[PDF] ડૉ. બાબાસાહેબ આંબેડકર નું જીવનચરિત્ર, શિક્ષણ, ઇતિહાસ, પુસ્તકો, નિબંધ (Dr Ambedkar History in Gujarati)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ડૉ. બાબાસાહેબ આંબેડકર એ બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદા પ્રધાન છે. ડૉ. ભીમરાવ આંબેડકર રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા.. તો ચાલો આ૫ણે ડૉ. બાબાસાહેબ આંબેડકર ના શિક્ષણ, ઇતિહાસ, પુસ્તકો, નિબંધ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

ડૉ. બાબાસાહેબ આંબેડકર નું જીવનચરિત્ર :-

પુરુ નામભીમરાવ રામજી સકપાલ
જન્મ તારીખ14 એપ્રિલ 1891
જન્મ સ્થળમહુ, ઈન્દોર, મધ્યપ્રદેશ (હાલમાં આંબેડકર નગર)
માતાનું નામભીમાબાઇ
પિતાનું નામરામજી માલોજી સકપાલ
પત્નીનું નામ:રમાબાઇ (પ્રથમ પત્ની), ડૉ.સવિતા (બીજા પત્ની)
મુત્યુ તારીખ6 ડિસેમ્બર 1956
મુત્યુ સ્થળદિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને

ડૉ. બાબાસાહેબ આંબેડકર એટલે કે ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. તે સમયે, આંબેડકરનું કુટુંબ કબીર પંથમાં માનતું હતું અને તેનો પરિવાર મરાઠી મૂળનો હતો, જે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અમ્બેદવે ગામની છે. ભીમરાવ આંબેડકરના પિતા રામજી સાકપાલ, ભારતીય સેનાના મહુ કેન્ટોમેન્ટમાં કામ કરતા હતા અને જ્યારે તેઓ અહીં નોકરી કરતા હતા, ત્યારે તેઓ સુબેદારના પદ પર પહોંચ્યા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા.

નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ 6 વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ તેમના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પુરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું.

Must Read: ગાંધીજીના જીવન પ્રસંગો

ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલીફન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી. મેટ્રિક પાસ થયા ભીમરાવના લગ્ન “રામી” નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી “રમાબાઈ” રાખ્યું. રમાબાઈનાં મૃત્યુ પછી તેમણે બીજા લગ્ન સવિતાબેન સાથે કર્યા હતા. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલીફન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.

સ્નાતક થયા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું. આ સમયે ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવે નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભીમરાવને ખુબજ દુ:ખ થયુ. આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા.

Must Read: સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર

અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે ‘પ્રાચીન ભારતીય વ્યાપાર’ વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે ‘બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ’ વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી. ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઈંગ્લેન્ડ ગયા, અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું.

ડૉ. બાબાસાહેબ આંબેડકર

ઈંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઈ શક્યા નહિ. વડોદરા છોડીને ઈ. સ. ૧૯૧૮માં તેઓ મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઈંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો.

ઈ. સ. ૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા. આ જ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ “રૂપિયાનો પ્રશ્ન” એ વિષય ઉપર લંડન યુનિવર્સીટીએ “ડૉક્ટર ઓફ સાયન્સ”ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમણે ભારત પાછા ફરવું પડ્યું. ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ ડૉ. આંબેડકર “સાયમન કમિશન” સમક્ષ અછૂતોના પ્રાણપ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આ જ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. ૧ જૂન ૧૯૫૨એ તેઓ ન્યુયોર્ક ગયા અને ૫ જૂન ૧૯૫૨ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ એવી “ડોક્ટર એટ લો”ની પદવી આપી. ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને “ડોક્ટર ઓફ લીટરેચર” ની ઉચ્ચ પદવી આપી.

Must Read: ભારતનો ગણતંત્ર દિવસ

૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું.

ડૉ. બાબાસાહેબ આંબેડકરને મળેલ માન સન્માન અને એવોર્ડ્સ:

Bodhisattva (1956), Bharat Ratna (1990), First Colombian Ahead of Their Time (2004), The Greatest Indian (2012)Ambedkar’s Political Party: Scheduled Caste Federation, Independent Labor Party, Republican Party of India. ભારત સરકાર દ્વારા 1990માં દેશનું સર્વોચ્ચ સન્માન એવું ભારત રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશથી ઈકોનોમિક્સમાં ડોકટરેટ (પીએચ.ડી.) ની ડિગ્રી મેળવનારા પ્રથમ ભારતીય હતા. ડૉ. આંબેડકરના સ્મારક સ્થળનું નામ ચૈત્ય ભૂમિ છે, જે મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલ છે. નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો.અમર્ત્ય સેન ડૉ. બી.આર. આંબેડકરને અર્થશાસ્ત્રમાં પોતાનો પિતા માનતા હતા. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી “ડોક્ટર ઓફ સાયન્સ” નામની ડિગ્રી પ્રાપ્ત કરનાર બાબાસાહેબ વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.

વિશ્વનાં ઘણાં બધાં ધર્મોનો તેમણે અભ્યાસ કર્યો છે. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘હું હિંદુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત ન્હોતી, પણ હું હિંદુ ધર્મમાં રહીને મરીશ નહીં.’ ઈ. સ. 1954 માં, નેપાળના કાઠમાંડુમાં યોજાયેલી “વર્લ્ડ બૌદ્ધ કાઉન્સિલ” માં, બૌદ્ધ સાધુઓએ ડૉ.બાબાસાહેબ આંબેડકરને બૌદ્ધ ધર્મનું ઉચ્ચતમ બિરુદ “બોધિસત્ત્વ” આપ્યું હતું. તેમનું પ્રખ્યાત પુસ્તક “ધ બુદ્ધ એન્ડ ધ ધર્મ” એ ભારતીય બૌદ્ધોનું “શાસ્ત્ર” છે. 14 ઓક્ટોબર 1956નાં રોજ નાગપુર દીક્ષાભૂમિ ખાતે બાબાસાહેબે છ લાખ દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. તેમણે દલિતોને બાવીસ પ્રતિજ્ઞાઓ આપી હતી, જે નાગપુરની દીક્ષાભૂમિમાં એક પત્થર પર કોતરીને મૂકવામાં આવી છે.

ડૉ.બાબાસાહેબ આંબેડકર ત્રણ મહાન પુરુષો ભગવાન બુદ્ધ, સંત કબીર, અને મહાત્મા ફૂલેને તેમના “ગુરુ” માનતા હતા. ડો. ભીમરાવ આંબેડકરે પોતાની પર્સનલ લાઈબ્રેરી બનાવી હતી જેનુ નામ તેમણે રાજગૃહ રાખ્યું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકર જ્યોતિબા ફૂલેને પોતાના ત્રીજા ગુરુ માનતા હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકરના પુસ્તક “રુપિયાની સમસ્યા-તેનુ મૂળ અને ઉપાય”માં દર્શાવવામાં આવેલ સિદ્ધાંતો આધારિત ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના કરવામાં આવેલ છે. ડૉ બાબાસાહેબ આંબેડકર ભારતીય બંધારણની રચના માટે રચાયેલી મુસદ્દા સમિતિ(ડ્રાફ્ટ કમિટી)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

29 ઓગસ્ટ 1947નાં રોજ બંધારણના ઘડતર માટે 7 સભ્યોની ડ્રાફ્ટ કમિટીની રચના કરવામાં આવી હતી. પીવાના પાણી માટે સત્યાગ્રહ કરાવનારા ડો આંબેડકર પ્રથમ અને એકમાત્ર સત્યાગ્રહી હતા. 20 માર્ચ 1927 ના રોજ તેમણે અસ્પૃશ્ય સમુદાયને શહેરના ચાવદર તળાવમાંથી પાણી લેવાનો અધિકાર મેળવવા માટે ‘મહાડ’ શહેરમાં એક સત્યાગ્રહ કર્યો હતો. ડૉ આંબેડકરે પાંચ સામાયિક બહાર પાડ્યા હતા જેમા બહિષ્કૃત ભારત, મુકનાયક, સમતા, પ્રબુદ્ધ ભારત અને જનતા છે.

ડૉ બાબાસાહેબ આંબેડકર ના પુસ્તકો :-

 • ૫હેલુ પુસ્તક – ભારતમાં જાતિ : તેની પ્રણાલી, ઉત્પત્તિ અને વિકાસ (Castes in India: Their Mechanism, Genesis and Development)
 • ઇવોલ્યુશન ઓફ પ્રોવિનશિયલ ફિનાન્સ ઇન બ્રિટન ઇન્ડિયા (The Evolution of Provincial Finance in British India )
 • જાતિ નો વિનાશ ((Annihilation of Caste)
 • Who Were the Shudras?
 • The Untouchables: Who Were They and Why They Became Untouchables
 • થોટસ ઓન પાકિસ્તાન (Thoughts on Pakistan)
 • ઘ બુદ્ઘ એન્ડ હિઝ ઘમ્મ (The Buddha and His Dhamma)
 • બુદ્ઘ અથવા કાર્લ માકર્સ (Buddha Or Karl Marx)

લેખક:- શ્રીમતી સ્નેહલ જાની, શિક્ષક, વી. એન. ગોધાણી ઈંગ્લીશ સ્કૂલ, કતારગામ, સુરત 4

ડૉ. આંબેડકરના ત્રીજા ગુરુ કોણ હતા?

જ્યોતિબા ફૂલે ડૉ. આંબેડકરના ત્રીજા ગુરુ હતા.

ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો?

ડૉ. ભીમરાવ આંબેડકર નો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ (હાલમાં આંબેડકર નગર) ખાતે થયો હતો.

ડૉ.બાબાસાહેબ આંબેડકર કયા ત્રણ મહાન પુરુષોને પોતાના ગુરુ માનતા હતા?

ડૉ.બાબાસાહેબ આંબેડકર ત્રણ મહાન પુરુષો ભગવાન બુદ્ધ, સંત કબીર, અને મહાત્મા ફૂલેને તેમના “ગુરુ” માનતા હતા

હુ આશા રાખુ છુ કે તમને અમારો ડૉ. બાબાસાહેબ આંબેડકર નું જીવનચરિત્ર શિક્ષણ, ઇતિહાસ, પુસ્તકો, નિબંધ (Dr Babasaheb Ambedkar History Biography in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

7 thoughts on “[PDF] ડૉ. બાબાસાહેબ આંબેડકર નું જીવનચરિત્ર, શિક્ષણ, ઇતિહાસ, પુસ્તકો, નિબંધ (Dr Ambedkar History in Gujarati)”

 1. ૧૪ મી એપ્રિલ આવી રહી છે અને ડૉ. આંબેડકર વિશે યુવાનો જાણતા અને સમજતાં થાય તે માટે મને ૫૦ સવાલો અને તેના જવાબ સાથે મોકલવા વિનંતી છે. જેથી અમે શાળા કોલેજમાં વધારે લોકોને આ અંગે જાગૃત કરી શકીએ.

 2. ખુબ જ સરસ, આવી વધારે માહિતી આપતાં રહેવા વિનંતી 🙏

 3. બાબાસાહેબ ની સુંદર વાતો અને માહિતી મને ખૂબ જ ગમી છે હું રોજ તેમનો નિયમિત અભ્યાસ કરીશ અને સમાજને જોડવાનું કામ કરીશ.

 4. DR.Ambedakar તેમનુ જીવન ચરીત્ર ખુબજ મહેનતાણુ હતુ,
  મહેનત કરી અને કોઈ પણ કાળએ હાર નથી માની.

 5. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિષયક ઘણી સારી માહિતી ઉપલબ્ધ થઈ છે. અત્યારના સમયમાં મોબાઇલનો આ રીતે દેશના મહાન નાયકો નો અભ્યાસ કરવામાં કરે તો બૌદ્ધિક વિકાસ ઘણો થઈ શકે તેમ છે.

Leave a Comment