્યવહારનું મુખ્ય સાધન હતા. રાજા રજવાડા વખતે કબૂતરને ખાસ તાલીમ આપી તૈયાર કરવામાં આવતા હતા. આવી રીતે ધણા સમય સુધી કબૂતરનો ઉપયોગ એક મેસેજરના રૂપમાં થયો હતો.

એક જમાનામાં જયારે આવા સોશીયલ મીડીયાના સાધનોનો વિકાસ નહોતો થયો ત્યારે લોકો પ્રેમ પત્રો પણ કબૂતર મારફત મોકલતા હતા. તે સમયે આ માધ્યમ ટ્રેન્ડમાં હતું. કબૂતરે આ માટે કોઈ ચાર્જ વસૂલ્યો ન હતો, એટલે કે વિશ્વની પ્રથમ ફ્રી મેસેજિંગ સર્વિસ કબૂતરની એક ખાસ પ્રજાતિ દ્વારા શરૂ કરવામાં આવી હતી.અકબર બાદશાહ પાસે સંદેશાવહન માટે 20,000 કબૂતરો હતાં. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં પણ સંદેશાવાહક તરીકે કબૂતરનો ઉપયોગ થતો હતો.

કબૂતર વિશે નિબંધ (Pigeon Essay in Gujarati)

કબૂતર દુનિયાના ખૂણે ખૂણે જોવા મળતું પક્ષી છે. સવારના શાંત વાતાવરણમાં ઘુટર-ઘુ કરતા આ પક્ષીની ઘણી પ્રજાતિઓ આજે પણ વિશ્વમાં મોજૂદ છે, જેઓ વિવિધ કદ ધરાવે છે.

કબૂતર એક ભોળુ પક્ષી ગણાય છે. તે ખૂબ જ શાંત સ્વભાવનું પક્ષી છે. મોટાભાગે કબૂતરો ટોળામાં જોવા મળે છે. કબૂતરમાં સ્થળ અને રસ્તો ઓળખવાની કળા ગજબની હોય છે, જેના કારણે તે કોઇ પણ સ્થળે જવાનો રસ્તો એક જ વારમાં યાદ રાખી લે છે. કબૂતર આકાશમાં ખૂબ જ ઊંચે સુધી ઉડી શકે છે.

Must Read: મોર વિશે નિબંધ

કબૂતરની સાંભળવાની ક્ષમતા ખૂબ જ ઊંચી હોય છે, તે ઓછી આવર્તનવાળા અવાજો પણ સરળતાથી સાંભળી શકે છે જેથી કરીને તેઓ આવનારા તોફાન કે કુદરતી આફતોથી પોતાને બચાવી શકે છે.

કબૂતર દેખાવમાં ખૂબ જ સુંદર પ્રાણી છે. તે આછા રાખોડી કે સફેદ રંગના હોય છે. સવાર પડતાની સાથે ઘરના ચોગાનમાં કે આગાસી પર કબૂતરોનો મેળાવડો જામે છે. ખાસ કરીને બાળકોને કબૂતર સૌથી વધુ ગમતુ પ્રિય પક્ષી છે. આપણા સમાજમાં કબૂતરોને દાણા નાખવા એ પુણ્યનું કામ માનવામાં આવે છે. ગામે ગામ કબૂતરો માટે ચબૂતરા તથા પક્ષી ઘર પણ બનાવેલા જોવા મળે છે.

હાલમાં કબૂતરોની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે. મોબાઇલ ટાવરના રેડીએશન તથા વધતા જતા શહેરી કરણ અને ફેકટરીઓના ધુમાડાને કારણે તેમના સ્વાસ્થ્ય પર તેની માઠી અસર પડી રહી છે. એમાંય ખાસ કરીને મોટાભાગના પક્ષીઓના ધટાડાનુ મુળભુત કારણ મોબાઇલ ટાવરનું રેડીએશન માનવામાં આવે છે.

કબૂતર વિશે 10 વાકયોમાં માહિતી/નિબંધ

  1. સમગ્ર વિશ્વમાં અંદાજે કુલ 400 મિલિયન કબૂતરો છે.
  2. કબૂતર 6000 ફૂટ સુધી ઉચાઇ પર પણ સરળતાથી ઉડી શકે છે.
  3. કબૂતરની ઉડવાની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ હોય છે.
  4. કબૂતરોમાં સાંભળવાની અને જોવાની ક્ષમતા પણ માણસો કરતા ઘણી વધારે હોય છે. તે 26 માઈલ દૂરની વસ્તુઓ પણ જોઈ શકે છે. દૂરથી આવતા અવાજો પણ સમજી શકે છે.
  5. કબૂતરોનું આયુષ્ય સામાન્ય રીતે માત્ર 6 વર્ષ સુધીનું હોય છે, પરંતુ જો તેમનું યોગ્ય પાલન-પોષણ થાય તો તે ૧૦-૧૫ વર્ષ પણ જીવી શકે છે , તે 2000 કિલોમીટર સુધી તેનો રસ્તો ભૂલતુ નથી.
  6. કબૂતરોની પ્રજાતિમાં, નર અને માદા બંને કબૂતર બચ્ચાઓને દૂધ આપવા સક્ષમ છે.
  7. કબૂતરો અને માણસો વચ્ચેનો સંબંધ 5000 વર્ષથી વધુ જૂનો છે, તેઓ લાંબા સમય સુધી મનુષ્યનો ચહેરો યાદ રાખી શકે છે.
  8. કબૂતર એક શાંત અને ભોળુ પક્ષી છે.
  9. કબૂતર એક સમયે બે ઈંડા મૂકી શકે છે.

ખાસ વાંચો વાંચોઃ-

હું આશા રાખું છું કે તમને કબૂતર વિશે નિબંધ (Pigeon Essay in Gujarati) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment